આઈ લવ હ્યુસ્ટન પણ આઈ લાઈક અમદાવાદ ફોર ફ્યુ ડેઈઝ !

December 28, 2013 at 12:58 pm 8 comments

Gujarat Map, Map of Gujarat State

Aerial View of the Sabarmati riverfront (AMDAVAD)

આઈ લવ હ્યુસ્ટન પણ આઈ લાઈક અમદાવાદ ફોર ફ્યુ ડેઈઝ !

હું અમદાવાદી, હવે થઈ ગયો પુરો હ્યુસ્ટનવાસી…..(ટેક)

 

ભ્રષ્ટાચાર ભારતમાં વધીને હવે એ ગઈ છે શિખરે,

રાજકિયધંધાની અસર દેખાય છે સર્વ ધંધે,

તેમ છતાં, કારણ હોય કે ના હોય, મારે તો અમદાવાદ જાઉ છે !….(૧)

 

સુટકેસોમાં મારું થોડું અને નથી લેવું મારે કોઈનું,

ચાર જોડી કપડા,ક્રેડીટ કાર્ડ અને ટીકીટ સાથે જવાનું,

જેથી,કસ્ટમવાળાના ડર વગર લીલી બત્તીમાંથી પસાર થાઉ છે !….(૨)

 

“ચંદ્રવિલાસ”ના ગરમ ફાફડા,જલેબી સાથે પપૈયા ચટણી ખાવી છે,

“આઝાદ”ના પુરીશાક અને અથાણાનો સ્વાદથી જીબને સંતોષ દેવો છે,

અરે ! બાળપણ યુવાનીમાં ખાધેલું તે ખાઈને મનને શાંત કરવું છે !…..(૩)

 

પુસ્તકોના પ્રકાશન માટે અમદાવાદ મારૂં તો સૌનું જાણીતું છે,

સસ્તે ભાવે ડોલર બચાવી પુસ્તક-ખરીદી મારે કરવી છે,

અરે ! ફીલ્મો,નાટકોની ડીવીડી ખરીદવાનું મારે નથી ભુલવું છે !……(૪)

 

ગુજરાતી સાહિત્યકારોના ઘરે ઘરે જઈ સૌને મળવું છે,

ગુજરાતી નાટકો જોવાય તેટલા જોઈ મન મારૂં સંતોષ કરવું છે,

ના મોટરકાર, ફક્ત રીક્ષામાં અમદાવાદમાં સફરો કરવી છે !……(૫)

 

પહેલા મનને શાંત કરી, સૌ મંદિરે પ્રભુદર્શન કાજે મારે જાઉ છે,

એક દિવસના રીક્ષાભાડે, આવી ઈચ્છા મારી પુરી કરવી છે,

અરે ! જીવનમાં કરેલી ભુલોની માફી અમદાવાદમાં માંગવી છે !…..(૬)

 

રાજકિય નેતાઓથી દુર ભાગી, અમદાવાદની સફર પુરી કરવી છે,

અમદાવાદમાં મન-શાંતી પામી, હ્યુસ્ટનની યાદ ફરી તાજી કરવી છે,

અરે ! રીટર્ન ટીકીટ અરપોર્ટે બતાવી,પ્યારી હ્યુસ્ટનને ફરી જોવી છે !…..(૭)

 

લખચોરાસીના ફેરામાં કદી જો માનવ જન્મ મુજને મળે,

તો, ભારત બદલે હ્યુસ્ટનમાં જ પ્રભુ તું મુજને જન્મ દેજે,

“આઈ લવ હ્યુસ્ટન, બટ આઇ લાઈક અમદાવાદ ફોર ફ્યુ ડેઈઝ !”…….(૮)

 

નવીન બેન્કર મનડે વિચારો આવા ફરી ફરી રમી રહે,

વિચારોને શબ્દ-સ્વરૂપ આપતા, ચંદ્ર એ વાંચી રહે,

અરે ! એ કારણે જ આ કાવ્ય રચના બને !………….(૯)

 

કાવ્ય રચના ઃ તારીખ ડિસેમ્બર,૨૩,૨૦૧૩                    ચંદ્રવદન

બે શબ્દો…

ડીસેમ્બરની ૨૩,૨૦૧૩નો દિવસ.

હ્યુસ્ટનથી મિત્ર ચીમન પટેલનો ઈમેઈલ મળ્યો.

એમાં નવીન બેન્કરનો એક લેખ હતો….જેમાં હ્યુસ્ટન શહેરમાં રહી એમને આનંદ હતો..પણ જરૂર થોડા દિવસો અમદાવાદ શહેરમાં જઈ બાળપણ યુવાનીની મઝા ફરી અનુભવી, હૈયે ખુશી  કેવી રીતે હશે એનું જ વર્ણન હતું.

જે લેખરૂપે એમણે લખ્યું તેને મેં “કાવ્ય” સ્વરૂપ આપવા પ્રયાસ કર્યો.

જે શક્ય થયું તેને પ્રથમ નવીનભાઈ અને ચીમનભાઈને ઈમેઈલથી મોકલ્યું.

આજે એ જ રચના મારા બ્લોગ પર એક પોસ્ટરૂપે છે. ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Based on the VIEWS of NAVIN BANKER of HOUSTON as expressed in a Gujarati Lekh, this Kavya (Poem) in Gujarati was created.

This Poem was sent to Navinbhai…with a Copy to Chimanbhai Patel, who had sent the Lekh via an Email.

If you wish to read that LEKH by NAVIN BANKER, you can visit VINOD VIHAR of Vinod Patel and read a Post @

http://vinodvihar75.wordpress.com/2013/12/23/366%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6-%e0%aa%9c%e0%aa%b5%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8%e0%ab%81/

Now as a Post, you are all reading it.

Hope you like it !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

“ક્રીસમસ”ને તમે ખરેખર જાણો ! આંકડા, ગણતરી સાથે નવા વર્ષની પ્રથા !

8 Comments Add your own

 • 1. Sanat Parikh  |  December 28, 2013 at 4:30 pm

  Good conversion of the article by Navinbhai Banker. Please change the word “kasam” to “kastam”. Thank you.

  Reply
  • 2. chandravadan  |  December 28, 2013 at 4:51 pm

   Sanatbhai,
   Thanks for your Comment.
   I have made the Correction as pointed out by you.
   Chandravadan

   Reply
 • 3. Vinod R. Patel  |  December 28, 2013 at 6:32 pm

  “ચંદ્રવિલાસ”ના ગરમ ફાફડા,જલેબી સાથે પપૈયા ચટણી ખાવી છે,

  “આઝાદ”ના પુરીશાક અને અથાણાનો સ્વાદથી જીબને સંતોષ દેવો છે,

  અરે ! બાળપણ યુવાનીમાં ખાધેલું તે ખાઈને મનને શાંત કરવું છે !…..(૩)

  આ વાંચીને અમદાવાદમાં વિતાવેલો ભૂતકાળ તાજો થઇ ગયો !

  અમેરિકામાં આવ્યે આજકાલ કરતા વીસ વર્ષ થઇ ગયા પણ

  અમદાવાદની એ મધુરી યાદો કેમ કરીને ભૂલાય !

  ઊંટ મરવાનું થાય તો પણ એની ડોક મારવાડ ભણી જ રાખે !

  Reply
 • 4. pravinshastri  |  December 28, 2013 at 11:39 pm

  શ્રી નવીનભાઈ તમારા અને મારા એટલે કે આપણા સૌના સ્નેહી મિત્ર છે. હું જ્યારે જ્યારે ભારત ગયો ત્યારે નવીનભાઈના જેવા જ મનોસંવેદન લઈને ગયો હતો. થોડા સમય માટે ખૂબ જ સારું લાગ્યું પણ… ……જવાદો એ વાત.
  નવીનભાઈની ફાફડા ચટણી માટે ઈર્ષ્યાભરી શુભેચ્છાઓ.
  ડૉક્ટર સાહેબને કાવ્ય બદલ અભિનંદન.

  Reply
  • 5. chandravadan  |  December 29, 2013 at 2:13 am

   પ્રવિણભાઈ,
   આવીને પ્રતિભાવ આપ્યો…આભાર !
   અમદાવાદની યાદ તો નવીનભાઈની….પણ આપણે રહ્યા સુરતના. ભારતની યાદ સાથે નવસારી સુરત કે વેસ્મા ગામની યાદ તાજી થાય !
   સુરતની ઘારી અને લીલો પોંક અને સેવ સાથે નવસારીના “વલ્લભ મીઠા”ની ખમણી…”મામા”ની પેટીસ, અને “કોલાહ”નું આઈસક્રીમ વિગેરે તમારી મારી યાદ કહેવાય.
   ભલે આ પોસ્ટ દ્વારા અમદાવાદનું છે…પણ અન્યને એની પુરાણી યાદ તાજી કરશે !
   …..ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
   • 6. pravinshastri  |  December 29, 2013 at 2:27 am

    ડોક્ટર સાહેબ બસ વધુ ના લખો, મોંમાં આવેલા સ્વાદિસ્ઠ થુંક ગળવા અઘરા પડે છે.

 • 7. pravina  |  December 29, 2013 at 11:23 am

  I love Houston but I love more India. (Bombay)

  Reply
 • 8. Ramesh Patel  |  December 30, 2013 at 3:03 am

  અમે અમદાવાદી….ભાવથી ભરેલી રચનામાં અનેરી સુગંધ હોય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

December 2013
M T W T F S S
« Nov   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: