“ક્રીસમસ”ને તમે ખરેખર જાણો !

December 24, 2013 at 1:02 pm 8 comments

Candle Of Joy And Happiness.

Magical Christmas Greetings.

“ક્રીસમસ”ને તમે ખરેખર જાણો !

ચાલો, “ક્રીસમસ”ના ઉત્સવ વિષે કાંઈ વધુ જાણીએ,

શા કારણે એ ઉજવાય છે એની થોડી વિગતો જાણીએ,……(ટેક)

 

પ્રથમ, શબ્દ “ક્રીસમસ”કેમ કહેવાય તેનું વિચારીએ,

“ક્રાઈસ”નું “માસ”ના બે શબ્દોમાંથી “ક્રીસમસ” નામ મળે,

એટલું પ્રથમ જાણવું અગત્યનું રહે !…………(૧)

 

ક્રીસમસનો ઉત્સવ એટલે “જીસસ ક્રાઈસ્ટ”ના જન્મની ખુશી રહે,

૨૫મી ડીસેમ્બરને જીસસ જન્મદિવસ સૌ ગણે,

એથી જ, એ દિવસે એ ઉજવાય !………(૨)

 

જીસસના ખરા જન્મદિવસ વિષે ખરેખર છે સૌ અજાણ,

“જુલીઅન”અને “ગ્રેગોરીઅન” કેલેન્ડર આધારીત મતભેદો એવું જાણ,

૨૫મી ડીસેમ્બર માની બહુમતીએ એ વિશ્વમાં ઉજવાય !…….(૩)

 

ઉત્સવ આનંદના દિવસ કારણે માનવીઓ લડાઈ કરે,

“ઉજવવાની મના છે” એવું પણ ઈતિહાસ કહે,

ચાલો, ભુલી જઈ, આનંદ કરીએ !………..(૪)

 

“સાથે મળીને ગાવું”ના ભાવે “ક્રીસમસ કેરોલ” સંગીત બને,

ચાર્લ્સ ડીકન્સની બુક શબ્દો દ્વારા વિશ્વના સૌએ હૈયે એ વહે,

એવો ભાવ તમે સૌ હૈયે ભરી આનંદ કરો !……..(૫)

 

“ક્રીસમસ ટ્રી”જે નિહાળો તેની શરૂઆત જર્મનીમાં થઈ,

“હ્રદય જેવા પાન”ની “આઈવી” ‘ને લાલબેરીની “હોલી”શણગારની પ્રથા થઈ,

એમાં જીસસની યાદ સૌ હૈયે રહે !……..(૬)

 

લોહીરૂપી “લાલ” રંગમાં “ક્રુસીફીકેશ”ને નિહાવાની વાત તમે માનો,

લીલા રંગે “અમરતા” ‘ને સોનેરી રંગને પહેલો ક્રીસમસ રંગ ગણો,

એવા વિચારમાં કાંઈ સારૂં સમજો !……(૭)

 

કીસમસ સમયે “ભેટો” આપવાની પ્રથામાં પ્રેમભાવ નિહાળો,

“ક્રીસમસ કાર્ડ”મોકલાનું તો પાછળથી શરૂ થયાનું તમે જાણો,

એવી સમજ સાથે ઉત્સવ કરતા રહો !……..(૮)

 

બાળકોના આનંદ માટે “સાન્તા ક્લોસ” કે “ફાધર ક્રીસમસ ” હોય,

અને, કોઈ જગાએ “સેઈન્ટ નીકોલસ” નામે એને કહેતા હોય,

એવી પ્રથામાં બાળ આનંદના દર્શન કરો !……(૯)

 

વિશ્વમાં માનવીઓ છે અનેક જુદા જુદા ધર્મો પંથે,

ઉજવે છે “ક્રીસમસ, દિવાળી ‘ને ઈદ” વિગેરે નામે,

એવા સમયે,વેરભાવો છુટી, “માનવતા” ખીલે, એવું ચંદ્ર કહે !……(૧૦)

 

કાવ્ય રચનાઃ તારીખ ડિસેમ્બર,૧૪,૨૦૧૩                ચંદ્રવદન

બે શબ્દો…

હું ઘરે બેઠો હતો.

એવા સમયે, થોડા દિવસો બાદ ક્રીસમસ હશે એવા વિચાર સાથે મારા મનમાં આ તહેવાર વિષે વધુ જાણવાની ઈચ્છા થઈ.

મેં “ગુગલ” દ્વારા માહિતી જાણી.

એવા ઈતિહાસરૂપી માહિતી દ્વારા ઘણું જાણ્યું.

બસ…જે જાણ્યું તેમાંથી “ઝલક” રૂપે કાવ્ય દ્વારા કહેવાનો આ મારો પ્રયાસ છે !

આ પોસ્ટ તમોને ગમે.

“મેરી ક્રીસમસ” સૌને !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

It is the Christmas Day of 2013.

This will be followed by the New Year of 2014 soon.

Many celebrate tis Day.

I have tried to find out WHY CHRISTMAS DAY is CELEBRATED.

What I had leant is told in a Poem in Gujarati.

MERRY CHRISTMAS to ALL !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

ગૌસેવાના પંથે ડો. નિરંજન રાજ્યગુરૂની જીવન સફર ! આઈ લવ હ્યુસ્ટન પણ આઈ લાઈક અમદાવાદ ફોર ફ્યુ ડેઈઝ !

8 Comments Add your own

 • 1. Sanat Parikh  |  December 24, 2013 at 4:58 pm

  Merry Christmas and Happy New Year to you and yours! Nice way to describe the meaning of Christmas. You may include “Kwanza” celebrated by black people at same time.

  Reply
 • 2. ishvarlalmistry  |  December 24, 2013 at 9:57 pm

  Merry Christmas and Happy New Year to you all,and Best wishes in the New Year. You have described nicely about Christmas.
  Ishvarbhai.

  Reply
 • 3. nabhakashdeep  |  December 25, 2013 at 6:39 am

  પ્રેમ કરૂણાનો આ સંદેશ , માનવ માત્રના કલ્યાણ માટે છે. સરસ ભાવો ઝીલી , નાતાલના પાવન પર્વને વધાવ્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 4. venunad  |  December 25, 2013 at 4:21 pm

  વિશ્વમાં માનવીઓ છે અનેક જુદા જુદા ધર્મો પંથે,
  ઉજવે છે “ક્રીસમસ, દિવાળી ‘ને ઈદ” વિગેરે નામે,
  એવા સમયે,વેરભાવો છુટી, “માનવતા” ખીલે, એવું ચંદ્ર કહે !
  Excellent, Liked it very much. You have included good information!

  Reply
 • 5. sneha patel - akshitarak  |  December 25, 2013 at 4:22 pm

  merry christmas..very nice describe…cngrts

  Reply
 • 6. Vinod R. Patel  |  December 25, 2013 at 6:58 pm

  I liked the nice Christmas e-card sent by you in your e-mail .

  Thank you for it .

  I liked your this post on Christmas festival.

  Merry Christmas and Happy New Year to you and family .

  Reply
 • 7. prdpraval  |  December 27, 2013 at 8:06 am

  different different dharm and community..jene jema manyu tene tema sukh…..swas rupi bindu teno samay manav rupi kholiya ma aavi ne puro sari ne jay chhe….jivvana bahana mate judi judi suvas pathre tene dharmo,gnatio ane sanskruti kahevay tevu maru manvu chhe…..khuba j saro lekh chhe….i am lucky..my birthday 25,december.1964

  Reply
 • 8. Ramesh Patel  |  December 30, 2013 at 3:07 am

  ખૂબ જ માહિતીસભર રચના..એક સ્પેશીયલ ક્રીસ્ટમસની રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

December 2013
M T W T F S S
« Nov   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: