એક ગટરનું ઢાંકણુ !

ડિસેમ્બર 20, 2013 at 6:01 પી એમ(pm) 11 comments

photo

એક ગટરનું ઢાંકણુ !

અરે ! આ તો ગટરનું ઢાંકણુ રહ્યું,

પણ છે ક્યાં ? પીકચર એનું કોણે પાડ્યું ?

 

અરે ! ખબર નથી એ તો ગંદકી છુપાવે છે ?

વળી, અમેરીકાની ગટરોની દુર્ગંધ છુપાવે છે !

 

શાને ત્યારે અમેરીકનો ભારતીયોની હસી ઉડાવે છે ?

એવું જાણી, મુજને આજે જરા હસી આવી રહે છે !

 

કામો નાના કે મોટા હોય, અમેરીકામાં એ ભલે,

ભારતીયો એવા કામો કરવા કદી ના ડરે !

 

અરે ! ભારતીયો તો બુધ્ધિથી રીસર્ચ કરી છે અનેક,

અને, અમેરીકાને નવી શોધો દીધી છે અનેક !

 

હવે, ફરી નિહાળો એ ઢાકણું ગટરનું,

“મેઈડ ઈન ઈન્ડીઆ”નું લખાણ છે ઢાકણાનું !

 

ભારત હૈયે વહે મિત્રતા, લાજ અમેરીકાની જરૂર રાખશે,

એવી અમેરીકા સરકાર સમજ હશે ત્યારે જ કાંઈ નિર્ણય હશે !

 

ભારત કે ભારતના રાજ્યોના પ્રતિનિધીઓ પર સમભાવ હશે,

એવી ઘડીએ, મોદી કે રાજ્ય-કેન્દ્ર સરકારને ખરો ન્યાય મળશે !

 

ચાલો હવે, ભુતકાળને ભુલી ભવિષ્યના વર્તનની વાત કરીએ,

વર્તમાનમાં રહી, વિચારધારા બદલવાની અમેરીકાની વાતો હશે !

 

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૦,૨૦૧૩                      ચંદ્રવદન

 

બે શબ્દો…

ગાંધીનગર,ગુજરાતથી પ્રદીપભાઈ રાવળનો એક ઈમેઈલ આવ્યો.

એની સાથે એક ટુંકુ લખાણ હતું અને એક “ગટરના ઢાંકણ”નો ફોટો હતો, જેના પર “મેઈડ ઈન ઈન્ડીઆ” લખલું હતું.

અને પ્રદીપભાઈએ લખ્યું કે “પ્રતિભાવ આપશો ?”

જરા વિચારમાં પડ્યો.

અમેરીકાની સરકાર અને ભારત પ્રત્યેના “જુના” અને અત્યારના “નવા” સબંધો યાદ આવ્યા.

પાકીસ્તાન અને અન્ય દેશો સાથે નજીક રહી ભારત માટે અમેરીકા તરફથી થોડો અન્યાય હતો….હવે, કદાચ ભારત નજીક આવવા માટે વિચારો હશે.

ન્યાયની દ્વષ્ઠીએ નહી પણ “કોઈ અન્ય રાજકીય કારણો” થકી ભારતના એક રાજ્યના મુખ્ય મંત્રીને પધારવા “વીઝા” ના આપવામાં આવ્યા હશે એવું મારૂં માનવું છે.

બસ….આવી વિચારધારા સાથે આ કાવ્ય રચના એક પીક્ચર આધારીત છે !

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW  WORDS…

A Photo of a LEAD on the Sewage System in a City in America.

It was “MADE IN INDIA” as written on it.

Using that as the INSPIRATION….I had created a Poem in Gujarati.

Within it is my DEEP LOVE for INDIA.

Hope you can read in Gujarati..if NOT, get the help & someone can read that Poem to you !

 

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ચન્દ્રવિચારધારા (૧૧)…મિત્રતા શું અને કેમ ? ઈશાનની ચૌલક્રિયા

11 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  ડિસેમ્બર 20, 2013 પર 7:18 પી એમ(pm)

  “મેઈડ ઈન ઈન્ડીઆ છાપ હોલ સાથેના “ગટરના ઢાંકણ” અમેરિકામાં શું કરી

  રહેલ છે ?

  અરે ભાઈ , અમેરિકાની ગંદકી ઢાંકી રહેલ છે !

  અમેરીકા “ગટરના ઢાંકણ” પણ ભારતમાંથી ઈમ્પોર્ટ કરે છે એ આજે જાણ્યું !.

  વાહ, મજા આવી ગઈ, ચંદ્રવદનભાઈ , તમારી આ “ગટરના ઢાંકણની પોસ્ટ

  વાંચીને .

  એમાં વ્યક્ત થયેલ તમારી સ્વદેશાભિમાન ની ભાવના ગમી .

  જવાબ આપો
 • 2. pravina Avinash  |  ડિસેમ્બર 20, 2013 પર 8:23 પી એમ(pm)

  જે ચીજ સામાન્ય છે તેને પ્રાધાન્ય આપવું એ ખૂબ સારી વાત છે.

  સતત ખ્યાલ રહેવો જરૂરી છે ‘સામાન્યનું અસામન્ય કાર્ય.’

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 3. hemapatel  |  ડિસેમ્બર 20, 2013 પર 8:48 પી એમ(pm)

  સબડીવીઝનમાં દરરોજ સવારે મોર્નિંગ વોક કરવા માટે નિકળું ત્યારે વર્ષોથી ગટરના ઢાંકણા ઉપર મેઈડ ઈન ઈન્ડિયા વાંચું છુ. જ્યારે પહેલી વખત વાંચ્યું ત્યારે મને મારા ભારત દેશ પર ગર્વ થયો હતો.

  જવાબ આપો
 • 4. સુરેશ જાની  |  ડિસેમ્બર 20, 2013 પર 11:29 પી એમ(pm)

  સરસ અવલોકન.
  ગટરનું ઢાંકણું જોઈને કરેલ એક અવલોકન …
  http://gadyasoor.wordpress.com/2012/02/27/good_bad/

  જવાબ આપો
 • 5. P.K.Davda  |  ડિસેમ્બર 21, 2013 પર 12:51 એ એમ (am)

  ભારતે હવે અમેરિકાની ગંદકી ઢાંકવાનું બંધ કરવું જોઈએ.

  જવાબ આપો
 • 6. Sanat Parikh  |  ડિસેમ્બર 21, 2013 પર 1:19 એ એમ (am)

  At least by purchasing these manhole covers, people make money and are employed.

  જવાબ આપો
 • 7. prdpraval  |  ડિસેમ્બર 21, 2013 પર 5:38 એ એમ (am)

  જન ફરિયાદ ના એક પ્રેમી નંદુ પટેલ વર્જીનિયા માં ૨૦ વરસ થી રહે છે .ગાંધી નગર માં પહેલા તે એક શિક્ષક હતા ને તેમને આ ગટર ના ઢાકણ નું પિક્ચર મોબાઈલ માં પાડી ને મને મોકલી ને કહ્યું કે આ ના વિષે લખો કૈક.ગટર ના ઢાકણ અમેરિકા ને પુરા ભારત પાડી રહ્યું છે.અમેરિકા ની ઘણી બધી દુર્ગધ સુધારવા ભારતીયો અમેરિકા માં વસ્યા છે..ને તેમને અમેરિકા થી મળેલ લાભો ની સામે પોતાની ફરજો અદા કરી રહ્યા છે..તેવામાં જયારે અમેરિકન સરકાર કે ત્યાના કોઈ ચપળ નાગરિક ભારતીય માટે પોતાની ફરજો ભૂલે ત્યારે આવું મન માં આવે છે કે ભાઈ અમે તો તમારૂ ઢાકણ છીએ..ગટર હોય કે સંસ્કૃતિ કે સરકાર ના કોઈ ભાગ માં જોડાઈ ને..જેમકે દેવયાની.. મી.ભરભ્રાં … ,માયિક પટેલ,, કાઉન્સિલ ચુંટાયેલ ભારતીય મેમ્બરો,મધુ રોય જેવા અનેક નામી સાયરો ,લેખકો ને શબ્દ-પ્રેમીઓ,સંસ્કૃતિક,ફિલ્મી હસ્તીઓ..અમે કોઈ ઈરાની કે ઈરાની નથી કે તમને સખી લયીએ ..એ તો અમારી કમનસીબી છે કે અમારા લોકો ને હોલીડે/હનીમુન અમેરિકા માં કરવું છે ને ડોલરિયા બનવા નો મોહ છે નહિ તો અમેરિકા ના કે બીજા દેશ ના પ્રમુખો ગુજરાત અને ભારત ની મુલાકાત લાયી ને સંસ્કૃતિ વિષે ઘણું સીખે છે ને ઉદાહરણો તેમની સંસદ માં આપે છે..પણ આપની બીજી પણ કમનસીબી છે કે અણ આવડત વાળા મહત્વાકાંશી લોકો સરકાર અને રાજકારણ માં રહી ને વિદેશીઓ ની ચાપલુસી કરે છે….આભાર શ્રી ચન્દ્રકાનભાઈ એ સરસ મજા ના સબ્દો માં ઘર માં રહીને પણ ઘર વિષે કહ્યું તે બદલ….pradip raval.www.janfariyad.com

  જવાબ આપો
 • 8. dadimanipotli1  |  ડિસેમ્બર 21, 2013 પર 1:53 પી એમ(pm)

  ખૂબજ સુંદર અવલોકન સાથે દેશ ભાવના-દાઝ ! ધન્યવાદ !

  જવાબ આપો
 • 9. DR. CHANDRAVADAN MISTRY  |  ડિસેમ્બર 21, 2013 પર 4:31 પી એમ(pm)

  This was an Email Response>>>>>

  NEW POST…..એક ગટરનું ઢાંકણુ !

  Dec 20 at 11:35 AM

  Dec 20 at 2:07 PM

  harnish jani
  To Me

  વાહ કમાલનો વિસય લઈને અઅવ્યા. અભિનંદન.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 10. ishvarlalmistry  |  ડિસેમ્બર 22, 2013 પર 7:18 એ એમ (am)

  Very nice post of things made in India, is used in America,India has advanced in exporting,very nice finding Chandravadanbhai.
  Thanks for sharing your thoughts.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 11. mdgandhi21, U.S.A.  |  ડિસેમ્બર 24, 2013 પર 6:34 એ એમ (am)

  જોકે આ પણ એક સરસ વિષય છે…. ખાસ કરીને મુંબઈમાં તો દરરોજ ગટરના ઘણાં ઢાંકણાં ચોરાઈ જાય છે અને ગટરો ખુલ્લી રહી જાય છે, અને અમેરીકામાં ઢાંકણાં કેવી સરસ હાલતમાં રહે છે, જે ગટરને બંધજ રાખે છે

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: