પ્રમુખસ્વામી મહારાજની કહાણી !

December 14, 2013 at 12:59 am 9 comments

Pramukh Swami Maharaj

પ્રમુખસ્વામી મહારાજની કહાણી !

“પ્રમુખસ્વામીજી મહારાજ”ની કહાણી હું કહું,

સાંભળો તમે ધ્યાનથી, જે હું કહું !……….(ટેક)

 

૧૯૨૧માં,૭મી ડીસેમ્બરની એક શુભ ઘડી હતી,

જ્યારે,વડોદરા નજીક ચનસડ ગામે એક બાળ જન્મની વાત રહી,

જન્મઘડી અને રાશી-ગ્રહો આધારીત, બાળ”શાંતીલાલ”ની આ વાત રહી,…..(૧)

 

બાળ ભાગ્યમાં માતા પિતા દિવાળીબેન અને મોતીભાઈ નામે,

જેઓ, અક્ષરપુરૂસોત્તમ પંથના “શાસ્ત્રીજી મહારાજ”ને પોતાના ગુરૂ માને,

અને, શાસ્ત્રીજી મહારાજ આશીર્વાદો શાંતીલાલ શીરે અર્પણ કરે,….(૨)

 

શાંતીલાલ તો બાળ સ્વરૂપે શાંતીભરપૂર માત નજેરે રહે,

શાળામાં ભણતા, એ તો સત્યપંથી,દયાળુ, નમ્રતાભરપૂર બાળ સૌની નજરે રહે,

શાળા શિક્ષણમાં તેજસ્વી,છતાં ધર્મપ્રેમના ઝરણા શાંતીલાલના હૈયે વહી રહે,….(૩)

 

શાળા અભ્યાસ બાદ, સમય મળતા શાંતીલાલ તો હનુમાન મંદિરે હોય,

સાધુ સંતોને સાંભળવા એ તો હંમેશા જીવનમાં ખુશીભર્યો આતુર હોય,

અંતે, જાગૃત થઈ, સ્વામીનારાયણ સંસ્થાના સાધુ બનવાની હૈયે ઈચ્છાઓ હોય,….(૪)

 

૧૯૩૯માં ૮,નવેમ્બર અને ૧૭ વર્ષની વયે શાસ્ત્રીજી મહારાજ ના પત્રો મળે,

૨૨મી નવેમ્બરના શુભ દિવસે, અમદાવાદમાં દિક્ષા લઈ, શાંતીલાલ “શાંતી ભગત” બને,

અને, ૧૯૪૦માં ૧૦મી જાન્યુઆરીના દિવસે ભગવત દિક્ષાથી “સાધુ નારાયણસ્વરૂપદાસ”નામ ગ્રહે,…..(૫)

 

૧૯૫૧માં શાસ્ત્રીજી મહારાજની ઈચ્છાથી સ્વામીનારાયણ સંસ્થાનું પ્રમુખપદ મળે,

સંસ્થાના પ્રમુખના હોદ્દા કારણે “પ્રમુખ સ્વામી”નામે સૌ એમને પૂકારે,

“શાસ્ત્રીજી મહારાજ” મારા ગુરૂ અને “યોગીજી મહારાજ” મારા માર્ગદર્શક” એવું એ સૌને કહે,….(૬)

 

૧૯૫૧માં શાસ્ત્રીજી મહારાજના અવસાન બાદ યોગીજી મહારાજની આજ્ઞાપાલન પ્રમુખસ્વામી કરે,

ભારત અને પરદેશમાં સ્વામીનારાયણ ધર્મ પ્રચાર માટે સર્વ શક્તિ એઓ અર્પણ કરે,

૧૯૭૧માં મૃત્યુ પહેલા યોગીજી મહારાજ “પ્રમુખસ્વામી મહારાજ”ની પદવી એમને ધરે,…..(૭)

 

આવી પદવી ગ્રહી, પ્રમુખસ્વામી મહારાજ દેશ અને પરદેશની યાત્રાઓ કરે,

મંદિરો બાંધી, “સ્વામીનારાયણ પંથ”નો વિશ્વમાં એઓ પ્રચાર કરે,

એમના માર્ગદર્શને, જે શક્ય થયું તેમાં “નિજાનંદ”ની કૃપા જરૂર હશે,…..(૮)

 

“બી.એ.પી.એસ.” એટલે “બોચાસનવસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા” કહેવાય,

જે નામે, દાન પ્રવાહ કારણે મંદિરો અને ધર્મ પ્રચારની સફળતા પ્રમુખસ્વામી મહારાજ ફાળે જાય,

એવી સફળતામાં હિન્દુ ધર્મની જાણકારી વિશ્વમાં ફેલાય અને ફેલાતી રહે એવું કહેવાય….(૯)

 

ભારતીય સંસ્કારીક મુલ્યો અને હિન્દુ ધર્મનો વિશ્વમાં પ્રકાશ આપવાનો ફાળાને નિહાળો,

તો, પ્રમુખસ્વામી મહારાજના દર્શન અનેક મંદિર-સ્થાપનાઓમાં તમે જરૂર નિહાળો,

એવા મહા પુરૂષને આજે અંતે પ્રણામ કરી, વંદન અર્પણ કરતા ચંદ્રને તમે નિહાળો !….(૧૦)

 

ભલે હિન્દુ ધર્મ નામે, પણ,ધર્મ તો આપણો એક છે “સનાતન ધર્મ” નામે,

મુજ હૈયે દર્દ છે, જો સ્વામીનારાયણ પંથો છે આજે બે જુદા જુદા નામે,

ભવિષ્યમાં આ બે પંથો એક હશે એવી ચંદ્ર-પ્રાર્થના છે પ્રભુ નામે !……(૧૧)

 

કાવ્ય રચના ઃ તારીખ, ૧૧,૨૦૧૩                           ચંદ્રવદન

બે શબ્દો …

થોડા દિવસો પહેલા હતી ૭મી ડીસેમ્બરની તારીખ.

એ તારીખ એટલે પ્રમુખસ્વામી મહારાજની બર્થડે.

એ યાદ કરી, મેં એમના જીવન વિષે “ઈનટરનેટ” દ્વારા કંઈક જાણ્યું.

જે જાણ્યું તે જ મે કાવ્યમાં મુક્યું છે.

અને….આજે એક પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું.

આ પ્રમાણે એમને વંદન કરવાનો મારો પ્રયાસ છે.

હું સર્વ ધર્મોનો પ્રેમી છું….તેમ છતાં કોઈ પણ “પંથ”રૂપી માર્ગ પર ના રહી, હું “સનાતન ધર્મ” એટલે હિન્દુધર્મનો ચાહક છું.

પ્રમુખસ્વામી મહારાજના દર્શન “ચીનો હીલ્સ”માં થયા ત્યારે એમના હાથો મારા શીરે હતા….એ એમના આશીર્વાદો હતા.

આ કાવ્યરૂપી પોસ્ટ સૌને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This is a Poem in Gujarati on the life of PRAMUKH SWAMI MAHARAJ of B.A.P.S. Sanstha of Swaminarayan Panth.

As per the GURU Tradition, Pramukh Swami Maharaj is the 5th in line.

During his Term, he had travelled Overseas & and there had been a flow of the Donations & so many MANDIRS had been built…and with the Establishment of these Mandirs, the Cultural Heritage & Hindu Dharm had been preserved.

I had the pleasure of meeting Shree Pramukh Swamiji at Chino Hills Mandir & lucky to be blessed by Him.

Mat God keep him healthy & continue the work of God.

My Salutations & Vandan to this Great Soul !

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રજાપતિ જ્ઞાતિગૌરવ ! ૮૦મી્ ભગુ- બેર્થડેના ચંદ્ર અભિનંદન !

9 Comments Add your own

 • 1. Yashavant Shah  |  December 14, 2013 at 3:37 am

  60ના દશકમાં મારા કોલેજકાળ દરમ્યાન ભાવનગરમાં કુબેરભાઈ પટેલના ઘરે
  મને પુ.યોગીજી મહારાજના આશીર્વાદ મળ્યા, પણ ત્યારે તે સંતની મહાનતા
  હું પિછાણી શક્યો નહિ અને મારા બુદ્ધિ-બળ આધારે અહી-તહી રઝળપાટ કરતો રહ્યો. એપ્રિલ 1997માં કુવૈત ખાતે, સૌ પ્રથમ પ્રમુખ સ્વામીબાપાની રૂબરૂ મુલાકાત થઇ અને મારી કોઈજ લાયકાત નહિ હોવા છતાં, ત્યારબાદ મારા પર અતિ કરુણા કરી સ્વામીશ્રીએ મારા દરેક શુભ-સંકલ્પો સાકાર કરી મને પોતીકો કરી લીધો અને મારું જીવન ધન્ય બની ગયું. હવે તો “તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત સ્વામી” એજ મારો જીવન મંત્ર છે. http://www.yourlisten.com ઉપર મેં અપલોડ કરેલ પ્રવર્ચનો સાંભળવાથી, સ્વામીશ્રી આધ્યાત્મના ક્યા શિખરે બિરાજમાન છે, તે સમજાશે- જરૂરી લિંક માટે સંપર્ક કરો – ykshah888@yahoo.com

  Reply
 • 2. mdgandhi21, U.S.A.  |  December 14, 2013 at 4:44 am

  હું પણ સર્વ ધર્મોનો પ્રેમી છું…., હું “સનાતન ધર્મ” એટલે હિન્દુધર્મનો ચાહક છું.
  શ્રી સ્વામીબાપાની તમે સરસ અને અલભ્ય માહિતી આપી છે….

  લોકો કહેતાં હોય છે કે, શ્રી સ્વામીબાપાની વ્યક્તિપુજા બહુ થાય છે, પણ, શ્રી સ્વામીબાપા માત્ર એક વ્યક્તિ નથી, ભગવાનનો એવો એક અંશ છે, કે જેના નામ માત્રથી જ લોકો તેમને પુજે છે, માને છે, અને તેમના નામ થકીજ આટલા બધા પૈસા મળે છે અને ભવ્ય મંદિરો બને છે, અને મંદિર ભલે સ્વામિનારાયણ ભગવાનના નામના હોય, પણ છે તો હિંદુ ધર્મનાજને…..મૂર્તિ તેમાં રાધાકૃષ્ણ, રામસીતા, હનુમાન, શંકર-પાર્વતી-ગણપતીબાપા, બધાનીજ છેને….અને સ્વામિનારાયણ ધર્મજ અમેરીકામાં હિંદુ ધર્મનો ઝંડો વધારે ફરકાવશે…..

  Reply
 • 3. ishvarlalmistry  |  December 14, 2013 at 6:55 am

  Chandravadanbhai about Pramukh Swamiji.you have said it very well,and what you mentioned is very true.Thank you for sharing your thoughts.May God keep him well.I have also met Swami Bapa.
  Ishvarbhai Mistry.

  Reply
 • 4. hemapatel  |  December 14, 2013 at 1:06 pm

  જય સ્વામિનારાયણ .

  Reply
 • 5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  December 14, 2013 at 3:40 pm

  સ્વામીનારાયણ ભગવાનની જય હો

  Reply
 • 6. chaman  |  December 14, 2013 at 5:38 pm

  ભગવાનની જય સાથે તમારા જેવાને કેમ ભુલાય. તમારા લખાણ અને તમને પરિવાર સહિત જય! જય!!જય!!!

  Reply
  • 7. DR. CHANDRAVADAN MISTRY  |  December 14, 2013 at 10:00 pm

   ચીમનભાઈ,

   તમે મારા બ્લોગ પર પહેલીવાર આવ્યા…અને પ્રતિભાવ આપ્યો તે માટે આભાર.

   ફરી પણ બ્લોગ પર પધારી, પ્રતિભાવ આપશો.

   તમોને હ્યુસ્ટનમાં મળીને આનંદ થયો હતો અને યાદ રહેશે.

   ચંદ્રવદન
   Dr. Chandravadan Mistry

   Reply
 • 8. Vinod Patel  |  December 16, 2013 at 1:59 am

  “બી.એ.પી.એસ.” એટલે “બોચાસનવસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા” કહેવાય,

  જે નામે, દાન પ્રવાહ કારણે મંદિરો અને ધર્મ પ્રચારની સફળતા પ્રમુખસ્વામી

  મહારાજ ફાળે જાય,

  એવી સફળતામાં હિન્દુ ધર્મની જાણકારી વિશ્વમાં ફેલાય

  વિશ્વના અનેક દેશોમાં હિંદુ-સનાતન ધર્મનો

  ફેલાવો કરનાર પૂજ્ય પ્રમુખ સ્વામીને આદરપૂર્વક નમન અને વંદન

  જય શ્રી સ્વામીનારાયણ

  Reply
 • 9. Purvi Malkan  |  December 16, 2013 at 1:08 pm

  pahelivaar pramukhsvaami mahaaraj vishe jaanvaa malyu. emna vishe vadhu nathi jaanati tethi janvu gamyu uncle.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

December 2013
M T W T F S S
« Nov   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: