નેલસન મેંડેલાને અંજલી !

December 9, 2013 at 4:47 am 10 comments

Nelson Mandela on the eve of his 90th birthday in Johannesburg in May 2008
Mandela in Johannesburg, on 13 May 2008

નેલસન મેંડેલાને અંજલી !

નેસનલ મેંડેલા એક મહાન વિભુતી,

અંતર-આત્મા ખોલી, અંજલી  આજ મેં અર્પી !….(ટેક)

૧૮મી જુલાઈ ૧૯૧૮માં એક આફ્રીકન બાળ જન્મે,

ઉચ્ચ શિક્ષણ સાથે રાજકિય ફેરફારોની માંગમાં ન્યાય માંગે,

“આફ્રીકન નેશનલ કોન્ગ્રેસ”નામે રાજકિય પાર્ટી બનાવે,

એવા વિરલાને વંદન કરી, ચંદ્ર અંજલી ધરે !….નેલસન …(૧)

 

ગાંધીજીના સિધ્ધાંતે, અહિંસક સત્યાગ્રહ અપનાવ્યો જેણે,

દુઃખ તકલીફો વેઠી, જીવનના ૨૭ વર્ષો જેલમાં વિતાવ્યા જેણે,

જેલમાં પથ્થરો તોડતા, વિશ્વમાં સૌના દીલો જીત્યા હતા જેણે,

એવા લોખંડીપુરૂષને વંદન કરી, ચંદ્ર અંજલી ધરે !….નેલસન…(૨)

 

વિશ્વના દબાણે, ગોરી સરકાર ૧૯૯૦માં મંડેલાને જેલમાંથી છુટા કરે,

સ્વતંત્રતાની લડાઈમાં, માફી અર્પી, એકતા-પ્રેમના બીજનું રોપણ કરે,

જે થકી, ૧૯૯૪માં સરકાર-મંજુર શાંતીભરા વાતાવરણે ચુંટણી શક્ય કરે,

એવા દેશનેતાને વંદન કરી, ચંદ્ર અંજલી ધરે !..નેલસન….(૩)

 

જનતાના પ્રિય બનેલા મંડેલા સાઉથ આફ્રીકાના પ્રથમ પ્રમુખ બને,

ત્યારે, પ્રજાજનો સંગે વિશ્વના સર્વે મંડેલાના ગુણગાન કરે,

“એપાર્ટેઈડ”ની જગાએ સ્વતંત્ર સાઉથ આફ્રીકાનો દેશ જન્મે,

એવા “ફાધર ઓફ ધ નેશન”ને વંદન કરી, ચંદ્ર અંજલી ધરે !…નેલસન…(૪)

 

૧૯૯૪થી ૧૯૯૯ના સમયના મંડેલા પ્રમુખપદમાં જે શક્ય થયું,

તેમાં, નમ્રતાભાવે ‘ને પ્રેમસુત્રે અનેક સુધારાઓ પ્રજાને નિહાળવાનું થયું,

“નથી પ્રમુખ જીવનભર મારે રહેવું” કહી, સત્તા ત્યાગનું દર્શન સૌને થયું,

એવા દેશપ્રેમીને વંદન કરી, ચંદ્ર અંજલી ધરે !….નેલસન…(૫)

 

મેંડેલા વિશ્વમાં ફર્યા અને સૌના પ્યારા થયા,

“નોબેલ પીસ પ્રાઈઝ”ના વિજેતા પણ થયા,

છતાં, ગર્વ કે અભિમાન કેદી એ કદી ના બન્યા,

એવા વિશ્વપ્યારાને વંદન કરી, ચંદ્ર અંજલી ધરે !…નેલસન…(૬)

 

જીવનના અંતિમ દિવસોમાં પ્રભુ તંદુરસ્તી બગાડે,

હસ્તે મુખડે જીવનના  દિવસો એવા મંડેલા વિતાવે,

૫મી ડીસેમ્બર,૨૦૧૩ના દિવસ આવતા, એ અવસાન પામે,

એવા મહાન આત્માને વંદન કરી, ચંદ્ર અંજલી ધરે !…નેલસન..(૭)

 

સાઉથ આફ્રીકાના પ્રમુખ જેકબ ઝુમા, ૧૦ દિવસ શોકનું જાહેર કરે,

અને, ૧૫મી ડીસેમ્બરના “ફ્યુનરલ” સમયે પ્રજા સાથે વિશ્વ અંજલી આપવા આવશે,

ત્યારે, “નેલસન મેંડેલા તો અમર છે” એવું ચંદ્ર સૌને કહેશે !

એવા વીરલાને વંદન કરી, ચંદ્ર અંજલી ધરે !…નેલસન….(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૮,૨૦૧૩                       ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે કાવ્યરૂપે છે સાઉથ આફ્રીકાના નેતા નેલસન મેંડેલાને અંજલી.

૫મી ડીસેમ્બર ૨૦૧૩ના દિવસે જ્યારે મંડેલાનું અવસાન થયું ત્યારે સાઉથ આફ્રીકાની પ્રજા અને વિશ્વમાં સૌ દીલગીર થઈ શોક મનાવી રહ્યા.

એ દ્રશ્ય ટેલીવીઝન પર નિહાળી મારી આંખમાં પણ આંસુંઓ હતા.

એમના જીવન વિષે ટીવી પર જાણ્યું.

ઈનટરનેટ પર જઈ વધું જાણ્યું.

અને ….આ રચના શક્ય થઈ તે જ પોસ્ટરૂપે છે.

તમારે જો નેલસન મેંડેલા વિષે વધુ જાણવું હોય તો….વિનોદભાઈ પટેલના બ્લોગ પર જઈ નીચેની પોસ્ટ વાંચી શકો છો>>>>

http://vinodvihar75.wordpress.com/2013/12/06/359%e0%aa%a6%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%bf%e0%aa%a3-%e0%aa%86%e0%aa%ab%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d/

અને, એ સિવાય વધુ જાણવું હોય તો નીચેની “લીન્ક” પર જવા વિનંતી>>>>

http://en.wikipedia.org/wiki/Nelson_Mandela

આશા છે કે તમોને કાવ્ય ગમે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is a Poem in Gujarati paying the TRIBUTE to Late NELSON MANDELA,1st President of the FREE South Africa & the FATHER of the NATION.

He died after an illness on 5th December,2013…The People of South Africa & the World mourned his Death.

The official FUNERAL SERVICES will be on 15th December,2013.

Mandela will be AMAR ( Immortal) in his Memories.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સંસારમાં ગુરૂની શોધ ! પ્રજાપતિ જ્ઞાતિગૌરવ !

10 Comments Add your own

 • 1. P.K.Davda  |  December 9, 2013 at 2:57 pm

  એક મહાન વિભૂતિને સરસ અંજલી.

  Reply
 • 2. Vinod Patel  |  December 9, 2013 at 8:04 pm

  જેલમાં પથ્થરો તોડતા, વિશ્વમાં સૌના દીલો જીત્યા હતા જેણે,

  એવા લોખંડીપુરૂષને વંદન કરી, ચંદ્ર અંજલી ધરે !….

  દક્ષીણ આફ્રિકાના ગાંધી અને વિશ્વના પ્રિય નેતા નેલ્સન મંડેલાને

  હાર્દિક શ્રધાંજલિ .પ્રભુ એમના આત્માને શાંતિ આપે।

  Reply
 • 3. himanshupatel555  |  December 10, 2013 at 12:17 am

  R.I.P.

  Reply
 • 4. pravina Kadakia  |  December 10, 2013 at 2:08 am

  He was a great man.

  Reply
 • 5. pravinshastri  |  December 10, 2013 at 3:19 pm

  કઠણ કાયા અને કોમળ હાસ્ય. મહાન વિભૂતી.

  Reply
 • 6. c s bhatt  |  December 10, 2013 at 9:42 pm

  chandravadan, ek kavi hruday kevun najuk chhe te aa kavya darsavechhe. just enjoy the creation and be healthy. sau kamuben ne yaad. jay shri krushna!!!!!

  chandrashekhar

  Reply
 • 7. ishvarlalmistry  |  December 11, 2013 at 4:58 am

  Very nicely said in your poem ,he sacrifice for the good of their community,and gave good example to the world, and not discriminate among people and humanity.He was a great man.

  Ishvarbhai.

  Reply
 • 8. nabhakashdeep  |  December 11, 2013 at 5:59 am

  માનવતાના આ મહાપૂજારીનું યોગદાનને આપે સરસ રીતે રજૂ કર્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 9. chandravadan  |  December 11, 2013 at 2:16 pm

  This was an Email Response >>>>

  On Wednesday, December 11, 2013 5:49 AM, Purvi Malkan wrote:

  બહુ સરસ લખ્યું છે. એક કાવ્યમાં એક જીવનને આપે વર્ણવેલું છે.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Chandravadan (Uncle)

  Reply
 • 10. SARYU PARIKH  |  December 11, 2013 at 11:52 pm

  મહાનુભાવની જીવનગાથા તમે કાવ્યમાં લખી, સુંદર વાત.
  આ પહેલાની ‘ગુરૂની શોધ’ બહુ ગંભીર અને નાજુક વિષય છે. સરસ રચના.
  મને મારા બાની ગુરૂની શોધની ધગશ યાદ આવી ગઈ અને અંતે એમને વિમલાતાઈના આશીર્વાદ મળેલા.
  લખવાની ખુશી આપણને મળતી રહે, શુભેચ્છા સાથ. સરયૂ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

December 2013
M T W T F S S
« Nov   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: