“વન-ઉપવનના ફુલો”પુસ્તકનું ચંદ્ર વાંચન !

નવેમ્બર 28, 2013 at 2:08 પી એમ(pm) 7 comments

image0

“વન-ઉપવનના ફુલો”પુસ્તકનું ચંદ્ર વાંચન !

 

“વન-ઉપવનના ફુલો”ની મહેક ધીરૂભાઈના શબ્દોમાં મેં માણી,

હવે, એવી પુષ્પ મહેક તમે પણ માણવી રહી જે મેં જાણી !…………..(ટેક)

 

ભારતના “સ્વતંત્રતા દિવસ”ની ખુશી છે પ્રથમ કાવ્યે,

“ગાંધીજીને અંજલી “ છે એમના બીજા કાવ્યે,

એટલું કહી, “ના હું એકલો” કાવ્યમાં કહ્યું પોતાના વિષે,

“અમારા આત્માને” કાવ્ય દ્વારા કહી દીધું સર્વ આત્મારૂપી જીવો વિષે,….વન-ઉપવનના ….(૧)

 

“હાસ્ય કેવું છે ?” નામે પાંચમા કાવ્ય દ્વારા “જીવનમાં હસતા રહેવું”નું કહ્યું ,

“ગાવો ! ગાવો !”ના કાવ્યે અંતરના ઉંડાણથી ગાવા સૌને કહ્યું,

“બોલવું સહેલું છે”ના કાવ્ય માં શબ્દો કરતા આંખથી કે મીઠા ચુંબનથી કહેવાની શીખ રહી,

“તો અધિક શું ?” અને “આપણા હ્રદય”કાવ્યો દ્વારા હ્રદયના “ઉંડાણ”ના પ્રેમની વાત કહી,….વન-ઉપવનના ….(૨)

 

જીવનની સફળતા માટે “ત્રીજો કોઈ માર્ગ નથી” કાવ્ય દ્વારા ગમતું જ કાર્ય કરવાની શીખ દીધી,

“જગતમાં..”ના કાવ્યે “હિંસા અશાંતિ પીડાઓ અને યુધ્ધો”ની જવાબદારી માનવ શીરે અર્પી,

“તો જગતમાં શાંતિ હશે “માં હ્રદયમાં “સદાચાર”નું મુલ્યની સમજ આપી,

“ત્યાં સુધી આ જગતમાં” ના કાવ્યે હ્રદય ઉંડાણના પ્રેમ સાથે વિશ્વ શાંતિને જોડી…..વન-ઉપવનના….(૩)

 

“આનંદથી જીવવું હોય તો “ કાવ્ય દ્વારા અનેક દાખલાઓ આપી શીખ દીધી,

“મારા માબાપે”ના કાવ્યે “જે એમણે કર્યું તે મારા જ ભલા માટે કર્યું”ની સમજ દીધી,

“એક બનો -અમે એક”ના કાવ્યે પત્ની વિષે કાંઈક સમજમાં બેને બદલે એક થઈ જીવન સફરની શીખ દીધી,

“સફળતા” ના કાવ્યે પ્રેમ, સર્વ પ્રત્યે આદાર અને અન્યમાં “ઉત્તમ” નિહાળવાની શીખ દીધી…..વન-ઉપવનના….(૪)

 

“સફળ થવું હોય તો…” ના કાવ્યે સાદુ જીવન અને પ્રેમભરપૂર હ્રદયનું મુલ્ય સમજાવ્યું,

“એકલો જા ! એકલો જા !” કાવ્યમાં એકલો આવ્યો અને અંતે એકલાએ જ જવાનું સમજાવ્યું,

“અર્પવા જેવી ઉત્તમ ચીજ” ના કાવ્યે જીવનમાં “પ્રેમ,ક્ષમા, સહનશીલતા દાન વિગેરે”નું કહી દીધું,

“રાહ ના જુઓ”ના કાવ્યે જે કરવાનું તેને “પછી કરીશ”નું છોડી, તરત જ કરાવાનું કહી દીધું,….વન-ઉપવનના…(૫)

 

“આરામ હરામ છે” કાવ્યરૂપે કામો કરતા રહી જે થાય તેને પ્રભુ ઈચ્છા ગણવાની શીખ દીધી,

“લગ્ન અને લગ્નજીવનનો હેતુ”ના કાવ્યે લગ્નજીવનમાં કેમ સફળતા મળે એની ચાવી દીધી,

“જો ભાષાને….” કાવ્યે ભાષાને સારી રીતે વાપરી, જીવન ધન્ય બનાવવાની વાત કહી,

“તમે અને તમારા બાળકો”ના કાવ્યે જન્મ આપી, બાળકોમાં  સદગુણો સીંચવાની વાત કહી,…..વન-ઉપવનના ….(૬)

 

“હમણાં જ શરૂ કરો”ના કાવ્યે કાલ નહી અને આજ અને હમણા જ કરવાની શીખ રહી,

“સર્વસ્વ ગુમાવ્યું”ના કાવ્યે કુટેવોના કારણેજીવન બરબાદ થયાની એક  ચેતવણી હતી,

“તું કેમ નિષ્કિર્ય છે ?” ના કાવ્યે સર્વ સર્જેલુંમાં ક્રિયા હંમેશા તેમ કાર્યો કરવાની સલાહ હતી,

“માફી આપવામાં અગ્રેસર રહો !” ના કાવ્યે એક માનવના “મહાગુણ” વિષેની સમજ હતી…..વન-ઉપવનના…(૭)

 

“એક વૃધ્ધજન”ના કાવ્યે દેહરૂપી વૃધ્ધ્તા છોડી, મનથી “યુવાની”અનુભવવાની સલાહ હતી,

“અમે કેમ સુખી છીએ ?” ના કાવ્યરૂપે “દુધમાં સાકળ ભળે” એવું બનવાની સલાહ હતી,

“નવવધૂ પતિને કહે “ ના કાવ્યે આગળ કે પાછળ નહી પણ પતિ-પત્નીએ એક સાથે આગેકુચ કરવાની વાત હતી,

“તમે બીજાને ના પૂછો”ના કાવ્યે અન્ય પાસે અસત્ય પણ પોતે પોતાના વિષે સત્ય જાણવાની વાત હતી,…..વન-ઉપવનના….(૮)

 

“જીવન કાંઈ જ નથી”ના કાવ્યે જીવનમાં શું જરૂરીત સમજીને અમલમાં મુકવાની વાત રહી,

“માનવીને…” કાવ્યમાં જીવનમાં સુખ દુઃખ તો સાથી હોય એવી સમજ આપવાની વાત હતી,

“સુખી કોણ ?” ના કાવ્યે અન્યને જેષ્ઠ ગણી, જીવન જીવવાની એક શીખ હતી,

“કોઈ આપણું ….” ના કાવ્યે અપમાન કરનારાને ભુલી, ભલુ કરનારાને પથ્થર પર કોતરી હંમેશા યાદ કરવાની શીખ હતી….વન-ઉપવનના…(૯)

 

“જીસસ ક્રાઈસ્ટ”નામે કાવ્ય વિશ્વનો પાપરૂપી ભાર ઉંચકી જીવન બલીદાનની વાત રહી,

“મંદિરો શા માટે છે ?” ના કાવ્યે મંદિરોનું મહત્વ સમજાવવાની વાત હતી,

“સ્રીઓ શા માટે રડે ?” કાવ્યરૂપે સમજ આપતા સ્ત્રી-શક્તિનું જ્ઞાન આપવાનો પ્રયાસ હતો,

“તમારા વિચારો…” કાવ્યે વિચારોમાંથી  વાણી, વર્તન, ટેવો અને ચારિત્ર હોય એવું સમજાવવાનો પ્રયાસ હતો…..વન-ઉપવનના….(૧૦)

 

“યથાશક્તિ પાછું આપો !” ના કાવ્યે જે મળ્યું એમાં પ્રભુ-ઉપકાર નિહાળી અન્યને સહાય કરોની સલાહ હતી,

“અદલો -બદલો” કાવ્યે વિચારધારા એવી રાખવી કે અન્ય પાસે ફક્ત સદગુણોનો જીવને  અપનાવની વાત હતી,

“બાળક જેવું જુએ,તેવું શીખે”ના કાવ્યે બાળ ઉછેરના માર્ગદર્શન વિષે શિખામણો આપવાની વાત હતી,

“કોણે જોયો છે ?”ના કાવ્ય દ્વારા”ના જોયો છતાં પ્રભુ છે”ની સમજ આપવાની વાત હતી,…..વન-ઉપવનના….(૧૧)

 

“ઈશ્વરની શોધમાં”ના કાવ્યે ઈશ્વરના દર્શન અંતરમાં કરવાની સમજ હતી,

“ઈશ્વર છે ?” ના પ્રષ્નરૂપી કાવ્યે, કુદરતની લીલા અને માનવજીવનના અનુભવોમાં ઈશ્વરના દર્શન કરવાની વાત હતી,

“પ્રભુ મને ..આપજો “ના કાવ્યે ખરી બુધ્ધિથી સર્વ જાણવા સમજવાની પ્રભુને એક વિનંતી હતી,

“વિશ્વભાવના”ના કાવ્યે “ગીતા- સાર”રૂપે સત્ય તરફ વળવાની શીખ હતી,….વન-ઉપવનના…..(૧૨)

 

“એવું ના પૂછો” નામે બે કાવ્યો દ્વારા માતા-પિતા અને દેશ માટે કાંઈ કરવાની શીખ હતી,

આ છેલ્લા બે કાવ્યો દ્વારા “વન-ઉપવનના ફુલો”ના પુસ્તક પાનની અંતીમ શોભા હતી,

પાન ૪૪ પર “ઋણસ્વીકાર” લખી, ધીરૂભાઈએ તો સૌને આભાર દર્શાવવાની તક લીધી,

આટલા વર્ણન દ્વારા ચંદ્રે “વન-ઉપવનના ફુલો”નું વાંચન પુર્ણ કર્યાની વાત કહી,….વન-ઉપવનના…(૧૩)

 

૭૦ વર્ષની વય બાદ, ધીરૂભાઈ શાહ હૈયે “સાહિત્ય રસ” વહી રહે,

આજે ૯૩ની વયે એમના મનમાં પુસ્તકો પ્રગટ કરવાની શક્તિ વહે,

જે થકી, નાના મોટા સૌ માટે ધીરૂભાઈ તો પ્રેરણાદાયક બની રહે,

એવું જાણી, ચંદ્ર હૈયે આનંદ ઝરણાઓ વહી રહે !…..વન-ઉપવનના….(૧૪)

કાવ્ય રચના ઃ તારીખ, નવેમ્બર,૨૭,૨૦૧૩                     ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

આગળ પ્રગટ કરેલી પોસ્ટ હતી “વન-ઉપવનના ફુલો” પુસ્તકનું મારૂં વાંચનનો હેવાલ.

આ પહેલીવાર, એ જ પુસ્તકના બધા જ કાવ્યોને ઉલ્લેખી મે એક રચના કરી  અને હવે મારા બ્લોગ પર પ્રગટ કરી છે.

આ રચના “થેન્કસ ગીવિંગ”ના દિવસે પ્રગટ કરતા ખુશી થાય છે.

આ રચના શક્ય કરવા માટે “પ્રજ્ઞાજુબેન વ્યાસ”નો પ્રતિભાવનો ફાળો ગણું તો એ ખોટું નથી.

જે કાવ્યરૂપે લખ્યું તેથી તમોને આ ધીરૂભાઈની બુક વિષે વધું ખ્યાલ જરૂર આવશે.

પોસ્ટ ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This is the 1st time I have I have 2nd Post on ONE SUBJECT.

I made a Post of the BOOK REVIEW of Dhirubhai Shah’s Book “VAN-UPVANANA FULO”

Now after publishing that, I now publish on that Book a POEM (Kavya) in Gujarati.

Thus the readers can know of ALL POEMS within that Book.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

વન-ઉપવનનાં ફુલો…The Flowers of the Forest જગતગુરૂ કૃપાલુજી મહારાજને મારી વંદના !…My Salutations to Jagadguru Kripaluji Maharaj !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 28, 2013 પર 2:18 પી એમ(pm)

  આભાર દિવસ મુબારક સરસ રસદર્શન

  જવાબ આપો
 • 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 28, 2013 પર 4:43 પી એમ(pm)

  ડૉ. પુકાર સાહેબ

  આપે તો ઉપવનના ઉંડાણમાં લઈ જઈ સુંદર રચનાના

  દર્શન કરાવ્યા

  આભાર સાહેબ

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  નવેમ્બર 28, 2013 પર 5:46 પી એમ(pm)

  શ્રી ધીરુકાકાના કાવ્ય સંગ્રહનાં કાવ્યોનું કાવ્યમય રસદર્શન ગમ્યું .

  ૯૩ વર્ષની ઉંમરે આવું સુંદર સર્જન કરવા બદલ ધીરુકાકાને

  અભિનંદન અને પ્રણામ .

  આપને આજનો આભાર પ્રગટ દિવસ મુબારક હો .

  જવાબ આપો
 • 4. ishvarlalmistry  |  નવેમ્બર 28, 2013 પર 9:04 પી એમ(pm)

  Very nicely said Chandravadanbhai, Lot of thinking .Congractulations,and best wishes .All the Best to Dhirukaka also.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 5. hemapatel  |  નવેમ્બર 29, 2013 પર 2:05 પી એમ(pm)

  આપે, બેહુજ સુંદર અને સચોટ અવલોકન કર્યું છે.

  જવાબ આપો
 • 6. prdpravaladip raval news editor  |  નવેમ્બર 29, 2013 પર 4:38 પી એમ(pm)

  nice analysis about trees

  જવાબ આપો
 • 7. DR. CHANDRAVADAN MISTRY  |  નવેમ્બર 29, 2013 પર 4:42 પી એમ(pm)

  This was an Email Response from Dhirubhai’s Son Dineshbhai>>>

  Dinesh Shah
  To Me

  Today at 6:43 AM

  Once again thank you, Resp. Shri Chandravadan bhai. Khub abhar. I have made a copy of “વન-ઉપવનના ફુલો”પુસ્તકનું ચંદ્ર વાંચન and others’ comments for Dhirubha’s record and knowledge, which he will acknowledge soon with you all.

  With kind regards,

  Dinesh Shah
  Dinesh Shah MBA, PE, RAS, PTC, REALTOR
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Dineshbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: