વન-ઉપવનનાં ફુલો…The Flowers of the Forest

November 27, 2013 at 2:03 pm 10 comments

image0

વન-ઉપવનનાં ફુલો ….The Flowers of the Forest

સાત નાની નાની પુસ્તીકાઓ પ્રગટ કર્યા બાદ, ધીરૂભાઈ શાહે “વન-ઉપવનમાં ફુલો”ની નાની પુસ્તીકા મારા હસ્તમાં મુકી ભેટરૂપે આપી.

એનો સ્વીકાર મેં ખુશી સાથે કર્યો.

આ ઘટના હ્યુસ્ટન,ટેક્ષાસ, અમેરીકાની સંસ્થા “ગુજરાતી સાહિત્ય સરીતા”ની ૧૩૯મી બેઠક (તારીખ નવેમ્બર,૧૬,૨૦૧૩)સમયે શક્ય થઈ.

એ સમયે જ હું પહેલીવાર ધીરૂભાઈને રૂબરૂ મળ્યો.

આ ૯૩ વર્ષના વડીલમાં એક “યુવાની”નો ઉત્સાહ નિહાળ્યો.

જાણ્યું કે ૭૦ વર્ષની વય બાદ, હ્યુસ્ટનના સાહિત્યકારોના સંપ્રકમાં એઓ આવ્યા….ત્યારે બાદ, એમણે એમના હ્રદયના વિચારો શબ્દોમાં મુકી, આ “વન ઉપવનનાં ફુલો” સાથે કુલ્લે ૮ પુસ્તીકાઓ પ્રગટ કરી છે એવું જાણ્યું

ચાલો, આપણે આ “વન-ઉપવનના ફુલો”ની બુક પર નજર કરી….જુદા જુદા પાને પ્રગટે થયેલા “કાવ્યો” વાંચીએ.

આ પુસ્તકમાં દરેક કાવ્ય ગુજરાતી લખાણમાં છે અને એવા ગુજરાતી લખાણનું અંગ્રેજીમાં પણ લખાણ છે.

આ મને ખુબ જ ગમ્યું ….કારણ કે અમેરીકામાં રહેતા અનેક બાળકો ગુજરાતી વાંચી ના શકે તેઓ પણ કાવ્યના “સંદેશા”ને અંગ્રેજીમાં વાંચી સમજી શકે.

પાન (૧) ભારતનાં “સ્વતંત્રતા દિવસ”નો ઉલ્લેખ કરતું કાવ્ય, અને ત્યારબાદ, પાન (૨) પર છે અંગ્રેજીમાં “એ ટ્રીબ્યુટ ટુ ગાંઘીજી” અને એના ગુજરાતી અનુવાદરૂપે  “ગાંધીજીને અંજલી” હતી.

ત્યારબાદ, ધીરૂભાઈ વાંચકોને “સંસારી જીવન” માટે કાવ્યો સ્વરૂપે અનેક વિષયે ઉપદેશ આપવાનો પ્રયાસ કરે છે….એમાં આત્મા, ઈશ્વર, નારી અને બાળકો, લગ્ન-જીવન, વૃધ્ધો માટે, માતા-પિતા, અને “આનંદ, જગત-શાંતી, મંદિરો, સરળ વાણી, અમલમાં મુકવા માટે કઠીણતા વિગેરે કહેતા, માનવીને સંસારમાં આગેકુચ કરવા માટે “શીખ અને માર્ગદર્શન” આપે છે.

આ પુસ્તીકામાં જે કાવ્ય સંગ્રહ શક્ય થયો છે પુર્ણ રીતે કહેતા કુલ્લે ૪૪ પાના છે.

આ બુકને તમે એક સાધારણ માનવીના “લખાણ” રૂપે વાંચશો. ઉચ્ચ સાહિત્યકારને સ્વપ્ને દર્શન કરવાની આશારૂપે ના વાંચશો. સરળ ભાષામાં બાળક પણ કાંઈક સમજી શકે એવા ભાવે વાંચશો….તો, તમોને ખુબ જ ખુશી થશે.

મેં થોડા દિવસ આ બુકનું “વાંચન” કર્યું, અને મારા હૈયે આનંદ થયો.

તમોને આ બુક વાંચવાનો લ્હાવો મળે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

બે શબ્દો…

 

ધીરૂભાઈ શાહને મળ્યો..આ પુસ્તક વાંચવાનો લ્હાવો મળ્યો અને મારા હૈયે ખુશી છે.

આ વડીલનો સંપ્રક કરવો હોય તો એમનું એડ્રેસ નીચે મુજબ છે.>>>>>>>>>

Dhirubhai Shah,

46,Greenward Lane,

SUGAR LAND

Texas 77479( U.S.A.)

TEL : 281 242 8454

 

 

આ પુસ્તક કે એમના આગળ પ્રગટ કરેલા અન્ય પુસ્તકો માટે માહિતી તમે એમની પાસે મેળવી શકો છો.

હું તો ધીરૂભાઈને આ પુસ્તક અને અન્ય પુસ્તકો માટે “અભિનંદન” પાઠવું છું.

ભવિષ્યમાં બીજા પુસ્તકો પ્રગટ કરે એવી આશા.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This is my read of Dhirubhai Shah’s Book ” The Flowers of the Forest”.

It is a Collection of Poems in Gujarati & in English.

These Poems are in SIMPLE WORDS and many are SHORT & SWEET with the DEEPER MESSAGE for the CHILDREN & the ADULTS.

Hope you have the opportunity to read this Book.

Congratulations, Dhirubhai for the Publication of this Book.

Hope you enjoy this Post.

Dr.Chandravadan Mistry

Advertisements

Entry filed under: Uncategorized.

ચંદ્રવિચારધારા (૧૦) …વિશ્વમાં અનેક ધર્મો શા માટે ? ભલે અનેક હોય, તો એકને(યાને પ્રભુને) મેળવવા માટે લડાઇ/યુધ્ધો શા કારણે ? “વન-ઉપવનના ફુલો”પુસ્તકનું ચંદ્ર વાંચન !

10 Comments Add your own

 • 1. pragnaju  |  November 27, 2013 at 3:24 pm

  તમે તમારી કાવ્ય શૈલીમા બીરદાવશો
  એમની સરળ અને સહજ ભાષા એ એમનું આગવાપણું છે.
  “વન ઉપવનનાં ફુલો” નુ સરળ લખાણ. “સફળતા”
  જીવનમા સફળ થવું હોય તો-
  “મધ જેવા મધુર બનો,
  ઘાસ જવા નરમ બનો,
  ઘડિયાળ જેવા નિયમિત બનો,
  પર્વત જેવા બળવાન બનો.”

  Reply
 • 2. DR. CHANDRAVADAN MISTRY  |  November 27, 2013 at 4:52 pm

  This was an Email Response to this Post>>>>

  વન-ઉપવનનાં ફુલો ….The Flowers of the Forest (3)


  Meવન-ઉપવનનાં ફુલો ….The Flowers of the Forest સાત નાની નાની પુસ્તીકાઓ પ્રગટ કર્યા બાદ, ધીરૂભાઈ

  Today at 7:32 AM


  MeDhirubhai, Your BOOK REVIEW is as a Post on Chandrapukar. Read @ http://www.chandrapukar.wordpress.com/

  Today at 7:35 AM


  Dinesh Shah
  To Me

  Today at 7:54 AM

  Resp. Shri Dr. Chandravadan bhai:

  On behalf of my father Dhirubhai, I Dinesh Shah, express my sincere thanks for your kind words and support to him. I have made a copy of your letter/comments and will give it to him. Also I will show him the posting on the website on the computer. Thank you very much for taking the time and encouraging him. At the age of 93 the reading, writing, and inspiration from you and others keeps him going toward the century. Let us Pray….

  With kind regards,

  Dinesh Shah
  Dinesh Shah MBA, PE, RAS, PTC, REALTOR
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dineshbhai,
  It was nice of you to Email me after knowing of this Post.
  It will nice of you to show this Post to your Father.
  Thanks !
  Chandravadan

  Reply
 • 3. dhavalrajgeera  |  November 27, 2013 at 9:40 pm

  ઘડિયાળ જેવા નિયમિત બનો,
  પર્વત જેવા બળવાન બનો.”

  Reply
 • 4. Vinod R. Patel  |  November 28, 2013 at 12:44 am

  વન-ઉપવનનાં ફુલો ….The Flowers of the Forest

  93 વર્ષના શ્રી ધીરુભાઈ ની રચનાઓના સંગ્રહનું નામ સરસ રાખ્યું છે .

  આતાજીની માફક તેઓ આ ઉંમરે પણ સક્રિય છે એ

  અભીનંદન ને પાત્ર છે .

  શ્રી ધીરુ કાકાને વંદન .

  Reply
 • 5. nabhakashdeep  |  November 28, 2013 at 3:05 am

  આદરણીય ધીરુભાઇ શાહ..મૂઠી ઊંચેરું નામ. આપને રૂબરૂ મળવાની તક મળી ને સાથે વિચારોનું ઉપવન.આપે આ સુખદ પળોને વહેંચી, સૌને ખુશી દીધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. ishvarlalmistry  |  November 28, 2013 at 4:14 am

  Congractulations Dhirubhai on your works at this age is great, best wishes.everyone is pleased.

  ishvarbhai.

  Reply
 • 7. pravina  |  November 28, 2013 at 3:09 pm

  ડૉક્ટર સાહેબ

  અમારા વડીલ ધીરૂકાકા ખૂબ સૌજન્યથી ભરપૂર વ્યક્તિ છે. આદરણીય ધીરૂકાકા

  લખવાની પ્રવૃત્તિમાં ગળાડૂબ રહી સુંદર પરવાળાં પીરસે છે. તેમને માટે અમને

  સહુને ખૂબ સ્નેહ અને આદર છે.

  Reply
 • 8. Sanat Parikh  |  November 28, 2013 at 4:31 pm

  i just sarted reading Dhirukaka’s book. I have read one of his books in the past. I salute him for keeping himself active in writing at the golden age. I tip my hats off to him. I wish him more success in writing.

  Reply
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  November 28, 2013 at 4:45 pm

  ડૉક્ટર સાહેબ

  અમારા વડીલ ધીરૂકાકા ખૂબ સૌજન્યથી ભરપૂર વ્યક્તિ છે.

  જીવનમા સફળ થવું હોય તો-

  “મધ જેવા મધુર બનો,

  ઘાસ જવા નરમ બનો,

  ઘડિયાળ જેવા નિયમિત બનો,

  પર્વત જેવા બળવાન બનો.”

  Reply
 • 10. ગોદડિયો ચોરો…  |  November 29, 2013 at 8:40 pm

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્ર્વદનભાઇ

  “વન ઉપવનનાં ફુલો” ને આપની કાવ્ય શૈલીમાં આપે ખુબ બિરદાવ્યાં છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

November 2013
M T W T F S S
« Oct   Dec »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: