Archive for નવેમ્બર 27, 2013

વન-ઉપવનનાં ફુલો…The Flowers of the Forest

image0

વન-ઉપવનનાં ફુલો ….The Flowers of the Forest

સાત નાની નાની પુસ્તીકાઓ પ્રગટ કર્યા બાદ, ધીરૂભાઈ શાહે “વન-ઉપવનમાં ફુલો”ની નાની પુસ્તીકા મારા હસ્તમાં મુકી ભેટરૂપે આપી.

એનો સ્વીકાર મેં ખુશી સાથે કર્યો.

આ ઘટના હ્યુસ્ટન,ટેક્ષાસ, અમેરીકાની સંસ્થા “ગુજરાતી સાહિત્ય સરીતા”ની ૧૩૯મી બેઠક (તારીખ નવેમ્બર,૧૬,૨૦૧૩)સમયે શક્ય થઈ.

એ સમયે જ હું પહેલીવાર ધીરૂભાઈને રૂબરૂ મળ્યો.

આ ૯૩ વર્ષના વડીલમાં એક “યુવાની”નો ઉત્સાહ નિહાળ્યો.

જાણ્યું કે ૭૦ વર્ષની વય બાદ, હ્યુસ્ટનના સાહિત્યકારોના સંપ્રકમાં એઓ આવ્યા….ત્યારે બાદ, એમણે એમના હ્રદયના વિચારો શબ્દોમાં મુકી, આ “વન ઉપવનનાં ફુલો” સાથે કુલ્લે ૮ પુસ્તીકાઓ પ્રગટ કરી છે એવું જાણ્યું

ચાલો, આપણે આ “વન-ઉપવનના ફુલો”ની બુક પર નજર કરી….જુદા જુદા પાને પ્રગટે થયેલા “કાવ્યો” વાંચીએ.

આ પુસ્તકમાં દરેક કાવ્ય ગુજરાતી લખાણમાં છે અને એવા ગુજરાતી લખાણનું અંગ્રેજીમાં પણ લખાણ છે.

આ મને ખુબ જ ગમ્યું ….કારણ કે અમેરીકામાં રહેતા અનેક બાળકો ગુજરાતી વાંચી ના શકે તેઓ પણ કાવ્યના “સંદેશા”ને અંગ્રેજીમાં વાંચી સમજી શકે.

પાન (૧) ભારતનાં “સ્વતંત્રતા દિવસ”નો ઉલ્લેખ કરતું કાવ્ય, અને ત્યારબાદ, પાન (૨) પર છે અંગ્રેજીમાં “એ ટ્રીબ્યુટ ટુ ગાંઘીજી” અને એના ગુજરાતી અનુવાદરૂપે  “ગાંધીજીને અંજલી” હતી.

ત્યારબાદ, ધીરૂભાઈ વાંચકોને “સંસારી જીવન” માટે કાવ્યો સ્વરૂપે અનેક વિષયે ઉપદેશ આપવાનો પ્રયાસ કરે છે….એમાં આત્મા, ઈશ્વર, નારી અને બાળકો, લગ્ન-જીવન, વૃધ્ધો માટે, માતા-પિતા, અને “આનંદ, જગત-શાંતી, મંદિરો, સરળ વાણી, અમલમાં મુકવા માટે કઠીણતા વિગેરે કહેતા, માનવીને સંસારમાં આગેકુચ કરવા માટે “શીખ અને માર્ગદર્શન” આપે છે.

આ પુસ્તીકામાં જે કાવ્ય સંગ્રહ શક્ય થયો છે પુર્ણ રીતે કહેતા કુલ્લે ૪૪ પાના છે.

આ બુકને તમે એક સાધારણ માનવીના “લખાણ” રૂપે વાંચશો. ઉચ્ચ સાહિત્યકારને સ્વપ્ને દર્શન કરવાની આશારૂપે ના વાંચશો. સરળ ભાષામાં બાળક પણ કાંઈક સમજી શકે એવા ભાવે વાંચશો….તો, તમોને ખુબ જ ખુશી થશે.

મેં થોડા દિવસ આ બુકનું “વાંચન” કર્યું, અને મારા હૈયે આનંદ થયો.

તમોને આ બુક વાંચવાનો લ્હાવો મળે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

બે શબ્દો…

 

ધીરૂભાઈ શાહને મળ્યો..આ પુસ્તક વાંચવાનો લ્હાવો મળ્યો અને મારા હૈયે ખુશી છે.

આ વડીલનો સંપ્રક કરવો હોય તો એમનું એડ્રેસ નીચે મુજબ છે.>>>>>>>>>

Dhirubhai Shah,

46,Greenward Lane,

SUGAR LAND

Texas 77479( U.S.A.)

TEL : 281 242 8454

 

 

આ પુસ્તક કે એમના આગળ પ્રગટ કરેલા અન્ય પુસ્તકો માટે માહિતી તમે એમની પાસે મેળવી શકો છો.

હું તો ધીરૂભાઈને આ પુસ્તક અને અન્ય પુસ્તકો માટે “અભિનંદન” પાઠવું છું.

ભવિષ્યમાં બીજા પુસ્તકો પ્રગટ કરે એવી આશા.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This is my read of Dhirubhai Shah’s Book ” The Flowers of the Forest”.

It is a Collection of Poems in Gujarati & in English.

These Poems are in SIMPLE WORDS and many are SHORT & SWEET with the DEEPER MESSAGE for the CHILDREN & the ADULTS.

Hope you have the opportunity to read this Book.

Congratulations, Dhirubhai for the Publication of this Book.

Hope you enjoy this Post.

Dr.Chandravadan Mistry

નવેમ્બર 27, 2013 at 2:03 પી એમ(pm) 10 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,540 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930