કાવ્યરૂપે વિનોબા ભાવેની જીવન- ઝલક (૨)

નવેમ્બર 25, 2013 at 2:58 પી એમ(pm) 6 comments

વિનોબા ભાવે

વિનોબા ભાવે

કાવ્યરૂપે વિનોબા ભાવેની જીવન- ઝલક (૨)

હવે, વિનાયકના “વિનોબા”ની વાત આગે કરવી રહી,

ગાંધીજીની રજા લઈ, આશ્રમ છોડી, એઓ એમની વિચારધારા ભાષણોમાં જનતાને કહી,

મરાઠી, ગુજરાતી, હિન્દી, ઉર્દુ અંગ્રેજી સાથે સંસ્ક્રુત ભાષાઓ વિનોબા જાણે,

સાહિત્ય ભંડાર સાથે, “આચાર્ય વિનોબા ભાવે”નામે સૌ એમને પૂકારે,

વતનમાં ખુણે ખુણે ફરી, તેજ ભરપુર ગાંધીજી આશ્રમે આવતા,

ગાંધીજી એમને સમજી “વર્ધા આશ્રમ” શરૂ કરવાનો આદેશ એમને દીધો,

૧૯૨૧માં વિનાબાજી અનાજ દરવાના કાર્ય સાથે વર્ધામાં આશ્રમ કરે,

સેવા- સહકારની જ્યોત જગાડી વિનોબાજી જનતાને જાગૃત કરે,

વિનોબાજીની ભારત યાત્રા ચાલુ રહે, અને જુદા જુદા સ્થાને આશ્રમો બને,

“સમન્વય આશ્રમ”દ્વારા “રેટીયો” પણ ભારત દેશમાં પ્રખ્યાત બની રહે,

પગયાત્રા વિનોબાજીની ૧૨ વર્ષના સમયગાળા સુધી રહે,

જુદા જુદા નામે ભારતના ખુણા ખુણાએ “આશ્રમ”રૂપી મહેક પ્રગટે,

૧૯૪૦માં આઝાદીની ચળવળમાં ગાંધીજી સંગે વિનોબાજી ઝંપલાવે,

અંગ્રેજ સત્તા સામે “સત્યાગ્રહ”કરતા, જેલ પણ ભોગવી હસતે મુખડે,

જેલમાં રહી અન્ય કેદીઓનું આત્મબળ વધારવા ગીતા પ્રવચનો એ કરે,

જે એક પુસ્તક બની, તેમના જ્ઞાનનો પરિચય સૌને આજે પણ આપે,

ભારતની આઝાદી પછી, ગાંધીજીના સિધ્ધાંતોને વળગી એમનું જીવન વહે,

જમીન દાનનો યજ્ઞ “ભુદાન” રૂપે ભારતમાં ડંકો બજાવે,

“ગ્રામદાન”ની પ્રવૃત્તિઓ દ્વારા  વિનાબાજી એમનું કાર્ય કરે,

એક દાઢીદારી સંતપુરૂષ સ્વરૂપે સૌ એમને ગણી એમનું આદર કરે,

૧૯૮૩માં ભારત સરકાર “ભારત રત્ન”આપી એમનું માન કરે,

ફીલીપાઈન્સનો “રેમન મેગસેસે” એવોર્ડ પણ એમને મળે,

લખેલા પુસ્તકો દ્વારા એમની જ્ઞાન વિચારધારા આજે અમર છે,

એમનું જીવન જ  સતકર્મી જીવનના દર્શન આપી સૌને માર્ગદર્શન આપે છે,

આવા જ્ઞાની વીર પુરૂષ હતા વિનોબાજી ગાંધીજીના પ્યારા,

સાદુજીવન જીવી સેવાકરનારા એક સંતપુરૂષ હતા સૌના પ્યારા,

જે કોઈ એમનું જીવન જાણે, તે માનવ માનવ જન્મનો મર્મ જાણે,

એવા સંતપુરૂષને ચંદ્ર વંદન કરી, “અંજલી” આજે ધરે !

કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર,૬,૨૦૧૩          ચંદ્રવદન

બે શબ્દો…

ઈ-વિધ્યાલયના બ્લોગ પર “મને મળી ગયો છે મારો હિમાલય ભાગ-૨ ” પોસ્ટ વાંચી.

વિનોબા ભાવે વિષે જાણી, કાવ્ય રચના શક્ય થઈ તે જ અહી પોસ્ટરૂપે છે.

http://evidyalay.net/vinoba/

 

ગમી ?

જણાવશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

I read a Post on the life of VINOBA BHAVE on E-VIDHYALAY.

Based on that, I created the Poem in Gujarati.

Hope you like it !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

કાવ્યરૂપે વિનોબા ભાવેની જીવન -ઝલક (૧) ચંદ્રવિચારધારા (૧૦) …વિશ્વમાં અનેક ધર્મો શા માટે ? ભલે અનેક હોય, તો એકને(યાને પ્રભુને) મેળવવા માટે લડાઇ/યુધ્ધો શા કારણે ?

6 ટિપ્પણીઓ Add your own

 • 1. Vinod R. Patel  |  નવેમ્બર 25, 2013 પર 8:05 પી એમ(pm)

  આવા જ્ઞાની વીર પુરૂષ હતા વિનોબાજી ગાંધીજીના પ્યારા,

  સાદુજીવન જીવી સેવાકરનારા એક સંતપુરૂષ હતા સૌના પ્યારા,

  વિનોબાજીનું આખું જીવન અદ્ભુત અને પ્રેરણાદાયી છે .

  વર્ધાના આ સંતને કોટી કોટી પ્રણામ

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  નવેમ્બર 25, 2013 પર 9:52 પી એમ(pm)

  સરળ શબ્દોમાં ભારતના એક સપૂતની જીવન કહાણી. બહુ સરસ પ્રયાસ.

  જવાબ આપો
 • 3. pragnaju  |  નવેમ્બર 25, 2013 પર 10:33 પી એમ(pm)

  તેમની અનેક વાતોમાં આ વાત ખૂબ ગમૅ છે પરમાત્માનું દર્શન જુદી જુદી વ્યક્તિઓને જુદું-જુદું થઈ શકે છે અને એવું થવું અનિવાર્ય પણ છે. હું પરમાત્માનું એક રૂપ જોઉં છું, બીજો બીજું રૂપ જુએ છે, ત્રીજો ત્રીજું રૂપ જુએ છે. આ ત્રણેય મળીને જે છબી સામે આવે, તેમાં પરમેશ્વર-દર્શનનો એક ભાગ પ્રગટ થશે. ગુરુ નાનક, મીરાં, લલ્લેશ્વરી, કબીર જેવા ઘણા સંતો-ફકીરો થઈ ગયા. એમાંના દરેકને જે અનુભૂતિ થઈ, તે જરૂર એકબીજાથી જુદી થઈ, પરંતુ એકબીજાથી વિરુદ્ધ નહીં કહેવાય. તેઓ એકમેકનું અનુમોદન કરે છે. એમના અનુભવોનાં સરવાળો કરીશું તો પણ પરમેશ્વર-દર્શનનો એક અંશ, એક ભાગ જ મળશે અને તો ય ઈશ્વર તો બાકી જ રહેશે, કારણ કે એ બાકી રહેવાનો જ છે. પરમાત્મા કોઈ નાનકડી ચીજ તો છે નહીં કે આમતેમ જોઈને કહી શકાય કે આ જ એનું રૂપ છે. પોતે નક્કી કરેલું રૂપ જ ભગવાનનું રૂપ છે, એવું કોઈ કહી ન શકે. એટલે જે કોઈને ઈશ્વરનું દર્શન થયું એને પરમેશ્વરના એક અંશનું, તે પણ સાવ નાનકડા અંશનું દર્શન થયું, એમ કહી શકાય. પરંતુ એટલા અમથા જ્ઞાનથી જિંદગી સાવ બદલાઈ જાય છે. મતલબ કે એક જ ક્ષણમાં માણસ બદલાઈ જાય છે

  જવાબ આપો
 • 4. nabhakashdeep  |  નવેમ્બર 26, 2013 પર 1:24 એ એમ (am)

  બહુ સરસ….જે કોઈ એમનું જીવન જાણે, તે માનવ માનવ જન્મનો મર્મ જાણે,

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 5. ishvarlalmistry  |  નવેમ્બર 26, 2013 પર 4:17 એ એમ (am)

  Very nice poem of VINOBA BHAVE, HE WAS A GREAT MAN.
  Like it very much.He was Saintly very knowledgeable person.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 6. ગોદડિયો ચોરો…  |  નવેમ્બર 29, 2013 પર 8:35 પી એમ(pm)

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્ર્વદનભાઇ

  ભુદાન પ્રવૃતિના પ્રણેતા વિનોબાજી શત શત વંદન

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: