સંસારનો સ્નેહસાગર !

નવેમ્બર 21, 2013 at 12:44 પી એમ(pm) 7 comments

 
people spinning around ballImageImage
સંસારનો સ્નેહસાગર !
 
 
 
આ રહ્યો માનવીઓનો મેળો,
જેને જગતનો સંસાર કહ્યો !
 
 
પ્રભુએ સર્જન કરતા, માનવીઓ કર્યા,
જગતના માનવીદેહે ભાત ભાતના રંગો પુર્યા,
 
 
સર્વ માનવીઓમાં બુધ્ધિ-સમજનો ખજાનો ભર્યો,
જગતના સર્વ પ્રાણીઓમાં માનવીને જેષ્ઠ કર્યો,
 
 
ભલે, માનવીઓ જુદા જુદા દેહે હોય અનેક,
હર દેહ અંદર હ્રદય ના જુદુ છે સૌનું એક,
 
 
હર માનવ હ્રદયમાં આત્માની પવિત્રતા રહે,
એવી જ પવિત્રતામાંથી સ્નેહ નીર વહે,
 
 
સ્નેહ નીરમાં માનવ જો સ્નાન કરે,
તો, સંસાર એક “સ્નેહસાગર” બને,
 
 
એવા સ્નેહસાગરમાં શાન્તી વહે,
જે થકી, પ્રભુનો “પરમ આનંદ” મળે,
 
 
અંતે ચંદ્ર કહે ઃ
ચંદ્ર હૈયામાંથી પ્રેમ ઝરણાઓ વહી ગયા,
આ માનવ સંસારમાં એ સર્વ સમાય ગયા,
ચંદ્ર હ્રદયના શબ્દો કાવ્યરૂપે પથરાય ગયા,
“સંસારના સ્નેહસાગર”રૂપે સૌએ દર્શન કર્યા !
 
 
 
કાવ્ય રચનાઃ તારીખ ઓકટોબર,૫, ૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય રચનામાં મારી બધી જ પ્રગટ કરેલી પોસ્ટોનો “સાર” છે.

જે કંઈ આ “સંસાર”માં નિહાળ્યું..અનુભવ થયો….એ સર્વમાં મેં “સ્નેહ”ના દર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો.

એવા પ્રયાસમાં મને “શક્તિ અને પ્રેરણા” આપનાર પ્રભુ જ હતા….એથી, મારૂં કાંઈ નથી અને સર્વ “એનું” જ છે.

તમે જે કાંઈ “શબ્દો”માં વાંચ્યું એમાં મારા જ હ્રદયની “પૂકાર” છે.

એવી પૂકારમાં  અન્ય માટે સ્નેહ અને પ્રભુના “ગુણગાન” ગાવાની મને મળેલી “તકો” છે.

એથી જ…..

આ કાવ્ય રઅનાનું નામ “સંસારનો સ્નેહસાગર” છે.

આશા છે કે તમો સર્વ પધારી આ પોસ્ટ વાંચો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is Poem in Gujarati named “SANSARNO  SNEHSAGAR” which means WORLD of the OCEAN filled with LOVE.

The Poems I had published are “out of love” towards others in this World…and my LOVE for GOD.

I hope you like this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

ડર મત ! કર્મ તું કરતો જા ! ૨૨મી નવેમ્બર એટલે “ચંદ્રપૂકારની છઠ્ઠી એનીવર્સરી”

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 21, 2013 પર 12:59 પી એમ(pm)

  સ્નેહ નીરમાં માનવ જો સ્નાન કરે,
  તો, સંસાર એક “સ્નેહસાગર” બને,

  એવા સ્નેહસાગરમાં શાન્તી વહે,
  જે થકી, પ્રભુનો “પરમ આનંદ” મળે,
  સંસારના પ્રેમથી ઇશ્વરનો પ્રેમ મળે
  યાદ
  આપણી સંસ્કૃતિમાં દરેક વસ્તુ પર પ્રેમ છવાયેલો છે અને પ્રેમાળ મિત્રો અને કુટુંબ, પતિઓ અને પત્નીઓ, બધું પ્રેમ માટે જ છે. અને છેલ્લે દિવ્ય પ્રેમ તરફ જાય છે, જે જીવનનો અંતિમ હેતુ છે.સાતસો વર્ષ પહેલાં સાદીએ લખેલું,

  આદમના બાળકો એક જ શરીરના અંગો છે
  એક જ અંશમાંથી પેદા થયા છે.
  જ્યારે સમયની આફત એક અંગને અસર કરે
  બીજા અંગો ચેનથી બેસી ના શકે
  જો તમને બીજાની મુશ્કેલીઓ માટે સહાનુભૂતિ ના હોય, તો
  તમે “માણસ” કહેવડાવવાને લાયક નથી.

  જવાબ આપો
 • 2. pravina Avinash  |  નવેમ્બર 21, 2013 પર 1:50 પી એમ(pm)

  સંસાર સ્નેહનો સાગર

  સંસાર પ્રેમની ગાગર

  જેને માટે જોઈએ પ્રેમ ભરી નજર

  સદભાવનાથી ઉભરાતું હોય જેનું જીગર

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  નવેમ્બર 21, 2013 પર 3:53 પી એમ(pm)

  તુલસી ઇસ સંસારર્મે ભાત ભાત કે લોગ
  સબસે હિલમિલ ચાલીએ , નદી નાવ સંજોગ

  સ્નેહ નીરમાં માનવ જો સ્નાન કરે,

  તો, સંસાર એક “સ્નેહસાગર” બને,

  હૃદયના ભાવ રજુ કરતી રચના ગમી .

  જવાબ આપો
 • 4. venunad  |  નવેમ્બર 21, 2013 પર 4:30 પી એમ(pm)

  એવા પ્રયાસમાં મને “શક્તિ અને પ્રેરણા” આપનાર પ્રભુ જ હતા….એથી, મારૂં કાંઈ નથી અને સર્વ “એનું” જ છે.
  You have correctly said this. We all are directed by His will!

  જવાબ આપો
 • 5. prdpravaladip raval news editor  |  નવેમ્બર 22, 2013 પર 11:25 એ એમ (am)

  પ્રેમ એ ઈશ્વર ની એક અમાપ ચેતના છે…મનુષ્ય ની ઉત્પત્તિ થી અંત સુધી ના જીવન માં આ ચેતના જુદા જુદા સ્વરૂપો માં પ્રેમ રૂપે વણાઈ જાય છે….જીવન જીવવા ના બહાના માં જ્ઞાન,ભક્તિ અને કર્મ યોગ ને આ પ્રેમ રૂપી ચેતના પ્રેરકબળ પૂરું પડે છે તેવું મારું માનવું છે..જે હું સમજ્યો તે મેં આપ વડીલ ને જણાવ્યું…અદ્ભુત રચના છે….જે ચંદ્ર કાલે ખીલી….

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  નવેમ્બર 22, 2013 પર 4:23 પી એમ(pm)

  સ્નેહ ઉભરાઈ જાય એવી વાતનો આ સ્નેહથાળ આપના કાવ્યમાં ,ચીંતનથી આપે પીરસી દીધો..ડૉ.શ્રી ચંદ્રવદનભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. ઇન્દુ શાહ  |  નવેમ્બર 28, 2013 પર 5:23 પી એમ(pm)

  સ્નેહ નીરમાં માનવ જો સ્નાન કરે
  સંસાર સ્નેહ સાગર બને
  સરસ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,546 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: