ડર મત ! કર્મ તું કરતો જા !

November 20, 2013 at 3:38 pm 11 comments

 

ડર મત ! કર્મ તું કરતો જા !

અરે ! મનવા, ડર મત, જગમાં આવ્યો છે,

તો, કર્મ તું કરતો જા, કરતો જા !…….(ટેક)

 

જગમાં આવ્યો તો, પુર્વજન્મનું ભાથુ રે લાવ્યો,

એને ભોગવવું રહ્યું છે આ જીવનમાં જે તું લાવ્યો,

ડર મત, સારૂં નબળું તું ભોગવતો જા…..અરે…(૧)

 

ફરી જગમાં મુક્યો છે અહીં પ્રભુજીએ તુંજને,

કર્મો કરવા, સમજણ સ્વતંત્રતા દીધી છે તુંજને,

ડર મત, કર્મો તો કરવા પડશે’ને એ તું કરતો જા….અરે….(૨)

 

માનવ જન્મ છે ઘણો જ ટુંકો,

હર પળ કર્મો કરવા મળે તમે મોકો,

ડર મત,ફરજ એને સમજી,કર્મો તું કરતો જા….અરે….(૩)

 

સુખ દુઃખ તો જીવનમાં આવે ‘ને જાવે,

રાત્રીના અંધારા પછી સુર્ય પ્રકાશ આવે જ,

ડર મત, આત્મબળે કર્મો કરી આગેકુચ કરતો જા…અરે….(૪)

 

જન્મયો તું જગમાં ‘ને છે તું આજે અહીં,

મૃત્યુને લાવ્યો છે તું સાથે, આજે અહી,

ડર મત, સ્વીકારી સત્ય એવું, કર્મોભરી સફર કરતો જા…અરે…(૫)

 

ગીતા કહે કર્મ કર પણ કર્મફળ તું છોડ,

સમજી એવું , અંહકાર હુંપદને તું તોડ,

ડર મત,રાખી પ્રભુશરણે કર્મો તારા,જીવન તારૂં ધન્ય કરતો જા…અરે….(૬)

 

ચંદ્ર કહે ઃ ના જાણું કે ના જાણવવો છે ભુતકાળ મારે,

વર્તમાનમાં રહી, સદકર્મો કરી, જીવન જીવવું છે મારે,

શાને મુજને ડર રહે ? પ્રભુ જો છે મુજ સાથે !….અરે….(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૨૮,૨૦૧૩                        ચંદ્રવદન

બે શબ્દો…

આજે હું “વિનોદ વિહાર”ના બ્લોગ પર ગયો.

ત્યાં વિનાદભાઈએ પ્રગટ કરેલી પોસ્ટ નંબર ૨૮૧ “કારણ વિના કશું બનતું નથી” વાંચી.

એ વાંચી, પ્રભુપ્રેરણા થઈ..અને, આ કાવ્ય રચના શક્ય થઈ.

તમો પણ આ પોસ્ટ જરૂર વાંચો, એ માટે “લીન્ક” નીચે છે>>>>

http://vinodvihar75.wordpress.com/2013/07/24/281-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%a4%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80/#comments

તો, તમે વિનોદભાઈના બ્લોગ પર ગયા ?

હવે, આ કાવ્ય પોસ્ટ માણો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today you are reading a Post after the inspiration from a post published on VONOD VIHAR.

Please, read that Post.

The MASSAGE is that “BE IN THE PRESENT & DO the KARMO  to the best of one’s ability. DO SAT-KARMO & you can be on the PATH of GOD-REALISATION.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

મણીબેનને ચંદ્ર અંજલી ! સંસારનો સ્નેહસાગર !

11 Comments Add your own

  • 1. pragnaju  |  November 20, 2013 at 4:00 pm

    ગીતા કહે કર્મ કર પણ કર્મફળ તું છોડ,

    સમજી એવું , અંહકાર હુંપદને તું તોડ,

    ડર મત,રાખી પ્રભુશરણે કર્મો તારા,જીવન તારૂં ધન્ય કરતો જા

    સનાતન સત્યની સ રસ રજુઆત

    Reply
  • 2. સુરેશ  |  November 20, 2013 at 4:03 pm

    ત્યાંની કોમેન્ટ અહીં રિપિટ —
    —-
    કર્મનો, પુનર્જન્મનો, સ્વર્ગ/ નર્કનો…ગમે તે સિદ્ધાંત હોય. પણ આવા કોઈ સિદ્ધાંતની આપણે કશી જ જરૂર નથી; એવું આ જણનું માનવું છે.
    કુદરતમાં એક જ નિયમ અચળ છે – અને તે છે, બધું, બધે, બધા કાળ માટે, સતત બદલાતું રહે છે. સઘળું ચલાયમાન છે – એ એકમાત્ર અચળ નિયમ છે. એમાં થોદાક સમય માટે આપણને કોઈક ભાત ( પેટર્ન) દેખાય અને આપણે એ સમજી ગયાના હરખમાં નાંચવા માંડીએ; તો નિયમ મળી ગયાના હરખમાં નાચવાનું!
    આવતીકાલે એ પેટર્ન બદલાઈ જ જવાની છે – અને એનો કોઈક નવો નિયમ બની જશે !!!
    ———
    હાલ, આ ઘડી જે થઈ રહ્યું છે – તે જ એકમાત્ર સત્ય છે – અને એ સત્ય પણ આવતી ઘડીએ નાશ જ પામવાનું છે. આ સત્ય જેટલું સમજાય એટલા આપણે વિમુક્ત બન્યા .
    આ જ નિર્વાણ કે મોક્ષ!

    Reply
  • 3. Vinod R. Patel  |  November 20, 2013 at 4:26 pm

    આભાર , ડો. ચન્દ્રવદનભાઈ , પોસ્ટ રી-બ્લોગ માટે .

    ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે .

    તું લડ -તારું કર્મ કર એ શબ્દો ઉપર ગીતાનો પાયો રચાયો છે.

    કર્મ ફળ આપીને જ શાંત થાય છે એ કર્મનો સિધાંત છે . કર્મ કરવામાં તમે

    સ્વતત્ર છો પણ ફળ ભોગવવામાં તમે પરતંત્ર છો .

    ગીતામાં સરસ કહ્યું છે કે –

    પ્રકૃતિના ગુણોથી જ સર્વ કર્મો સદા થતા

    અહંકારે બની મૂઢ માને છે નર, ” હું કરું “

    Reply
  • 4. pravina Avinash  |  November 20, 2013 at 6:04 pm

    .માત્ર કર્મ ઉપર તારો અધિકાર છે.

    કર્મ કર્યા વગર એક પળ પણ રહેવું મુશ્કેલ છે.

    કર્મ કર ” હું કરું છું” તેના સદંતર અભાવ સાથે.

    Reply
  • 5. ઇન્દુ શાહ  |  November 20, 2013 at 6:21 pm

    कर्मणेवाधिकारस्ते मा फलेशु कदाचन
    અહંકારે બની મૂઢ માને છે નર હું કરું.
    હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે.

    Reply
  • 6. mdgandhi21, U.S.A.  |  November 20, 2013 at 11:52 pm

    ગીતા કહે કર્મ કર પણ કર્મફળ તું છોડ,
    સમજી એવું ,” અંહકાર”- “હુંપદ”ને તું છોડ,
    સનાતન સત્યની સરસ રજુઆત………

    Reply
  • 7. P.K.Davda  |  November 21, 2013 at 12:36 am

    સરળ શબ્દોમાં સરસ ગીતાસાર.

    Reply
  • 8. pravinshastri  |  November 21, 2013 at 1:27 am

    જીવન કર્મને માટે જ સર્જાયું છે. સારા કે ખરાબ કર્મો માનવીએ નક્કી કરવાના છે.

    Reply
  • 9. ishvarlalmistry  |  November 21, 2013 at 4:14 am

    Life is given to do Karma,should understand between wrong &right,
    do the right,.If you cannot do good at least don’t do bad.
    Ishvarbhai.

    Reply
  • 10. dadimanipotli1  |  November 21, 2013 at 11:34 am

    સુખ દુઃખ તો જીવનમાં આવે ‘ને જાવે,
    રાત્રીના અંધારા પછી સુર્ય પ્રકાશ આવે જ,
    ડર મત, આત્મબળે કર્મો કરી આગેકુચ કરતો જા…અરે….

    રચના દ્વારા સુંદર ગીતાસાર બોધ…

    Reply
  • 11. nabhakashdeep  |  November 22, 2013 at 4:19 pm

    ચંદ્ર કહે ઃ ના જાણું કે ના જાણવવો છે ભુતકાળ મારે,

    વર્તમાનમાં રહી, સદકર્મો કરી, જીવન જીવવું છે મારે,

    શાને મુજને ડર રહે ? પ્રભુ જો છે મુજ સાથે !….અરે….(૭)
    જીંદગીની ફિલોસોફી ને જીવનનો સંદેશ સઘળું આવી ગયું .ખૂબ જ ઊંચી વાત કેવી સરળતાથી સરળ હૃદયથી વહી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,305 hits

Disclimer

November 2013
M T W T F S S
« Oct   Dec »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: