ડર મત ! કર્મ તું કરતો જા !

નવેમ્બર 20, 2013 at 3:38 પી એમ(pm) 11 comments

 

ડર મત ! કર્મ તું કરતો જા !

અરે ! મનવા, ડર મત, જગમાં આવ્યો છે,

તો, કર્મ તું કરતો જા, કરતો જા !…….(ટેક)

 

જગમાં આવ્યો તો, પુર્વજન્મનું ભાથુ રે લાવ્યો,

એને ભોગવવું રહ્યું છે આ જીવનમાં જે તું લાવ્યો,

ડર મત, સારૂં નબળું તું ભોગવતો જા…..અરે…(૧)

 

ફરી જગમાં મુક્યો છે અહીં પ્રભુજીએ તુંજને,

કર્મો કરવા, સમજણ સ્વતંત્રતા દીધી છે તુંજને,

ડર મત, કર્મો તો કરવા પડશે’ને એ તું કરતો જા….અરે….(૨)

 

માનવ જન્મ છે ઘણો જ ટુંકો,

હર પળ કર્મો કરવા મળે તમે મોકો,

ડર મત,ફરજ એને સમજી,કર્મો તું કરતો જા….અરે….(૩)

 

સુખ દુઃખ તો જીવનમાં આવે ‘ને જાવે,

રાત્રીના અંધારા પછી સુર્ય પ્રકાશ આવે જ,

ડર મત, આત્મબળે કર્મો કરી આગેકુચ કરતો જા…અરે….(૪)

 

જન્મયો તું જગમાં ‘ને છે તું આજે અહીં,

મૃત્યુને લાવ્યો છે તું સાથે, આજે અહી,

ડર મત, સ્વીકારી સત્ય એવું, કર્મોભરી સફર કરતો જા…અરે…(૫)

 

ગીતા કહે કર્મ કર પણ કર્મફળ તું છોડ,

સમજી એવું , અંહકાર હુંપદને તું તોડ,

ડર મત,રાખી પ્રભુશરણે કર્મો તારા,જીવન તારૂં ધન્ય કરતો જા…અરે….(૬)

 

ચંદ્ર કહે ઃ ના જાણું કે ના જાણવવો છે ભુતકાળ મારે,

વર્તમાનમાં રહી, સદકર્મો કરી, જીવન જીવવું છે મારે,

શાને મુજને ડર રહે ? પ્રભુ જો છે મુજ સાથે !….અરે….(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૨૮,૨૦૧૩                        ચંદ્રવદન

બે શબ્દો…

આજે હું “વિનોદ વિહાર”ના બ્લોગ પર ગયો.

ત્યાં વિનાદભાઈએ પ્રગટ કરેલી પોસ્ટ નંબર ૨૮૧ “કારણ વિના કશું બનતું નથી” વાંચી.

એ વાંચી, પ્રભુપ્રેરણા થઈ..અને, આ કાવ્ય રચના શક્ય થઈ.

તમો પણ આ પોસ્ટ જરૂર વાંચો, એ માટે “લીન્ક” નીચે છે>>>>

http://vinodvihar75.wordpress.com/2013/07/24/281-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%a4%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80/#comments

તો, તમે વિનોદભાઈના બ્લોગ પર ગયા ?

હવે, આ કાવ્ય પોસ્ટ માણો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today you are reading a Post after the inspiration from a post published on VONOD VIHAR.

Please, read that Post.

The MASSAGE is that “BE IN THE PRESENT & DO the KARMO  to the best of one’s ability. DO SAT-KARMO & you can be on the PATH of GOD-REALISATION.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

મણીબેનને ચંદ્ર અંજલી ! સંસારનો સ્નેહસાગર !

11 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  નવેમ્બર 20, 2013 પર 4:00 પી એમ(pm)

    ગીતા કહે કર્મ કર પણ કર્મફળ તું છોડ,

    સમજી એવું , અંહકાર હુંપદને તું તોડ,

    ડર મત,રાખી પ્રભુશરણે કર્મો તારા,જીવન તારૂં ધન્ય કરતો જા

    સનાતન સત્યની સ રસ રજુઆત

    જવાબ આપો
  • 2. સુરેશ  |  નવેમ્બર 20, 2013 પર 4:03 પી એમ(pm)

    ત્યાંની કોમેન્ટ અહીં રિપિટ —
    —-
    કર્મનો, પુનર્જન્મનો, સ્વર્ગ/ નર્કનો…ગમે તે સિદ્ધાંત હોય. પણ આવા કોઈ સિદ્ધાંતની આપણે કશી જ જરૂર નથી; એવું આ જણનું માનવું છે.
    કુદરતમાં એક જ નિયમ અચળ છે – અને તે છે, બધું, બધે, બધા કાળ માટે, સતત બદલાતું રહે છે. સઘળું ચલાયમાન છે – એ એકમાત્ર અચળ નિયમ છે. એમાં થોદાક સમય માટે આપણને કોઈક ભાત ( પેટર્ન) દેખાય અને આપણે એ સમજી ગયાના હરખમાં નાંચવા માંડીએ; તો નિયમ મળી ગયાના હરખમાં નાચવાનું!
    આવતીકાલે એ પેટર્ન બદલાઈ જ જવાની છે – અને એનો કોઈક નવો નિયમ બની જશે !!!
    ———
    હાલ, આ ઘડી જે થઈ રહ્યું છે – તે જ એકમાત્ર સત્ય છે – અને એ સત્ય પણ આવતી ઘડીએ નાશ જ પામવાનું છે. આ સત્ય જેટલું સમજાય એટલા આપણે વિમુક્ત બન્યા .
    આ જ નિર્વાણ કે મોક્ષ!

    જવાબ આપો
  • 3. Vinod R. Patel  |  નવેમ્બર 20, 2013 પર 4:26 પી એમ(pm)

    આભાર , ડો. ચન્દ્રવદનભાઈ , પોસ્ટ રી-બ્લોગ માટે .

    ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે .

    તું લડ -તારું કર્મ કર એ શબ્દો ઉપર ગીતાનો પાયો રચાયો છે.

    કર્મ ફળ આપીને જ શાંત થાય છે એ કર્મનો સિધાંત છે . કર્મ કરવામાં તમે

    સ્વતત્ર છો પણ ફળ ભોગવવામાં તમે પરતંત્ર છો .

    ગીતામાં સરસ કહ્યું છે કે –

    પ્રકૃતિના ગુણોથી જ સર્વ કર્મો સદા થતા

    અહંકારે બની મૂઢ માને છે નર, ” હું કરું “

    જવાબ આપો
  • 4. pravina Avinash  |  નવેમ્બર 20, 2013 પર 6:04 પી એમ(pm)

    .માત્ર કર્મ ઉપર તારો અધિકાર છે.

    કર્મ કર્યા વગર એક પળ પણ રહેવું મુશ્કેલ છે.

    કર્મ કર ” હું કરું છું” તેના સદંતર અભાવ સાથે.

    જવાબ આપો
  • 5. ઇન્દુ શાહ  |  નવેમ્બર 20, 2013 પર 6:21 પી એમ(pm)

    कर्मणेवाधिकारस्ते मा फलेशु कदाचन
    અહંકારે બની મૂઢ માને છે નર હું કરું.
    હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે.

    જવાબ આપો
  • 6. mdgandhi21, U.S.A.  |  નવેમ્બર 20, 2013 પર 11:52 પી એમ(pm)

    ગીતા કહે કર્મ કર પણ કર્મફળ તું છોડ,
    સમજી એવું ,” અંહકાર”- “હુંપદ”ને તું છોડ,
    સનાતન સત્યની સરસ રજુઆત………

    જવાબ આપો
  • 7. P.K.Davda  |  નવેમ્બર 21, 2013 પર 12:36 એ એમ (am)

    સરળ શબ્દોમાં સરસ ગીતાસાર.

    જવાબ આપો
  • 8. pravinshastri  |  નવેમ્બર 21, 2013 પર 1:27 એ એમ (am)

    જીવન કર્મને માટે જ સર્જાયું છે. સારા કે ખરાબ કર્મો માનવીએ નક્કી કરવાના છે.

    જવાબ આપો
  • 9. ishvarlalmistry  |  નવેમ્બર 21, 2013 પર 4:14 એ એમ (am)

    Life is given to do Karma,should understand between wrong &right,
    do the right,.If you cannot do good at least don’t do bad.
    Ishvarbhai.

    જવાબ આપો
  • 10. dadimanipotli1  |  નવેમ્બર 21, 2013 પર 11:34 એ એમ (am)

    સુખ દુઃખ તો જીવનમાં આવે ‘ને જાવે,
    રાત્રીના અંધારા પછી સુર્ય પ્રકાશ આવે જ,
    ડર મત, આત્મબળે કર્મો કરી આગેકુચ કરતો જા…અરે….

    રચના દ્વારા સુંદર ગીતાસાર બોધ…

    જવાબ આપો
  • 11. nabhakashdeep  |  નવેમ્બર 22, 2013 પર 4:19 પી એમ(pm)

    ચંદ્ર કહે ઃ ના જાણું કે ના જાણવવો છે ભુતકાળ મારે,

    વર્તમાનમાં રહી, સદકર્મો કરી, જીવન જીવવું છે મારે,

    શાને મુજને ડર રહે ? પ્રભુ જો છે મુજ સાથે !….અરે….(૭)
    જીંદગીની ફિલોસોફી ને જીવનનો સંદેશ સઘળું આવી ગયું .ખૂબ જ ઊંચી વાત કેવી સરળતાથી સરળ હૃદયથી વહી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 279,146 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: