વિજયદેવ રતનજી મિસ્ત્રીને ચંદ્ર-અંજલી !

નવેમ્બર 19, 2013 at 1:32 પી એમ(pm) 7 comments

વિજયદેવ રતનજી મિસ્ત્રીને ચંદ્ર-અંજલી !

વિજયદેવ રતનજીને ચંદ્ર વંદન કરે,

વંદન સહીત એમને અંજલી ધરે !……(ટેક)

ગુજરાતના વેસ્મા ગામે, એક બાળ જન્મે,

“વિજયદેવ”નામે એ બાળ જન્મે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૧)

સાઉથ આફ્રીકામાં વિજય જીવન વહે,

પત્ની મણીબેન સંગે એમનો સંસાર બને,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૨)

સાઉથ આફ્રીકામાં ધંધે સફળતા મળે,

અમેરીકા સ્થાયી થતા, સફળતા એમની સાથે રહે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે ! …..(૩)

ધન સંપત્તિનો વિજય સદ-ઉપયોગ કરે,

જન- સેવા,કલ્યાણના માર્ગે એની સફર રહે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !….(૪)

જન્મભૂમી વેસ્માને ના ભુલી એ કર્મો કરે,

પ્રજાપતિ જ્ઞાતિ સમાજને  ના ભુલી એ કામો કરે,

એવા વિજયને  ચંદ્ર વંદન કરે !…..(૫)

અનેક કાર્યોમાં કન્યા છત્રાલયો પત્ની મણીબેન નામે,

યાદ એવી થઈ છે નવસારી અને આણંદ ધામે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !….(૬)

વિજયદેવે તો શિક્ષણ ઉત્તેજનના કાર્યો કર્યા અનેક,

આણંદમાં,વિજયદેવ નામે નવું કુમાર પ્રજાપતિ છાત્રાલય હશે એક,

એવા વિજયને ચંદ્ર  વંદન કરે !….(૭)

જીવનસાથી પત્ની મણીબેનનો નિઃસ્વાર્થ સાથ હતો,

અંતીમ વિદાય દેતા, વિજય શક્તિ-આધાર ટુટ્યો હતો,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !….(૮)

પત્ની વિયોગ છતાં વિજય જીવન સફર ચાલુ રહે,

વિજયના જનકલ્યાણના કાર્યો પણ સાથે ચાલુ રહે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૯)

૨૦૧૩ ‘ને નવેમ્બર ૧૪નો દિવસ ના કદી ભુલાશે,

એ દિવસની, વિજયની પ્રભુધામની યાત્રાની યાદ હંમેશ રહેશે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૧૦)

આજે,વિજયરૂપી દેહ નથી રહ્યો આ જગમાં,

ના રૂદન કરો, વિજય “આત્મા” તો અમર છે પરલોકમાં,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૧૧)

પરિવાર અને અન્ય જગમાં વિજયને શોધી રહે,

ત્યારે વિજય એની “મીઠી યાદ”માં અમર બને,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૧૨)

જે હ્રદયપૂકાર હતી, તે જ ચંદ્રે કહ્યું શબ્દોમાં સૌને આજે,

કાકા કહી, માન આપવાની પ્રભુએ આપેલી તકોનું કહું છું આજે,

એવા વિચારે, ચંદ્ર વિજયદેવને “અંજલી” ધરે !…..(૧૩)

કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર,૧૫,૨૦૧૩               ચંદ્રવદન

બે શબ્દો…

૧૪મી નવેમ્બરના દિવસે હું મારા પત્ની કમુ સાથે કોલંબીઆ, સાઉથ કેરોલીના છોડી પ્લેનથી ડાલાસ ટેક્ષાસ આવ્યા.

ડો. શશીભાઈ મિસ્ત્રીના ઈમેઈલથી,વિજયદેવ રતનજી મિસ્ત્રી ૧૪,નવેમ્બર,૨૦૧૩ના દિવસે સાઉથ આફ્રીકામાં ૯૪ની વયે ગુજરી ગયાનું જાણી દીલગીરી અનુભવી.

એમના જીવનનું યાદ કરતા આ રચના ૧૫મી નવેમ્બર,૨૦૧૩ના દિવસે થઈ.આ રચના દ્વારા મેં એમને “અંજલી” અર્પણ કરવાનો પ્રયાસ કર્યો છે.

રચનામાં મે ફક્ત મારા હ્રદયનું જ શબ્દોમાં કહ્યું છે.

આજે પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે એવી પ્રાર્થના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This is a Poem in Gujarati,as my RESPECTS to VIJAYDEV RATANJI MISTRY who had died a natural death at the age of 94 in South Africa.

He was born at VESMA, Gujarat…but he spent many years in SOUTH AFRICA.

He was a successful businessman.

He was a FAMILY MAN loving his wife dearly.

He loved his children. & ALL his Children loved him dearly.

His love for the PRAJAPATI COMMUNITY was deep.

He loved HUMANITY….& gave DONATIONS for many causes.

He will be REMEMEMBERED by MANY.

May his Soul rest in Peace with God !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

સંજીલ -સોનલના લગ્નની ઘડી ! બોલાવ્યો અને હું આવ્યો !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  નવેમ્બર 19, 2013 પર 2:00 પી એમ(pm)

  અમારાં એ ઉચ્ચ આત્માને વંદન .

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  નવેમ્બર 19, 2013 પર 4:38 પી એમ(pm)

  પ્રભુ એમના આત્માને ચિરશાંતિ બક્ષે

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  નવેમ્બર 19, 2013 પર 5:04 પી એમ(pm)

  સ્વર્ગસ્થ વિજયદેવ રતનજી મિસ્ત્રી ને શ્રધાંજલિ .

  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે .

  જવાબ આપો
 • 4. Thakorbhai & Parvatiben Mistry  |  નવેમ્બર 19, 2013 પર 5:24 પી એમ(pm)

  We met Vijaykaka several times in India, South Africa and USA and remember his kind welcoming nature. Once we with our children went to New York and stayed in a hired apartment in Queens area where his residence is. We telephoned him after reaching the apartment and in 10 minutes he came round to see us. He very kindly took us to his residence opposite Flashing Meadows and showed his house which had more than 5 bedrooms and told us that we should move into his house immediately as there was adequate facilities for us to stay with him and not stay in the rented apartment. We told him that as we have paid the rent in advance we will have to stay there for 3 days and told him that on our return to New York from USA round tour we will stay at his house. We stayed at his house for 3 days and Manikaki, Harshad & him treated us very nicely. He also took us to see places of interest in New York & New Jersey. We will not forget his hospitality and kindness.

  We pray Almighty for peace to his benevolent soul. Aum Shanti

  જવાબ આપો
 • 5. pravinshastri  |  નવેમ્બર 19, 2013 પર 8:37 પી એમ(pm)

  આપની સ્નેહ સભર સ્મરણાંજલી અપરિચિતનું હૈયું પણ સંવેદનશીલ બનાવે છે. પ્રભુ એમના આત્માને શાંતી બક્ષે.

  જવાબ આપો
 • 6. ishvarlalmistry  |  નવેમ્બર 19, 2013 પર 9:11 પી એમ(pm)

  Vijaydev Ratanji Mistry. He was a very nice person,very kind and did a lot for the community, very good friend of our family. May his soul rest in peace.OM SHANTI.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 7. Dr. Kamlesh Prajapati  |  નવેમ્બર 21, 2013 પર 3:14 એ એમ (am)

  “ગયેલા આત્માને મન – હ્રદય થી આપજે શાંતિ પૂરી,
  બધી રીતે એનું પ્રભુ કરજે સર્વ કલ્યાણ શ્રીજી
  બધા જીવો સાથે ગત જીવન માં જે થયેલો સંબધ ,
  કરાવી દો એને સૌ તરફથી સાવ નિશ્ચીંત મુક્ત..
  સર્વે કુટુંબીજનો આ આધાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના સહ.

  ઓમ શાંતિ શાંતિ .

  કમલેશ અને બિંદુ પ્રજાપતિ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: