Archive for નવેમ્બર 19, 2013

બોલાવ્યો અને હું આવ્યો !

 

બોલાવ્યો અને હું આવ્યો !

 

હ્યુસ્ટન બોલાવે મને, અને હું આવ્યો,

આવી જ ગયો તો, “બે શબ્દો” કહી રહ્યો,

 

વિજય કહે મુજને, “હ્યુસ્ટન આવો, હ્યુસ્ટન આવો”,ફરી ફરી,

આવ્યો તો, “ગુજરાતી સાહિત્ય સરીતા”ઘડનારાઓ સંગે છે મારી જીવનઘડી,

 

ચંદ્ર હૈયે આનંદ છે, આજે અહી સૌને મળી,

પણ, એવા આનંદનું વર્ણન કરવાની મુજમાં શક્તિ નથી,

 

આજે છું અહીં, પણ અંતે તો હું લેન્કેસ્ટરમાં હોઈશ,

પણ…મારૂં હ્રદય તો રહેશે અહીં,ભલે હું દુર હોઈશ,

 

નથી કવિ કે નથી સાહિત્યકાર હું,

હ્રદયમાં જે હતું તે જ કહું છું હું,

 

આજે, જે કહ્યું તે જ સાંભળ્યું તમે,

હવે, તમ જ્ઞાનભંડારમાંથી કાંઈક કહેજો મને !

 

કાવ્ય રચના ઃ તારીખ ઓકટોબર,૩૦,૧૦૧૩              ચંદ્રવદન

( આ રચનાનું વાંચન મેં હ્યુસ્ટનની સંસ્થા “ગુજરાતી સાહિત્ય સરીતા”ની ૧૩૯મી બેઠક સમયે તારીખ નવેમ્બર,૧૬,૨૦૧૩ના દિવસે કર્યું )

 

 

બે શબ્દો…

ઓકટોબેર માસે કોલ્બંબીઆ, સાઉથ કેરોલીનાની ટ્રીપ નક્કી કરતા, વળતા ડાલાસ ટેક્ષાસ જવાનું રાખ્યું.

ત્યારે વિજયભાઈ શાહ હ્યુસ્ટન ફરી ફરી બોલાવી રહ્યા તેનું યાદ આવ્યું.

હું વિજયભાઈને અનેક વર્ષોથી જાણતો હોવા છતાં રૂબરૂ મળ્યો ના હતો.

એથી, ડાલાસ આવ્યા બાદ, ૨ રાત્રી માટે હ્યુસ્ટન જવાનો નિર્ણય લીધો..અને  વિજયભાઇને જણવતા એમણે ખુશી અનુભવી “ગુજરાતી સાહિત્ય સરીતા”ની બેઠકનું નક્કી કર્યું.

એવું નક્કી થયા બાદ…..આ રચના શક્ય થઈ.

આ બેઠકે હાજરી આપતા, અનેક બ્લોગર મિત્રોને મળ્યો…એ સમયે, “બે શબ્દો” કહેતા આ રચનાના શબ્દો વાંચતા મને ખુશી હતી.

તમો આ વાંચી, ખુશી અનુભવો એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This Poem in Gujarati was created for the MEETING of the “GUJARATI SAHITYA SARITA” of HOUSTON, TEXAS.

I attended that meeting on  Saturday 16th November,2013 and read that Poem.

I met my friend VIJAY SHAH & other BLOGGER FRIENDS.

Hope you enjoy this Post !

Dr. Chandravadan Mistry.

નવેમ્બર 19, 2013 at 10:42 પી એમ(pm) 5 comments

વિજયદેવ રતનજી મિસ્ત્રીને ચંદ્ર-અંજલી !

વિજયદેવ રતનજી મિસ્ત્રીને ચંદ્ર-અંજલી !

વિજયદેવ રતનજીને ચંદ્ર વંદન કરે,

વંદન સહીત એમને અંજલી ધરે !……(ટેક)

ગુજરાતના વેસ્મા ગામે, એક બાળ જન્મે,

“વિજયદેવ”નામે એ બાળ જન્મે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૧)

સાઉથ આફ્રીકામાં વિજય જીવન વહે,

પત્ની મણીબેન સંગે એમનો સંસાર બને,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૨)

સાઉથ આફ્રીકામાં ધંધે સફળતા મળે,

અમેરીકા સ્થાયી થતા, સફળતા એમની સાથે રહે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે ! …..(૩)

ધન સંપત્તિનો વિજય સદ-ઉપયોગ કરે,

જન- સેવા,કલ્યાણના માર્ગે એની સફર રહે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !….(૪)

જન્મભૂમી વેસ્માને ના ભુલી એ કર્મો કરે,

પ્રજાપતિ જ્ઞાતિ સમાજને  ના ભુલી એ કામો કરે,

એવા વિજયને  ચંદ્ર વંદન કરે !…..(૫)

અનેક કાર્યોમાં કન્યા છત્રાલયો પત્ની મણીબેન નામે,

યાદ એવી થઈ છે નવસારી અને આણંદ ધામે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !….(૬)

વિજયદેવે તો શિક્ષણ ઉત્તેજનના કાર્યો કર્યા અનેક,

આણંદમાં,વિજયદેવ નામે નવું કુમાર પ્રજાપતિ છાત્રાલય હશે એક,

એવા વિજયને ચંદ્ર  વંદન કરે !….(૭)

જીવનસાથી પત્ની મણીબેનનો નિઃસ્વાર્થ સાથ હતો,

અંતીમ વિદાય દેતા, વિજય શક્તિ-આધાર ટુટ્યો હતો,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !….(૮)

પત્ની વિયોગ છતાં વિજય જીવન સફર ચાલુ રહે,

વિજયના જનકલ્યાણના કાર્યો પણ સાથે ચાલુ રહે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૯)

૨૦૧૩ ‘ને નવેમ્બર ૧૪નો દિવસ ના કદી ભુલાશે,

એ દિવસની, વિજયની પ્રભુધામની યાત્રાની યાદ હંમેશ રહેશે,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૧૦)

આજે,વિજયરૂપી દેહ નથી રહ્યો આ જગમાં,

ના રૂદન કરો, વિજય “આત્મા” તો અમર છે પરલોકમાં,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૧૧)

પરિવાર અને અન્ય જગમાં વિજયને શોધી રહે,

ત્યારે વિજય એની “મીઠી યાદ”માં અમર બને,

એવા વિજયને ચંદ્ર વંદન કરે !…..(૧૨)

જે હ્રદયપૂકાર હતી, તે જ ચંદ્રે કહ્યું શબ્દોમાં સૌને આજે,

કાકા કહી, માન આપવાની પ્રભુએ આપેલી તકોનું કહું છું આજે,

એવા વિચારે, ચંદ્ર વિજયદેવને “અંજલી” ધરે !…..(૧૩)

કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર,૧૫,૨૦૧૩               ચંદ્રવદન

બે શબ્દો…

૧૪મી નવેમ્બરના દિવસે હું મારા પત્ની કમુ સાથે કોલંબીઆ, સાઉથ કેરોલીના છોડી પ્લેનથી ડાલાસ ટેક્ષાસ આવ્યા.

ડો. શશીભાઈ મિસ્ત્રીના ઈમેઈલથી,વિજયદેવ રતનજી મિસ્ત્રી ૧૪,નવેમ્બર,૨૦૧૩ના દિવસે સાઉથ આફ્રીકામાં ૯૪ની વયે ગુજરી ગયાનું જાણી દીલગીરી અનુભવી.

એમના જીવનનું યાદ કરતા આ રચના ૧૫મી નવેમ્બર,૨૦૧૩ના દિવસે થઈ.આ રચના દ્વારા મેં એમને “અંજલી” અર્પણ કરવાનો પ્રયાસ કર્યો છે.

રચનામાં મે ફક્ત મારા હ્રદયનું જ શબ્દોમાં કહ્યું છે.

આજે પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે એવી પ્રાર્થના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

This is a Poem in Gujarati,as my RESPECTS to VIJAYDEV RATANJI MISTRY who had died a natural death at the age of 94 in South Africa.

He was born at VESMA, Gujarat…but he spent many years in SOUTH AFRICA.

He was a successful businessman.

He was a FAMILY MAN loving his wife dearly.

He loved his children. & ALL his Children loved him dearly.

His love for the PRAJAPATI COMMUNITY was deep.

He loved HUMANITY….& gave DONATIONS for many causes.

He will be REMEMEMBERED by MANY.

May his Soul rest in Peace with God !

Dr. Chandravadan Mistry

નવેમ્બર 19, 2013 at 1:32 પી એમ(pm) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930