Archive for નવેમ્બર 14, 2013

એક આંસુનું ટીપું

tears

PHOTO from PRAVINABEN’s BLOG

એક આંસુનું ટીપું

આ છે એક આંસુનું ટીપું,

આંખમાંથી વહી ગયું,

કેમ પ્રગટ એ થયું ?

કોઈએ એનું ના પુછ્યું,

હવે તો, એ સુકાય ગયું,

કહાણી એની કહી ના શક્યું !

હવે, કોણ કહશે એ કહાણી

પુછે  છે ચંદ્રમન આંસુનું જાણી,

હતું એ તો પ્રિયતમના વિયોગનું,

શું હતું એ મરણ કે દુરતાના દર્દનું ?

ના હતું એના મરણનું એ જરૂર,

પણ, પ્રેમીકા  હતી કોઈની બાહોમાં જરૂર !

તો, ચંદ્ર મન રડતા પ્રેમીને કહે,

ના રડ, ના આસુંઓ નયને વહે,

દીલને જરા મનાવી લે તું હવે,

ભુલી જા એ પ્રેમીકાને તું હવે,

જો, યાદ એની ના ભુલી શકે તું,

તો,રાખી યાદને દીલમાં દે દુઆ તું !

એવી યાદમાં જીવન વહે તારૂં,

તો, પ્રભુજીને એ લાગશે સારૂં,

કદી પણ જીવનના અંતનો વિચાર કરજે,

કાયર બની, આત્મહત્યા કદી ના કરજે !

જાણે, રડી રહેલા પ્રેમીએ ચંદ્રવાણી સાંભળી,

આંખોના ચમકારા સાથે ખુશીઓ દર્શાવી,

નથી નયને આંસુઓ હવે,

આ જ છે પુરી કહાણી હવે !

 

…ચંદ્રવદન

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ, ૨૪,૨૦૧૩

બે શબ્દો…

આજની પોસ્ટ છે પ્રવિણાબેનની એમના બ્લોગ પર પ્રગટ કરેલી પોસ્ટ આધારીત છે.

તો….પ્રથમ તમે એ કાવ્ય પોસ્ટ નીચેની “લીન્ક”થી વાંચો>>>

http://pravinash.wordpress.com/2013/07/25/%e0%aa%86%e0%aa%82%e0%aa%b8%e0%ab%81%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%9f%e0%ab%80%e0%aa%aa%e0%ab%81%e0%aa%82/

ચાલો, તમોને ખ્યાલ આવ્યો હશે કે આ કાવ્યમાં આંખના આંસુ શા કારણે હતા તે એક કારણ કહ્યું ના હતું.

મેં મારા કાવ્યમાં “બે પ્રેમીઓ”ના દર્શન કરાવી, એમની “કહાણી” કહી છે.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

This Poem in Gujarati was created after reading a Post on the Blog of PRAVINABEN KADAKIYA.

The Title of the Poem “Ek AnsuNu Tipu” meaning “A TEAR from the EYE”.

I read of the TEAR….I added MORE by telling the REASON as the LOVERS STORY….a tear of the Lover leaving another Lover in tears….And in such situation, the MESSAGE is NOT to cry  or think of ending the Life but give BLESSINGS to the ONE who had been abandoned ….turn CRYING to HAPPINESS for the Lover whereever  that Lover be !

Dr. Chandravadan Mistry

નવેમ્બર 14, 2013 at 11:54 એ એમ (am) 6 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,699 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930