Archive for નવેમ્બર 11, 2013

પતિ અને પત્નીને પુસ્તક-વાંચનની અસર !

 

"Fact and Fiction" [old man reading newspaper beside young woman reading book]

           READING of the BOOK  via GOOGLE SEARCH

પતિ અને પત્નીને પુસ્તક-વાંચનની અસર !

એક પતિ અને એક પત્ની ની આ વાત રહી,

સાંભળજો એને જે મેં તમોને આજે કહી !…….(ટેક)

પતિ બહાર કામ કરે અને ઘરે આવી પત્નીને મળે,

ઘરમાં, “આ ખોટું અને આ નથી બરાબર” પત્ની કહે,

રોજ આવું તેવું થાય, અને પછી પતિ-પત્ની શાંત રહે !…..એક પતિ….(૧)

અરે, પરણ્યાને વર્ષો થઈ ગયા છે અનેક,

પતિ કહેઃ “નથી જાણતો હજુ પત્નીને જ એક,

હવે, શું કરૂં ? ઉપાય શોધી રહ્યો છું એક !”……એક પતિ…..(૨)

વર્ષો અનેક થયાનું ગણી, પત્ની મનમાં કહેઃ,

“આ તે કેવું કે પતિ મારા મનનું જરા ના કરે”,

“હવે, સુધારવો છે એને” એવો નિર્ણય એ કરે,…..એક પતિ….(૩)

પતિ અને પત્ની વિચારીને પૂછે ઉપાય અનેકને,

જવાબ ગમતો ના મળે ભલે પૂછ્યું એમણે અનેકને,

ત્યારે, અનુભવે બંને નારાજી જીવનમાં એક કારણે !….એક પતિ…..(૪)

છુપી છુપી, બુક-સ્ટોલોમાં પત્ની તો ગઈ,

“પતિના બહાના પકડવાના ૧૦૦૧ ઉપાય” નામે બુક મળી,

રાજી થઈ પત્ની તો ઘર ભેગી રે થઈ !….એક પતિ…..(૫)

પતિ પણ પત્નીથી છુપાવી, બુક-સ્ટોલે ગયો,

“પત્ની પાસે કરવા પડતા ૧૦૦૦ બહાના”ની બુક લાવ્યો,

રાજી થઈ, પતિ તો ઘર ભેગો રે થયો !….એક પતિ….(૬)

છુપાવી, પતિ અને પત્ની તો બુકો વાંચે,

જાણે લગ્નજીવન સુખેથી જીવવાના વિચારો કરે,

બુકમાં મળેલા સુચનો અમલ કરવા માટે નિર્ણય કરે !….એક પતિ….(૭)

પતિ કાંઈ અજમાવે ત્યારે પત્ની એનું જાણે,

એકબીજાના રહસ્યો જાણી,હાસ્ય મુખડે આવે,

જે રીતે જીવન વહેતું એમાં હવે એમને આનંદ લાગે !…એક પતિ….(૮)

હવે, નથી કોઈ સમસ્યાઓ જીવનમાં સતાવે,

બેડ પર સુતા, “બેડટાઈમ સ્ટોરી”જેમ બુકો વાંચે,

“સંસારી જીવન સફળતા માટે શોધી લ્યોને એક ચાવી”ચંદ્ર સૌને કહે !

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૧૬,૨૦૧૩               ચંદ્રવદન

બે શબ્દો…

એક ઈમેઈલ પર પતિ અને પત્ની બેડમાં સુતા બુકો વાંચી રહ્યા હતા.

પતિના હાથમાં બુક ટાઈટલ છે “પત્નીની પાસે કરવાના ૧૦૦૦ બહાના”.

પત્નીના હાથે બુક ટાઈટલ છે “પતિના બહાના પકડવાના ૧૦૦૧ ઉપાયો”.

આ “કારટુન” નિહાળી….આ કાવ્ય રચના થઈ.

આશા છે કે તમોને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

A Kavya (Poem) in Gujarati  created seeing a Cartoon in which the HUSBAND & the WIFE are in bed reading  the BOOKS which gives the ANSWERS how to FACE eachother in the daily LIFE.

The “implementation” as per the book is NOT the ANSWER they realised….and LIFE goes on smoothly as the HAPPY COUPLE.

The MESSAGE is “FIND A WAY TO BE HAPPY LIVING AS THE HUSBAND-WIFE”.

Dr. Chandravadan Mistry

નવેમ્બર 11, 2013 at 2:32 પી એમ(pm) 6 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 366,519 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930