“ઝગડા”ની જડીબુટ્ટી !……..પત્ની એના વિચારોમાં !

નવેમ્બર 10, 2013 at 4:55 પી એમ(pm) 5 comments

             PICTURES via GOOGLE SEARCH

“ઝગડા”ની જડીબુટ્ટી !

એક દિવસ ઝગડો થયો,

અને, ફરી ઝગડો થયો,

ફરી ફરી ઝગડાઓ થયા,

પતિ વિચારે શા કારણે થયા ?

વિચારતા, વિચારતા, કાંઈ સમજાયું,

અરે, વિરોધ કરવાની ટેવ વિષે જાણ્યું,

ઉપાય અજમાવી જોયો,

“હા, બરાબર છે”એ કહેતો થયો,

પહેલીવાર ઝગડો ના થયો,

પતિને ખુબ જ આનંદ થયો,

પણ એક દિવસ પત્ની કહેઃ

“કેમ “હા, હા ” કરો છો તમે ?”

હવે પતિને કાંઈ સમજ ના પડે,

તો શું કરૂં ? એવું પ્રભુને પૂછે,

જે કરવાનું હતું તે જ તે કર્યું,

હવે કોઈવાર “ના” તારે કહેવું,

બસ, પતિને “જડીબુટ્ટી” મળી, જીવન જીવવા,

હવે, “હા” અને “ના” કહી,જીવનમાં આનંદ લાવવા !

….ચંદ્રવદન

તારીખ જુલાઈ,૧૯,૨૦૧૩

પત્ની એના વિચારોમાં !
એક દિવસ,પત્ની બેઠા બેઠા વિચારે,
પતિ સાથે વર્તન કરવું કેવું મારે ?
પતિવર્તા નારી સ્વરૂપે હું રહું ?
તો, પતિનું સર્વ કહેલું મારે માનવું ?
જવાબ નહી અને એ રહે ઉંડા વિચારે,
નવયુગની નારી બનવા સ્વપ્ના સેવે,
 અરે ! હું તો ભણેલી છું નોકરી માટે ઘરબહાર જઈશ,
રસોડું સંભાળવું એ કાંઈ મારી એકલાની ફરજ નથી,
અરે, બાળકોને દુધ પીવડાવવા હું તો પતિને કહીશ,
એવા વિચારે, પત્નીએ ગર્વભરી વાતો હૈયે ભરી !
વળી, નારીના હક્કોની ચળવળે એ તો પહોંચી ગઈ,
અને પતિ પાસે બધું જ કરાવીશના નિર્ણયે પહોંચી,
પત્ની તો,હ્ક્કનું કહી, બધું અમલમાં મુકે,
ત્યારે પતિ મનમાં કેમ સમજાવવીનો વિચાર કરે ઃ
ઘરના વાડે ઘાસ કાપવા માટે પત્નીને બોલાવે,
ઘર અંદર આ તે ઉંચકવા પત્નીની મદદ માંગે,
ઘર બહાર, ગભરાટના સમયે મુંગો થઈ ઉભો રહે,
નાના સંકટો સમયે જરા દુર રહી, એ તો નિહાળે,
પણ, પત્નીની માંદગીએ ના માંગી સેવા આપે,
બાળકોને રમત ગમત માટે લઈ, ફરજ બજાવે,
પત્ની પતિને નિહાળતી નિહાળતી વિચારેઃ
“તારૂં મારૂં” કરતા,ભુલો થઈ છે ઘણી જ મારી,
સાચા પ્રેમમાં ના કોઈ ” “આઈ લુ યુ”ની આશાઓ ખોટી મારી,
હું “ઈક્વલ રાઈટ્સ”ના ભ્રમે બની આંધળી,
ખરેખર, હું તો બની હતી પુર્ણ સ્વાર્થી !
આ ઘર નથી ફ્ક્ત મારૂં, છે એ સૌનું,
પત્નીધર્મે,ઘરને મંદિર મારે કરવું !
…ચંદ્રવદન
તારીખ જુલાઈ૧૯,૨૦૧૩

 

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ અનોખી છે.

એકને બદલે બે કાવ્યો છે.

“ઝગડાની જડીબુટ્ટી”માં પતિના વિચારો છે…અને આ વિચારો દાવડાજીએ મોકલેલ ઈમેઈલ આધારીત છે.

આટલું શક્ય થયું ત્યારે મારા મનમાં એક “બીજો” વિચાર આવ્યો.

પતિવર્તા પત્ની વિષે આર્યસંસ્કૃતી કહે છે..અને આજના જમાનામાં પત્નીઓ એમાં “કેદ” સમજી સ્વતંત્રતની શોધમાં રહે છે.

એવી પત્નીના હાલ “પત્ની એના વિચારોમાં” ના કાવ્યે દર્શાવ્યા છે.

હું એવું માનું છું કે પતિ અને પત્ની બન્ને થકી જ ગાડું ચાલી શકે….જ્યારે પત્ની પોતાને “કેદી” સમજી પોતાના “હક્કો” ની માંગ કરે ત્યારે એના હૈયે “મારા વગર આ ઘરના ચાલે …મારી ઈચ્છાઓ પ્રમાણે બધું થવું જોઈએ”ના વિચારશિખરે હોય છે.

પતિ જ્યારે સમજે કે “મારા પગારે જ ઘર ચાલે” અને  પત્નીને કહે કે ” મારા કહેવા પ્રમાણે જ થવું જોઈએ”ત્યારે એ એની પતિરૂપી માનને અધીકારી ના રહે.

ઘરની જવાબદારીઓમાં નર અને નારી સ્વભાવો પ્રમાણે થોડી ફરજો હોય છે.

(૧) પત્ની સ્વભાવે ઘરને “મંદિર” બનાવવાની ફરજ છે…આ ખુબ જ મોટી ફરજ છે…ઘરને “સાફ” રાખવું , ઘરમાં “ભોજન”ની સગવડ હોય….બાળકોની જવાબદારીરૂપે “સંસ્કારો” રેડવા.

(૨) પતિ જુના જમાના પ્રમાણે “ઘરની રોજી”નો જવાબદાર છે….બાળકો કે પત્નીના “માન, રક્ષણ”માટે એની જવાબદારી છે.

આજે નવયુગે….જીવનમાં ફેરફારો છે, પણ જ્યારે કોઈ પણ (પતિ કે પત્ની) “બેઝીક” ફરજોનું પાલન ના કરે ત્યારે જ “ઝગડાઓ” જન્મે છે !….પત્ની નોકરી કરે ત્યારે પતિએ “વિરોધ” કરવો તે યોગ્ય નથી. નોકરીએ પત્ની હોય ત્યારે બાળકોની કાળજી લેવાની ફરજ પતિ પર આપોઆપ આવે ત્યારે “એ જવાબદારી તો પત્નીની” કહેવું જ ખોટું છે.

બે સાથે રહેતી વ્યક્તિઓ એકબીજાને “સમજવા” પ્રયત્નો કરે, તો સંસારમાં આનંદ જ છે !

અહીં, કોઈના વિચારો જુદા હશે…જણાવશો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is for the 1st time as 2 KAVYO (Poems) in Gujarati.

The MESSAGE via the THOUGHTS of a HUSBAND & a WIFE is how the MARRIAGE is SUCCESSFUL.

Do not dwell in the EQUALITY & never think of SELF is ESSENTIAL PERSON and that the HOUSEHOLD or the FAMILY is because of him/her. This thinking is the ROOT CAUSE of the FAMILY DESTRUCTION.

I have tried to convey this message via TWO GUJARATI POEMS.

I hope you like this Post !

 

Dr. Chandravadan Mistry.

Advertisements

Entry filed under: કાવ્યો.

૫૦૧મી ચંદ્રપૂકાર પોસ્ટ ! પતિ અને પત્નીને પુસ્તક-વાંચનની અસર !

5 ટિપ્પણીઓ Add your own

  • 1. pravinshastri  |  નવેમ્બર 10, 2013 પર 5:10 પી એમ(pm)

    આજે નવયુગે….જીવનમાં ફેરફારો છે, પણ જ્યારે કોઈ પણ (પતિ કે પત્ની) “બેઝીક” ફરજોનું પાલન ના કરે ત્યારે જ “ઝગડાઓ” જન્મે છે !….પત્ની નોકરી કરે ત્યારે પતિએ “વિરોધ” કરવો તે યોગ્ય નથી. નોકરીએ પત્ની હોય ત્યારે બાળકોની કાળજી લેવાની ફરજ પતિ પર આપોઆપ આવે ત્યારે “એ જવાબદારી તો પત્નીની” કહેવું જ ખોટું છે.
    ડૉક્ટર સાહેબ કાવ્ય અને એના અનુસન્ધાનમાં કરેલિ વાત સરસ .

    જવાબ આપો
  • 2. pragnaju  |  નવેમ્બર 10, 2013 પર 6:06 પી એમ(pm)

    જો માણસ એટલું સમજે કે
    બીજી વ્યક્તિને પોતાનું નોખું વિશ્વ છે
    અને એ ક્ષમા આપવા તૈયાર હોય તો જ
    સાથે રહેવું શક્ય બને.
    આમ ન કરીએ તો આખરે નસીબમાં રહે છે
    રોજબરોજના પ્રહારો અને અંદરઅંદરના ઝગડાઓ.
    આજના જમાનામાં હવે દાંપત્ય જીવન ઝગડાળું અને હિંસક બનતું જાય છે. દરરોજ કોઈ એક પતિ પત્નીના ત્રાસથી મરતી હશે અને કોઈ પતિ ઘરના કંકાશથી આત્મહત્યા કરતો હશે.
    તારા જ અક્ષરો વડે ઝગડાઓ લખ મને….
    કોઈ બીજો તો ચેહરો નહિ મળે મને….
    અમથાજ તારે હાથે દિલાસાઓ લખ મને…
    મારા જીવન નો પંથ હજુ તો અજાણ છે…

    જવાબ આપો
  • 3. nabhakashdeep  |  નવેમ્બર 10, 2013 પર 7:56 પી એમ(pm)

    સંસારની લીલા જ અનેરી છે. તેમાંય આ મનને ખોટું લાગતાં વાર જ ના લાગે. સમજદારીથી કામ લેવું એટલે જ આ કવિતા…મજાની વાત લઈ આવ્યા.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 4. Vinod R. Patel  |  નવેમ્બર 11, 2013 પર 1:57 એ એમ (am)

    પતી અને પત્ની સંસાર રથના બે પૈડા છે . જો સમજણથી એક બીજાને

    સહારે અને એકબીજાને અનુકુળ થઈને જો ચાલે તો સંસાર રથ ખોટવાઈ

    ન જાય . આ રચનાનો સંદેશ ગમ્યો .

    જવાબ આપો
  • 5. ગોદડિયો ચોરો…  |  નવેમ્બર 18, 2013 પર 8:10 પી એમ(pm)

    આદરણીય ડો.વડિલ શ્રી ચંદ્રવદનભાઇ

    ઝધડાઓ જાગે છે ને કુટુંબ ભાગે છે.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 175 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 276,649 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: