કારતક માસનો મહિમા !

નવેમ્બર 6, 2013 at 12:06 એ એમ (am) 7 comments

A Page From an Indian Calendar(via Google)

કારતક માસનો મહિમા !

 

 

કારતક માસની યાદમાં હૈયે આનંદ ભરીયે,

૨૦૭૦ના વર્ષની વાત કરી દિવસો ગણીયે,…(૧)

 

૨૦૧૩ની સાલે સોમવારે નવેમ્બર ૪, નો દિવસ આવ્યો,

એ તો કારતક સુદ એકમ એટલે ૨૦૭૦ના નવા વર્ષ ને એ લાવ્યો,…(૨)

 

મંગળવાર અને નવેમ્બર ૫નો દિવસ અતી શુભ કહેવાય,

કારતક સુદ બીજ એટલે “ભાઈ બીજ”નો પવિત્ર કહેવાય…..(૩)

 

ગુરૂવાર અને નવેમ્બર,૭નો દિવસ શુભ દિવસ કહેવાય,

કારતક સુદ પાંચમ એટલે “લાભ પાંચમ” એ કહેવાય,…(૪)

 

શનિવાર અને નવેમ્બર ૯નો દિવસ મુજને છે વ્હાલો,

કારતક સુદ સાતમ એટલે “જલારામ જયંતિ”ના કારણે એ છે વ્હાલો,…(૫)

 

બુધવાર અને નવેમ્બર ૧૩નો દિવસ ગણવો સારો,

કારતક સુદની અગિયારશ પૂજન કરી,  નવા વર્ષનો પ્રથમ ઉપવાસ કરવો,…(૬)

 

રવિવાર અને નવેમ્બર ૧૭નો દિવસ શીખ ધર્મે છે પ્યારો,

કારતક સુદી પુનમ એટલે “ગુરૂ નાનક જયંતિ”ઉજવતા એ લાગે સૌને પ્યારો,…(૭)

 

બુધવાર અને નવેમ્બર ૨૦ને પણ શુભ દિવસ્ર ગણવો,

કારતક વદી ત્રીજ એટલે “સૌભાગ્યવતી વ્રત”નામે ઉજવવો…(૮)

 

શુકવાર અને નવેમ્બર ૨૯ના દિવસ પણ શુભ કહેવાય,

કારતક વદી અગિયારશ એટલે પ્રથમ વદી અગિયારશ એ થાય…(૯)

 

સોમવાર અને ડિસેમ્બર ૨,નો દિવસ ને શુભ ગણવો રહ્યો,

કારતક વદ અમાસના દિવસે કારતક માસ રે પુરો થયો,…(૧૦)

 

હવે પછી, માગસર અને મહિનાઓ જાતા, અંતે આસો હશે,

ફરી અમાસે દિવાળી અને ૨૦૭૦નું વર્ષ થશે એવું હોય તમ વિચારે,…(૧૧)

 

ચંદ્ર, કારતક માસનો મહિમા કહી, સૌને એક વિનંતી કરે,

આ ૨૦૭૦ના નવા વર્ષમાં સારા કામો કરવા સૌ સંકલ્પો કરે !….(૧૨)

 

શુભ અશુભ ચોગડીયામાં ના સમય તમારો તમે બગાડશો,

પ્રભુ સ્મરણે દિવસની હર પળને શુભ અને લાભદાયી ગણજો….(૧૩)

 

સંસારે જીવન જીવતા, સત કર્મો જે ઘડીએ શક્ય બને,

તેને જરૂર શુભ માની, આગેકુચ કરવાની ટેવ પડે એવી ચંદ્ર આશા રહે !…(૧૪)

 

કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર,૪,૨૦૧૩                          ચંદ્રવદન

(આ તારીખ એટલે કારતક સુદ એકમ યાને ૨૦૭૦નું નવા વર્ષનો દિવસ )

 

બે શબ્દો…

આ રચના અચાનક થઈ.

બે દિવસ બાદ…હું મારા પત્ની સાથે સાઉથ કેરોલીના જવાની તૈયારી કરી રહ્યો હતો..ત્યાં મારા સાસુ (કમુના માતા) રહે છે તેમને મળવા જઈ રહ્યા હતા.

આ રચના શક્ય થઈ અને નિર્ણય લીધો કે કારતક માસ પુરો થાય તે પહેલા એને પોસ્ટરૂપે પ્રગટ કરવી.

તો..આજે તમો એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

ગમી ?

જરા કહેશો ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

As per the Traditions in Gujarat..Diwali is followed by the NEW YEAR….The Month of KARTAK ( Kartik) is the 1ST Month of the New Year. It is NOT SO in Bengali or OTHERS Regions of India.

Just a look at the Month of KARTAK of year 2070.

I observed SEVERAL DAYS that are CELEBRATED.

This POEM is narrating all these days as they come with the ENGLISH CALENDER  & 2013

Hope you enjoy !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ગુરૂ મહેક ! ૫૦૧મી ચંદ્રપૂકાર પોસ્ટ !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 6, 2013 પર 12:17 એ એમ (am)

  સંસારે જીવન જીવતા, સત કર્મો જે ઘડીએ શક્ય બને,
  તેને જરૂર શુભ માની, આગેકુચ કરવાની ટેવ પડે
  વીત્યા વર્ષની પછીની
  સવારે
  કચરો વાળતા
  ક્યાંક
  કેલેન્ડરની તારીખ સાથે તવારીખ નહીં વળાઇ જાય
  બાળકોના તૂટેલા રમકડા કે પેન્સીલના છીલકા
  સાથે તેમનું બાળપણ ન વળાઇ જાય
  વૃધ્ધ મા બાપના દવાના રેપર
  સાથે એમની જિજીવિષા ન વળાઇ જાય
  કે પછી
  વર્ષ દરમ્યાન તમને મળેલા
  ફૂલ બૂકે કે કાર્ડ સાથે
  કોઇની ઉષ્મા ન વળાઇ જાય
  એનું ધ્યાન રાખશો ને ??

  જવાબ આપો
 • 2. P.K.Davda  |  નવેમ્બર 6, 2013 પર 1:16 એ એમ (am)

  ૨૦૭૦ ના વર્ષનું સરસ મજાનું કેલેંડર.

  જવાબ આપો
 • 3. c s bhatt  |  નવેમ્બર 6, 2013 પર 3:46 એ એમ (am)

  priy bhai chandravadan:

  you have narrated all the special events of the kartik maas. there is also dev diwali in Kartik. you are right that diwlai’s light brings the glory of the nutan varsh. please keep healthy. sau ben ne yaad. jay shri kruhshna!

  chandrashekhar

  જવાબ આપો
 • 4. dadimanipotli  |  નવેમ્બર 6, 2013 પર 11:05 એ એમ (am)

  ખૂબજ સુંદર કેલેન્ડર … તારીખિયું. ૧૭/૧૧/૨૦૧૩ ને રવિવારે દેવોની દિવાળી – તુલસી વિવાહ નો પર્વ છે.

  જવાબ આપો
 • 5. Dilip Gajjar  |  નવેમ્બર 7, 2013 પર 4:35 પી એમ(pm)

  Khub sunder mahiti..aakha kaartak maas ni…aapi..aapne nava varshna abhinandan.

  જવાબ આપો
 • 6. Tejas Shah  |  નવેમ્બર 14, 2013 પર 9:37 એ એમ (am)

  વાહ્! કાવ્યાત્મક માહિતિસભર કેલેન્ડર. Belated Happy Diwali and Happy new year

  જવાબ આપો
 • 7. ગોદડિયો ચોરો…  |  નવેમ્બર 18, 2013 પર 7:59 પી એમ(pm)

  આદરણીય ડો.વડિલ શ્રી ચંદ્રવદનભાઇ

  કારતક માસ્ના શુભ દિનો અને તહેવારોને આપે કાવ્યાત્મક હારમાળામાં જડી

  દઇ એક કેલેન્ડર બનાવ્યું . ધન્યવાદ સાહેબ,

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: