ગુરૂ મહેક !

November 5, 2013 at 1:10 am 11 comments

ગુરૂ મહેક !

ગુરૂ, તારી જ મહેક તરફ હું સફર કરૂં,

જો કોઈ રાહ મુજકો ગુરૂથી અલગ કરે…

તેનાથી, હું તો દુર રહું !….(૧)

ગુરૂ, તારી મહેક એવી છે,

કે, મુજને તુંજ તરફ ખેંચી રહેતી છે,

ખેંચ ખેંચ કર, હું તો તુંજમાં સમાય જાઉં !…(૨)

અને, જો હું તુંજમાં સમાય જાઉં,

તો, “મારૂં ” તો  કાંઈ ના રહ્યું,

હવે તો,હવામાં  ફક્ત ગુરૂની મહેક રહે !…(૩)

ત્યારે, હું તન મનથી એક બનું,

તારી જ મહેકમાં પ્રભુને મળું,

જે થકી, આ ભવસાગરને તરૂં !…..(૪)

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૧૮,૨૦૧૩           ચંદ્રવદન

બે શબ્દો…

થોડા દિવસો પહેલા, મોરારી બાપુની કથા ટીવી પર માણી રહ્યો હતો.

અન્ય ચર્ચાઓ કરતા “ગુરૂ”તત્વની સમજ આપવા એમણે એક “શેર”આધારીત “મહેક”શબ્દ સાથે ગુરૂને જોડી કંઈક સમજાવવા પ્રયાસ કર્યો.

એ સાંભળી, મારા મનમાં “થોડા વિચારો”રમવા લાગ્યા.

એનું જ પરિણામ છે આ રચના.

રચના ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

There was a Post on GURU in the Past.

Another KAVYA RACHANA to understand GURU.

Hindu Philisophy stresses on the NEED of a GURU for the God Realization.

In search of the GURU…there are often DIFFICULITIES to find the TRUE PERSON og GOD ( GURU).

I understand the FEAR in GURU as witnessed by FAKE SADHU & PREACHERS that CHEAT the INNOCENT PEOPLE.

One can see the GURU in the SAINTLY PERSON in whom there is a FULL FAITH….Saint’s Life will give the GUIDANCE  as one marches forward in the JOURNEY of the LIFE as a HUMAN on this EARTH.Therefore…if you find a RIGHT LIVING PERSON…he/she can be your GURU. But if you do not find one in your Seach, DO NOT be disapponted at all. A Saintly Person ( who may be dead & yet his/her LIFE can give the GUIDANCE towards the God Realization ).

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

દિવાળી અને નવું વર્ષ કેમ ? કારતક માસનો મહિમા !

11 Comments Add your own

 • 1. pragnaju  |  November 5, 2013 at 1:44 am

  અને, જો હું તુંજમાં સમાય જાઉં,

  તો, “મારૂં ” તો કાંઈ ના રહ્યું,

  હવે તો,હવામાં ફક્ત ગુરૂની મહેક રહે
  સરસ

  Reply
 • 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  November 5, 2013 at 3:05 am

  આદરણીયશ્રી. ડૉ. પુકાર સાહેબ

  ખુબ જ સરસ રચના

  નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ

  Reply
 • 3. Vinod R. Patel  |  November 5, 2013 at 3:29 am

  તારી જ મહેકમાં પ્રભુને મળું,

  જે થકી, આ ભવસાગરને તરૂં !

  ગુરુ વિના જ્ઞાન નહી

  કાવ્યમાંનો ગુરુ મહિમાનો ભાવ ગમ્યો .

  Reply
 • 4. nabhakashdeep  |  November 5, 2013 at 6:05 am

  સુંદર ગુરુ મહિમાનો ભાવ. નૂતન વર્ષાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. Rajendra M. Trivedi  |  November 5, 2013 at 12:04 pm

  ગુરૂ, તારી મહેક એવી છે,

  કે, મુજને તુંજ તરફ ખેંચી રહેતી છે,

  Reply
 • 6. DR. CHANDRAVADAN MISTRY  |  November 5, 2013 at 7:03 pm

  This was an Email Response for the Post>>>>

  From: harnish jani
  To: chadravada mistry
  Sent: Tuesday, November 5, 2013 7:28 AM
  Subject: Re: ગુરૂ મહેક !

  સાહેબ,ગુરુ માટે આપની કઈ વ્યાખ્યા–ડેફિનેશન– છે?

  ગુરુ એટલે પલાંઠીવાળી દાઢી વધારીને બેઠેલો પુરુષ?

  આપના ગુરુ છે?

  હરનિશના સ્નેહ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

  chadravada mistry

  To harnish jani

  Harnishbhai,

  After a long time your wise Hasyabharpur Words !

  Thanks !

  The JAVAB for you >>>

  ગુરૂની વ્યાખ્યા હરનિશ માંગે,

  હાસ્યભાવે જવાબની આશાઓ રાખે,

  ત્યારે, ચંદ્ર કહે ઃ

  ગુરૂ છે માતા પિતા,

  ગુરૂ છે શિક્ષકો પ્યારા,

  ગુરૂ તો સૌ જગના સંતો ‘ને જ્ઞાની,

  જે એવું ના માને તે છે અજ્ઞાની,

  જીવીત હોય કે પછી મૃત્ય પામેલ હોય,

  જેના જીવનમાંથી “શીખ” મળે તે ગુરૂ હોય,

  અંતે, ગુરૂ શોધમાં કોઈ ના મળે,

  અંતરમાં બિરાજેલ પ્રભુ દર્શને ગુરૂજી મળે,

  ગુરૂના ગુરૂ તો છે અંતરયામી પ્રભુજી,

  માનો પ્રભુજીને તમારા સાચા ગુરૂજી !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY

  Reply
 • 7. P.K.Davda  |  November 5, 2013 at 7:29 pm

  ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાંકો લાગું પાય?
  બલિહારી ગુરૂદેવકી જો ગોવિંદ દીયો દિખાય !!

  Reply
 • 8. Yashavant Shah  |  November 6, 2013 at 4:12 am

  સાચા ગુરુની ઓળખ કેમ કરવી ?

  1) ગુરુ ના ગુરુ કોણ હતા તે તપાસી જુવો ;
  જેમકે પ્રમુખસ્વામીના ગુરુ યોગીજી/શાસ્ત્રીજી મહારાજ હતા,
  તેમના ગુરુ ભગતજી મહારાજ હતા, ભગતજીના ગુરુ
  ગુણાતીતાનંદ સ્વામી જે સાક્ષાત પૂર્ણ પુરષોત્તમ
  સહજાનંદ સ્વામીના સમકાલીન અને મૂળ
  અક્ષર મૂર્તિ હતા.

  2) સાચા ગુરુની વાણી અને વર્તનમાં એકતા હોય છે,
  જે પ્રમુખ સ્વામીના 91 વર્ષના જીવન દરમ્યાન ના
  દરેક પ્રસંગો “પ્રસંગમ” પુસ્તિકાઓ ભાગ – 1,2,3
  માં વિગતવાર જાણવા મળે છે.

  3) સાચા ગુરુનું કાર્ય જુવો – ગાંધીનગર, દિલ્હી ના
  અક્ષરધામની રચના; શિકાગો, હ્યુસ્ટન, એટલાન્ટા,
  ટોરોન્ટો, લંડન, લોસ એન્જલસ ના ભવ્ય
  શિખરબંધ મંદિરો જુવો.

  4) સાચા ગુરુના ચેલાઓનું વર્તન જુવો જેમકે
  મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી,
  ત્યાગ વલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી
  જેવા સદગુરુઓ અને ઓક્સફર્ડ અને
  હાર્વર્ડમાંથી ડીગ્રી પ્રાપ્ત કરેલ યુવાનો
  સારંગપુર પહોંચી સંડાસ બાથરૂમની
  સફાઈથી સાધુતાની સેવાના પાઠ
  શીખતા જુઓ.

  5) સાચ ગુરુના શિષ્યોના જીવન અને વર્તન
  માં ડોકિયું કરો – જેમકે બહેરીનના જશબીર
  સિંહ જેમણે ગુરુનું ગુજરાતીમાં પ્રવરચન
  સમજવા, બહેરીનમાં ગુજરાતી શીખવા
  ખાસ ટ્યુશન લીધા અને પોતે જે કંપની
  માં ભાગીદાર હતા તેજ કંપનીમાં હાલ
  ગુરુની આગ્ન્યા પાળવા નોકરી કરે છે.
  અમદાવાદના ડોક્ટર બાજોડીયા ધીકતી
  એન્કોલોજીસ્ટની પ્રેક્ટીસ છોડી, સિવિલ
  હોસ્પિટલમાં નોકરી સ્વીકારી.

  આ બાબતમાં કોઈને જરા પણ શંકા-કુશંકા હોય
  તો વિના સંકોચે મારો ઈ-મેલ દ્વારા સંપર્ક
  આવકાર્ય છે. ykshah888@gmail.com

  Reply
 • 9. ishvarlalmistry  |  November 6, 2013 at 6:16 pm

  Chandravadanbhai ,correctly said about Guru in your post.Guru takes you to God realization.is a bridge for Sansari to reach life’s Goal.
  Ishvarbhai.

  Reply
 • 10. ગોદડિયો ચોરો…  |  November 18, 2013 at 7:55 pm

  આદરણીય ડો.વડિલ શ્રી ચંદ્રવદનભાઇ

  ત્યારે, હું તન મનથી એક બનું,

  તારી જ મહેકમાં પ્રભુને મળું,

  જે થકી, આ ભવસાગરને તરૂં !…..(૪)

  ગુરુનું અનેરું મહત્વ છે

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

November 2013
M T W T F S S
« Oct   Dec »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: