દિવાળી અને નવું વર્ષ કેમ ?

નવેમ્બર 2, 2013 at 1:07 પી એમ(pm) 16 comments

 

Create Your Own Fireworks! A sparkling ecard to wish your friends/ family/ acquaintances/ dear ones on Diwali. Happy Diwali! An elegant ecard to wish wisdom, prosperity and happiness on Diwali.

 

દિવાળી અને નવું વર્ષ કેમ ?

ઘણીવાર, મનમાં વિચાર આવે કે દિવાળી કેમ આવે ?

એની સાથે બીજો વિચાર કે નવું વર્ષ પણ કેમ આવે ?…..(ટેક)

કેલેન્ડરના બાર માસોમાં આસો બનાવ્યો છે છેલ્લો,

તો પછી, દિવાળી નામે તહેવાર રહ્યો વર્ષમાં છેલ્લો,

એ જ કારણે, દર વર્ષે દિવાળી આવે !…..(૧)

જો, માસ આસોના દિવસે દિવાળી હોય,

તો, એના પછી એ વર્ષ પુરૂ થયું હોય,

એ જ કારણે, દિવાળી નવું વર્ષ લાવે !….(૨)

તો, પ્રષ્ન કે શા કારણે દિવાળીનો તહેવાર રાખ્યો હશે ?

દિવાળી દિવસે દિપકો ઝલકે અને અંધકાર દુર રહે,

એ જ કારણે, નવપ્રકાશે,નવા વર્ષનું આગમન રહે !….(૩)

કારતક સુદ એકમ એટલે નવા વર્ષનું મંગળ પ્રભાત રહ્યું,

ગત વર્ષના કરેલા કર્મોનો હિસાબનું કાર્ય એ દિવસે રહ્યું,

એ જ કારણે, નવા વર્ષ માટે સંકલ્પો કરવાનું રહ્યું !…..(૪)

ભુલો કે ખોટા કર્મોને રદ કરવાનો એક સંકલ્પ કરવો રહ્યો,

ભુલો સુધારી, સત-કર્મો પંથે જવાનો એ સંકલ્પ હોવો રહ્યો,

એ જ કારણે, નવા વર્ષ આવવાનો એક ક્રમ બની ગયો !….(૫)

જે કોઈ દિવાળી કે નવા વર્ષનો મર્મ આવો જાણે,

તે જ ખરેખર, દિવાળીના આનંદ સાથે જીવનસફરને જાણે,

એ જ કારણે, દિવાળી અને નવું વર્ષ જીવનભર આવે અને આવતું રહે !….(૬)

કરો મઝા,આનંદ દિવાળીના શુભ દિવસે તમે,

કરેલા કર્મોની ગણતરી પણ સાથે કરજો તમે,

એ જ કારણે, દિવાળીનો ખરો મહત્વ જાણજો તમે !….(૭)

કરો મઝા અને આનંદ નવા વર્ષના મંગળ પ્રભાતે તમે,

નવા કર્મો કરવા માટે જરા ઉંડો વિચાર કરજો તમે,

એ જ કારણે, નવા વર્ષનો ખરો મહત્વ જાણજો તમે !….(૮)

અંતે ચંદ્ર સૌને કહે ઃ

દિવાળીના દિપકોના પ્રકાશે જીવનનો અંધકાર દુર કરજો તમે,

નવા વર્ષના મંગળ પ્રભાત જ્યોતે હૈયે સુવિચારો ભરજો તમે,

એવું જો કરશો તો, પ્રભુના પ્યારા જરૂર થાશો તમે !……(૯)

કાવ્ય રચનાઃ તારીખ, ઓકટોબર,૨૪,૨૦૧૩             ચંદ્રવદન

બે શબ્દો…

૨૦૬૯ના વર્ષે દિવાળીનો શુભ દિવસ છે ….રવિવાર અને નવેમ્બર,૩,૨૦૧૩

અને….૨૦૭૦નું નવું વર્ષ છે ….કારતીક સુદ ૧,૨૦૭૦ યાને સોમવાર નવેમ્બર,૪.૨૦૧૩.

દિવાળીનો શુભેચ્છાઓ અને “નુતન વર્ષાભિનંદન” સૌને !

આવો…આ પોસ્ટ વાંચો….આનંદ માણો….અને પ્રતિભાવ દ્વારા તમારી ખુશી દર્શાવો એવી મારી નમ્ર વિનંતી !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

As of  Sunday 3rd November,2013 it is the DIWALI.

Then the next day it is the NEW YEAR.

In this Poem in Gujarati, the Question is raised : “Why there is the DIWALI & the NEW YEAR each year ?

DIWALI is the LAST DAY of the year & so the next day naturally starts the NEW YEAR.

Then the Poem takes the readers to the PHILOSOPHICAL thinking….Diwali being the Festival of the LIGHTS…removes the DARKNESS…..Thus guiding the Humanity to the PATH of RIGHTOUSNESS. The NEW YEAR is to REVIEW the ACTS of the Past Year & make the RESOLUTIONS to be BETTER in the NEW YEAR.

In doing so…one is LOVED by GOD !

Hope you like this MESSAGE !

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

પી.એ.એસ.સી.”ની સંસ્થાની ૨૦મી એનીવર્સરી ! ગુરૂ મહેક !

16 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 2, 2013 પર 1:54 પી એમ(pm)

  નવા વર્ષના મંગળ પ્રભાત જ્યોતે હૈયે સુવિચારો ભરજો તમે,

  એવું જો કરશો તો, પ્રભુના પ્યારા જરૂર થાશો તમે !

  જવાબ આપો
 • 2. સુરેશ  |  નવેમ્બર 2, 2013 પર 2:39 પી એમ(pm)

  રોજ દિવાળી રાખી શકાય!

  જવાબ આપો
 • 3. Sanat Parikh  |  નવેમ્બર 2, 2013 પર 3:03 પી એમ(pm)

  Happy Diwali and Happy New Year to you and yours! Every day should be a day to good deed!

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  નવેમ્બર 2, 2013 પર 3:22 પી એમ(pm)

  આપને દિવાળીની શુભેચ્છાઓ અને નુતન વર્ષાભિનંદન-સાલ મુબારક

  જવાબ આપો
 • 5. ગોવીન્દ મારુ  |  નવેમ્બર 2, 2013 પર 3:34 પી એમ(pm)

  સર્વને દીપાવલીની શુભકામનાઓ અને નુતન વર્ષાભીનંદન.. 

  જવાબ આપો
 • 6. riteshmokasana  |  નવેમ્બર 2, 2013 પર 4:22 પી એમ(pm)

  દિવાળીની ખુબ શુભેચ્છાઓ અને નુતન વર્ષાભીનંદન, નવું વર્ષ આપને તન ને તંદુરસ્ત, મન ને મહેકતું અને ધનથી છલકાતું રાખે એવીજ પ્રભુ પાસે પ્રાર્થના…..રીતેશ

  જવાબ આપો
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 2, 2013 પર 5:27 પી એમ(pm)

  ડોકટર પુકાર સાહેબ

  દિપાવલિની સુંદર રચના આપની કલમે માણવાની મળી

  દિપાવલિ અને નૂતન વર્ષની આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ

  જવાબ આપો
 • 8. pravinshastri  |  નવેમ્બર 2, 2013 પર 5:32 પી એમ(pm)

  ઋજુ હ્ર્દયના કવિમિત્રને અને એમના પરિવારને અનેકાનેક શુભેચ્છાઓ…. માત્ર ત્યૌહાર પ્રસંગે જ નહીં પણ આગામી તમામ વર્ષો માટે. સાદર સ્નેહવંદન. પ્રવીણ શાસ્ત્રી

  જવાબ આપો
 • 9. ishvarlalmistry  |  નવેમ્બર 2, 2013 પર 8:52 પી એમ(pm)

  HAPPY DIWALI & PROSPEROUS NEW YEAR TO ALL.
  ISHVARBHAI.

  જવાબ આપો
 • 10. nabhakashdeep  |  નવેમ્બર 2, 2013 પર 10:58 પી એમ(pm)

  Happy Divali and it’s light may spread to lead our life safely to achieve new horizon.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 11. linadhiren  |  નવેમ્બર 3, 2013 પર 5:13 એ એમ (am)

  શુભ દિપાવલી અને નૂતન વર્ષા અભિનંદન.

  જવાબ આપો
 • 12. hemapatel  |  નવેમ્બર 3, 2013 પર 12:49 પી એમ(pm)

  દિવાળીની અનેક અનેક શુભકામના અને નૂતન વર્ષાભિનંદન.

  જવાબ આપો
 • 13. P.K.Davda  |  નવેમ્બર 3, 2013 પર 2:47 પી એમ(pm)

  નવા વર્ષની શુભ કામનાઓ.

  જવાબ આપો
 • 14. sapana53  |  નવેમ્બર 4, 2013 પર 3:18 એ એમ (am)

  દિવાળીની શુભકામના અને નવા વર્ષની શુભેચ્છા…

  જવાબ આપો
 • 15. pravina Avinash  |  નવેમ્બર 5, 2013 પર 10:04 પી એમ(pm)

  દિવાળીની મંગલકામના

  નૂતનવર્ષાભિ્નંદન

  ભાઈબીજની શુભ ભાવના

  જવાબ આપો
 • 16. ગોદડિયો ચોરો…  |  નવેમ્બર 18, 2013 પર 7:53 પી એમ(pm)

  આદરણીય ડો.વડિલ શ્રી ચંદ્રવદનભાઇ

  ભુલો કે ખોટા કર્મોને રદ કરવાનો એક સંકલ્પ કરવો રહ્યો,

  ભુલો સુધારી, સત-કર્મો પંથે જવાનો એ સંકલ્પ હોવો રહ્યો,

  નુતન વર્ષાભિનંદન , ખુબ શુભેચ્છા

  દીવાળી ને બેસતા વર્ષનો સુંદર અર્થ કાઢ્યો છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,535 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: