માનવ સમાજની સરળ સમજ !

નવેમ્બર 1, 2013 at 1:54 પી એમ(pm) 6 comments

people spinning around ball
Red earth globe spinning animation
ImageImage

માનવ સમાજની સરળ સમજ !

માનવ સમાજ શું છે , તમે જાણો ?

જે જાણ્યું તે વિચારી, મારા કાવ્યને માણો !…..(ટેક)

 

 

માનવી જગમાં રહી, બુધ્ધિથી જાણે,

જાણી, સમજી એને, જીવનમાં અપનાવે,

એવી માનવ શક્તિનું મહત્વ પ્રથમ તમે જાણો !…..માનવ …(૧)

 

સ્વભાવ અને સમજે, માનવીઓ એકબીજા સંગે રહે,

જેના કારણે જ, સંગઠન સ્વરૂપે માનવસમાજ બને,

એટલું સમજવું કઠીન નથી એવું તમે જાણો !….માનવ….(૨)

 

માનવ વૃત્તિઓ જો સારી તો સમાજ સારો બને,

માનવ વૃત્તિઓ જો ખરાબ, તો સમાજ ખરાબ બને,

એ જ પરમ સત્ય છે એવું તમે જાણો !….માનવ…..(૩)

 

સારા સમાજમાં માનવીઓ અન્યના હિતનું વિચારે,

બુરા સમાજમાં માનવીઓ અન્યને હાની પહોંચાડવા વિચારે,

એવા માનવ વર્તનમાં સમાજ પતન તમે જાણો !..માનવ…(૪)

 

ગુણોભર્યા માનવીઓ દ્વારા ધર્મ સમાજે પ્રગટે,

અવગુણોભર્યા માનવીઓ કારણે અધર્મ વધે,

એવી સમજમાં ધર્મ ટકાવવાનું તમે જાણો !…માનવ….(૫)

 

વિશ્વમાં જીવીત અને અજીવીત પદાર્થો પ્રત્યે પ્રેમ જો વહે,

તો, એવા વાતાવરણે “દિવ્ય” વિચારો જ પ્રગટે ,

એવા સમયે,  “દિવ્ય ભાવો “સમાજને રંગે એવું તમે જાણો !…માનવ…(૬)

 

“દિવ્ય જ્યોત”માં જ્ઞાન સેવા સંગે સત્ય ચમકે,

એવા પરમ તત્વ પ્રકાશે, માનવ બુધ્ધિ પણ શાંતી પામે,

ત્યારે, “ભક્તિ રસ”થી પવિત્ર સમાજના દર્શન તમે જાણો !…માનવ….(૭)

 

ચંદ્ર કહે ઃ માનવ જીવન સફરે જો આવી સમજ ખીલે,

ત્યારે માનવું કે માનવ સમાજમાં એક જ “લક્ષ” રહે,

એવા લક્ષમાં પ્રભુ બિરાજી પરમ શાંતી સૌને અર્પે, એવું તમે જાણો !…માનવ….(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૨૬,૨૦૧૩             ચંદ્રવદન

બે શબ્દો…

ભાઇશ્રી રમેશ ઓઝાના પ્રવચનમાં સાંભળ્યું ” માનવીઓ સંગે રહી એકબીજાને સમજી વૃત્તિઓ સારી રાખી પ્રેમ અર્પે તો ” આદર્શ માનવ સમાજ” બને.

આવી વિચારધારાને મેં એક “કાવ્ય” સ્વરૂપ આપ્યું છે.

આશા છે કે આ પોસ્ટ સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Kavya Post (Poem in Gujarati) is on the HUMAN RACE on this EARTH.

The question is raised : Why there is a Human Society created by God ?

Humans are the Social animals who tend to live together and thus a SOCIETY is created …Of all the LIVINGS, Humans can think & understand & make decisions on the FREE WILL.

It is in the context of this GIFT of GOD….Humans can either REACH GOD (God Realization) or ignore the INNER CALLINGS & march away from GOD.

The Choice is left to the INDIVIDUALS.

The FINAL MESSAGE is the PATH to DEVOTION is the RIGHT PATH.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

હોલોવીન”નો તહેવાર ! પી.એ.એસ.સી.”ની સંસ્થાની ૨૦મી એનીવર્સરી !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 1, 2013 પર 7:37 પી એમ(pm)

  “દિવ્ય જ્યોત”માં જ્ઞાન સેવા સંગે સત્ય ચમકે,

  એવા પરમ તત્વ પ્રકાશે, માનવ બુધ્ધિ પણ શાંતી પામે,

  ત્યારે, “ભક્તિ રસ”થી પવિત્ર સમાજના દર્શન તમે જાણો

  આપને તેમજ કુટુંબીજનોને શુભ દીપાવલી કામના સાથે નુતન વર્ષાભિનંદન

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  નવેમ્બર 1, 2013 પર 10:48 પી એમ(pm)

  માનવ વૃત્તિઓ જો સારી તો સમાજ સારો બને,

  જવાબ આપો
 • 3. nabhakashdeep  |  નવેમ્બર 1, 2013 પર 11:57 પી એમ(pm)

  ચંદ્ર કહે ઃ માનવ જીવન સફરે જો આવી સમજ ખીલે,
  દિવાળી એટલે સરવૈયું. આપે ચીંતનસભર આયખાની સોનેરી વાતો છલકાવી દીધી. શુભ દીપાવલી આપને સર્વરીતે ખુશહાલિ બક્ષે એવી અંતરથી ખૂબખૂબ શુભેચ્છાઓ નવલા વર્ષે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 2, 2013 પર 5:32 પી એમ(pm)

  ડૉ.પુકાર સાહેબ

  સ………..સુસંસ્કૃત

  મા………..માનવીઓનો

  સ………….સમૂહ

  મારા મત મુજબ

  આપે સુંદર સમજ સમાજની આપેલ છે.

  જવાબ આપો
 • 5. ishvarlalmistry  |  નવેમ્બર 2, 2013 પર 9:04 પી એમ(pm)

  Very nicely said and explained on SAMAJ .
  ishvarbhai.

  જવાબ આપો
 • 6. Capt. Narendra  |  નવેમ્બર 9, 2013 પર 4:37 એ એમ (am)

  પ્રીય ચંદ્રવદનભાઇ,
  વર્ષોથી આપનો બ્લૉગ અને કવિતાઓ વાંચી આપની પાસેથી ઘણી પ્રેરણા મળી. ‘જિપ્સીની ડાયરી’ શરૂ થઇ. હૉલોવિન વિશેનો બ્લૉગ વાંચી એક કાવ્ય અચાનક સુઝી આવ્યું, જે આપને અર્પણ કરૂં છું. મને કવિતા કરતાં આવડતી નથી, તેથી અહીં કોઇ ભૂલચૂક હોય તો માફ કરશો!

  “હૉલોવિનનો તહેવાર!”

  હોલોવિન તે’વાર આવીઓ
  ચાલો વેશ બદલીયે – આયો હોલોવિન તે’વાર (ટેક)

  કોઇ પરી, ને કોઇ રાણી,
  કોઇ તો બને ડાકણ કાળી
  માયું – બેનું, સૌ બને ઘેલી
  ટ્રીક અૉર ટ્રીટની કરે એ બોલી – આયો (૧)

  વરસમાં આવે એક જ વાર
  ચૌદસ કાળીની આપે યાદ
  આપણાં ફટાકડા – એમનાં રૂપકડાં
  ઉત્સવની છે વાત – આયો (૨)

  ચોકલેટ, બિસકૂટ
  કેવી માથાકૂટ!
  ઘડીએ ઘડીએ ઘંટડી વાગે
  ટ્રીટ કરીએ તો ટ્રીક-ડી ભાગે – આયો. (૩)

  વાતનો સાર
  એક જ વાર
  જીવન શુષ્કમાં
  લાવો પ્યાર! – આયો. (૪)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,540 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: