માનવ સંસારમાં પ્રેમ !

ઓક્ટોબર 30, 2013 at 2:21 પી એમ(pm) 8 comments

love and heart design, grungy - stock vector

PICTURE via GOOGLE SEARCH

 

માનવ સંસારમાં પ્રેમ !

પ્રભુએ સર્જેલા જગતમાં, નિહાળો માનવીઓને,

નિહાળી,પહેચાણો આ માનવ સંસારને ! …….(ટેક)

આ જગત છે સંસાર,

માનવીઓ છે એનો આધાર,

શાને પ્રભુએ કર્યો એવો વિચાર ?…(૧)

કર્યા માનવી પ્રભુએ અનેક,

બનાવ્યા ભાત ભાતના અનેક,

શાને પ્રભુએ રંગ ના કર્યો ફક્ત એક ?…(૨)

નિહાળો જુદા જુદા માનવ દેહ અંદર,

એક જ આકારનું હ્રદય આપ્યું છે અંદર,

શાને આવું પ્રભુએ શક્ય કર્યું ?….(૩)

હવે, મન અને બુધ્ધિ સાથે સર્વ માનવીઓને નિહાળો,

રમે છે, હસે છે અને એ રડે છે તે હવે નિહાળો,

શાને આવું પ્રભુએ શક્ય કર્યું ?…(૪)

માનવ મન થકી જન્મે ભાવો બધા,

હ્રદયમાં છુપાયેલા ભાવો જ પ્રગટે બધા,

શાને આવું પ્રભુએ શક્ય કર્યું ?….(૫)

પ્રેમ ઝરણું માનવ હ્રદયમાંથી જ બને,

પ્રેમથી જ આનંદ માનવીને મળે,

શાને આવું પ્રભુએ શક્ય કર્યું ?….(૬)

પ્રેમ ઝરણા અનેક વહી રહે,

જે થકી,સંસાર પ્રેમ સાગર બને,

શાને આવું પ્રભુએ કર્યું એ હવે સમજાયું !….(૭)

ખરો પ્રેમ છે જ્યાં સત્ય છે,

જ્યાં સત્ય છે ત્યાં “પરમ આનંદ” છે,

હવે પ્રભુએ જે કર્યું તે ખરેખર સમજાયું !….(૮)

અંતે, ચંદ્ર સૌને કહે ઃ

માનવીઓ ભલે જુદા દેહે,પણ પ્રભુએ આપ્યું હ્રદય એક,

અનેક ભાવોમાં સત્યરૂપે હ્રદયના ઉંડાણમાં ભર્યો પ્રેમ એક,

એવા સત્યરૂપી પ્રેમમાં છે  પરમ આનંદરૂપી પરમાત્મા એક,

સર્વ માનવી હ્રદયે જો પ્રેમ ઝરણા તો બને “સ્નેહ સાગર” એક,

જો માનવીએ આટલું જાણી સમજ્યું, તો જાણજો જગમાં શાંતી હશે,

જો જગમાં ખરી શાંતી, તો જાણજો પ્રભુ પણ ખુબ રાજી હશે !

કાવ્ય રચના ઃ તારીખ ઓકટોબર,૨૯,૨૦૧૩           ચંદ્રવદન

(આ રચનાના થોડા શબ્દો ઓકટોબર,૪, ૨૦૧૩ના દિવસે બન્યા હતા )

બે શબ્દો…

આ કાવ્ય પોસ્ટમાં માનવીઓ હ્રદયમાં “પ્રેમ”ને નિહાળવાનો પ્રયાસ છે.

જો પ્રેમ  હોય શકે…તો આનંદ હોય શકે….જો આંનદ હોય તો મનની શાંતી મળી શકે.

જો મન સંતોષી….તો માનવ જીવનમાં “ભક્તિના બીજ”ના દર્શન હોય શકે.

એવા જ માનવીનું જીવન ધન્ય કહેવાય !

રચનામાં રહેલો ભાવ ગમ્યો હશે એવી આશા.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Kavya Post (Poem) in Gujarati expresses that LOVE  that comes from the HEART leads to the PEACE in the Mind & then to the  ULTIMATE HAPPINESS (ANAND)….This is possible with the DEVOTIONAL PATH ( BHAKTI).

If there is LOVE (PREM) in the Hearts of all Humans…then this World will be an OCEAN of LOVE ( SANSAR SNEH-SAGAR).

Hope you like the MESSAGE in this Poem.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

એક ઘટનાની હ્રદય પર અસર ! હોલોવીન”નો તહેવાર !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 30, 2013 પર 4:05 પી એમ(pm)

  પ્રેમ ઝરણું માનવ હ્રદયમાંથી જ બને,

  પ્રેમથી જ આનંદ માનવીને મળે,
  સ રસ

  જવાબ આપો
 • 2. pravina  |  ઓક્ટોબર 30, 2013 પર 5:42 પી એમ(pm)

  પ્રેમ સત્ય છે. પ્રેમની ધારા માનવ હ્રદયમાં સતત વહે છે.

  પ્રેમ છે તો માનવ જીવન છે.

  અઢી અક્ષર પ્રેમનો ભણતા આ જીંદગી પૂરી થઈ જશે!

  જવાબ આપો
 • 3. chandravadan  |  ઓક્ટોબર 30, 2013 પર 9:28 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Re: માનવ સંસારમાં પ્રેમ !

  FROM Suresh Jani TO You

  From Suresh Jani

  To chadravada mistry

  Read this too-

  http://gadyasoor.wordpress.com/2013/10/30/beggar/
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Sureshbhai,
  Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  ઓક્ટોબર 31, 2013 પર 12:14 એ એમ (am)

  સર્વ માનવી હ્રદયે જો પ્રેમ ઝરણા તો બને “સ્નેહ સાગર” એક,

  જો માનવીએ આટલું જાણી સમજ્યું, તો જાણજો જગમાં શાંતી હશે,

  રચનામાં રહેલો ભાવ ગમ્યો

  જવાબ આપો
 • 5. hemapatel  |  ઓક્ટોબર 31, 2013 પર 10:37 એ એમ (am)

  પ્રેમ ભાવથી ભરપુર સુંદર રચના.

  જવાબ આપો
 • 6. dadimanipotli  |  ઓક્ટોબર 31, 2013 પર 10:59 એ એમ (am)

  સર્વ માનવી હ્રદયે જો પ્રેમ ઝરણા તો બને “સ્નેહ સાગર” એક,
  જો માનવીએ આટલું જાણી સમજ્યું, તો જાણજો જગમાં શાંતી હશે,

  ખૂબજ સુંદર ભાવ… ! આ હકીકત જો સમજાઈ જાય તો વિશ્વની શકલ કોઈ અલગ જ જોવા મળી શકે….!

  જવાબ આપો
 • 7. ishvarlalmistry  |  નવેમ્બર 1, 2013 પર 5:03 એ એમ (am)

  Love is very important,we should love everyone and not criticize,then there is more love. Very nicely said Chandravadanbhai, and nice comments.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 2, 2013 પર 5:34 પી એમ(pm)

  ડૉ. ચન્દ્રવદનભાઈ

  પ્રેમના ઉમળકાભરી સુંદર રચના

  ખૂબજ સુંદર ભાવ… !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 395,702 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: