Archive for ઓક્ટોબર 29, 2013

એક ઘટનાની હ્રદય પર અસર !

એક ઘટનાની હ્રદય પર અસર  !

૭૦મી બર્થડે મારી આવી, અને હૈયે ખુશી લાવી,

અનેક ભેટો સાથે,પત્ની કમુએ એક વીટી મને આપી,

સોનાની વીટી મળતા, હૈયે હરખના નીર વહે!……(૧)

જાણ્યું કે વીટી તો મારા સ્વ. માતાની હતી,

એવું જાણી, મુજ હૈયામાંથી ઝરણારૂપે ખુશી વહી,

એવા આનંદમાં પળો અને દિવસો વહે !…..(૨)

વીટી એક આંગળીએ પહેરી,નિહાળી હૈયે ખુશી આવી,

ત્યાં ના ફાવી, તો બીજી આંગળીએ એ શોભી રહી,

ઢીલી વીટી પહેરી, મુજ-હૈયે આનંદ વહે !….(૩)

એક દિવસ, અચાનક વીટી આંગળીમાં ના હતી,

જાણી, તરત જ ઘરની અંદર અને બહાર એને શોધી,

અંતે ના મળતા, હૈયેથી દર્દના ઝરણા વહે !….(૪)

દર્દ ભરેલા હૈયે દિવસો જીવનના વહેતા રહે,

એવા સમયના વહેણમાં મનમાં વિચારો રહે,

જે કારણે,મારા હૈયામાંથી દુઃખ- અનુભુતીના નીર વહે !….(૫)

એવા સમયે, બુધ્ધિ મારી, મનના સહારે આવે,

જે થકી, મારી જ વિચારધારામાં કાંઈ સમજ આવે,

અને,હૈયેથી સુખ કે દુઃખના સમજ નીર વહે !….(૬)

જે મારી માતાનું હતું તે જ મારૂં થયું હતું,

જે ટુંક સમય માટે મારૂં રહ્યું તે જ ખોવાયું હતું,

જે આજે નથી મારૂ તે હશે કોઈનું એવું હૈયાનું સમજ નીર વહ્યું !…(૭)

જે વીટી ખોવાઈ છે, તે કોઈને તો મળી હશે,

જેને એ મળી, તે ગરીબ કે તવંગર હશે,

કોણ જાણે, એવી વ્યક્તિ હૈયે કેવા નીર વહે ?….(૮)

જો કોઈ ગરીબને મળી તો આનંદ સહીત ભુખ એની મટી,

જો મળે જેને જરૂરત નથી, તે જો દાન કરે તો પ્રભુ બને રાજી,

એક જીવનઘટનામાંથી જો શક્ય આવું, તો, મુજ હૈયેથી ખુશી-નીર વહે !…(૯)

અંતે, ચંદ્ર સૌને કહે ઃ

માનવ જીવન સફરમાં સુખ દુઃખ તો વિધાતા લખે,

મનના કારણે હ્રદય સુખ કે દુઃખના ભાવો પ્રગટ કરે,

પણ,બુધ્ધિથી મન જો હોય સમતોલન ભાવે,

તો,જીવનની ઘટનાઓ બધી જ “એક” ભાવે,

એવી સમજ પરિવર્તનમાં જ માનવ જન્મ ધન્ય બને,

ભક્તિ પંથે રહી, સર્વ ઘટનાઓમાં “પ્રભુ ઈચ્છા”રૂપી સ્વીકાર રહે!

આવું જો, હ્રદય તમારૂ તો, એવા હ્રદયમાં પ્રભુ વસે,

પ્રભુતાથી ભરેલા હ્રદયમાંથી ફક્ત આનંદના નીર વહે !….(૧૦)

કાવ્ય રચના ઃ તારીખ, ઓકટોબર,૨૮,૨૦૧૩                     ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ એક ઘટના આધારીત છે.

ભેટ મળેલી સોનાની વીટી ખોવાય ગઈ.

પ્રથમ ભેટરૂપે ખુશી…વીટી ખોવાતા, દુઃખ…ઉંડા વિચારે “સમભાવ” રાખતા, ના રહે દુઃખ…અને એવી વિચારધારામાં “પ્રભુ ઈચ્છા”રૂપી સ્વીકાર.

બસ….આટલો જ સંદેશો છે !

પોસ્ટ ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Kavya (Poem) was just created on 28th October,2013.

It is based on a “recent” incident of the Loss of a Ring given as a Gift.

A GIFT gives the JOY….the LOSS of that Gift gives the SADNESS.

These are the FEELINGS created by the MIND.

If one TRAINS the MIND & thus able to ACCEPT the JOYS & ADVERSITIES with the SAME FEELINGS, a Person can reach the HIGHER STATE. In order to reach that STATE, one has to learn to ACCEPT the EVENTS as the “GOD’S WLL” and such a Person will keep marching forward in Life doing the ACTIONS to the BEST of the ABLITY giving his/her’s 100%.

The MESSAGE in this KAVYA POST is this UNDERSTANDING.

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 29, 2013 at 1:50 પી એમ(pm) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,540 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031