વર્ષા ૠતુ !

ઓક્ટોબર 27, 2013 at 2:24 પી એમ(pm) 8 comments

  

વર્ષા ૠતુ !

નીલા આકાશમાં સુર્ય પ્રકાશની જ્યોત હતી,

હવા પણ થોભી, પરમ શાંતી દેતી હતી,

 

દુરથી, વાદળો આકાશમાં નજરે આવ્યા,

નાના વાદળો મોટા બની, આકાશને ભરી રહ્યા,

 

સુર્ય સંતાય જાતા, અંધકાર પ્રગટ્યો,

ધરતીએ,અંધકારની ચાદર ઓઢી આસરો લીધો,

 

હવે, વાદળો બન્યા બિહામણા અને કાળા,

દુરથી નજરે આવ્યા વિજળીના ચમકારા,

 

અચાનક,શીતલ પવન ફુકાઈ રહ્યો,

અને, ઝરમર ઝરમર, મેધ વર્સયો,

 

ચાદર ભીંજાય ગઈ,છતાં ધરતી ખુશ હતી,

ઠંડક સાથે, ફરી એને પરમ શાંતી હતી,

 

વર્ષા નીર ઝરણા બની ધરતી પર વહે,

નદીઓ પણ ઝરણાઓની વાટ જોતી રહે,

 

નદીઓ ફુલીફાલી ખુશીનું નૃત્ય કરે,

નૃત્યમાં સાગરને મળવા પાગલ બને,

 

સાગર સૌ નદીઓને પ્રેમથી ભેટી,

સમાવી, માને છે દરેકને પોતાની જ બેટી,

 

ઝીમ, ઝીમ, વરસાદ વરસતો રહે,

દુર, મેઘધનુષ આકાશને રંગી ધરતીને મળે,

 

હવે, પાણી ભર્યા વાદળો રહ્યા નથી,

નીલા આકાશે સુર્ય પ્રકાશી રહે ફરી,

 

સાગર પાણી વાદળો બનશે ફરી,

ઝરમર, ઝરમર મેઘ ધરતી પર ફરી,

 

આ કુદરતી કળાને માનવીઓ કહે છેઃ

“સૌની પ્યારી વર્ષા ૠતુ તો આ જ છે !”

 

ચંદ્ર અંતે કહેઃ “વર્ષમાં ૠતુઓ તો બદલાય છે,

તાપ,ઠંડી સાથે વર્ષાૠતુ તો પ્રભુપ્રસાદી છે”

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૩૧, ૨૦૧૩                 ચંદ્રવદન

બે શબ્દો…

બદતાતી ઋતુઓને યાદ કરી, આ રચના થઈ છે.

આશા છે કે તમોને ગમે.

“બે શબ્દો”રૂપી પ્રતિભાવ આપશો તો વાંચી આનંદ થશે.

ડો. ચન્દ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Poem on the SEASON….Looking at the sky  there THOUGHTS expressed in GUJARATI.

It talks about the the RAIN.

Hope you enjoy this Poem.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

એક્ષપ્રેસ ચીલરન્સ થિએટર !…Express Children’s Theatre ! અમારી વ્હાલી બા !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓક્ટોબર 27, 2013 પર 2:57 પી એમ(pm)

  “સૌની પ્યારી વર્ષા ૠતુ તો આ જ છે !”

  ચંદ્ર અંતે કહેઃ “વર્ષમાં ૠતુઓ તો બદલાય છે,

  તાપ,ઠંડી સાથે વર્ષાૠતુ તો પ્રભુપ્રસાદી છે”

  કુદરત જ પ્રસાદ છે….

  ગમે તે ઋતુ હોય!

  ગમે તે સ્વરુપ હોય!!

  જવાબ આપો
 • 2. sapana53  |  ઓક્ટોબર 27, 2013 પર 3:46 પી એમ(pm)

  વર્ષાઋતુ મારી મનપસમ્દ ઋતુ..અને આ કવિતા તરબતર કરી ગઈ

  જવાબ આપો
 • 3. P.K.Davda  |  ઓક્ટોબર 27, 2013 પર 3:46 પી એમ(pm)

  બહુ સરસ કવિતા છે. સંપૂર્ણ વર્ષા ઋતુને આવરી લીધી છે.

  જવાબ આપો
 • 4. dhavalrajgeera  |  ઓક્ટોબર 27, 2013 પર 3:58 પી એમ(pm)

  સરસ કવિતા …..

  જવાબ આપો
 • 5. Sanat Parikh  |  ઓક્ટોબર 27, 2013 પર 4:18 પી એમ(pm)

  One can enjoy the weather more reading this beautiful description thru poem.

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  ઓક્ટોબર 27, 2013 પર 9:39 પી એમ(pm)

  ચંદ્ર અંતે કહેઃ “વર્ષમાં ૠતુઓ તો બદલાય છે,

  તાપ,ઠંડી સાથે વર્ષાૠતુ તો પ્રભુપ્રસાદી છે”

  વર્ષા ઋતુમાં વરસાદ સાથે પ્રભુનો પ્રસાદ પણ વરસતો હોય છે .

  આપની આ કાવ્ય રચના વાંચીને આનંદ વર્ષા થઇ .

  એમાં ભીંજાયા !

  જવાબ આપો
 • 7. Purvi Malkan  |  ઓક્ટોબર 28, 2013 પર 3:23 એ એમ (am)

  વર્ષાઋતુ બહુ જ સુંદર રહી ચંદ્ર અંકલ . અતિ સુંદર 

  પૂર્વી. 

  જવાબ આપો
 • 8. ishvarlalmistry  |  ઓક્ટોબર 28, 2013 પર 8:11 પી એમ(pm)

  Very nice poem on rain,we need rain also. well said. Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: