નવયુગનો બાળ હું !

October 25, 2013 at 3:41 pm 13 comments

Group Of Children Stock Image

EVidyalay

નવયુગનો બાળ હું !

નવયુગનો બાળ હું,

જાણો મુજને, એવું કહું હું,

શાળા જઈ ભણું હું,

શાળા બહાર પણ ભણું હું,

કોમપ્યુટર પર જાઉં હું,

ઈન્ટરનેટ માધ્યમે ફરતો રહું હું,

“ગુગલ”  અને યુટ્યુબ”ને જાણું હું,

સફર કરી, વિશ્વભરનું જાણું હું,

સફરો એવી કરી, “અજાણ”ને જાણું હું,

“ઈવિધ્યાલય”ની વાત કરૂં છું હું,

જે હિરલે કહી તે જ કહું છું હું,

શાળા ભણતર સાથે ઈશાળામાં હું,

“જ્ઞાન-ગંગા”માં સ્નાન કરતો હું,

એ જ નવયુગનો બાળ હું,

“જાણો મુજને”વિનંતી કરૂં હું !

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૨૪,૨૦૧૩   ચંદ્રવદન

બે શબ્દો…

થોડા દિવસો પહેલા સુરેશભાઈ જાનીએ ઈંગલેન્ડના રહીશ હિરલ શાહના ” ઈ-વિધ્યાલય”ના વિચાર વિષે ઈમેઈલથી જાણ કરી હતી.

એ ઈમેઈલ નીચે મુજબ હતો.>>>

પ્રિય રાજેન્દ્ર, વિનોદ ભાઈ, રમેશ ભાઈ અને ચન્દ્રવદન ભાઈ,
   ગુજરાતી ભાષાના ચાહક, ગુજરાતી બાળકોના શિક્ષણના હિતચિંતક અને  એના વ્યાપને હમ્મેશ આવકારતા સૌને એ જાણીને આનંદ થશે કે, લન્ડનનાં શ્રીમતિ હીરલબેન શાહે ઈન્ટરનેટ પર બાળકો/ કિશોરોના શિક્ષણ માટે એક વેબ સાઈટ ‘ઈ -વિદ્યાલય’ શરૂ કરી છે; જેમાં નીચેની બાબતોનો હાલમાં સમાવેશ કરવામાં આવ્યો છે –
 • તેમણે બનાવેલાં ૩૦૦ ઉપરાંત શૈક્ષણિક વિડિયો
 • પ્રેરક જીવન ચરિત્રો
 • બાળવાર્તાઓ/ બાળગીતો
 • હોબી વિભાગ
 • પ્રેરક સુવિચારો
 • નેટ ઉપર શિક્ષણને લગતી બધી વેબ સાઈટો અંગે માહિતી અને લિન્કો
    આ વેબ સાઈટની જાહેર શરૂઆત પરમ પૂજ્ય ગાંધીજીના જન્મ દિન ૨,ઓક્ટોબરના  રોજ કરવા નિરધાર્યું  છે.
    તેમના બ્લોગ પરની આ જાહેરાત વાંચવા વિનંતી
 
અને, જણાવ્યા મુજબ આ નવી સાઈટ શરૂ થઈ…જેની લીન્ક છે>>>
 
 
 
તો…આ સાઈટ પર જવા સૌને વિનંતી છે.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
FEW WORDS…
 
A Kavya (Poem) in Gujarati to inform about a NEW Site called E-VIDHYALAY which was an idea of HIRAL SHAH residing in England and SUPPORTED by many.
Hope with the assistance of the COMPUTER/INTERNET the LOCAL CHILDREN can be given the GYAN ( Knowledge) & thus there is the LOVE for GUJARATI BHASHA (Language).
Your INTEREST & SUPPORT is needed.
Hope many or ALL will visit this NEW Site by the LINK given in this Post.
 
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

“તારૂં તને અર્પણ” પુસ્તક અને લખનાર એચ.ચતુર્ભુજ એક્ષપ્રેસ ચીલરન્સ થિએટર !…Express Children’s Theatre !

13 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  October 25, 2013 at 4:07 pm

  ઈન્ટરનેટ માધ્યમે ફરતો રહું હું,

  “ગુગલ” અને યુટ્યુબ”ને જાણું હું,

  સફર કરી, વિશ્વભરનું જાણું હું,

  સફરો એવી કરી, “અજાણ”ને જાણું હું,

  નવયુગનું આ બાળ ગીત ગમ્યું .

  Reply
 • 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 25, 2013 at 4:13 pm

  આદરણીયશ્રી. ડૉ. પુકાર સાહેબ

  આપે ” ઈવિદ્યાલય ” પર સુંદર બાળરચના બનાવેલ છે.

  આપની પુકાર સાંભળી હું દોડી આવ્યો સાહેબ

  આભાર

  Reply
 • 3. P.K.Davda  |  October 25, 2013 at 4:16 pm

  નવયુગનો બાળ હું
  વાહ સરસ ઉદગાર!
  ખરે ખર જ્ઞાન ગંગામાં સ્નાન કરવા ઈ-વિદ્યાલય યોગ્ય જગ્યા છે.
  બહુ સરસ કવિતા.

  Reply
 • 4. Sanat Parikh  |  October 25, 2013 at 4:28 pm

  This is the way now children are getting education. I am sure you have heard about Khan Academy run by Salman Khan. It’s free and Bill Gtaes supports thru his foundation. His interview came on 60 minutes etc. etc. You vcan watch his work on his blog.
  Thank you for making this excellent idea in the form of a poem.

  Reply
 • 5. pragnaju  |  October 25, 2013 at 4:35 pm

  સરસ
  નવયુગના બાળ સરસએ બાંધેલા નાથેલા જળપ્રવાહથી
  કેટલાય સંકટો ટળ્યા છે , એ પણ અનુભવ્યું છે

  Reply
 • 6. સુરેશ  |  October 25, 2013 at 5:16 pm

  કવિતા તો બહુ જ ભાવવાહી છે; અને ઈવિ ના જુસ્સાને પડઘાવે છે.
  પણ…
  એકવીસમી સદીમાં હવે શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનની તાતી જરૂર છે.
  એ શી રીતે થઈ શકશે – એ માટે તો શિક્ષકો/ સન્નિષ્ઠ વાલીઓ અને બાળકો/ કિશોરોની મનોવૃત્તિનો અભ્યાસ જ દોરવણી આપી શકે.
  બને તેટલા વધારે બાળકો/ કિશોર/ કિશોરીઓ વાંચતા થાય એવું શી રીતે થાય એના રસ્તા સૂચવો અને બને તેટલા વધારે કુટુમ્બોમાં આ સંદેશો પહોંચાડો – એવી આગ્રહભરી વિનંતી છે.

  Reply
 • 7. ishvarlalmistry  |  October 25, 2013 at 5:27 pm

  Very nicely done Chandravadanbhai , and helpful to get knowledge .thankyou for sharing ,like it very much.

  Ishvarbhai.

  Reply
 • 8. hirals  |  October 25, 2013 at 5:33 pm

  કાકા, તમારી આ કવિતા અમે ઇવિ પર શુભેચ્છા વિભાગમાં રાખી છે. આપનો ખુબ ખુબ આભાર.
  http://evidyalay.net/ev_messages/

  ખરેખર, આપણે વધુથી વધુ બાળકો સુધી પહોંચવા શું કરવું? સૂચનો આવકાર્ય.

  ઈવિના ઈ-આમંત્રણની કવિતાને પણ હું અહિં ટાંકુ છું.

  હું નવી સદીનો બાળક છું,
  હું નવી સદીનો બાળક.

  હું ઇન્ટરનેટનો ચાહક છું,
  હું ઇન્ટરનેટનો ચાહક.

  ગુગલ, વિકી, યુટ્યુબ પર હું ખાંખાખોળા કરું,
  શાળાના બ્લેકબોર્ડની બહાર પણ હું ભણું,
  જ્યારે પણ કંઇ ના સમજાય,તો હું ઇવિદ્યાલયમાં ફરું,
  ગુગલ, વિકી, યુટ્યુબ પર હું ખાંખાખોળા કરું,

  હું નવી સદીનો બાળક છું,
  હું નવી સદીનો બાળક.

  હું ઇન્ટરનેટનો ચાહક છું,
  હું ઇન્ટરનેટનો ચાહક.

  Reply
  • 9. chandravadan  |  October 25, 2013 at 6:51 pm

   Hiral,
   Thanks for your visit/comment.
   You had asked a question “How can we reach MANY Children ?
   For this we need the needed FINANCIAL SUPPORT & the the DEDICATED PERSONS for our CAUSE to BENEFIT the CHILDREN.
   I will share my VIEWS by an Email to you !
   Please DO revisit my Blog.
   I have the BEST WISHES for E-VIDHYALAY always !
   Dr. Chandravadan Mistry
   http://www.chandrapukar.wordpress.com
   Avjo !

   Reply
 • 10. hirals  |  October 25, 2013 at 5:35 pm

  ઈ-આમંત્રણની લીંકમાં એક નાનો ફેરફાર સુધારી લેશો,
  http://hirals.wordpress.com/2013/09/24/eidyalayinvitation/

  Reply
 • 11. nabhakashdeep  |  October 25, 2013 at 6:04 pm

  “ઈવિધ્યાલય”ની વાત કરૂં છું હું,

  જે હિરલે કહી તે જ કહું છું હું,

  શાળા ભણતર સાથે ઈશાળામાં હું,

  “જ્ઞાન-ગંગા”માં સ્નાન કરતો હું,

  એ જ નવયુગનો બાળ હું,

  “જાણો મુજને”વિનંતી કરૂં હું !

  કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૨૪,૨૦૧૩ ચંદ્રવદન
  ……………………………..
  શિક્ષણ એટલે ઉજાશ ..અંતરમાં અને બાહ્ય જીવનમાં. આની શરુઆત વિશ્વના ખૂણે ખૂણે ઘરબેઠે ઈ-વિદ્યાલયથી થઈ રહી છે. આપે સરસ અભિવ્યક્તિથી આ ભાવનાને બીરદાવી છે.ચાલો સૂરમાં સૂર પૂરાવીએ.

  હિરલબેનના આ શિક્ષણયજ્ઞનો લાભ મહામૂલો છે..આવો બાળમિત્રો ને ગુરુજનો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 12. ગોદડિયો ચોરો…  |  October 25, 2013 at 6:32 pm

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  માનવી કોઇ પણ ઉંમરે બાળક બની બાલગીત ગાઇ શકે છે

  એક ડોકટર્નો જીવ પણ સિતેરં વરસે પણ ઇવિદ્યાલય માટે અનેરું બાલગીત લખી શકે છે.

  ખુબ અભંનંદન..સાહેબ.

  Reply
 • 13. Dilip Gajjar  |  October 25, 2013 at 8:44 pm

  “ઈવિધ્યાલય”ની વાત કરૂં છું હું,
  જે હિરલે કહી તે જ કહું છું હું,
  શાળા ભણતર સાથે ઈશાળામાં હું,
  “જ્ઞાન-ગંગા”માં સ્નાન કરતો હું,
  એ જ નવયુગનો બાળ હું,
  Chandravadanbhai, Saras..Baalkaabya.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: