Archive for ઓક્ટોબર 24, 2013

“તારૂં તને અર્પણ” પુસ્તક અને લખનાર એચ.ચતુર્ભુજ

image0

“તારૂં તને અર્પણ” પુસ્તક અને લખનાર એચ.ચતુર્ભુજ

મંગળવાર,તારીખ,૨૨મી ઓકટોબર,૨૦૧૩ના દિવસે પોસ્ટ દ્વારા એક કવર મળ્યું. એને ખોલતા, મારા હાથમાં એક નાનું સુંદર પુસ્તક હતું. એના કવર પર એક હાથમાં નાનો છોડનું પીક્ચર હતું અને એ પુસ્તકનું નામ હતું “તારું તને અર્પણ”.

આ પુસ્તકના લેખકનું નામ છે શ્રી હરિપ્રસાદ ચતુર્ભુજ દવે….જેઓ પોતાને “એચ. ચતુર્ભુજ”નામે સૌને પરિચય આપવામાં ખુશી અનુભવે છે. આ પ્રમાણે ઓળખાણ આપવામાં એઓ એમના પિતાજીની યાદ તાજી રાખવાનો આનંદ અનુભવે છે.

“હરિપ્રસાદ”નામના આ માનવીને હું કેવી રીતે જાણું ?

હરિપ્રસાદજી અમેરીકાના ન્યુયોર્ક વિસ્તારે સ્થાયી થયા બાદ, એમની વિચારધારામાં નાના મોટા લેખો લખી ન્યુઝપેપર/મેગેઝીનોમાં પ્રગટ કરી પોતાના હૈયે આનંદ અનુભવતા. કોઈના બ્લોગમાં એવા લેખો પોસ્ટરૂપે પણ પ્રગટ થયા. અને એઓ મારા બ્લોગ”ચંદ્રપૂકાર”માં પણ પધાર્યા. ત્યારબાદ ફોન/પત્રો દ્વારા સંપ્રક થયો. એમણે મને આગળ પ્રગટ કરેલા લેખો પ્રસાદીરૂપે પોસ્ટથી મોકલ્યા અને એ વાંચવાનો લ્હાવો મને મળ્યો હતો. એમણે એકવાર ફોન પર જણાવ્યું હતું કે “આ બધા લેખોને એક પુસ્તક કરવા ઈચ્છા છે”….અને આજે આ પુસ્તક “તારું તને અર્પણ”ના પ્રકાશન થતા હરિપ્રસાદજીના હૈયે ખુબભર્યો ગર્વ છે.

આજે, એમનું પ્રગટ કરેલું પુસ્તક વાંચતા જાણ્યું કે કુલ્લે ૩૦ લેખો છે.પુસ્તકના આગળના કવરની પાછળ એમના પિતાજી અને માતૃશ્રીના ફોટાઓ સાથે એમના વિષે કંઈક “ઝલક”રૂપે છે…ત્યારબાદ સામેના પાને છે સરસ્વતીમાતાને વંદના અને આ પુસ્તક એમણે એમના માતા-પિતાને અર્પણ કર્યાનું જાણ્યું.

પાન ચાર (૪) પર અનેક વ્યક્તિઓના આર્શીવચન -શુભેચ્છાઓ અને ત્યારબાદ, “વાંચક વિચાર” અને એક સ્પષ્ટિરણ અને “ઋણ સ્વીકાર અને આભાર” અને પાન નવ(૯)અમેરીકાથી અનેકના અભિપ્રાયોના વાંચનમાં મેં મારૂં જ નામ (ડો.ચંદ્રવદન) વાચ્યું ત્યારે અચંબા સાથે ખુશી અનુભવી.ફક્ત નામ સાથે “એમ ડી” સાથે “યુરોલોજીસ્ટ” ભુલથી લખાયું છે ..હું એક “ઈન્ટરનીસ્ટ”છું. આ પ્રમાણે પુસ્તકમાં મારા નામનો ઉલ્લેખ કરવા માટે લેખકનો હું આભારીત છું.

મુળ લેખો પાન ૨૧થી શરૂ થાય તે પહેલા, નડીયાદની યુ.ટી.એસ. મહિલા આર્ટસ કોલેજના નિવૃત પ્રીન્સીપાલ, શ્રી ચંપકલાલ આર.મોદીના હસ્તે લખાયેલ “આમુખ” ખુબ જ સરસ અને માહિતીભરપુર હતું. એનું વાંચન કરતા જ સર્વ લેખો અને લેખકની “પુરી જાણ” થઈ જાય છે.ચંપકલાલભાઈને મારા અભિનંદન.

પાન ૨૧ પર પ્રથમ લેખ “દમન-અત્યાચાર કેટલા અંશે ન્યાયોચિત ?”….અને પાન ૧૦૩ પર અંતિમ લેખ (નંબર ૩૦) “સિનિયરો માટે ખાસ સંદેશ ઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ “.જે કોઈ વાંચક આ બધા લેખો વાંચે તેમને લેખકની વિચારધારા વિષે પુરો ખ્યાલ આવે. લેખક એમના લેખો દ્વારા “ભારતીય સંસ્કૃતી, હિન્દુ ધર્મ  તેમજ નારી/માતાની સમજ અનેક સામાજીક અનુભવો આધારીત ઘટનાઓની સમજ વાંચકોને આપે છે. આ બધા લેખોમાંથી અનેકનું વાંચન કરવાનો લ્હાવો મને એમના પત્ર સાથે બીડેલા લખાણો દ્વારા મળ્યો જ હતો. પાન ૮૬ પર એક લેખ “આપો ટુકડો, બાપો ઢુંકડો”વાંચતા, ભક્ત જલારામબાપાનો ઉલ્લેખ હતો તે વાંચી મારા હૈયે ખુબ જ ખુશી થઈ….કારણકે અહી એમના “અન્ન દાન યજ્ઞ”અને “જનસેવા”નો ઉલ્લેખ હતો…એ જ મારા ગુરૂજી અને મારા “સેવા યજ્ઞ”ના પ્રેરણાદાયક છે..

પુસ્તકના પાછળના કવરપાન અંદર કૃષ્ણા દિલીપકુમાર ઓઝાને અંજલી અને બહાર લેખકનો ફોટો અને એમણે આપેલા રાજીનામાની “સત્ય ઘટના”. એ વાંચી વાંચકને લેખકનો “માતૃભુમી-ભારત” પ્રત્યેના ઉંડા પ્રેમના દર્શન થાય છે.

અંતે મારે એટલું જ કહેવું છે કે અમેરીકામાં સ્થાયી થઈ મોટી ઉંમર હોવા છતાં એમણે “લેખન પ્રવૃત્તિ” ચાલુ રાખી અને જે થકી એમણે એમના હ્રદયની ઉંડાણના વિચારો શબ્દોમાં લખવાની તક લીધી. હવે, વાંચકો વાંચશે….કોઈ ખુબ વખાણશે..કોઈ કદાચ ટીકા કરે. ચતુર્ભુજજી ગીતામાં કહ્યું તે પ્રમાણે “પરિણામ”ના મોહમાં ના રહે. પ્રભુ સાથે વાતો કરી, “લેખન કાર્ય” ચાલુ રાખે અને આશા છે કે એક નવું પુસ્તક પ્રગટ કરી અનેકને આનંદ આપે.

આ સુંદર પુસ્તક પ્રગટ કરવા માટે “એચ. ચતુર્ભુજ”યાને શ્રી હરિપ્રસાદ ચતુર્ભુજ દવેને મારા અભિનંદન. !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, અમેરીકા

લેખન તારીખ ઃ ઓકટોબર,૨૩,૨૦૧૩

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક પુસ્તક-વાંચન આધારીત.

એ પુસ્તકનું નામ છે “તારૂં તને અર્પણ”.

લેખકનું નામ છે “એચ. ચતુર્ભુજ”….જેઓ અસલ કાઠીઆવાડ, ગુજરાતના…અને અમેરીકા આવી, ન્યુયોર્ક સ્ટેટમાં અત્યારે સ્થાયી છે.

આ એમની પ્રથમ બુક છે.

જે કોઈને આ પુસ્તકની ખરીદી કરવી હોય તેઓ નીચેના ફોન દ્વારા સંપ્રક કરી શકે છે>>>

૯૧૪- ૫૦૨-૦૦૦૮ (અમેરીકામાં)

ગુજરાત કે ભારતમાં મેળવવા માટે છે>>>>

શ્રી મયુરભાઈ ભૂતિ…મોબાઈલ નંબર…૯૦૧૬૦૨૫૪૦૨

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is based on my REVIEW of a NEW BOOK.

The name of the Book is “TARU TANE ARPAN”….This book is in Gujarati. It is a COLLECTION of the ARTICLES (Lekh) published in the Newspapers or the Magazines by H. CHATURBHUJ, who resides in the State of NEW YORK.

These Articles are the REFLECTIONS of the Writer about the INDIAN CULTURAL HERITAGE…HIDUISM & his GENERAL VIEWS of the OBSERVATIONS while residing in U.S.A.

The Writer born in 1926….and this age this publication of the Book is a major achievement for him. My CONGRATULATIONS !

Hope you read this Post & enjoy it !

Dr. Chandravadan Mistry

 

ઓક્ટોબર 24, 2013 at 4:46 પી એમ(pm) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,825 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031