કમુ કવિતા !

October 22, 2013 at 2:21 pm 9 comments

gulab1

કમુ કવિતા !

આજે મને કમુએ કહ્યુંઃ”મેં એની કવિતા લખી”,

જે સ્વપ્નમાં જોયું તેની જ વાત એણે સવારે કહી,

 

હા, જરૂર મેં એની કવિતા લખી હતી,

પણ હવે બીજી કવિતા મારે લખવી રહી,

 

મારી જીવન સફરે કમુ મુજને મળી,

જાણે, જીવન જીવવાની ચાવી એ હતી,

 

પ્રેમથી જીવનભર કમુને મેં નિહાળી,

જાણી, સમજી મુજ જીવને જીતો માણી,

 

મારા જીવનમાં કમુ પ્રેમરસ મળ્યો,

જે ચાખી, જીવને મધુરતાભર્યો પ્રાણ આવ્યો,

 

પ્રેમ રસ પીતા પીતા,મુજ જીવન વહે,

જેમાં “કમુ-શક્તિ”નો આધાર રહે,

 

જીદંગીના હર દિવસે કમુ પ્રેમ મળતો રહ્યો,

કોઈવાર,એની ખીજમાં નિસ્વાર્થ પ્રેમને મેં નિહાળ્યો,

 

એ જ પ્રેમ નદીના નીરમાં તરતો રહ્યો,

સ્નાન કરી,ચંદ્ર પ્રભુનો પાડ માની રહ્યો !

 

 

કાવ્ય રચનાઃ તારીખ જુન ૬, ૧૯૯૧      ચંદ્રવદન

(નોંધઃ આ રચના ફાઈલમાં ખોવાય ગઈ હતી…એ ૨૨મી સેપ્ટેમ્બર,૨૦૧૩ના દિવસે મળ્યા બાદ,

થોડા “ફેરફારો” સાથે પ્રગટ કરવાની તક લીધી છે )

 

બે શબ્દો…

સેપ્ટેમ્બર ૧૭, ૧૯૮૯નો દિવસ એટલે મને “હાર્ટ એટેક”…અને સર્જરી સાથે “નવજીવન”.

“હાર્ટ એટેક” પહેલા અને પછી મારૂં જીવન તો વહેતું જ રહ્યું.

જીવનના “સારા કે નબળા” સમયે કમુનો પ્રેમ જ મારી પ્રેરણા અને શક્તિ બની રહી છે…જેના માટે પ્રભુનો પાડ માનું છું

આ રચના તમોને ગમે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Poem in Gujarati was actually written in 1991….It was left in the file & REDISCOVERED in 2013.

It is my “feeling” for my wife Kamu.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

સંસારી જીવન વિષે પ્રભુને પુછી રહ્યો ! શ્રી શ્રી રવિ શંકર વાણી !

9 Comments Add your own

 • 1. kantilal1929  |  October 22, 2013 at 2:35 pm

  Happy Deepawali and Nutan Varshabhinandan to you and your family with best wishes… Kantilal Parmar Hitchin.

  Reply
 • 2. P.K.Davda  |  October 22, 2013 at 6:09 pm

  Long live the happy couple

  Reply
 • 3. Vinod R. Patel  |  October 22, 2013 at 6:40 pm

  સ્વપ્નમાં લખેલી કવિતા તમે હકીકતમાં ફેરવી નાખી !

  ભારોભાર પત્ની પ્રેમ ઢોળ્યો છે તમે આ રચનામાં .

  આપનો પતી-પત્નીનો પ્રેમ અમર રહો .

  Reply
 • 4. pragnaju  |  October 22, 2013 at 8:52 pm

  પ્રેમ મુજ તુજ પરે – ‘

  કંઈ અનાદિ સમયથી
  ઘણા રૂપમાં
  મેં હંમેશા તને આ જ શબ્દો કહ્યા છે.
  અને આજ પણ
  હર પળે
  ગુંજતો એ જ શબ્દધ્વનિ :
  ‘ પ્રેમ મુજ તુજ પરે .’

  પણ કદી આટલા કાળમાં
  તું પિછાણી શકી
  મર્મ એ વાક્યનો ?
  મેંય જયારે કર્યો યત્ન એ સમજવા
  ધૂંધળા ધૂંધળા આવરણથી
  ઘડી સત્ય ડોકાઈ છૂપી ગયું.’ I love you ‘ – આ શબ્દો કદાચ માનવ ઈતિહાસમાં સૌથી વધુ ઉચ્ચારાયા હશે…… જો આપણે એમ નક્કી કરીએ કે જ્યાં સુધી પ્રત્યેક શબ્દ પૂરે પૂરો સમજાય નહીં, દરેક શબ્દનો ગૂઢતમ અર્થ સમજાય નહીં, ત્યાં સુધી એ આપણે ઉચ્ચારીશું નહીં, – તો હું તો ‘ I ‘ શબ્દ જ ન ઉચ્ચારી શકું…

  Reply
 • 5. pravina  |  October 22, 2013 at 11:06 pm

  એ જ પ્રેમ નદીના નીરમાં તરતો રહ્યો,
  સ્નાન કરી,ચંદ્ર પ્રભુનો પાડ માની રહ્યો !

  love for each other.
  nice one

  Reply
 • 6. Sanat Parikh  |  October 22, 2013 at 11:17 pm

  Good rendition of your true love for Kamuben! Hope it grows by the years ahead!

  Reply
 • 7. dadimanipotli1  |  October 23, 2013 at 11:07 am

  પતિ – પત્ની વચ્ચેનું આ અતૂટ બધન સાથેનો પ્રેમ -સ્નેહ ખૂબજ સુંદર રીતે આપે વર્ણવ્યો છે. દિલના ભાવ વ્યક્ત કરવા માટે કોઈ વિશેષ શબ્દ જરૂર હોતા નથી જે પરસ્પર જ અનુભૂતિ દ્વારા વ્યક્ત થઇ જાય છે.

  Reply
 • 8. ગોદડિયો ચોરો…  |  October 24, 2013 at 4:35 pm

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  આદર્શ પતિ દ્વારા આલેખાયેલ પત્ની કમુની કવિતા.

  Reply
 • 9. nabhakashdeep  |  October 25, 2013 at 5:56 am

  મળ્યા અમે ને સાથે વાટે હાલ્યા

  કરી કવિતા ને છલક્યા વ્હાલા

  ઊર્મિઓથી ભરી દીધી કવિતા..જીવન સંગિની જેવી જ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: