Archive for ઓક્ટોબર 21, 2013

સંસારી જીવન વિષે પ્રભુને પુછી રહ્યો !

 
સંસારી જીવન વિષે પ્રભુને પુછી રહ્યો !
આજે, પ્રભુજી તને પુછી રહ્યો,
આ સંસાર તારો કેમ ના સમજાય મુજને ?…….(ટેક)
    
 
સંસારી જીવન વહી ગયું જીવન મારૂં,
તારી જ શોધમાં વીત્યું એ જીવન મારૂં,
તો, સંસારીઓ કહે કાંઈ જ નથી કર્યું,
ત્યારે, કાંઈ મુજને સમજાય નહી, અને આજે તને પુછી રહ્યો છું !…….સંસારી….(1)
 
 
મનમાં થયું કે પત્ની અને સંતાનો છે સુખી,
એક દિવસ સૌ છે ખુશ, તો અનેક વાર નહી,
તો,કાઈ ના સમજાયું અને હૈયાને પુછ્યું, ખરૂં રે શું ?
ત્યારે, હૈયું મારૂં શાંત, અને આજે પ્રભુજી તને પુછી રહ્યો છું !……સંસારી……(2)
 
 
પત્ની વાતોવાતોમાં અનેકવાર કહેતી રહે,
“જેવા છે તેવા તમે ના રહ્યા, શા માટે એવું કહે ?”
તો,કાઈ ના સમજાયું અને આત્માને પુછ્યું, શું રે ખરૂં ?
ત્યારે, આત્મા પણ શાંત, અને આજે પ્રભુજી તને પુછી રહ્યો છું !…..સંસારી…..(3)
 
 
“પ્રેમ કરીએ છે તમોને,છતાં નથી પ્રેમના દર્શન તમ તરફથી,
સંસારના અન્યને પ્રેમ મળે છે ખુભ જ તમ તરફથી,”
તો, કાંઈ સમજાયું નહી, અને મનને પુછ્યું શું રે ખરૂં ?
ત્યારે, મન પણ શાંત, અને આજે પ્રભુજી તને પુછી રહ્યો છું !…..સંસારી ….(4)
 
 
“જીવનભર સહન કર્યું, કદી હું સામે બોલી નથી,
આજે તો, મારી સહનશક્તિ પણ ખુટી ગઈ,”
તો, સમજાયું નહી, અને વાણીથી કાંઈ કહેવું કે નહી ?
ત્યારે, હું પોતે મૌન, અને આજે પ્રભુજી તને પુછી રહ્યો છું !….સંસારી ……(5)
 
 
આજે મૌન રહી, હું તો અનેક વિચારોમાં હતો ઃ
અરે, પ્યારી, તું જ મારા પ્રાણ અને શક્તિ મારી,
દીકરીઓ તો છે સંતાનરૂપી પ્રભુભેટો છે પ્યારી,
જનકલ્યાણના કાર્યો પંથે કરૂં હું પ્રેમ સૌને,
તને કેમ ભર્મ છે કે હું ભુલી ગયો પરિવારના સૌને,
ચાલો, જે ઘટના બની તે પ્રભુ ઈચ્છાથી જ હશે,
એવું કહેતા, હૈયે આશા કે “સત્યના દર્શન” સૌને મળે,
અચાનક મન મારૂં શાંત, અને હું તો મુંજાય ગયો,
ત્યારે, આંખોમાં આંસુઓ લાવી,આજે પ્રભુને પુછી રહ્યો છું !…..સંસારી…..(6)
 
 
અંતે પ્રભુવાણી હતી મુજ હૈયાના ઉંડાણમાંથી ઃ
“અરે, મારા પ્યારા, સંસાર છે તું કેમ સમજે એ સંસારને ?
યોગમાયા મારી જ છે, સમય ના બગાડ સમજવા આ સંસારને,
મારૂ જ સ્મરણ કર, અને મારી જ માયાથી પર હશે તું,
કર્મ તું કરતો જા, કર્મ કરવું એ જ ધર્મ એવું સમજ તું,
જે કરે તે અર્પણ મુજને, એ જ જીવનની ચાવી આપું છું તને,
આવી સમજ આવતા, કર્મના પરિણામનો ત્યાગ મળશે તને,
જનકલ્યાણના પંથે છે તું, તો માનજે કે એમાં જ છે પરિવર્તન તારૂં,
એવા પંથે જ તું મળશે મને, છોડ ચિન્તાઓ ‘ને ભજી લે ભજન મારૂં !”
ત્યારે, ચંદ્ર કહે ઃ સંસારનું રહસ્ય સમજાય ગયું,પ્રભુજી નથી કાંઈ પુછવું હવે તને !……સંસારી…..(7)
 
 
કાવ્ય રચનાઃતારીખ નવેમ્બર,૨૩,૨૦૧૨ ચંદ્રવદન
બે શબ્દો…
આજે છે એક કાવ્ય રચના.
એ છે ૨૩મી નવેમ્બર ૨૦૧૨ના થયેલી ઘટના તેમજ સંસારમાં થતી ઘટનાઓ આધારીત છે.
આ સંસારને કોઈએ પુર્ણતાથીજાણ્યો જ નથી, અને આ સંસારને સમજવાનો પ્રયાસ એ જ અજ્ઞાનતા, અને જરૂર એ નિરાશા લાવે છે.
આ સંસાર એટલે પ્રભુની યોગમાયા.
પ્રભુની યોગમાયાને સમજવું અશક્ય છે.
જ્યારે માનવી આવો સ્વીકાર કરે ત્યારે એ સંસારમાં રહી, ફક્ત “કર્મો” કરવાના પંથે હોય શકે….આવી સફરમાં જ્યારે એ ભક્તિબીજ કારણે કે પછી અપનાવેલા “જનસેવા”ના પંથના કારણે એ પ્રભુ તરફ વળે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati  & the Title of it means  “Questioning God about the Worldly Life as A Human Being.
It is based on the real life conversation & the “feeling of NOT understanding the TRUE meaning or Goal in Life on this Earth.
And…then the REALISATION of the way to live on this Earth is “BY the TOTAL DEVOTION to GOD and doing ALL ACTS  without the EXPECTATIONS of the RESULTS  of these Acts & dedicating all Acts to the DIVINE.
This final message is the ESSENCE of my Poem !
Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 21, 2013 at 7:56 પી એમ(pm) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,695 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031