પ્રેમ અને સંસારી બાણો !

October 20, 2013 at 12:05 am 6 comments

ImageImage

 

પ્રેમ અને સંસારી બાણો !

પ્રિયતમ,શબ્દોના બાણો તે માર્યા,

એ તો ગયા આરપાર મારા દીલમાં ,

ઘાયલ થયો પણ શબ્દ એક ના હું બોલ્યો !,,,,,,(૧)

 

પ્રિયતમ,નયનોના બાણો તે માર્યા,

એ તો ગયા આરપાર મારા દીલમાં,

આંસુઓ વહી ગયા પણ એક શબ્દ ના હું બોલ્યો !…..(૨)

 

પ્રિયતમ, તમ બાણોમાં ઝુલમો મારા જ સમજી,

છુપાવ્યો મુજ ઘાયલ દેહને આ જગમાં,

પ્રિયતમ,નથી શબ્દો મુખડે નથી આંસુઓ નયને, હવે !…..(૩)

 

પ્રિયતમ, સંસારે રહેતા, બાણો તો છુટતા રહે જીવનભર,

દીલ છે તો તારા પ્રેમમાં એનો સ્વીકાર છે જીવનભર,

પ્રિયતમ, મનડું મારૂં છે હરદીન પાગલ, તારા જ પ્રેમમાં !……(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ ૮,૨૦૧૩              ચંદ્રવદન

 

બે શબ્દો…

 

ટીવી પર ભાઈશ્રી રમેશ ઓઝાનું પ્રવચન.

ભાગવત કથાના રસપાન સાથે “બાણો આરપાર” ની વાતો….એમણે કોઈ ગીત યાદ કરાવ્યું.

સાંભળી, મારા મનમાં “પ્રેમ બાણો “રમવા લાગ્યા.

મારી વિચારધારા પ્રમાણે આ રચના શક્ય થઈ છે.

આ જ છે પતિ પત્નીનું “સંસારી” જીવન….પત્ની બાણો મારે એવું છે અહીં….પણ, પતિ પણ બાણો મારે ત્યારે પત્ની દીલની “ઢાલ” લેય તો સંસારીજીવને ઝગડાના હોય અને ફક્ત “પ્રેમ” જ હોય શકે !

આ કાવ્ય દ્વારા આ જ મારો “પ્રેમ સંદેશ” છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW  WORDS…

Today’s Post is a Poem in Gujarati is the MESSAGE of LOVE  as the ARROWS.

It is as the CONVERSATION between the HUSBAND & the WIFE.

Hope you like it !

 

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો. Tags: .

ભાગવત કથાનું જ્ઞાન ! ધ્યાન,મન, અને ભક્તિ !

6 Comments Add your own

  • 1. P.K.Davda  |  October 20, 2013 at 12:55 am

    પ્રિયતમ, સંસારે રહેતા, બાણો તો છુટતા રહે જીવનભર
    તદ્દન સાચી વાત છે.

    Reply
  • 2. nabhakashdeep  |  October 20, 2013 at 1:14 am

    ભાવભર્યું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 3. pravina  |  October 20, 2013 at 2:54 am

    very nice

    Reply
  • 4. Vinod R. Patel  |  October 20, 2013 at 3:47 am

    પ્રિયતમ, સંસારે રહેતા, બાણો તો છુટતા રહે જીવનભર,

    દીલ છે તો તારા પ્રેમમાં એનો સ્વીકાર છે જીવનભર,

    કાવ્યનો “પ્રેમ સંદેશ” ગમ્યો .

    Reply
  • 5. pravinshastri  |  October 20, 2013 at 9:55 am

    ડૉક્ટર સાહેબ ખૂબ સરસ શબ્દો, સરસ ભાવ, ગૂઢ સંદેશ. સુપર્બ પૉએમ. પ્રેમ હોય તો કોઈ પણ પ્રકારના બાણો સ્વીકારી શકાય. પ્રેમ ન હોય તો સામસામી બાણાબાણી થાય.
    અને ડોક્ટર સાહેબ કેટલાક નફ્ફટ એવા હોય કે બાણ આવતા પહેલા જ લોકલ એનૅસ્ટેટિક લગાવી લે. બસ બાણ મારતા રહો. અમે હસતા હસતા લેતા રહીશું.

    Reply
  • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 22, 2013 at 1:31 pm

    ડોકટર સાહેબ

    રચનામાં સુંદર પ્રેમરસ પિરસેલ છે.

    વાહ…..સાહેબ….વાહ…સાહેબ

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,082 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: