ધ્યાન,મન, અને ભક્તિ !

ઓક્ટોબર 20, 2013 at 3:15 પી એમ(pm) 11 comments

 

ImageImage

 

ધ્યાન,મન, અને ભક્તિ !

ધ્યાનથી મનને શાંત કરો,

શાંત મનમાં પ્રભુ સ્મરણ કરો,….(૧)

 

પ્રભુ સ્મરણમાં પ્રભુ સ્વરૂપ ભરો,

પ્રભુ સ્વરૂપ દર્શનમાં ભક્તિ કરો,…(૨)

 

ભક્તિમય બની, પ્રભુ શોધમાં રહો,

એવી શોધમાં પ્રભુ નજીક હશો,….(૩)

 

પ્રભુ નજીકે પ્રભુ સનમુખે હશો,

પ્રભુ સામે રહેતા,મોહમાયાથી દુર રહેશો,….(૪)

 

મોહમાયા ત્યાગે ભક્તિ બને પાકી,

પાકી ભક્તિમાં પવિત્રતા તમે ચાખી,…(૫)

 

જીવનમાં પવિત્રતાનો સ્વાદ એવો માણી,

મેળવો જીવન જીવવાની ચાવી,…..(૬)

 

જીવન એવું જીવતા જીવન યાત્રા ફળી,

માનવ જીવન યાત્રામાં એ જ સફળતા ખરી,….(૭)

 

એવી સફળતામાં છે જીવનની પુંજી ખરી

તો, શાને જીવનમાં ખોટી સંસારી ચિંતાઓ ભરી ?….(૮)

 

ભલે સંસારમાં જીવન તમારૂં વહેતું રહે,

નથી ફુટકારો,કર્મ તો તારે કરવું જ પડે,…(૯)

 

નિઃસ્વાર્થ કર્મો જો તારા શક્ય બને,

ત્યારે અન્યની સેવામાં એ હોય શકે,…(૧૦)

 

આવા સત્યને પ્રથમ જાણવું  રહે,

તો જ, તું એવો અમલ કરી શકે,….(૧૧)

 

સેવારૂપી કાર્યો અમલમાં પુન્યો રહે,

સારા કામો કરવાની ટેવો પડે,…..(૧૨)

 

સારા કાર્યોની ટેવ સાથે છુટે કાર્યો બુરા,

જો બુરાઈથી દુર,બને સૌ પ્રભુ પ્યારા,….(૧૩)

 

સેવા થકી જ તમે પ્રભુ પ્યારા થાઓ,

એથી,સેવા પંથને જ ભક્તિપંથ માનો,…(૧૪)

 

કળિયુગમાં ભક્તિ જ એક સરળ માર્ગ કહ્યો,

સંસારમાં રહી, આ જ માર્ગ અપનાવવો રહ્યો,….(૧૫)

 

જ્ઞાન માર્ગ તો શું ખોટો રહ્યો ?

સવાલ એવો હવે મનમાં રહ્યો,…..(૧૬)

 

જ્ઞાનથી મનનો અંધકાર દુર હોય,

એવા જ્ઞાનમાર્ગનો કદી અંત ના હોય,…(૧૭)

 

જ્ઞાન જ્યોતથી મનને સ્થીર કર,

સ્થીરતા સાથે થોડી સમજ ભર,….(૧૮)

 

એવી સમજમાં “પરમ શક્તિ”ના દર્શન કર,

એવા દર્શનમાં જ્ઞાનમાર્ગના લોભનો ત્યાગ કર,….(૧૯)

 

એવા ત્યાગમાં ફક્ત પ્રભુજી મનમાં વસે,

એવી તન-મન સ્થીતીમાં પરમ શાંતી રહે,…..(૨૦)

 

પાલન કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનું થયું,

જાણે, ગીતારૂપી પ્રભુ સંદેશને જીવનમાં મઢવાનું થયું,…(૨૧)

 

એથી, અંતે ચંદ્ર સૌને કહે છે ફરી ફરી,

ત્યાગી સર્વ, પ્રભુને ભજી લ્યો ફરી ફરી !….(૨૨)

 

કાવ્ય રચનાઃ તારીખ, એપ્રિલ,૧૭,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ છે ગીતાનો સંદેશો કહેવાનો મારો પ્રયાસ.

ગીતા એટલે વેદો વિગેરેના વર્ણનરૂપે જે ઉપદેશ છે તેનો સાર.

માનવ જીવનનો હેતું શું, એની સમજ આપવા શ્રી કૃષ્ણએ વેદોમાંથી સરળ શબ્દોમાં જે કહ્યું તે જ ગીતા !

સતકર્મ સાથે જીવન જીવવા માટે અનેક પંથોનું વર્ણન કરી અંતે મુખ્ય સંદેશો હતો “પ્રભુમાં શરણાગતી”.

પ્રભુને મળવા કે પામી એની સાથે “એક” થવાની ઈચ્છા એ જ જીવન સફળતાની ચાવી !

મન વિષે કાવ્યમાં શરૂઆત કરી….અંતે કાવ્યમાં પ્રભુને પામવાની વાત કહી.

આશા છે કે…..આ પોસ્ટ વાંચી, સૌ મનમાં વિચારો કરે…વિચારો કર્યા બાદ, જે કાંઈ “અમલ” હશે તે સારૂં અને યોગ્ય જ હશે…કદાચ, એમાં તમારૂં “પરિવર્તન” પણ હોય કે પછી, જે સત્યના પંથે તમો હશો ત્યાંથી તમે વધુ “શક્તિ” મેળવી, જીવનમાં આગેકુચ કરવા આનંદભાવે તૈયાર હશો.

જે કાંઈ તમે અનુભવો તે માટે મને તો આનંદ જ છે…જે કાંઈ તમે અનુભવો, કે હું અનુભવું તેમાં હું તો પ્રભુકૃપારૂપે જ નિહાળું છું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

This Kavya or the Poem is my attempt to convey the MESSAGE of GITA in the SIMPLE way.

In this World, the Human who has the MIND must  gain the STABLITY….and in that state, must do the ACTIONS (Karma), which must be SELFLESS & benefiting the OTHERS (True Seva)…..As one takes that Path, he/she will be automatically on the BHAKTI PATH ( Path to Divinity).This Path eventually (intentionally or unintentionally) lead to the TOTAL SURRENDER to the ALMIGHTY (Prabhu Sharanagati).

That is the SALVATION !

DR. CHANDRAVADAN MISTRY

Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રેમ અને સંસારી બાણો ! સંસારી જીવન વિષે પ્રભુને પુછી રહ્યો !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. P.K.Davda  |  ઓક્ટોબર 20, 2013 પર 3:51 પી એમ(pm)

  વાહ! આ તો ચંદ્રગીતા થઈ ગઈ!!

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  ઓક્ટોબર 20, 2013 પર 3:54 પી એમ(pm)

  ચંદ્ર ગીતાધ્યાનથી મન શાંત કરો,

  શાંત મનથી પ્રભુ સ્મરણ કરો,….

  જવાબ આપો
 • 3. pragnaju  |  ઓક્ટોબર 20, 2013 પર 4:08 પી એમ(pm)

  ધ્યાનથી મનને શાંત કરો,
  શાંત મનમાં પ્રભુ સ્મરણ કરો,

  પ્રભુ સ્મરણમાં પ્રભુ સ્વરૂપ ભરો,
  પ્રભુ સ્વરૂપ દર્શનમાં ભક્તિ કરો,

  સંતો પણ કહે છે તે પ્રમાણે તમે ધ્યાન…સ્મરણ કરો બાકીનું તે સંહાળી લેશે

  જવાબ આપો
 • 4. Dr.S.D.Mistry  |  ઓક્ટોબર 20, 2013 પર 4:39 પી એમ(pm)

  Very nicely written poem full of wise words.
  If you live accordingly, you have nothing else to do in life.
  Shashibhai

  જવાબ આપો
 • 5. Thakorbhai & Parvatiben Mistry  |  ઓક્ટોબર 20, 2013 પર 6:04 પી એમ(pm)

  People may know all those wise things set out in your poem but they ignore them deliberately or otherwise but if they put them in practice in their lives sureky they will experinece they are near the Almighty

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  ઓક્ટોબર 20, 2013 પર 8:29 પી એમ(pm)

  સેવા થકી જ તમે પ્રભુ પ્યારા થાઓ,

  એથી,સેવા પંથને જ ભક્તિપંથ માનો,…(૧૪)

  ધ્યાન,મન, અને ભક્તિ વિષે મનન કરીને આ રચનામાં વહેંચેલા વિચારો

  ગમ્યા .

  જવાબ આપો
 • 7. nabhakashdeep  |  ઓક્ટોબર 21, 2013 પર 12:23 એ એમ (am)

  સરળ અને પરમની આરાધના જે હૃદય ઝીલે તેને આ સ્પંદનો પ્રભુમય બનાવી દે. ડોશ્રી ચંદ્રવદનભાઈની મનનીય ભક્તિ રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. ishvarlalmistry  |  ઓક્ટોબર 21, 2013 પર 5:48 એ એમ (am)

  Very nice poem chandravadanbhai, one must follow what you mentioned ,very true Bhakti leads to salvation and near God, and gives you wisdom.

  ishvarbhai.

  જવાબ આપો
 • 9. prdpravaladip raval news editor  |  ઓક્ટોબર 21, 2013 પર 11:29 એ એમ (am)

  જન ફરિયાદ પરિવાર ના લેખક,સલાહકાર અને વડીલ એવા ડો.ચંદ્રકાન્તભાઈ મિસ્ત્રી (કેલીફોર્નિયા) નો ગયીકાલે ૭૦ મો જન્મદિવસ હતો…તેમની ચારેય પુત્રીઓ ના પરિવારે સરપ્રાઈઝ પાર્ટી નું આયોજન કર્યું હતું….જન ફરિયાદ પરિવાર તેમને ખુબ ખુબ જનમદિન ની શુભેચ્છા પાઠવે છે…અને દીર્ધાયું આયુષ્ય તેમને બાકીના વર્તમાન ના ઉપવન માં પસાર થાય તેવી પ્રભુ ને પ્રાર્થના કરે છે…ચન્દ્રપુકાર ની જીવન યાત્રા નો પ્રારંભ નવસારી પાસે ના વેસ્મા ગામે થી થયો હતો.બાળપણ ની યાદો અને અનેક યાતનાઓ ના તનાવ વચ્ચે આફ્રિકા,લંડન બાદ અમેરિકા માં આવી ને તેઓ વસ્યા…કમુ નામે સહભાગી જીવન ને યશ રૂપી પત્ની મળી .રૂપા,નીના,વંદના અને વર્ષા પુત્રી ના એ પિતા અને માધવ ના પુત્ર ખરેખર યાદો ના ઉપવન તેમની આત્મકથા જેવું જીવન ગાળતાં જોવા મળ્યા છે..માનવ સેવા ની મહેકે ડોક્ટરની પદવી બાદ સમાજ ના ઉત્થાન માટે પુસ્તકાલયો,સાહિત્ય જગત ને ધબકતું રાખવા બને તેટલી સાહિત્ય અકાદમીઓને સહાય તેમજ શિક્ષણ ક્ષેત્રે ચંદ્ર-કમુ એવોર્ડ વરસો વરસ અપાય તેવી નાણાકીય રકમો ની યોગ્ય ગોઠવણી સાથે સંચાલન અપાય..જેના ગુણલા નામી અમી સૌકોઈ જેસર્વારકાર જેવા પણ ગાય..આવા વિરલ વ્યક્તિત્વ ધરાવતા ડોક્ટર માટે ચાલો આપને સાથે ભેગા મળીને ઈશ્વર ને કહીએ કે બાકી રહેલી તેમની યાત્રા માં તેમને અનેક રંગો પૂરવાનો ચોક્કસ મોકો આપજે….એ..જ…પુત્ર સમો..પ્રદીપ રાવલ…જન્ફરીયાદ રૂપી યાત્રા એ નીકળેલો…..

  જવાબ આપો
 • 10. prdpravaladip raval news editor  |  ઓક્ટોબર 21, 2013 પર 11:31 એ એમ (am)

  જ્ઞાન,ભક્તિ,કર્મ અને યોગ ને જેને શબ્દોમાં પચાવી ને વહેચ્યું હોય તેમને જ આ રચના નો ભાવાર્થ સમજાય….ખુબ અભિનંદન…અદભુત…

  જવાબ આપો
 • 11. chandravadan  |  ઓક્ટોબર 23, 2013 પર 12:12 એ એમ (am)

  This was an Email Response>>>>

  Re: ધ્યાન,મન, અને ભક્તિ !

  FROM Purvi Malkan TO You

  From Purvi Malkan

  To chadravada mistry

  bahu j sundar uncleji chelli line to mane bahu j gami”જે કાંઈ તમે અનુભવો તે માટે મને તો આનંદ જ છે…જે કાંઈ તમે અનુભવો, કે હું અનુભવું તેમાં હું તો પ્રભુકૃપારૂપે જ નિહાળું છું !”just beautyful

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks !
  Uncle

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: