Archive for ઓક્ટોબર 20, 2013

ધ્યાન,મન, અને ભક્તિ !

 

ImageImage

 

ધ્યાન,મન, અને ભક્તિ !

ધ્યાનથી મનને શાંત કરો,

શાંત મનમાં પ્રભુ સ્મરણ કરો,….(૧)

 

પ્રભુ સ્મરણમાં પ્રભુ સ્વરૂપ ભરો,

પ્રભુ સ્વરૂપ દર્શનમાં ભક્તિ કરો,…(૨)

 

ભક્તિમય બની, પ્રભુ શોધમાં રહો,

એવી શોધમાં પ્રભુ નજીક હશો,….(૩)

 

પ્રભુ નજીકે પ્રભુ સનમુખે હશો,

પ્રભુ સામે રહેતા,મોહમાયાથી દુર રહેશો,….(૪)

 

મોહમાયા ત્યાગે ભક્તિ બને પાકી,

પાકી ભક્તિમાં પવિત્રતા તમે ચાખી,…(૫)

 

જીવનમાં પવિત્રતાનો સ્વાદ એવો માણી,

મેળવો જીવન જીવવાની ચાવી,…..(૬)

 

જીવન એવું જીવતા જીવન યાત્રા ફળી,

માનવ જીવન યાત્રામાં એ જ સફળતા ખરી,….(૭)

 

એવી સફળતામાં છે જીવનની પુંજી ખરી

તો, શાને જીવનમાં ખોટી સંસારી ચિંતાઓ ભરી ?….(૮)

 

ભલે સંસારમાં જીવન તમારૂં વહેતું રહે,

નથી ફુટકારો,કર્મ તો તારે કરવું જ પડે,…(૯)

 

નિઃસ્વાર્થ કર્મો જો તારા શક્ય બને,

ત્યારે અન્યની સેવામાં એ હોય શકે,…(૧૦)

 

આવા સત્યને પ્રથમ જાણવું  રહે,

તો જ, તું એવો અમલ કરી શકે,….(૧૧)

 

સેવારૂપી કાર્યો અમલમાં પુન્યો રહે,

સારા કામો કરવાની ટેવો પડે,…..(૧૨)

 

સારા કાર્યોની ટેવ સાથે છુટે કાર્યો બુરા,

જો બુરાઈથી દુર,બને સૌ પ્રભુ પ્યારા,….(૧૩)

 

સેવા થકી જ તમે પ્રભુ પ્યારા થાઓ,

એથી,સેવા પંથને જ ભક્તિપંથ માનો,…(૧૪)

 

કળિયુગમાં ભક્તિ જ એક સરળ માર્ગ કહ્યો,

સંસારમાં રહી, આ જ માર્ગ અપનાવવો રહ્યો,….(૧૫)

 

જ્ઞાન માર્ગ તો શું ખોટો રહ્યો ?

સવાલ એવો હવે મનમાં રહ્યો,…..(૧૬)

 

જ્ઞાનથી મનનો અંધકાર દુર હોય,

એવા જ્ઞાનમાર્ગનો કદી અંત ના હોય,…(૧૭)

 

જ્ઞાન જ્યોતથી મનને સ્થીર કર,

સ્થીરતા સાથે થોડી સમજ ભર,….(૧૮)

 

એવી સમજમાં “પરમ શક્તિ”ના દર્શન કર,

એવા દર્શનમાં જ્ઞાનમાર્ગના લોભનો ત્યાગ કર,….(૧૯)

 

એવા ત્યાગમાં ફક્ત પ્રભુજી મનમાં વસે,

એવી તન-મન સ્થીતીમાં પરમ શાંતી રહે,…..(૨૦)

 

પાલન કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનું થયું,

જાણે, ગીતારૂપી પ્રભુ સંદેશને જીવનમાં મઢવાનું થયું,…(૨૧)

 

એથી, અંતે ચંદ્ર સૌને કહે છે ફરી ફરી,

ત્યાગી સર્વ, પ્રભુને ભજી લ્યો ફરી ફરી !….(૨૨)

 

કાવ્ય રચનાઃ તારીખ, એપ્રિલ,૧૭,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ છે ગીતાનો સંદેશો કહેવાનો મારો પ્રયાસ.

ગીતા એટલે વેદો વિગેરેના વર્ણનરૂપે જે ઉપદેશ છે તેનો સાર.

માનવ જીવનનો હેતું શું, એની સમજ આપવા શ્રી કૃષ્ણએ વેદોમાંથી સરળ શબ્દોમાં જે કહ્યું તે જ ગીતા !

સતકર્મ સાથે જીવન જીવવા માટે અનેક પંથોનું વર્ણન કરી અંતે મુખ્ય સંદેશો હતો “પ્રભુમાં શરણાગતી”.

પ્રભુને મળવા કે પામી એની સાથે “એક” થવાની ઈચ્છા એ જ જીવન સફળતાની ચાવી !

મન વિષે કાવ્યમાં શરૂઆત કરી….અંતે કાવ્યમાં પ્રભુને પામવાની વાત કહી.

આશા છે કે…..આ પોસ્ટ વાંચી, સૌ મનમાં વિચારો કરે…વિચારો કર્યા બાદ, જે કાંઈ “અમલ” હશે તે સારૂં અને યોગ્ય જ હશે…કદાચ, એમાં તમારૂં “પરિવર્તન” પણ હોય કે પછી, જે સત્યના પંથે તમો હશો ત્યાંથી તમે વધુ “શક્તિ” મેળવી, જીવનમાં આગેકુચ કરવા આનંદભાવે તૈયાર હશો.

જે કાંઈ તમે અનુભવો તે માટે મને તો આનંદ જ છે…જે કાંઈ તમે અનુભવો, કે હું અનુભવું તેમાં હું તો પ્રભુકૃપારૂપે જ નિહાળું છું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

This Kavya or the Poem is my attempt to convey the MESSAGE of GITA in the SIMPLE way.

In this World, the Human who has the MIND must  gain the STABLITY….and in that state, must do the ACTIONS (Karma), which must be SELFLESS & benefiting the OTHERS (True Seva)…..As one takes that Path, he/she will be automatically on the BHAKTI PATH ( Path to Divinity).This Path eventually (intentionally or unintentionally) lead to the TOTAL SURRENDER to the ALMIGHTY (Prabhu Sharanagati).

That is the SALVATION !

DR. CHANDRAVADAN MISTRY

ઓક્ટોબર 20, 2013 at 3:15 પી એમ(pm) 11 comments

પ્રેમ અને સંસારી બાણો !

ImageImage

 

પ્રેમ અને સંસારી બાણો !

પ્રિયતમ,શબ્દોના બાણો તે માર્યા,

એ તો ગયા આરપાર મારા દીલમાં ,

ઘાયલ થયો પણ શબ્દ એક ના હું બોલ્યો !,,,,,,(૧)

 

પ્રિયતમ,નયનોના બાણો તે માર્યા,

એ તો ગયા આરપાર મારા દીલમાં,

આંસુઓ વહી ગયા પણ એક શબ્દ ના હું બોલ્યો !…..(૨)

 

પ્રિયતમ, તમ બાણોમાં ઝુલમો મારા જ સમજી,

છુપાવ્યો મુજ ઘાયલ દેહને આ જગમાં,

પ્રિયતમ,નથી શબ્દો મુખડે નથી આંસુઓ નયને, હવે !…..(૩)

 

પ્રિયતમ, સંસારે રહેતા, બાણો તો છુટતા રહે જીવનભર,

દીલ છે તો તારા પ્રેમમાં એનો સ્વીકાર છે જીવનભર,

પ્રિયતમ, મનડું મારૂં છે હરદીન પાગલ, તારા જ પ્રેમમાં !……(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ ૮,૨૦૧૩              ચંદ્રવદન

 

બે શબ્દો…

 

ટીવી પર ભાઈશ્રી રમેશ ઓઝાનું પ્રવચન.

ભાગવત કથાના રસપાન સાથે “બાણો આરપાર” ની વાતો….એમણે કોઈ ગીત યાદ કરાવ્યું.

સાંભળી, મારા મનમાં “પ્રેમ બાણો “રમવા લાગ્યા.

મારી વિચારધારા પ્રમાણે આ રચના શક્ય થઈ છે.

આ જ છે પતિ પત્નીનું “સંસારી” જીવન….પત્ની બાણો મારે એવું છે અહીં….પણ, પતિ પણ બાણો મારે ત્યારે પત્ની દીલની “ઢાલ” લેય તો સંસારીજીવને ઝગડાના હોય અને ફક્ત “પ્રેમ” જ હોય શકે !

આ કાવ્ય દ્વારા આ જ મારો “પ્રેમ સંદેશ” છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW  WORDS…

Today’s Post is a Poem in Gujarati is the MESSAGE of LOVE  as the ARROWS.

It is as the CONVERSATION between the HUSBAND & the WIFE.

Hope you like it !

 

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 20, 2013 at 12:05 એ એમ (am) 6 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,706 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031