Archive for ઓક્ટોબર 18, 2013

ભાગવત કથાનું જ્ઞાન !

 Krishna Janmashtmi

gulab1

 

 

ભાગવત કથાનું જ્ઞાન !

 

શ્રી ભાગવત કથા શું છે કોઈ મુજને કહે?

એવા પ્રષ્ને, ચંદ્ર આ પુરાણની જરા વાતો કરે !……(ટેક)

 

ભા,ગ,વ,ત આમ ચાર અક્ષરોથી નામ બને,

જે,થકી, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગની સમજ મળે,..(૧)

 

શોક,ભય અને મોક્ષ ભાગવત સબંધીત શબ્દો છે,

શોક એટલે ભુતકાળ, ભયે ભવિષ્ય ‘ને મોહે વર્તમાન છે…..(૨)

 

ચમુંડા સ્વરૂપે અસુરોસંહારી, દુર્ગામાં માતા શક્તિ પ્યારી,

સર્વ શક્તિમાં શ્રી હરિની કૃપા છે ખુબ જ ન્યારી !………(૩)

 

હું તો હરિનો, હવે ભય શોક કે મોહ  મુજમાં નહી,

હવે જીવન મારૂં છે શાંતીભર્યું અને આનંદીત અહીં,……..(૪)

 

માતગર્ભમાં બાળ રક્ષાની તો માત જવાબદારી,

ઉત્તરાએ બાળ પરિક્ષિત રક્ષા કાજે પ્રભુ શરણાગતિ સ્વીકારી,….(૫)

 

રાજા પરિક્ષિતના શાપ કારણે, જગતે ભાગવત કથા જાણી,

જે શુકદેવજી મહારાજ મુખેથી પ્રરિક્ષિતજી અને સૌએ જાણી,……(૬)

 

સાંભળી, પરિક્ષિતજીએ તો સાત દિવસે મોક્ષગતી રે પામી,

ચંદ્ર કહે ઃ જે કોઈ ભાગવત રસપાન કરે તે બને વૈકુંઠધામી !……(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુલાઈ,૧૬,૨૦૧૩                    ચંદ્રવદન

બે શબ્દો…

” ટીવી એશીઆ”પર ભાઈશ્રી રમેશ ઓઝા નું પ્રવચન થોડા દિવસોથી હું મારી પત્ની સાથે બેસી, સાંભળવાનો લ્હાવો લઈ રહ્યો હતો.

જુલાઈ,૧૬,૨૦૧૩ના દિવસે, જરા “ભાગવત” શું છે તેની સમજ અપાતી હતી.

આ આગળ ઓરલાન્ડો ફ્લોરીડામાં થયેલી કથા ફરી “રેલેય” થઈ રહી હતી.

“ભાગવત” શબ્દના ચાર અક્ષરો..એની સમજ !

શોક=ભુતકાળ, માયા=વર્તમાન..અને ભય=ભવિષ્ય.

જે સાંભળ્યું તેને મેં કાવ્યરૂપે લખ્યું.

અહીં મારૂં કાંઈ જ નથી…ફક્ત રમેશભાઈ ઓઝા પાસે લીધેલી પ્રસાદીમાંથી સૌને આપ્યું છે !

આ કાવ્ય રચના ગમે…સરળતાથી ભાગવત કથાનો મહિમા સમજાય એવી મારી આશા છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is an attempt to make others understand BHAGWAT KATHA via a Poem in Gujarati.

It is MOST SIMPLE way to undersatand the MULTIPLE STORIES with only one MESSAGE..it is to understand the DIVINE.

To understand in a SIMPLE way…LAMENTATION=Reflections on the PASTand FEAR= Worries of the UKCERTAIN FUTURE..and MOH or the ATTACHMENTS= the PRESENT.

If one can have the VICTORY over these 3 Elements of the LIFE…one can only march forward towards the SALVATION ( MOX).

I hope you like this Post !

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 18, 2013 at 1:42 પી એમ(pm) 10 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,709 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031