રતિલાલ ચંદેરીયા, એક મહા આત્મા !

October 17, 2013 at 3:42 pm 8 comments

Ratilal Chanderia

રતિલાલ ચંદેરીયા, એક મહા આત્મા !

 

રતિલાલ ચંદેરીયા, એક વિભુતી મહાન,

ચંદ્ર પ્રણામ કરી,  અર્પે શ્રધ્ધાજંલી જો હતા એ આત્મા મહાન !….(ટેક)

 

૧લી ઓકટોબર,૧૯૨૨ના દિવસે એક આત્મા જન્મે,

કોને ખબર કે જગમાં એ શું રે કરશે ?

એક માનવ જીવન જગમાં વહી ગયું ,

એવા જીવનની હું આજે વાતો કરૂં !…..(૧)

 

વર્ષો વહે અને રતિલાલ મોટા બનતા રહે,

વય સાથે હ્રદય લાગણીઓ પણ વધતી રહે,

એક માનવ જીવન જગમાં વહી ગયું,

એવા જીવનની હું આજે વાતો કરૂં !…..(૨)

 

હ્રદય લાગણીઓ ભરપુર એવા રતિલાલ એક માનવી હતા,

“ગુજરાતી લેક્ષાકોન” નામે વેબસાઈટના ઘડનાર એ હતા,

એક માનવ જીવન જનસેવામાં વહી ગયું,

એવા જીવનની હું આજે વાતો કરૂં !…..(૩)

 

રતિલાલ પત્રકાર લેખક ગુજરાતના પ્યારા હતા,

રતિલાલ તો ગુજરાતી ભાષાના એક પ્રેમી હતા,

એક માનવ જીવન માતૃભાષા પ્રેમમાં વહી ગયું,

એવા જીવનની હું આજે વાતો કરૂં !….(૪)

 

જન્મ જેનો હતો ૧૯૨૨માં ૧લી ઓકટોબરના દિવસે,

મૃત્યુ જેનું ૨૦૧૩માં ૧૩મી ઓકટોબરના દિવસે,

એક માનવી જીવનનો અંત પ્રભુકૃપાથી દસેરાના શુભ દિવસે,

એવા જીવનની હું આજે વાતો કરૂં !…..(૫)

 

અરે ! મિત્રો, જાણો અંતીમ ચંદ્ર વિચાર વિષે,

૧૩મી ઓકટોબર એટલે ચંદ્રની ૭૦મી બર્થડે વિષે,

એક માનવી જીવનના અંતે રતિલાલ -ચંદ્ર મિલનનું પ્રભુ જ ઘડે !

એવા જીવનની હું આજે વાતો કરૂં !……(૬)

 

હ્રદય ખોલી ચંદ્ર રતિલાલને અંજલી ધરે,

અનેકના હ્રદય જીતનાર રતિલાલને સૌ અંજલી અર્પે,

એક માનવ જીવન અમર એવી યાદમાં આજે વહી રહે,

એવા જીવનની હું આજે વાતો કરૂં !…..(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ ઓકટોબર, ૧૪,૨૦૧૩          ચંદ્રવદન

 

 

બે શબ્દો…

કોમ્યુટર વિષે જાણી ૨૦૦૭માં વેબ જગતમાં ફરતા, મેં પહેલીવાર રતિલાલભાઈ અને એમના “યોગદાન” વિષે જાણ્યું  અને મારા હૈયે ખુબ જ આનંદ થયો.

કોઈકવાર ઈમેઈલ દ્વારા એકબીજાને મળ્યા હતા.

એકવાર એઓ મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર પણ આવ્યા હતા.

ત્યારબાદ….એમણે શરૂ કરેલ કાર્યની જવાબદારી ઉત્તમભાઈ ગજ્જર અને બળવંતભાઈ પટેલે લીધી. એઓ પાછળ રહી પ્રેરણા આપતા રહ્યા.

ગુજરાતી ભાષા પ્રત્યે એમનો પ્રેમ ઉંડો હતો….આ ભાષા કોમ્પ્યુટર જગતે જીવીત રહે એ એમનો હેતુ હતો.

“ગુજરાતી લેક્ષીકોન”ની વેબસાઈટ દ્વારા એમણે જે કર્યું તે માટે સૌ એમના આભારીત છે.

જે કોઈને એમના વિષે વધુ જાણવું હોય તેઓ નીચેની લીન્ક પર જઈ શકે છે>>>>

http://vinodvihar75.wordpress.com/2013/10/14/331-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c-%e0%aa%b2%e0%ab%87%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9c%e0%aa%a8%e0%aa%95-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5/

 

પ્રભુ એમના આત્માને શાંતી બક્ષે.

આ પોસ્ટ વાંચી, એમને “અંજલી” બક્ષે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Ratilal Chaderia had been a PIONEER in the spread of the interest for GUJARATI BHASHA via the INTERNET.

Uttambhai Gajjar & Balwant Patel had been closely associated with his work.

As of 13th October,2013 Ratilalbhai left this Earth ..It was a Day of DASERA. He was born on 1st October in 1922..and died in October this year 2013.

May his Soul rest in Peace with God.

I paid my RESPECTS ( ANJALI)via a Poem in Gujarati.

Inviting you all to read this Post !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

૭૦મી વર્ષગાંઠની વાત ! ભાગવત કથાનું જ્ઞાન !

8 Comments Add your own

 • 1. P.K.Davda  |  October 17, 2013 at 4:19 pm

  રતિકાકા ગુજરાતી બ્લોગના ઈતિહાસમાં અમર રહેસે.

  Reply
 • 2. ગોવીન્દ મારુ  |  October 17, 2013 at 5:13 pm

  પરમ શ્રદ્ધેય રતીકાકાને અશ્રુભરી શ્રદ્ધાંજલી…

  Reply
 • 3. Vinod R. Patel  |  October 17, 2013 at 9:39 pm

  ગુજરાતી ભાષાની અસ્મિતા માટે સતત 25 વરસો એની પાછળ એક

  મિશનરી જેવા ધ્યેયથી કાર્ય રત રહેનાર કર્મ યોગી રતીકાકાને

  હાર્દિક શ્રદ્ધાંજલી .

  Reply
 • 4. Ramesh Patel  |  October 17, 2013 at 10:45 pm

  આદરણીય રતિકાકાએ અવિસ્મરણિય ભેટ ગુજરાતી ભાષાને દીધી છે..જે માટે આપણે સૌ ઋણી છીએ. ..ભીંના ભાવે શ્રધ્ધાંજલિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. Dilip Gajjar  |  October 18, 2013 at 9:16 am

  Sadgat na aatmarthe paarthna..

  Reply
 • 6. Dr.Chandravadan Mistry  |  October 18, 2013 at 2:07 pm

  This was an Email Response>>>>>>

  RE: રતિલાલ ચંદેરીયા, એક મહા આત્મા !
  FROM Uttam Gajjar TO You FromUttam Gajjar To’chadravada mistry’ ‘BALVANT PATEL’
  વહાલા ડૉ. ચન્દ્રવદનભાઈ,

  સ્વ. રતીકાકા વીશે તમારા બ્લોગ પર તમે દીલની લાગણી પ્રકાશીત કરી તે ગમ્યું..

  આ મહાન ભાષાસેવક વીશે જેટલું કહીએ તેટલું ઓછું છે..

  તમારી અંજલી ગમી..

  ધન્યવાદ..

  ..ઉ.મ..
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Uttambhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 7. ishvarlalmistry  |  October 21, 2013 at 6:00 am

  May his soul rest in peace, Shree Ratilalbhai. very nice person,great loss to family & friends.

  Ishvarbhai.

  Reply
 • 8. ગોદડિયો ચોરો…  |  October 24, 2013 at 4:31 pm

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

  ગુજરાતી લેક્સિકોનના જનક સ્વ. રતિકાકાને ભાવ ભરી શ્રધ્ધાંજલિ.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: