ચંદ્રવિચારધારા (૯)…” માનવી અને એનું જીવન ઃ જવાબદારી કોની ? અને, એવી જવાબદારી અદા કરતા, પરમેશ્વરનું સ્મરણ યોગ્ય ?”

October 11, 2013 at 1:10 pm 12 comments

 

 

ચંદ્રવિચારધારા (૯)...” માનવી અને એનું જીવન ઃ જવાબદારી કોની ?  અને, એવી જવાબદારી અદા કરતા, પરમેશ્વરનું સ્મરણ યોગ્ય ?”

આજે છે જુન,૨૮,૨૦૧૩નો શુભદિવસ.

આજે છે શુક્રવારનો દિવસ.

સવારના ૯નો સમય થયો છે.

શું લખવું એ હું જરા પણ જાણતો નથી.

બસ, કાંઈ લખવું છે એટલો જ વિચાર છે.

હજું કાંઈ લખું તે પહેલા જ એક ફોન “કેરોલીના”થી આવ્યો.

એ હતો એક નાની બાળકીને “હાર્ટ” ની મોટી સર્જરી થઈ તેના સમાચાર આપવા માટે હતો.

વર્ષ કરતા નાની વયે “પ્રીમેચ્યુર” બાળકી તરીકે જન્મેલી અને એ કારણે હ્રદય જેવું જોઈએ તે પ્રમાણે ના હતું, અને અંદર રહી ગયેલા “હોલ્સ”માટે આ “રીપેર”સર્જરી હતી.

આ સર્જરી વગર આ બાળકીના જીવન માટે ખતરો હતો.

આથી જ ડોકટરી સલાહો પ્રમાણે આ કાર્ય માટે માતા-પિતા તેમજ અન્યે નિર્ણય લીધો હતો…જે યોગ્ય નિર્ણય જ કહેવાય.

આવા સમયે…..

સમાચાર જાણી ફોન પર મારા શબ્દો હતા ઃ

“મીરાને સવારે હોસ્પીતાલના ઓપરેશન થીએટરમાં ચાર કલાકો બાદ “આઈ.સી.યુ.”મા લાવવામાં આવી એ જ ખુશીની ઘડી કહેવાય…પ્રથમ તો, પ્રભુનો “પાડ” માનવો રહ્યો. હવે એ બાળકી જલ્દી જલ્દી સારી થઈ ઘરે આવે એવી સૌની પ્રાર્થના હોવી જોઈએ.”

 

તો આજની ચંદ્રવિચારધારાનો વિષય રહ્યો ” માનવી અને એનું જીવન ઃ જવાબદારી કોની ?  અને એવી જવાબદારી અદા કરતા, પરમેશ્વરનું સ્મરણ યોગ્ય ?”

અહી, બે સવાલો છે !

પ્રથમ સવાલનો જવાબ સરળ છે. ………..માનવ પાસે બુધ્ધિ અને સમજ છે….તો તે પોતાના માટે નિર્ણયો લેય છે ….એ નિર્ણયોની અસર (લાભ કે ઘેરલાભ) ફક્ત એના પર નહી પણ અનેક પર હોઈ શકે. કોઈવાર, આવા નિર્ણયો આપણા પોતાના માટે સિવાય અન્ય માટે કરવા પડે છે..જેવી રીતે મીરાના માતાપિતાએ મીરા માટે ઓપરેશનનો નિર્ણય લીધેલો.

લીધેલા નિર્ણયોનું “પરિણામ” કોઈ ખાત્રીપુર્વક જાણી શકતું નથી જ…..પણ “સારા પરિણામો”ની આશાઓ સૌના હૈયે હોય છે.

સારા નિર્ણયની ખુશીમાં માનવી “પરિણામ આપનાર” કર્તાને ભુલી જાય છે….એ “પરમ શક્તિ” એ જ પ્રભુ !

જો પરિણામ “સારૂં ના હોય” ત્યારે જરૂર પ્રભુની યાદ લાવી “દોષ” એનો જ છે એવો આરોપ કરતા માનવી જરા પણ અચકાતો નથી.

તો…સૌને મારો એક જ પ્રષ્ન ઃ ” માનવીએ પોતાના કર્યો કરતા, પ્રભુ સ્મરણ કરવું કે નહી ? જો કરવું એવો જવાબ આપો તો “એ શા માટે યોગ્ય કહી શકાય ?”

 

તો….

આવી ચર્ચાઓ અને અંતીમ સવાલો સાથે હું આ વિષયને “ઓપન ફોરમ”માં મુકું છું…અને, તમારા વિચારોની આશાઓ રાખું છું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

The Topic for the discussion in this Post of “CHANDRAVICHARDHARA (9) is the HUMAN LIFE Who is responsible ? And as you fulfill that Resposibility, it is appropriate to think og GOD ?

To make this discussion a case in point for our Topic, is the decision of the Parents to subject less than 1year old to have a OPEN HEART SUGERY.

Afterwards, the discussion leads to the Human Decision Making Process and the fact that ANY decision made NOT ONLY THE SELF but also the OTHERS. The RESULTS of any ACTION  is NOT TOTALLY under the HUMAN CONTROL….Expected or GOOD results OR  the ADVERSE results are via that PARMESHWAR or GOD.

The  entire THOUGHT is then brought to the PUBLIC FORUM for futher discussions, and there is HOPE that others will express their VIEWS.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

એનડ્રુ કારનેગીનો “ધ ગોસપલ ઓફ વેલ્થ” હાલો, હાલોને તમે માત ગરબા રે ગાવા !

12 Comments Add your own

 • 1. સુરેશ જાની  |  October 11, 2013 at 1:24 pm

  હમ્મેશાં પરિણામ તરફ જ આપણી નજર હોય છે; અથવા ભુતકાળમાં મળેલા સારાં નરસાં પરિણામો વાગોળ્યા કરવાની .
  જેમ જેમ આ નજર બદલાતી જાય ; તેમ તેમ આપણું ધ્યાન આપણા કામમાં વધારે રહેતું થાય. આ જ જીવન જીવવાની કળા છે; અને એને માટે જ તપસ્યા કરવાની હોય છે.
  જો કે, એ બહુ જ કઠણ તપસ્યા હોય છે !!

  Reply
 • 2. P.K.Davda  |  October 11, 2013 at 2:00 pm

  ઉચ્ચ વિચાર અને ઈશ્વરમાં શ્રધ્ધાનો સમનવય એટલે ડો. ચંદ્રવિદનની વિચાર ધારા. વિજ્ઞાન અને કુદરતી વિશ્વાસ એટલે ડો. ચંદ્રવદન. ધન્ય છે.

  Reply
 • 3. Rajendra M. Trivedi  |  October 11, 2013 at 2:06 pm

  कर्मणयेवाधिकारस्ते मा फलेषु कदाचन।
  मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि। 2.47

  :“You have a right to perform your prescribed action,but you are not entitled to the fruits of your action. Never consider yourself the cause of the results your activities,and never be associated to not doing your duty.”

  Reply
 • 4. pragnaju  |  October 11, 2013 at 2:13 pm

  અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય જીવનના ઘણા પ્રશ્નો સહજ અને સરળતાથી ઉકલે છે

  Reply
 • 5. ishvarlalmistry  |  October 11, 2013 at 5:20 pm

  Having faith in God , and Prayer can make it success ,God’s power is great Very nice post and thoughts..
  Ishvarbhai.

  Reply
 • 6. uday kuntawala  |  October 11, 2013 at 9:14 pm

  Dr Chandravadanbhai,
  We pray that God blesses this child with good health in future.
  I believe, everyone should be thankful for the able body we all have.Continue at all times to be thankful and pray with all in mind. In doing so we all can diminish the bad ‘karma’ we may have. Life is all about ‘karmas’ of the past life. We can do only good in this life in order to secure a ‘trouble free life’ if we were to be born again in a human form. Uday

  Reply
  • 7. Dr.Chandravadan Mistry  |  October 11, 2013 at 9:47 pm

   Uday,
   Thanks for your visit & the Comment.
   I agree !
   If you wish you can go @
   http://www.gurjardesh.com
   And….Type in Gujarati & then Copy/Paste your Comment here in Gujarati.
   Try the next time you visit !
   Chandravadan

   Reply
 • 8. Vinod R. Patel  |  October 12, 2013 at 12:18 am

  દર્દીનું ઓપરેશન કર્યા પછી ડોક્ટર પણ કહેતા હોય છે કે મેં મારાથી બનતું

  બધું કરી લીધું। દર્દીને જીવાડવો કે મારવો હવે ભગવાનના હાથમાં છે

  ઘણીવાર આપણને સવાલ થાય છે કે ભગવાન બગાડે પણ છે અને પછી

  એને સુધારે પણ છે તો એ પ્રથમ બગાડતો કેમ હશે ?

  ગમેતેમ હોય પણ આપણે તો એના ઉપર વિશ્વાસ રાખવામાંથી ડગવું ન

  જોઈએ . એ પરીક્ષા લેતો હોય તો ભલે લે .

  Reply
 • 9. yK Shah  |  October 12, 2013 at 1:29 am

  દરેક કાર્યની જવાબદારી “કર્તા” ની હોય છે. As they say – “every one has to carry his own cross” અને આપણા વેદ પુરાણ પણ ‘કર્મના સિધ્ધાંત’ ની પુષ્ટિ કરે છે.

  પરમેશ્વરનું સ્મરણ પણ એટલુજ અગત્યનું છે. Some one has rightly said – “PRAYER is not Spare-wheel to pull out in emergency but Steering-wheel to guide your path through-out”

  આ બંને પ્રશ્નોની ચર્ચા જ બતાવે છે કે ભૌતિક સુખ મેળવવા પરદેશ ગમન કરેલ ભારતીય લોકોએ જે કાઈ પણ મેળવ્યું છે તે તેના ભવ્ય આધ્યાત્મતીક વારસાના ભોગે જ મેળવ્યું છે.

  નાસ્તિક અથવા ઈશ્વરમાં જે કોઈને પણ શ્રદ્ધાના હોય, તેને એક વાત વિચારી જોવી કે તેનો જન્મ રતનતાતા અથવા ધીરુભાઈ અંબાણી ને ત્યાં શા કારણેના થયો ? તેના માં-બાપ ભાઈ-બહેન કોણ થશે નો નિર્ણય કરનાર કોણ હતું ?

  Reply
 • 10. mdgandhi21, U.S.A.  |  October 12, 2013 at 4:15 am

  જેમ જેમ નજર બદલાતી જાય ; તેમ તેમ આપણું ધ્યાન ઉચ્ચ વિચાર અને ઈશ્વરની શ્રધ્ધામાં વધારે રહેતું થાય. આ જ જીવન જીવવાની કળા છે; અને એને માટે જ તપસ્યા કરવાની હોય છે.
  જો કે, એ તપસ્યા બહુ જ કઠણ હોય છે !!

  Reply
 • 11. venunad  |  October 13, 2013 at 10:28 am

  Having faith in our creator and leaving everything to him is unfair. We must do our work with diligence & accept whatever the result with equanimity is best. .,

  Reply
 • 12. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 22, 2013 at 1:36 pm

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન સાહેબ

  જીવન જીવવાની કળા છે;

  તે એક તપસ્યા છે. તે એક વિજ્ઞાન છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: