Archive for ઓક્ટોબર 11, 2013

ચંદ્રવિચારધારા (૯)…” માનવી અને એનું જીવન ઃ જવાબદારી કોની ? અને, એવી જવાબદારી અદા કરતા, પરમેશ્વરનું સ્મરણ યોગ્ય ?”

 

 

ચંદ્રવિચારધારા (૯)...” માનવી અને એનું જીવન ઃ જવાબદારી કોની ?  અને, એવી જવાબદારી અદા કરતા, પરમેશ્વરનું સ્મરણ યોગ્ય ?”

આજે છે જુન,૨૮,૨૦૧૩નો શુભદિવસ.

આજે છે શુક્રવારનો દિવસ.

સવારના ૯નો સમય થયો છે.

શું લખવું એ હું જરા પણ જાણતો નથી.

બસ, કાંઈ લખવું છે એટલો જ વિચાર છે.

હજું કાંઈ લખું તે પહેલા જ એક ફોન “કેરોલીના”થી આવ્યો.

એ હતો એક નાની બાળકીને “હાર્ટ” ની મોટી સર્જરી થઈ તેના સમાચાર આપવા માટે હતો.

વર્ષ કરતા નાની વયે “પ્રીમેચ્યુર” બાળકી તરીકે જન્મેલી અને એ કારણે હ્રદય જેવું જોઈએ તે પ્રમાણે ના હતું, અને અંદર રહી ગયેલા “હોલ્સ”માટે આ “રીપેર”સર્જરી હતી.

આ સર્જરી વગર આ બાળકીના જીવન માટે ખતરો હતો.

આથી જ ડોકટરી સલાહો પ્રમાણે આ કાર્ય માટે માતા-પિતા તેમજ અન્યે નિર્ણય લીધો હતો…જે યોગ્ય નિર્ણય જ કહેવાય.

આવા સમયે…..

સમાચાર જાણી ફોન પર મારા શબ્દો હતા ઃ

“મીરાને સવારે હોસ્પીતાલના ઓપરેશન થીએટરમાં ચાર કલાકો બાદ “આઈ.સી.યુ.”મા લાવવામાં આવી એ જ ખુશીની ઘડી કહેવાય…પ્રથમ તો, પ્રભુનો “પાડ” માનવો રહ્યો. હવે એ બાળકી જલ્દી જલ્દી સારી થઈ ઘરે આવે એવી સૌની પ્રાર્થના હોવી જોઈએ.”

 

તો આજની ચંદ્રવિચારધારાનો વિષય રહ્યો ” માનવી અને એનું જીવન ઃ જવાબદારી કોની ?  અને એવી જવાબદારી અદા કરતા, પરમેશ્વરનું સ્મરણ યોગ્ય ?”

અહી, બે સવાલો છે !

પ્રથમ સવાલનો જવાબ સરળ છે. ………..માનવ પાસે બુધ્ધિ અને સમજ છે….તો તે પોતાના માટે નિર્ણયો લેય છે ….એ નિર્ણયોની અસર (લાભ કે ઘેરલાભ) ફક્ત એના પર નહી પણ અનેક પર હોઈ શકે. કોઈવાર, આવા નિર્ણયો આપણા પોતાના માટે સિવાય અન્ય માટે કરવા પડે છે..જેવી રીતે મીરાના માતાપિતાએ મીરા માટે ઓપરેશનનો નિર્ણય લીધેલો.

લીધેલા નિર્ણયોનું “પરિણામ” કોઈ ખાત્રીપુર્વક જાણી શકતું નથી જ…..પણ “સારા પરિણામો”ની આશાઓ સૌના હૈયે હોય છે.

સારા નિર્ણયની ખુશીમાં માનવી “પરિણામ આપનાર” કર્તાને ભુલી જાય છે….એ “પરમ શક્તિ” એ જ પ્રભુ !

જો પરિણામ “સારૂં ના હોય” ત્યારે જરૂર પ્રભુની યાદ લાવી “દોષ” એનો જ છે એવો આરોપ કરતા માનવી જરા પણ અચકાતો નથી.

તો…સૌને મારો એક જ પ્રષ્ન ઃ ” માનવીએ પોતાના કર્યો કરતા, પ્રભુ સ્મરણ કરવું કે નહી ? જો કરવું એવો જવાબ આપો તો “એ શા માટે યોગ્ય કહી શકાય ?”

 

તો….

આવી ચર્ચાઓ અને અંતીમ સવાલો સાથે હું આ વિષયને “ઓપન ફોરમ”માં મુકું છું…અને, તમારા વિચારોની આશાઓ રાખું છું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

The Topic for the discussion in this Post of “CHANDRAVICHARDHARA (9) is the HUMAN LIFE Who is responsible ? And as you fulfill that Resposibility, it is appropriate to think og GOD ?

To make this discussion a case in point for our Topic, is the decision of the Parents to subject less than 1year old to have a OPEN HEART SUGERY.

Afterwards, the discussion leads to the Human Decision Making Process and the fact that ANY decision made NOT ONLY THE SELF but also the OTHERS. The RESULTS of any ACTION  is NOT TOTALLY under the HUMAN CONTROL….Expected or GOOD results OR  the ADVERSE results are via that PARMESHWAR or GOD.

The  entire THOUGHT is then brought to the PUBLIC FORUM for futher discussions, and there is HOPE that others will express their VIEWS.

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 11, 2013 at 1:10 પી એમ(pm) 12 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031