એનડ્રુ કારનેગીનો “ધ ગોસપલ ઓફ વેલ્થ”

October 10, 2013 at 12:44 am 7 comments

gulab1

Andrew Carnegie, three-quarter length portrait, seated, facing slightly left, 1913-crop.jpg

         Andrew Carnegie
   BORN NOV.25th 1835
  DEATH AUG.11th 1919

એનડ્રુ કારનેગીનો “ધ ગોસપલ ઓફ વેલ્થ”

જગતમાં હશે તવંગરો સંગે હજારો ગરીબો,

ક્યારે હશે માનવતાના સ્નેહતાંતણે સર્વ માનવીઓ ?……(ટેક)

કુદરતના સર્જેલા જગતમાં ભલે માનવીઓ વિચારે,

કે શાને પ્રભુ તવંગરો સાથે ગરીબોને બનાવે ?

જરૂર પ્રભુની ઈચ્છા સૌને પ્રેમતાંતણે બાંધવા હશે !…..જગતમાં..(૧)

જુના પૂરાણે તવંગર અને ગરીબ હ્રદયે પ્રેમ હતો,

ભરણપોષણ અને રહેણીકરણીઓમાં ભેદભાવ ના હતો,

પણ,આ યુગની દુરતા અને સ્વાર્થ હટાવવાનો સવાલ રહ્યો !….જગતમાં….(૨)

ધન-સંપતિ માનવજીવનમાં જરૂરીત ચીજો, એ હકિકત છે,

કોઈ કળાથી સંપતિ ભેગી કરી બને ધનવાન, એ પણ સત્ય છે,

જગતમાં માનવ માનવ વચ્ચે તફાવત હોય, સ્વીકાર એનો એ જ યોગ્ય છે !…જગતમાં….(૩)

જે ધન ભેગું કરી, તવંગર બની, ધનનું શું કરવું એવું વિચારે,

જાણે એ ત્યારે કે મૃત્યુ આવતા, ધન કદી ના સાથ આવે,

ત્યારે, મૃત્યુ પહેલા “ધનનું શું કરવું ?”ના વિચારો એને સતાવે….જગતમાં…..(૪)

આવી ઘડીએ ધનવાનને “એન્ડ્રુ કારનેગી”ની યાદ લાવે,

એણે લખેલી”ધ ગોસપલ ઓફ વેલ્થ”બુકની યાદ પણ આવે,

જેના વાંચન દ્વારા ધન-સંપતિનું શું કરવું એની સમજ આવે !…..જગતમાં….(૫)

પ્રથમ”કારનેગી” વિચારે, ધનવાન તો ફક્ત એના વંશવેલા જ નિહાળે,

સંસારી મોહમાયામાં રહી ફક્ત સંતાનોના ભલાનું જે એ વિચારે,

નથી હ્રદયમાં “માનવતા” તો શાને એ અન્યના ભલાનું વિચારે ?…..જગતમાં….(૬)

બીજા”કારનેગી”વિચારે,જનકલ્યાણના કાર્યમાં ધન-સંપતિને નિહાળે દાનરૂપે,

જેમાંથી, સરકારી “ટેક્ષ”બાદ કરતા, અન્યના લાભમાં નિહાળે એને દાનરૂપે,

આવું કાર્ય ભલે લાભદાયી, પુર્ણ લાભ ના હોય શકે એવા કાર્યમાં જે હોય દાનરૂપે !…જગતમાં….(૭)

ત્રીજા”કારનેગી”વિચારે, ગરીબ કે તવંગરો સૌને જેમાં લાભ હોય,

“પબલીક લાઈબ્રેરી” કે એવા અન્ય કાર્ય દ્વારા સૌને લાભ હોય,

કાર્ય રહે ચાલુ અને મળતો રહે લાભ સૌને એ જ એક ઈચ્છા હોય !….જગતમાં….(૮)

જગતમાં જો એક ધનવાનનું મૃત્યુ ધનવાન નામે જ હોય,

તેને તો એક “અભાગી” માનવી તરીકે ગણવાનો હોય,

કારણકે,”કારનેગી”વિચારે, ધનનો સદ-ઉપયોગ કરવાની ફરજને એ ચુકી ગયો હોય !….જગતમાં….(૯)

અંતે, ચંદ્ર સૌને કહે ઃ

જગતના ધનવાનોને એન્ડ્રુ કારનેગીની દાન કરવા આ શીખ રહી,

પણ, એક માનવીના નાતે, દાન કરવું એ જ પુન્ય કાર્ય, સમજ એવી સૌએ હૈયે ભરવી રહી,

ત્યાગી અભિમાન, જે શક્તિમાં હોય તેવું અન્યના ભલા માટે કરવું એ જ એક ફરજ રહી,

જે દાનરૂપે શક્ય થયું તેમાં પ્રભુને અર્પણ કર્યાનો ભાવ જગાડવાનો પ્રયાસની વાત આ તો રહી,

“ગુપ્ત દાન”કે “જાહેર દાન” હોય, જો એ હોય હ્રદયના “ઉંડાણમાંથી હશે તો પ્રભુ પાસે એની કદર રહી,

આ જ રહી “ચંદ્ર વાણી” જે તમે સાંભળી, તો, એને અમલમાં મુકવા આજે ચંદ્ર-વિનંતિ રહી,

માનવ જન્મ છે અણમોલ, મરણ હશે અચાનક, તો કાલ નહી, આજ નહી પણ,”અબ” કરવાની આ વાત રહી !……જગતમાં….(૧૦)

કાવ્ય રચના ઃ તારીખ ઓકટોબર ૯,૨૦૧૩                  ચંદ્રવદન

( આજે મિત્ર સનતભાઈએ પ્રસાદીરૂપે મોકલેલી બુક “ધ ગોસપેલ ઓફ વેલ્થ” વાંચ્યા બાદ આ રચના શક્ય થઈ છે …મેં તો ફક્ત “એન્ડ્રુ કારનેગી”ના વિચારોને કાવ્ય સ્વરૂપ આપવા પ્રયાસ કર્યો છે….એ નાની બુક સૌ વાંચે એવી નમ્ર વિનંતી છે…એ સરળ ભાષામાં લખેલી છે )

બે શબ્દો…

ટેક્ષાસ રહેતા મિત્ર સનતભાઈ પરીખે મને એક નાની બુક મોકલી.

એનું નામ હતું”ધ ગોસપેલ ઓફ વેલ્થ”.

એના લેખક હતા “એન્ડ્રુ કારનેગી”.

એ જુન ૧૮૮૯માં લખાયી હતી.

એ વાંચી જે જાણ્યું એ જ કાવ્યરૂપે પ્રગટ કર્યું છે.

“દાન”નો મહિમા કહેતા ધનવાનોને લોક લાભ માટે કંઈક કરવા માટે સલાહ હતી.

આ પોસ્ટ સૌને ગમે એવી આશા.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

A book “The Gospel of Wealth” written by Andrew Carnegie of U.S.A. was sent to me by my friend Sanat Parikh.

I read it !

One can know more about ANDREW CARNEGIE by the Link below>>>>

http://en.wikipedia.org/wiki/Andrew_Carnegie

 

There was a MESSAGE for giving the DONATIONS to the needy in the World.

I was inspired & I told that MESSAGE via a GUJARATI POEM.

Hope you like it !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

નિરંજન રાજ્યગુરૂ કહાણી ! ચંદ્રવિચારધારા (૯)…” માનવી અને એનું જીવન ઃ જવાબદારી કોની ? અને, એવી જવાબદારી અદા કરતા, પરમેશ્વરનું સ્મરણ યોગ્ય ?”

7 Comments Add your own

 • 1. P.K.Davda  |  October 10, 2013 at 1:26 am

  કુદરતના સર્જેલા જગતમાં ભલે માનવીઓ વિચારે,
  કે શાને પ્રભુ તવંગરો સાથે ગરીબોને બનાવે ?
  વાહ! ડોકટર સાહેબ, શું સુંદર પ્રશ્ન પૂછ્યો છે. ખરેખર સુંદર રજૂઆત છે.

  Reply
 • 2. pravinshastri  |  October 10, 2013 at 2:14 am

  માનવ જન્મ છે અણમોલ, મરણ હશે અચાનક, તો કાલ નહી, આજ નહી પણ,”અબ” કરવાની આ વાત રહી.
  “ગુપ્ત દાન”કે “જાહેર દાન” હોય, જો એ હોય હ્રદયના “ઉંડાણમાંથી હશે તો પ્રભુ પાસે એની કદર રહી,
  સનાતન સત્યની સરળ રજુઆત.

  Reply
 • 3. Vinod R. Patel  |  October 10, 2013 at 3:15 am

  જગતમાં જો એક ધનવાનનું મૃત્યુ ધનવાન નામે જ હોય,

  તેને તો એક “અભાગી” માનવી તરીકે ગણવાનો હોય,

  કારણકે,”કારનેગી”વિચારે, ધનનો સદ-ઉપયોગ કરવાની ફરજને એ ચુકી ગયો હોય !….

  દાનવીર કાર્નેગી જેવા વિચારો બધા માલદારોમાં હોય તો કેટલું સારું !

  Reply
 • 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 10, 2013 at 4:35 pm

  ડૉ.પુકાર સાહેબ

  દાન આપનારનો ડાબા હાથને ખબર ન પડે એ રીતે આપવું જોઈએ.

  સુંદર છણાવટ કરેલ છે.

  Reply
 • 5. chandravadan  |  October 10, 2013 at 5:01 pm

  This was an Email Response>>>>

  8:38 AM Re: એનડ્રુ કારનેગીનો “ધ ગોસપલ ઓફkishor વેલ્થ”
  FROM harnish jani TO You Details From harnish jani To chadravada mistry
  Very good -nice and refreshing- DoctorSaheb.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harnishbhai
  Thanks !
  Chandravadan

  Reply
 • 6. Sanat Parikh  |  October 10, 2013 at 5:53 pm

  Thank you very much, Chandravadanbhai. I am glad you enjoyed reading the book and you gave beautiful rendition of the book in form of a poem, thus explained the moral of book. This book was given to Bill Gates by Warren Buffet and rest is history. Also I read in one of the essays “Do what you can where you are, now!” The basic priciple is help each other.

  Reply
 • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  દાન નો મહિમા આપણા શાસ્ત્રો માં અનેરો બતાવ્યો છે, તે વિશે વધુ શું લખીએ ? દાનના મહિમાને સુંદર રીતે રચના દ્વારા ઉજાગર કર્યો….

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: