નિરંજન રાજ્યગુરૂ કહાણી !

ઓક્ટોબર 9, 2013 at 12:27 પી એમ(pm) 11 comments

Dr Niranjan Rajyaguru
 નિરંજન રાજ્યગુરૂ કહાણી !
કહાણી કહું છું હું તો ડો. નિરંજન રાજ્યગુરૂની,
કરૂં છું અરજ એટલી કે સાંભળજો એને ધ્યાનથી !…..(ટેક)
૨૪મી ડીસેમ્બર ‘ને ૧૯૫૪ની સાલે જો,
સૌરાષ્ટ્ની ધરતી પર ઘોઘાવદર ગામે જો,
જન્મે એક બાળ નિરંજન નામે જો !…..કહાણી…..(૧)
પિતાશ્રી કવિશ્રી વલ્લભ રાજ્યગુરૂ નામે જો,
માતાજી ભક્તિપ્રેમી વિજયાબેન નામે જો,
જન્મે નિરંજન ગાંધીવાદી આર્યસમાજ-પ્રેમી કુળે જો !…કહાણી…(૨)
નિરંજન પ્રાઈમેરી અભ્યાસ ઘોઘાવદરમાં થાય જો,
ઉચ્ચ અભ્યાસ ગોદંલ કવિશ્રી મરકન્દ દવે ઘરે જો,
સૌરાષ્ટ યુનીવરસીટીમાં “પીએચડી” સાથે અભ્યાસ પુર્ણતા થાય જો !..કહાણી…(૩)
ચમકે નિરંજન અનેક સાહિત્ય પ્રવૃત્તિઓમાં જો,
એવોર્ડ, સન્માનો તો મળે નિરંજનને અનેક જો,
મેળવી સર્વ  ગર્વહીન કે ના બને નિરંજન મોહીત જો !….કહાણી….(૪)
નિરંજનને તો પ્યારૂં ઘોઘવદર ગામ જ જો,
ગોંડલ-રાજકોટ હાઈવેય પર “આનંદ આશ્રમ” સ્થાપે જો,
અહીં, નિરંજન હ્રદય બની જાય શાંત જો !….કહાણી….(૫)
આશ્રમે ગંથાલય, સાહિત્ય ભંડારના થાય દર્શન જો,
સૂર,સંગીત માધ્યમે ભક્તિ લોકગીતોનો ભંડાર જો,
વળી, ગૌસેવા સાથે જનસેવા યજ્ઞનો પ્રકાશ જો !…કહાણી…(૬)
આવી સેવાઓમાં નિરંજન તો અતી આનંદમાં જો,
મળે તંદુરસ્તી ‘ને શક્તિ એને પ્રભુ નામે જો,
વૃધ્ધ માતા આશિર્વાદોથી નિરંજન જીવન ધન્ય જો !…કહાણી….(૭)
જે થયું તે નિરંજને કર્યું પ્રભુને અર્પણ જો,
જે થશે તે પ્રભુ ઈચ્છાએ જ થશે જો,
ચિન્તા-મુક્ત રહી, નિરંજન બધું સ્વીકારે જો !…કહાણી…(૮)
ચંદ્ર અંતે કહે ઃહ્રદય ખોલી, મેં તો આ લખ્યું જો,
જે જાણ્યું તે છે ફક્ત ઝલકરૂપે જ જો ,
“આનંદ આશ્રમ”નું વાંચી, જાણજો તમે ખરેખર નિરંજનને જો !….(૯)
કાવ્ય તારીખ ઃ જુલાઈ,૪,૨૦૧૩               ચંદ્રવદન
બે શબ્દો…
આજની પોસ્ટ ડો. નિરંજન રાજ્યગુરૂ વિષે છે.
નિરંજનભાઈને ગુજરાતમાં અનેક જાણે છે…અને એ સિવાય, ભારત તેમજ પરદેશમાં પણ અનેક જાણે છે.
સૌરાષ્ટનો લોક્ગીતો તેમજ સાહિત્યને જીવનદાન આપનાર નિરંજનભાઈ જ છે.
અનેક લોક્ગીતો એમણે એમના સૂરમાં ગાયા છે.
સૌરાષ્ટના સાહિત્ય ભંડાર વિષે એક પોસ્ટરૂપે આગળ પ્રગટ કરતા, મેં પ્રથમ નિરંજનભાઈને જરા જાણ્યા હતા.એ પોસ્ટ તમે ફરી નિહાળવી હોય તો એની “લીન્ક” નીચે મુજબ છે>>>>
 https://chandrapukar.wordpress.com/2012/06/26/%e0%aa%b8%e0%ab%8c%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%af-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b8%e0%aa%82/
આ પોસ્ટ પ્રગટ કર્યા બાદ, ૨૦૧૩માં નિરંજનભાઈ પોતે મારા બ્લોગ પર પધારી એ પોસ્ટ વાંચી “બે શબ્દો” લખ્યા.
ત્યારબાદ, અનેક ઈમેઈલો અને ફોનો બાદ, હું એમને વધુ જાણી શક્યો. હું પ્રભાવિત થયો.
 
અને..એક દિવસ, એમના સ્વરે ભજનમાં “અલખ પુરૂષ”નો ઉલ્લેખ થયો.
એથી મને પ્રેરણા થઈ અને એક કાવ્ય પોસ્ટ મારા બ્લોગ પર પ્રગટ થયું. એ ફરી વાંચવું હોય તો એની “લીન્ક” છે>>>
https://chandrapukar.wordpress.com/2013/07/07/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%85%e0%aa%b2%e0%aa%96-%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%ab%82%e0%aa%b7/
હવે આજે આ કાવ્ય પોસ્ટ.
અહીં, મેં મારા હ્રદયના ભાવો જ પ્રગટ કર્યા છે.
નિરંજનભાઈના જીવનની “ઝલક”રૂપે જ અહી મેં કહ્યું છે, પણ, જે કોઈને એમના વિષે વધુ જાણવું હોય તેઓ “આનંદ આશ્રમ”ની સાઈટ પર જઈ જાણી શકે છે. એ માટે “લીન્ક” છે>>>>
 http://www.anand-ashram.com/
આશા છે કે સૌ આ પોસ્ટ વાંચી ખુશી અનુભવે.
અને, જો, નિરંજનભાઈ ખુદ પધારી આ પોસ્ટ વાંચી “બે શબ્દો” લખે તો મારૂં જીવન ધન્ય થઈ જશે.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati on an individual named DR. NIRANJAN RAJYAGURU.
He is at ANAND ASHRAM at GHOGHAVADAR in SURASTRA, GUJARAT.
He has dedicated his life to GAUSEVA..JANSEVA…and PRABHU BHAKTI via the Path of SEVA.
He is a Person with PhD in Gujarati Literature ( SAHITYA), and had researched on FOLK MUSIC of Gujarat…sang BHAJANS & GEETS and had written several BOOKS too.
My closeness with Dr. Niranjanbhai is recent in 2013 when I had the opportunity of making the contacts with EMAILS & PHONES.
Io me he is respected person whom I can proudly say as MY FRIEND.
Hope you will go the Anand Ashram Site & learn more about him.
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

ઓકટોબર માસે ચંદ્ર મનના વિચારો ! એનડ્રુ કારનેગીનો “ધ ગોસપલ ઓફ વેલ્થ”

11 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  ઓક્ટોબર 9, 2013 પર 12:46 પી એમ(pm)

  તેમનો પરિચય…
  http://sureshbjani.wordpress.com/2007/02/21/niranjan_rajyagor/

  જવાબ આપો
  • 2. chandravadan  |  ઓક્ટોબર 9, 2013 પર 1:10 પી એમ(pm)

   Sureshbhai,
   Visited.
   Read the Post.
   Last Name is published wrong.
   Correct is RAJYAGURU.
   Hope you will make that CORRECTION in your Post.
   Thanks for visiting Chandrapukar.
   Chandravadan

   જવાબ આપો
 • 3. pragnaju  |  ઓક્ટોબર 9, 2013 પર 1:18 પી એમ(pm)

  પૂ નિરંજન રાજ્યગુરૂ ને કોણ નહીં જાણતું હોય

  પણ તેમની વૅબ સાઇટ માણી આનંદ આનંદ

  તમે તો તેમની કહાણી કાવ્યમાં રજુ કરી

  ભાવવાહી રચના

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  ઓક્ટોબર 9, 2013 પર 4:34 પી એમ(pm)

  ડૉ.નિરંજન રાજયગુરુ એ રાષ્ટ્રીય શાયર મેઘાણીનો લોક સાહિત્ય તથા ચારણી સાહિત્યનો વારસો જાળવવા માટે ખુબ જ પરિશ્રમ કર્યો છે .લોક સાહિત્ય,ભજન -વાણી વિગેરેને લોકપ્રિય કર્યું છે .

  સત નિર્વાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત , આનંદ આશ્રમ, ઘોઘાવદર, ગોંડલ, જી. રાજકોટમારફતે એમના ભજનો ,લોકસાહિત્ય વિષે પ્રવચનો વિગેરેથી લોકોપયોગી કામ કરી રહ્યા છે .એમના કામનો જેટલો પ્રચાર થાય એટલું સારું છે . આપની આ પોસ્ટમાં એમના વિષે માહિતી આપીને એમના કામોને જે અંજલિ આપી છે એ સદ્કાર્ય માટે ધન્યવાદ .

  જવાબ આપો
 • 5. dr.niranjan rajyaguru  |  ઓક્ટોબર 9, 2013 પર 5:01 પી એમ(pm)

  પરમ આદરણીય સ્નેહી વડીલ શ્રી ચંદ્રવદનભાઈ , સાદર સ્નેહ વંદન આપના બ્લોગ પર મારા વિશેનું કાવ્ય વાંચ્યું અને ધન્ય થયો, પરમાત્માની અપાર કૃપાથી જ એક સારા કાર્યમાં મને નિમિત્ત બનાવાયો છે,અને એમાં આપના જેવા શુભેચ્છકોની ભલી લાગણી ભળતી રહી છે , પ્રભુ મારા સૌ સ્નેહીજનોના અંતરની તમામ મહેચ્છાઓ પૂર્ણ કરે એ પ્રાર્થના સાથે નમસ્કાર અને ધન્યવાદ .નિરંજનના સ્મરણ

  જવાબ આપો
  • 6. chandravadan  |  ઓક્ટોબર 9, 2013 પર 5:50 પી એમ(pm)

   Niranjanbhai,
   Namaste !
   Thanks for your nice comment.
   You personally visiting & taking your time to post this means a lot to me.
   Hope to meet you one day !
   Chandravadan

   જવાબ આપો
 • 7. chandravadan  |  ઓક્ટોબર 9, 2013 પર 5:48 પી એમ(pm)

  This was a Response posted at the OLD Post…I just copy/paste it here>>>

  20.captnarendra | October 9, 2013 at 5:05 pm

  ડૉ.નિરંજનભાઇના કાર્ય વિશે સાવ અજાણ્યો હતો. આપની પોસ્ટ થકી તેમની વિશાળ કર્મભુમિ વિશે જાણ્યું. આપનો આભાર. વર્ષોતી દેશથી વિખૂટા પડેલા અને આપણી ભાષા, લોકસાહિત્યથી અસ્પૃશ્ય થયેલા એવા ખુણામાં વસતા એવા અમારા જેવા લોકો સુધી આવી અણમોલ માહિતી પહોંચાડવા માટે આભાર.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Narenbhai,
  Thanks for your Comment !
  Chandravadan

  જવાબ આપો
 • 8. chandravadan  |  ઓક્ટોબર 9, 2013 પર 9:26 પી એમ(pm)

  This was an Email Response>>>

  Thanks Chandrakantbhai,

  Enjoyed ” નીરંજન રાજ્ગુરૂ કહાણી”! Did visit the blog.

  મહેન્દ્ર.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Mahendrabhai,
  Thanks ! Chandravadan

  જવાબ આપો
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 10, 2013 પર 4:36 પી એમ(pm)

  કહાની કાવ્યમાં કહી

  જાણે રચનાની લહાણી

  જવાબ આપો
 • 10. nabhakashdeep  |  ઓક્ટોબર 11, 2013 પર 5:12 એ એમ (am)

  પૂ નિરંજન રાજ્યગુરૂજીને વંદન. આવું પરમાર્થી જીવન એટલે જ સંતનું હૃદય.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 22, 2013 પર 1:37 પી એમ(pm)

  પૂ નિરંજન રાજ્યગુરૂજીને શત શત વંદન

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,538 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: