Archive for ઓક્ટોબર 8, 2013

ઓકટોબર માસે ચંદ્ર મનના વિચારો !

Colorful yoga man vector

ImageImage

ઓકટોબર માસે ચંદ્ર મનના વિચારો !

૨૦૧૩નો ઓકટોબર માસ શરૂ થયો,

ચંદ્ર મનમાં વિચારો અનેક ભરતો રહ્યો !………..(ટેક)

 

ઓકટોબરની ૭ તારીખ છે આજે,

ઈંગલેન્ડથી દીકરી નીનાનો ઈમેઈલ છે આજે,

“અમેરીકા આવવા માટે ફક્ત ચાર દિવસ રહ્યા” નીના કહે,

“હવે મારે ચાર દિવસ માટે વાટ જોવી પડશે” ચંદ્ર જવાબમાં કહે,…..૨૦૧૩ …(૧)

 

પાંચ તારીખ હતી અને ઓસ્ટ્રેલીઆથી દીકરી વર્ષા સાથે સ્કાઈપ પર વાતો થઈ હતી,

એણે અમેરીકા આવવાની તૈયારી સાથે હૈયાની ખુશીઓ અમોને દર્શાવી હતી,

ત્યારે “વાટ જોઈશ હું તમારી !” ચંદ્રે ખુશી સાથે કહ્યું હતું.

તે જ આજે ફરી ફરી યાદ આવી રહ્યું !…….૨૦૧૩……(૨)

 

ઓકટોબર માસે ૧૩ તારીખ હશે,

એ જ મારી ૭૦મી બર્થડે હશે,

એ જ દિવસે પૌત્ર “ધિલન”ની ત્રીજી બર્થડે હશે,

એવી યાદમાં ચંદ્ર હૈયે છે ખુશી…બીજું કાંઈ ના હોય શકે !….૨૦૧૩…(૩)

 

ગુરૂવાર અને ૧૦મી ઓકટોબરની યાદ આજે આવે,

શુક્રવાર અને ૧૧મી ઓકટોબરની યાદ આજે આવે,

૧૦મી તારીખે વર્ષા તો અનિલ,ધિલન સંગે અમેરીકા આવશે..તે કદી હું ભુલીશ નહી,

૧૧મી તારીખે નીના તો પ્રતિક,મીલી સંગે અમેરીકા આવશે..તે કદી હું ભુલીશ નહી,….૨૦૧૩…(૪)

 

૧૩ તારીખે ધિલનની બર્થડે ઉજવાશે રૂપા-વિરલ ઘરે,

ત્યારે મળીશું સૌને અનંદ સહીત “મીલી અને ધિલન” સંગે,

પછી, સૌ હશે લેન્કેસ્ટર, અમારા ઘરે,

ત્યારે, મીલી દિલન સંગે રમી, ચંદ્ર કમુ હૈયે આનંદ હશે !….૨૦૧૩….(૫)

 

ફરી, રવિવાર અને ૨૦મી ઓકટોબરની “બેર્થડે પાર્ટી” હશે,

ત્યારે પરિવાર, સગા અને મિત્રો “મોક્ષા” રેસ્ટોરાન્ટમાં હાજર હશે,

ત્યારે, “ત્રીજી બેર્થડે” અને “૭૦મી બર્થડે”ની ખુશીપૂકાર હશે,

ત્યારે, ચંદ્ર હૈયેથી આનંદભરી પ્રભુ આભાર હશે !…..૨૦૧૩….(૬)

 

યાદ આવે છે ૨૩મી ઓકટોબરનો દિવસ આજે,

એ નીના,પ્રતિક અને મીલીનો વિદાય દિવસ હશે,

યાદ આવે છે ૨૫મી ઓકટોબરનો દિવસ આજે,

એ વર્ષા,અનિલ અને ધિલનનો વિદાય દિવસ હશે,….૨૦૧૩…(૭)

 

આ બધા જ ચંદ્રવિચારોમાં એક સમુહ મિલનના દર્શન રહે,

ચાર દીકરીઓ નીના,વર્ષા, વંદના અને રૂપા એ મિલનમાં રહે,

સાથે,જમાઈઓ પ્રતિક, અનિલ વિરલ અને વ્હાલા બાળ મીલી અને ધિલન હશે,

એવા મિલનની ખુશીમાં ચંદ્ર એના હૈયાનો આનંદ આજે સૌને કહે,…..૨૦૧૩..(૮)

 

આજે અને આ પહેલા કમુ તો ખુશીમાં ઘરે વાનગીઓ અનેક કરે અને કરતી રહે,

આજે અને આ પહેલા ચંદ્ર તો ખુશીમાં બહાર જઈ “શોપિંગ” કરે અને કરતો રહે,

ઓકટોબર માસના દિવસો આનંદમાં વહી ગયા અને એ તો વહેતા રહે,

પરિવારના આ મિલનની યાદ તો ચંદ્ર હૈયામાં ભળી અમર બની રહે !….૨૦૧૩….(૯)

 

આવા મનના વિચારો છે ચંદ્ર હૈયે આજે,

એવા વિચારો સાથે આનંદ છે ચંદ્ર હૈયે આજે,

એવા જ આનંદમાં ચંદ્ર હૈયું નૃત્ય કરે છે આજે,

એવા જ નૃત્યમાં ચંદ્ર પ્રભુનો આભારી બની,પ્રભુને જ યાદ કરે છે આજે !….૨૦૧૩….(૧૦)

 

કાવ્ય રચના ઃ તારીખ ઓકટોબર ૭,૨૦૧૩                    ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે છે ૭મી ઓકટોબર.

આજે જ ઈંગલેન્ડથી મોટી દીકરી નીનાનો ઈમેઈલ આવ્યો.

એમાં અંગ્રેજીમાં લખ્યું હતું ….”ફક્ત ચાર દિવસ રહી ગયા”.

અહી ભાવ હતો અમેરીકા આવવાની ટ્રીપ માટે ખુશીનો !

બસ…આ વિચાર સાથે ઓકટોબર માસના દિવસો એવા પસાર થયા અને થશે તેના “વિચારો” ચંદ્ર મનમાં રમવા લાગ્યા.

અને…આ રચના થઈ તે આજે ૮મી ઓકટોબરના શુભ દિવસે પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

ગમી ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

On 7th October an Email from NINA.

Nina is my Eldest daughter who resided in England.

They have the TRIP planned for U.S.A. for the Celebration of my 70th Birthday & DHILAN’s 3rd Birthday.

She with her Family was coming to LA on 11th October 2013 & going back Home on 25th October 2013.

In my mind…there were LOTS of THOUGHTS.

In this KAVYA RACHANA I just expressed these THOUGHTS.

I hope like this Post.

 Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 8, 2013 at 12:42 પી એમ(pm) 8 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031