મંદિરે પધારજો તમે !

October 7, 2013 at 1:24 pm 9 comments

SouvenirInv
મંદિરે પધારજો તમે !
એન્ટેલોપ વેલીમાં આવી, પધારજો રે તમે અમારા મંદિરે !…(ટેક)
આજ તો ભુમી ખોદાય છે,
દર્શને ભુમી તો બદલાય છે,
અહી, કંઈક સુંદર થનાર છે !…..એન્ટેલોપ….(૧)
નથી જે જોવામાં અહી આજે,
હશે કંઈક જોવા જેવું અહી કાલે,
કરજો તમે તૈયારી એવા દર્શન કાજે !…..એન્ટલોપ…(૨)
કરી પ્રાર્થના પ્રભુને, કહું છું આજે,
શોભશે એક અહી એક મંદિર જ્યારે,
પધારજો અહી તમે પ્રભુદર્શન કાજે !….એન્ટલોપ…..(૩)
મુર્તિઓમાં પ્રભુને નિહાળજો તમે,
હ્રદયભાવે, ભુમીને પવિત્ર માનજો તમે,
ચંદ્ર-વિનંતી એટલી, જરૂર પધારજો તમે !….એન્ટેલોપ….(૪)
કાવ્ય રચના..તારીખ માર્ચ,૯,૨૦૧૩ ચંદ્રવદન
હિન્દુ ટેમ્પલ ઓફ એન્ટેલોપ વેલી
અમેરીકાના કેલીફોર્નિઆ પ્રાન્તના દક્ષિણ વિસ્તારે, આશરે ૭૦-૭૫ માઈલ લોસ એંજીલીસ શહેરથી ઉત્તરે આવેલી રણ જેવી જગ્યાનું નામ છે “એન્ટેલોપ વેલી”. આ જગ્યાએ બે મુખ્ય શહેરો છે ..(૧) લેન્કેસ્ટર અને (૨) પામડેલ નામે, અને એની સાથે નાના મોટા અનેક ગામડાઓ. અહી, અમેરીકાના વતનીઓ ( યુરોપથી સ્થાયી થયેલા “વાઈટ” તેમજ “બ્લેક” પ્રજા) સાથે વસી રહે છે અનેક જગ્યાએથી આવેલા “એસીયનો”. આ એસીયન પ્રજામાં છે અનેક ભારત અને શ્રી લંકાના હિન્દુઓ.
૧૯૬૦ પછી જ એસીયનો અહી આવ્યા. ૧૯૮૦ બાદ, આશરે ૨૦૦ ઉપર હિન્દુ કુટુંબો હશે.જ્યારે પણ હિન્દુ કે અન્ય ધર્મી પરદેશમાં સ્થાયી થાય ત્યારે પ્રભુને ભજવા માટે વિચારે તે પ્રમાણે હિન્દુઓના હૈયે “મંદિર”ના વિચારો રહે એ સ્વભાવીક છે. લોસ એંજીલીસ શહેરના વિસ્તારે અનેક મંદિરો હોવાના કારણે સૌ ત્યાં જઈ, પ્રભુ દર્શનનો લ્હાવો લઈ આનંદ માણતા.પણ અનેકના મનમાં એન્ટેલોપ વેલીમાં જ મંદિર હોય એવા સ્વપનાઓ રહેતા.
૧૯૯૨માં ગુજરાતીઓએ એક સમાજરૂપી સંસ્થા કરી, અને જેનું નામ રાખ્યું “ગુજરાતી સમાજ ઓફ એન્ટેલોપ વેલી”. ટુંક સમય બાદ, “ઈન્ડીયન કલચરલ અસોસીએશન ઓફ એન્ટેલોપ વેલી”નામે એક બીજી સંસ્થાની સ્થાપના થઈ. ૧૯૯૦ બાદ થોડા વર્ષોમાં મુશલમાનોએ પામડેલ શહેરમાં એક “મોસ્ક” યાને “મસજીદ”બાંધી ત્યારે ફરી મંદિર માટે વિચારો અનેકના મનમાં હતા.અને ૨૦૦૦ બાદ, વધતી જતી શીખ પ્રજાએ “ગુરૂદ્વારા”બાંધવાની વાતો કરી. અનેક સાથે આ લેખકના હૈયે પણ મંદિર જલ્દી બને એવા વિચારો હતા.આ વિસ્તારે રહેતા અનેક હિન્દુઓ ડોક્ટરો કે એણ્જીનીઅરો હતા, અને સારી કમાણી કરતા હતા અને એથી મંદિર બંધવવા માટે શક્તિમાન હતા. છતાં કોઈએ હિમંત કરી આ કાર્ય ના ઉપાડ્યું.
૨૦૦૮ની સાલે, ભારતના અસલ મધ્ય પ્રદેશના અને અહી અમેરીકા સ્થાયી થયેલ એક ડો. અનિલ કુમારના હૈયામાં પ્રભુપ્રેરણાઓ જાગૃત થઈ. મંદિર બાંધકામનો વિચાર અન્યને દર્શાવ્યો. એ સમયે, આ લેખકે ખુબ જ ઉત્સાહ બતાવ્યો. એક દિવસ, ડો. કુમારે જાહેર કર્યું કે લેન્કેસ્ટર શહેરમાં આવેલી એમની માલીકીની જમીનમાંથી મંદિર બાંધવા માટે થોડી જમીન દાનરૂપે આપવા એઓ તૈયાર છે. આ જાણી અનેકના મનમાં થયું કે હવે જરૂરથી આ વિસ્તારે એક મંદિર હશે જ !
મંદિર બાંધવું એ નાની વાત નથી. મોટો ખર્ચ સાથે એક આ એક ભગીરથ કાર્ય કહેવાય.ડો. કુમાર જાણતા હતા કે આ માટે અનેકનો “દાન સહકાર” ખુબ જ અગત્યનો છે. એથી એમણે ૧૦0૦૦૦ ડોલર કે વધુ રકમ આપનારાને “મંદિર કમીટીના ડયરેકટર”તરીકે નિહાળી અપીલ કરી..અનેકને મળ્યા..અનેકને પ્રેરણાઓ મળી અને સારો દાન સહકાર નોંધયો. એથી ખુશી અનુભવી આવી મોટી રકમથી નીચેના દાન માટે અપીલ કરી. ૨૫૦૦૦થી ૫૦૦૦૦ ડોલરના દાતારો અને ત્યારબાદ, ૫૦૦૦થી ૧૦૦૦૦ અને અંતે ૧૦૦૦ કે એવી રકમ અનેક દાતારો પાસે મેળવી.જ્યારે લાગ્યું કે થતા ખર્ચ જેવી રકમ દાનરૂપે હશે ત્યારે જ બાંધકામ માટે વ્યક્તિ શોધ તેમજ અન્ય વિચારણા અનેકની બનેલી “બોર્ડ ઓફ ડાયરેકર્સ”ની મીટીંગો દ્વારા કરી કાર્યને આગે વધાર્યું.
૨૦૧૨નું વર્ષ એટલે મુખ્ય કાર્ય વિચારણાનો સમય. અને, આ મંદિરની ડીઝાઈન ચીકાગો રહીશ અર્ચીટેક સાઈરસ સુબાવાલા (Cyrus Subawalla)ની નક્કી કર્યા બાદ બાંધકામનું કામ લોકલ કંપની નામે “ટોનમેન કોનસ્ટ્રકશન ઓફ લેન્કેસ્ટર” (Toneman Construction of Lancaster)ને આપવાનો નિર્ણય લેવાયો. ત્યારબાદ, સોમવાર અને તારીખ ૧૪મી જાન્યુઆરી ૨૦૧૩ના શુભ દિવસે “ભુમીપુજન”નું નક્કી કર્યું.
આ દિવસે ખુબ ઠંડી હતી, છ્તાં લગભગ ૧૦૦થી વધુએ હાજરી આપી. એ સમયે, અરૂણ દિવેદીના હસ્તે બાંધેલા ટેન્ટમાં થઈ. એ બાદ, લોસ એંજીલીસ શહેરથી પધારેલા ચિનમયા મીશનના સ્વામી ઈશ્વરાનંદે તેમજ ડો પીલાઈએ મંદિર, હિન્દુ વિચારો પર શુભ શબ્દો કહ્યા તે સૌએ શાંતીથી સાંભળ્યા. ૧૦ વાગે સવારે શરૂ થયેલી પુજાનુ કાર્ય પુર્ણ થતા પ્રસાદ આરોગી સૌએ આનંદ સહીત વિદાય લીધી. આ શુભ ઘડીએ આ લેખક ( ડો. ચંદ્રવદન મિસ્ત્રી) એમના પત્ની કમુબેન સાથે હાજર હતા…એ પ્રભુ કૃપાથી જ શક્ય થયું કારણ કે જાન્યુઆરી ૧૧, ૨૦૧૩ સુધી તો એઓ ભારતમાં હતા. ચંદ્રવદનના હૈયે આ એક ખુબ જ આનંદભર્યો દિવસ હતો. એ સમયે એના મનમાં એક જ વિચાર હતો….”૨૦૧૩ની આખરીએ કે પછી ૨૦૧૪માં તો આ હિન્દુ મંદિર લેકેસ્ટર શહેરની શોભા જરૂર વધારશે”. એ ઘડી સૌ હિન્દુઓ તેમજ અન્ય ધર્મપ્રેમીઓ માટે એક યાદગાર ઘટના હશે !
ડો. ચન્દ્રવદન મિસ્ત્રી,
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, અમેરીકા
FEW WORDS…
This Poem in Gujarati was  created  after an article for the publication about our TEMPLE was written for JAN FARIYAD ..a weekly newspaper from GANDHINAGAR, GUJARAT.
I hope you like this Post too.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

નવરાત્રીએ માતા સંગે ગરબા ! ઓકટોબર માસે ચંદ્ર મનના વિચારો !

9 Comments Add your own

 • 1. બીના  |  October 7, 2013 at 3:36 pm

  સૌને શુભનવરાત્રિ !

  Reply
 • 2. Vinod R. Patel  |  October 7, 2013 at 3:52 pm

  ચંદ્રવદનભાઈ , તમારા ગામ લેન્કેસ્ટર વિસ્તારમાં બંધાતા હિંદુ મંદિરનો

  ઈતિહાસ જાણ્યો .

  સૌના ઉત્સાહથી આ મંદિરનો સૌ લાભ લેતા થાય એ માટે શુભેચ્છાઓ।

  Reply
 • 3. Sanat Parikh  |  October 7, 2013 at 9:00 pm

  Wish you best of luck for your neqw temple!

  Reply
 • 4. chandravadan  |  October 7, 2013 at 10:59 pm

  This was an Email Response>>>

  મંદિરે પધારજો તમે !
  FROM Suresh Jani TO You Show Details FromSuresh Jani Tochadravada mistry
  ટિકિટ મોકલી દો. આવી પૂગ્યો જ સમજજો !!!
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Sureshbhai,
  Thanks !
  As you visit California again…Please come to Lancaster to see ME & the MANDIR.
  Hope it happens soon.
  Chandravadan

  Reply
 • 5. nabhakashdeep  |  October 7, 2013 at 11:31 pm

  મંદિર એટલે સંસ્કૃતિ ધામ. હિન્દુ સંસ્કાર હમેશાં વિશ્વ માંગલ્યથી ઝગમગતા રહ્યા છે. આ મંગલ કાર્યમાં સૌનો સાથ એજ ઉત્તમ ભાવના. આપનો હર્ષ જરૂર ઝીલાશે જ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. ishvarlalmistry  |  October 8, 2013 at 4:23 am

  Very nice post on Mandir & poem, Congractulations having temple in Lancaster.

  Ishvarbhai.

  Reply
 • 7. chandravadan  |  October 8, 2013 at 12:58 pm

  This was an Email Response>>>>

  Mon, 8:29 PM Re: મંદિરે પધારજો તમે !
  FROM Purvi Malkan TO You From Purvi Malkan Tochadravada mistry
  ચંદ્ર કાકા મોટીબેન અહીં ઈન્ડિયા-પૂનામાં છે, પરંતુ મોટાભાગે ટૂરમાં વ્યસ્ત રહે છે. તમારી આ નવી રચના મજાની રહી. ક્યારેક ઓબામાભાઈ અમેરિકામાં એન્ટ્રી આપશે તો તમારી આ રચનાની જન્મભૂમિ જોવા જરૂર આવીશ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Purvi,
  Thanks
  Chandravadan (kaka)

  Reply
 • 8. Rajendra M. Trivedi  |  October 9, 2013 at 1:09 pm

  Waiting for the opening day event…
  May Cosider Dr.Miss Bhanuben and Miss Jyotiben to come for this big day who can do Ramayan Katha and Parayan.

  Reply
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  October 10, 2013 at 4:41 pm

  સાહેબ

  સુંદર અતિસુંદર

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

October 2013
M T W T F S S
« Sep   Nov »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: