નવરાત્રીએ માતા સંગે ગરબા !

ઓક્ટોબર 5, 2013 at 10:17 પી એમ(pm) 7 comments

 

નવરાત્રીએ માતા સંગે ગરબા !

નવરાત્રી રે આવી…..

હાલો, હલોને તમે ગરબા રે રમવા ! (૨) ….(ટેક)

નવ નવ દિવસોની રાત્રીએ ,

મારે તો ગરબા રમવા છે,

હાલો, હાલોને તમે ગરબા રમવા !……(૧)

પહેલી રાત્રીએ, માતા દુર્ગાને રે યાદ કરી,

એ તો વહેલી વહેલી રમવા રે આવી,

હાલો, હાલોને તમે ગરબા રમવા !…..(૨)

બીજે રાત્રીએ, શક્તિ સ્વરૂપે માત દુર્ગાને રે યાદ કરી,

એ તો ફરી મુજ સંગે રમતી રહી,

હાલો, હાલોને તમે ગરબા રે રમવા ! ….(૩)

ત્રીજે રાત્રીએ મહા શક્તિરૂપે માતાને યાદ રે કરી,

એ તો મહાકાળી બની રમવા રે આવી,

હાલો, હાલોને તમે ગરબા રે રમવા !…..(૪)

ચોથી રાત્રીએ લક્ષ્મી સ્વરૂપે માતાને યાદ કરી,

એ તો સોળે શણગારી લક્ષ્મીમાત બની,રમવા રે આવી,

હાલો, હાલોને તમે ગરબા રે રમવા !…..(૫)

પાંચમી રાત્રીએ વૈભવી સ્વરૂપે માતાને યાદ કરી,

એ તો ધનલક્ષ્મી બની રમવા રે આવી,

હાલો, હાલોને તમે ગરબા રે રમવા !…..(૬)

છઠ્ઠી રાત્રીએ સર્વશક્તિમાન લક્ષ્મી માતાને યાદ કરી,

એ તો મહાલક્ષ્મી માતા બની રમવા રે આવી,

હાલો, હાલોને તમે ગરબા રે રમવા !…..(૭)

સાતમી રાત્રીએ સરસ્વતી માતાને યાદ કરી,

એ તો જ્ઞાનદેવી બની રમવા રે આવી,

હાલો, હાલોને તમે ગરબા રે રમવા !….(૮)

આઠમી રાત્રીએ  બહુચરાજી માતાને યાદ કરી,

એ તો નવચંડી સ્વરૂપે રમવા રે આવી,

હાલો,હાલોને તમે ગરબા રે રમવા !…..(૯)

નવમી રાત્રીએ ભવાની માતાને યાદ કરી,

એ તો જગદંબા બની રમવા રે આવી,

હાલો, હાલોને તમે ગરબા રમવા !…..(૧૦)

નવ નવ રાત્રીએ માતા સંગે હૈયે આનંદ રે માણ્યો,

દસમે દસેરા ઉત્સવે ગરબાનો અંતીમ આનંદ રે માણ્યો,

હાલો, હાલોને તમે ગરબા રમવા !….(૧૧)

જે કોઈ માતાને હૈયામાં રાખશે,

શ્રધ્ધા સાથે પ્રાર્થનાઓ કરશે,

ત્યારે માતાજી એના સહારે રે આવશે,

નવરાત્રીએ અને હર દિવસે માતાજીની યાદ જો આવે,

ચંદ્ર કહે,તો જરૂર માવડી મારી તમોને ઉગારશે !

હાલો, હાલોને તમે ગરબા રમવા !…..(૧૨)

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૨૯,૨૦૧૩            ચંદ્રવદન

બે શબ્દો…

આ ૨૦૧૩ના વર્ષે નવરાત્રી આરંભ થાય છે શનિવાર ૫મી ઓકટોબર, ૨૦૧૩ની રાત્રીએ.

૯ રાત્રીના ગરબાનો આનંદ !

નવરાત્રીએ માતાજીના ગુણલા લાવાની તક !

આવા શુભ સમયે જે કોઈ ભાવથી માતાજીને યાદ કરે તેનું જરૂર કલ્યાણ થાય છે.

આ નવ દિવસો સિવાય જે કોઈ માતાજીને “પુર્ણ શ્રધ્ધા” સાથે પૂકારે ત્યારે માતાજી આવી એવા ભક્તોને ઉગારે જ છે !

આશા છે કે મારી આ કાવ્ય રચના તમોને ગમી.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW  WORDS…

This year’s NAVRATRI FESTIVAL starts today.

May the Blessings of MATAJI be on All.

The Kavya Post ( Poem in Gujarati) says the GLORY & PRAISES of the Goddess.

May you enjoy this Post & the Celebrations !

 

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

દાદા અને દાદીને ચંદ્રની અંજલી ! મંદિરે પધારજો તમે !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Rajendra M. Trivedi  |  ઓક્ટોબર 5, 2013 પર 10:45 પી એમ(pm)

  પહેલી રાત્રીએ, માતા દુર્ગાને રે યાદ કરી,

  એ તો વહેલી વહેલી રમવા રે આવી,

  જવાબ આપો
 • 2. pragnaju  |  ઓક્ટોબર 5, 2013 પર 10:53 પી એમ(pm)

  ॥जय माता दी॥

  “नवरात्री” की ढेर सारी शुभकामनाए, माता आप

  सभी की मनोकामनाएँ पूर्ण करे।

  1.शैलपुत्री
  वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम् ।
  वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनी‍म् ॥

  2. ब्रह्मचारिणी
  दधाना करपद्‍माभ्यामक्षमालाकमण्डलू ।
  देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ॥

  3. चन्द्रघण्टा
  पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता ।
  प्रसादं तनुते मह्यां चन्द्रघण्टेति विश्रुता ॥

  4. कूष्माण्डा
  सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च ।
  दधाना हस्तपद्‍माभ्यां कूष्माण्डा शुभदास्तु मे ॥

  5. स्कन्दमाता
  सिंहासनगतानित्यंपद्‍माश्रितकरद्वया।
  शुभदास्तुसदादेवीस्कन्दमातायशस्विनी॥

  6. कात्यायनी
  चन्द्रहासोज्वलकराशार्दूलवरवाहना।
  कात्यायनीशुभंदद्याद्देवीदानवघातिनी

  7. कालरात्रि
  एकवेणीजपाकर्णपूरानग्नाखरास्थिता।
  लम्बोष्ठीकर्णिकाकर्णीतैलाभ्यक्तशरीरिणी॥
  वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।
  वर्धनमूर्धध्वजाकृष्णाकालरात्रिर्भयङ्करी॥

  8. महागौरी
  श्वेतेवृषेसमारुढाश्वेताम्बरधराशुचिः।
  महागौरीशुभंदद्यान्महादेवप्रमोददा॥

  9. सिद्धिदात्री
  सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
  सेव्यमानासदाभूयात्सिद्धिदासिद्धिदायिनी॥

  જવાબ આપો
 • 3. pravina Avinash  |  ઓક્ટોબર 5, 2013 પર 11:22 પી એમ(pm)

  happy Navratri

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  ઓક્ટોબર 6, 2013 પર 1:15 એ એમ (am)

  નવરાત્રીની શુભ કામનાઓ

  જવાબ આપો
 • 5. nabhakashdeep  |  ઓક્ટોબર 6, 2013 પર 3:09 એ એમ (am)

  નવ નવ દૃગામાતની આરાધનાનું પર્વ એટલે ગરબે ઘૂમવાનું લ્હાણું.

  જવાબ આપો
 • 6. P.K.Davda  |  ઓક્ટોબર 6, 2013 પર 2:29 પી એમ(pm)

  જય માતાજી, ડોકટર સાહેબ,
  બહુ સરસ રચના છે.

  જવાબ આપો
 • 7. ishvarlalmistry  |  ઓક્ટોબર 7, 2013 પર 3:53 એ એમ (am)

  Very nicely said about Navratri, happy Navratri, Jai DURGAMATAJI.
  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: