Archive for ઓક્ટોબર 2, 2013

અખબારોમાં સત્ય શું? અસત્ય શું ?

    PHOTO via GOOGLE SEARCH

અખબારોમાં સત્ય શું? અસત્ય શું ?

અખબારોમાં જે જાણ્યું તે સત્ય કેમ માનવું ?

સત્ય કે અસત્યનો ભેદ ખોલી, સમજવું શું ?……(ટેક)

ઈતિહાસના પાને લખેલું પર તે જરા વિચારો,

ભારતના ઈતિહાસનું અંગેજોની દ્રષ્ઠીએ વાંચો,

ભારતની ઘટનાને ભારતપ્રેમીના દ્રષ્ઠીએ ફરી વાંચી વિચારો,

એક ઘટનાને ઈતિહાસમાં એ સ્વરૂપે તમે જાણો,

એવા સમયે, મનડું પુછેઃ “સત્ય શું ? અસત્ય શું ?”…..(૧)

અસલ જુનું કે સદીઓથી થતું કદી ના ભુલો,

આ નવયુગમાં,પ્રગટ થયેલ સમાચારોમાં સત્યને શોધો,

કોમપ્યુટર યુગમાં ફોટા- ફેરફારો કરી, અસત્યને સત્ય બનાવે તેનાથી સાવધાન રહો,

એક ઘટનાને અસત્યરૂપે પ્રગટ કરવાની કેટલી સરળતા તે જાણો,

એવા સમયે, મનડું પુછે ઃ “શું સત્ય છે તે જાણવા પ્રયાસો છે તારા ?”….(૨)

કોમપ્યુટર પ્રત્યેની નારાજી કે ચિન્તાઓ બધી તમે છોડો,

ન્યુઝપેપરોમાં કે મેગઝીનોમાં પ્રગટ કરનારાઓને બદલો,

એની માલીકીના શેઠીયાઓને સત્ય તરફ વાળવા પ્રયાસો કરો,

અસત્યને બહાર પાડી સત્યને  અખબારોમાં તમે જ પુરો,

એવા સમયે, મનડું પુછે ઃ “શું અખબારો વાંચતી જનતા સત્યને જાણે ?”….(૩)

નવયુગમાં એક સિવિધા તો જરૂર બની રહી છે,

કોમપ્યુટર દ્વારા અસત્ય અને સત્યને પળમા વિશ્વનાં મુકી શકાય છે,

માનવ બુધ્ધિની સમજ જો રહી, તો ફક્ત સત્ય જ જનતા સમક્ષ હશે,

પણ,માનવમાં સત્ય જ જાણવાનો સ્વભાવ કે ધગશ રહી હશે ?

એવા સમયે, મનડું પુછે ઃ “બુધ્ધિને માનવીએ કર્મ સાથે જોડી છે ખરી ?”….(૪)

આ યુગે, વર્તમાન અને ભુતકાળનું જરૂર બધુ જ યાદ હશે,

ભવિષ્યમાં ભુતકાળ ભુલાશે કે યાદ હશે એ તો કોણ જાણે ?

ઈતિહાસના પાને આજ “વેદો” તો “પરમ સત્ય” છે,

બીજી ઐહિહાસીક ઘટનાઓ ભુલાશે કે બદલાશે વેદો જ પરમ સત્ય રહેશે !

એવા સમયે મનડું પુછે ઃ “પરમ તત્વ અને પરમ સત્ય શું એક છે ?”…..(૫)

અંતે ચંદ્ર સૌને કહે ઃ સંસારી માનવી “સંસારી સત્ય”ની શોધમાં છે આજે,

ભલે, એવી દોડમાં, માનવીની “જીવન સફર”આ  જગમાં રહે આજે,

“પરમ સત્ય”ને જાણવાનું પણ એ કદી ના ભુલે આજે,

એવી હાલતે જો માનવી રહે, તો ધન્ય માનવ જન્મ બને આજે,

એવા સમયે મનડું અંતે કહે ઃ “ભવ સાગર પાર કર્યો છે તેં પ્રભુનામે !

કાવ્ય રચના તારીખ સેપ્ટેમ્બર,૩૦, ૨૦૧૩                        ચંદ્રવદન

બે શબ્દો…

અનેક તરફથી ઈમેઈલો આવે.

એક ઈમેઈલમાં નરેન્દ્રભાઈ મોદી ઝાડું લઈ કચરો વાળતા હોય એવું નજરે આવ્યું

પછી,બીજો એક ઈમેઈલ આવ્યો અને જાણ હતી કે “ફોટાનું “શોપિન્ગ” કરી કોઈ નોકરની છબી સાથે એમાં જોડાણ  હતું.

આ રહ્યો “અસત્ય” ફેલાવવાની રીત.

બીજો એક ઈમેઈલ શૈલેષભાઈનો હતો…૯/૧૧ની ધટના વિષે વિચારો.

પછી યાદ આવ્યું કે ન્યુઅઝપેપરના માલીકોનો “પ્રભાવ” જરનાલીસ્ટો પર ઘણો હોય છે ..એથી રાજકારણે સત્તાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે “અસત્ય”ને “સત્ય” તરીકે કોઈ એકના લાભ માટે ફેલાવવામાં આવે.

આ બધુ જ યાદ કરતા…..આ રચના થઈ છે !

તમોને ગમશે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

The Emails I get from others.

One Email with a Photo said to be of NARENDRA MODI as a yougster cleaning the floor.

Then..another Email with the ORIGINAL Photo of the sevant cleaning the floor.

Thus…it was the “touch up” & the “transfer of the New Face ” to the Old Photo ..Thus fooling the Public…& spreading the NEGATIVE image of Modiji.

This can be an example only !

The MEDIA is owned by “some”.I these owners dictate “the untrue” for the Poitical reasons or bias, then what the Public will know “untrue” as the TRUTH.

Thus the Question : In the Newspapers what is TRUE & what is UNTRUE ?

Based on this Question, this Poem in Gujarati was created & is now as a Post.

Hope you like this Post & its MESSAGE.

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 2, 2013 at 1:49 પી એમ(pm) 13 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,699 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031