પ્યારૂં સાસરૂ મારું !

September 30, 2013 at 12:33 am 7 comments

 gulab1
પ્યારૂં સાસરૂ મારું !
સાસરૂ મારૂં  મને લાગે છે પ્યારૂં !…..(ટેક)
૧૯૭૦ની સાલની યાદ આવે,
એવી યાદમાં, લગ્નદિવસ મારો યાદ આવે,
પરણ્યો હું એટલે હવે હું તો પત્ની સંગે,
અને, આવે “સાસરૂ” પત્ની સંગે !……(૧)
પત્નીનું “પિયર” જે કહેવાય,
તે જ પતિનું “સાસરૂ” કહેવાય,
પત્ની સસરાને પોતાનું ઘર કરે,
તો, પતિએ પણ સાસરાને ઘર જ માનવું રહે !….(૨)
જ્યારે મનમાં એવો વિચાર સાસરા પ્રત્યે જાગે,
ત્યારે સાસુ અને સસરા માતા-પિતા બને,
સાળાઓ બધા જ ભાઈઓ બને,
સાળીઓ બધી જ બેનો બને !……….(૩)
ભાગ્યમાં સસરા ડાહ્યાભાઈ, ‘ને સાસુ મોતીબેન નામે,
ચાર સાળાઓ બિહારી, રોહિત, મુકુંદ અને જયપ્રકાશ નામે,
ત્રણ સાળીઓ ભાનુ, ગીતા અને કૈલાશ નામે,
સૌથી બનેલું સાસરૂ છે ગુજરાતના દેસરા ગામે !……(૪)
અંતે ચંદ્ર કહેઃ આ તો છે સાસરૂ મારૂં,
પરણ્યા તમો, તો હશે સાસરૂ તમારૂં,
જો, પત્ની તમારી સાસરાને ઘરરૂપી સ્વીકાર કરે,
તો,પતિ નાતે, સાસરે જાતા ઘરે આવ્યાનો આનંદ હૈયે હશે !….(૫)
 
કાવ્ય રચનાઃ તારીખ સેપ્ટેમ્બર,૨૭,૨૦૧૩         ચંદ્રવદન
બે શબ્દો…
મારા હૈયે મારૂં સાસરૂ હંમેશા “મારૂં જ ઘર” રહ્યું છે.
એથી, એ ભાવથી સાસુ-સસરાને મેં માતા-પિતા માન્યા અને ઘરમાં સૌને “ભાઈઓ અને બેનો”ના નાતે નિહાળ્યા હતા.
“સાસરા” શબ્દથી જાણે પતિ કે પત્નીને વેર હોય એવો ભાવ  નિહાળું ત્યારે મારા હૈયામાં “દર્દ” થાય છે.
પતિ કે પત્ની જો “પોતાનું જ ઘર છે” એવો સ્વીકાર ના કરે ત્યાં સુધી આવું “સ્નેહભર્યું” વાતાવરણ અશક્ય છે.
પરણતીત સૌના હૈયે પ્રભુ એવી “પ્રેરણા” અર્પે, એવી જ આજ મારી અંતરની આશા છે !
આજે ભાદરવા વદ ૧૧….તીથી પ્રમાણે આ દિવસે મારા સસરાના “શ્રાધ” પુજાનો  દિવસ. એથી જ આ પોસ્ટરૂપે ૩૦મી સેપ્ટેમ્બર, ૨૦૧૩ના દિવસે પ્રગટ કરવાનો નિર્ણય લીધો છે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today it is Monday & 30th September,2013.
It is also Bhadarva Vad 11th.
As per the TITHI, it is the SHRADH-PUJA day of my Father-in-law Late DAHYABHAI LALLUBHAI INTWALA.
I am publishing this Kavya Creation as a Post ….talking about my IN-LAWS, I think this Post can be my ANJALI to my Father-in-Law.
 May you like this Post !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

મારૂં પ્યારૂં મોસાળ ! અખબારોમાં સત્ય શું? અસત્ય શું ?

7 Comments Add your own

 • 1. pragnaju  |  September 30, 2013 at 12:17 pm

  આવું ગેય ગીત રચી આનંદ લુંટાવશો
  અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
  ચર્નિરોડ પર ચંપા નિવાસમાં, રૂમ નંબર નેવાસી
  અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

  પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર
  પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર
  વર ને વહુ અમે મુંબઈ રહેતાં, કરતાં લીલા લહેર
  મોકલ્યાં સાસુ-સસરા કાશી
  અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

  સાડી કેરું શોપિંગ કીધું, પાઈનેપલનું પીણું પીધું
  બીલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી
  અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

  હું ગાડાનો બેલ !
  શાકભાજી, દાતણ લઈ આવું, લાવું તલનું તેલ
  હું પરણ્યો પણ સંન્યાસી
  અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

  પગાર રૂપિયા પંચોત્તેરમાં સાડી શેં પોષાય
  મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય
  મને થઈ ગઈ ખયની ખાંસી
  અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

  રામા,
  રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું
  રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું
  રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું
  કાલના ભજિયા તળજે વાસી
  અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

  આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
  ઐસા આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
  ઐતવારચી સૂટી પાઈજે નહિ કામ કરાયચી વેળા
  આજ માઝી મરૂન ગેલી માઉસી !
  લો બોલો
  અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

  મા ને બાપ ગયાં છો કાશી રામા તું ન જાતો નાસી
  મા ને બાપ ગયાં છો કાશી રામા તું ન જાતો નાસી
  નહિ તો મારે વાસણ ઘસતાં, રહેવું પડશે ઉપવાસી
  અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
  અથવા આપણા સુરત વિસ્તારની ખાસિયતો ગૂંથાયેલ ત્રણ પંક્તિના ટચૂકડાં ખાંયણાં માનવ ભાવને ધ્વનિપૂર્ણ અભિવ્યક્તિ દ્વારા પ્રગટ કરે છે. એનું લઘુ રૂપ ખાંયણાંને હૃદયસ્પર્શી બનાવે છે. માનવજીવનની અનુભૂતિને ચાર ચરણમાં રજૂ કરી દેવાની જબરી ગુંજાશ ધરાવતા આ સુરતી ખાંયણાં.સુરત જિલ્લાની બહેનો જૂનાકાળે ખાંડણિયે સામસામે બેસીને ધાન ખાંડતાં ખાંડતાં જે ગીતો ગાતી તે ‘ખાયણાં’ આજેય રહ્યાં છે. ખાયણાંના વિષયવસ્તુમાં ભાઈ આવે, બહેની આવે, ભાભી આવે, મા અને બાપ આવે, સાસરું અને શોક્ય આવે. નટખટ નણદી અને દિયરિયોય આવે.
  મૈયરમાં હોય મહેલ, ઝરૂખા, જાળી
  આપણી તો રૂપાળી
  સાસરાની ઝૂંપડી

  Reply
 • 2. Dr.Chandravadan Mistry  |  September 30, 2013 at 6:51 pm

  This was an Email Response>>>>>

  3:31 AM Re: પ્યારૂં સાસરૂ મારું !
  FROM Dilip Gajjar TO You From Dilip Gajjar To chadravada mistry
  આત્મીય ચંદ્રવદન ભાઈ નમસ્કાર . આપણી પોસ્ટ સરસ છે
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dilipbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 3. sapana53  |  October 1, 2013 at 12:19 am

  saras saasru e tamaru ghar j che saras

  Reply
 • 4. Vinod R. Patel  |  October 1, 2013 at 1:32 am

  મારા હૈયે મારૂં સાસરૂ હંમેશા “મારૂં જ ઘર” રહ્યું છે.
  એથી, એ ભાવથી સાસુ-સસરાને મેં માતા-પિતા માન્યા અને ઘરમાં સૌને “ભાઈઓ અને બેનો”ના નાતે નિહાળ્યા હતા.

  હૃદયની આવી સદભાવના આપની આ રચનામાં તમોએ બતાવી
  એ ગમી .

  Reply
 • 5. Pratap Patel, Irvine, California  |  October 1, 2013 at 2:15 am

  Nice poems on Mosaal and Saasru.
  In general, Saasru for husband is where he is treated as a special person; however I am not sure it is the same thing for wife at her Saasre.
  It is interesting that we have terms Mosaal and Saasru which applies to both husband and wife. Peeyar only applies to wife. There is no Peeyer for husband. Is it because husbands (in old days) continue to live in parents house?? Just a thought..
  Pratap Patel
  Irvine, California

  Reply
 • 6. ishvarlalmistry  |  October 1, 2013 at 4:28 am

  very nicely said in your poem SAASRU. I do believe you get more respect in Saasru.,that has been tradition for many years..Good post.

  Ishvarbhai.

  Reply
 • 7. પરાર્થે સમર્પણ  |  October 4, 2013 at 1:54 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  પહેલાં મોસાળ ને હવે સાસરું જબરો મનમેળ સાધ્યો છે

  બંન્ને પલ્લાં સરખાં કરી નાખ્યાં સાહેબ.

  વાહ સાહેબ વાહ.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: