મારૂં પ્યારૂં મોસાળ !

September 28, 2013 at 1:41 pm 9 comments

  gulab1

મારૂં પ્યારૂં મોસાળ !

માત જન્મ કૂળ એટલે કહેવાય મોસાળ,

પ્યારૂં પ્યારૂં છે મારૂ મોસાળ !……………..(ટેક)

 

નવસારી શહેર રહીશ છે કુંવરજી કેશવ મિસ્ત્રી નામે,

પત્ની એની, કસ્બા ગામની નારી દેવીબેન નામે,

આ યુગલ જોડી રહે છે ગુજરાતના નવસારી ધામે,

આ તો આજાબાપા ‘ને આજીમા છે મારા !……માત….(૧)

 

પ્રથમ સંતાનરૂપે છે દીકરી પ્યારી ભાણી નામે,

જેના ભાગ્યમાં છે ત્રણ ભાઈઓ મગન,ગોવિન્દ’ને ભગુ નામે,

અને, સાથે છે બે બેનોપ્યારી વાલી અને પ્રેમી નામે,

આ જ બન્યા મામાઓ અને માસીઓ રે મારા !…માત….(૨)

 

ભાણી પરણે વેસ્મા રહીશ માધુ ગાંડા નામે,

વાલી પરણે અંબાડા રહીશ ગુલાબભાઈ લાડ નામે,

નાની પ્રેમી પરણે ગડતનિવાસી જીણાભાઈ નામે,

મળી મુજને માતા મારી આવા નાતે !….માત ….(૩)

 

સુથારી કામ કાજે, નવસારી શહેરે પ્રેમી જીણા આવે,

અંબાડા ગામે વાલી પતિ ગુલાબ સંગે જીવન ગાળે,

જેથી, બાળ ચંદ્ર હૈયે અંબાડા અને નવસારી પ્રેમ જાગે,

એ જ રહી સંસારી માયાની પહેલી કળી !….માત…..(૪)

 

આજાબાપા સહાસી અને પરદેશગમન રે કરે,

નાઈરોબી કેનીયા આફ્રિકા જઈ, પરિવારમાટે કામ કરે,

જે થકી, મોટા મામા મગન નાઈરોબીમાં ટેઈલરીંગ દુકાન કરે,

મોસાળે થયેલ પરદેશગમનની વાત મેં કહી !…..માત….(૫)

 

મામાઓ અને માસીઓ કુટુંબે મુજને અનેક ભાઈઓ અને બેનો મળે,

સૌના પરિચયમાં, મુજ બાળ હૈયે ખુશીભર્યો પ્રેમરસ ઝરતો રહે,

એવા પ્રેમ ઝરણે સ્નાન કરી, ચંદ્રબાળ સંસારી માયા ગ્રહણ કરે,

આ જ સંસારી મોહમાયાની વાત મેં કહી !….માત…..(૬)

 

સંસારી માયામાં હું તો હંમેશા રમતો રહું,

મારી જ વયના મોસાળના સૌ નજીક હું રહું,

જેમાં ગોવિન્દમામાનો હરકીશન, ‘ને પ્રેમીમાસીના ભીખુ-ઉત્તમ-વસંતને હૈયે ભરું,

જેને હું મુજ બચપણની મિત્રતા ગણું !…..માત……(૭)

 

અંતે, ચંદ્ર સૌને કહે ઃ ” મોસાળનું જે કોઈ વિચારે,

તે જરૂર મોસાળમાં “વૈકુંઠધામ” નિહાળે,

ત્યારે મોસાળ તો ખુબ જ પ્યારૂં પ્યારૂં લાગે,

આ જ રહ્યું મારૂં મોસાળ પ્યારૂં !…..માત…..(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૫,૨૦૧૩                 ચંદ્રવદન

 

બે શબ્દો….

આજની પોસ્ટ છે મારા “મોસાળ”ની યાદમાં.

બચપણમાં અનેકવાર નવસારી મોસાળે જવાનું થતું.

આજીમાને મળી આનંદ થતો. આજાબાપાને જોવાનું મારા ભાગ્યમાં લખ્યું ના હતું, પણ જ્યારે જ્યારે એ “મોસાળ-ઘર”માં પ્રવેશ કરતો ત્યારે બે મોટા ફોટાઓ નિહાળતો. જેમાં આજીમાના ફોટા સાથે આજાબાપાનો ફોટો હતો. મારી આજાબાપા વિષેની યાદ મારા માતાએ કહેલી વાતો આધારીત છે. ગોવિન્દમામા તેમજ નાના ભગુમામાના પરિવારોનો પરિચય હતો, પણ મોટા મગનમામા અને એમના પરિવારને મેં પ્રથમવાર ૧૯૫૪માં પિતાજી સાથે આફ્રીકા જઈ રહ્યો હતો ત્યારે નાઈરોબી રોકાણ કરતા મેં મોટામામા મગનભાઈ અને એમના પરિવારને પ્રથમવાર મળી આનંદ અનુભવ્યો.

બાળપણમાં માતા સાથે નવસારી તો અનેકવાર જવાનું થતું એટલે હરકીશન (ગોવિન્દમામાના પુત્ર) અને પ્રેમીમાસીના પુત્રો ( ભીખુ, ઉત્તમ અને વસંત) સાથે જાણપહેચાણ ઉંડી..જેને હું “મિત્રતા” ભાવે આજે પણ નિહાળું છું !

મારા મનમાં અનેકવાર વિચાર આવ્યો હતો કે….”મોસાળની યાદ મારે કાવ્યરૂપે કહેવી જોઈએ !”.

આ વિચાર મનમાં આવે અને પછી ગાયબ થઈ જાય.

૨૦૧૩માં આ સ્વપ્નરૂપી વિચાર સાકાર થયાની ખુશી મારા હૈયે છે.

આજે મારા બ્લોગ પર એક પોસ્ટરૂપે પ્રગટ કરતા મને એક “અનોખો” આનંદ થાય છે.

તમે પણ આ પોસ્ટ વાંચી, તમારા પોતાના “મોસાળ”ને જરૂર યાદ કરજો !

 

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is about my MOSAD.

Mosad means the FAMILY from where the MOTHER is coming..her Family Roots.

I had known of my Mosad as a child & therefore I have the DEEPEST LOVE for those roots.

By making my GUJARATI POEM with names of my Maternal Grandparents ( Ajabapa & Ajima) and my Maternal Uncles (Mama) and Maternal Aunts ( Masi), I feel Ihad given my RESPECTS ( Anjali) to them  in this Bhadavava Mas of Shradh Puja Days.

As you read this Post, may you,too, remember your MOSAD ( Your Maternal Roots).

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

રમણ તો પ્રભુધામે ! પ્યારૂં સાસરૂ મારું !

9 Comments Add your own

 • 1. nabhakashdeep  |  September 28, 2013 at 2:08 pm

  ડોશ્રી ચંદ્રવદનભાઈ…બાળપણની મીઠી યાદનું જાત્રાધામ એટલે જ મોસાળ. મોસાળના વિશાળ પરિવારને એ ચાહના , એ સઘળું ભાવ ઘરેણું હતું ને જે લાભ્યા તેની યાદ આજીવન જ હોય. આપે સરસ રીતે સ્નેહીજનોને યાદ કર્યા ને એ પળો ફરીથી હૃદયે માણી…અમને પણ મોસાળ પક્ષે સફરે લઈ ગયા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 2. pravina Avinash  |  September 28, 2013 at 2:18 pm

  મોસાળ કોને વહાલું ન હોય? બે મા ભેગી થાય ત્યારે મામા બને.

  મા કરતાં માસી સવાઈ ગણાય છે.. .

  મારા મત .પ્રમાણે કાકા , ફોઈ પણ વહાલ કરવામાં પાછા પડતા નથી.

  યાદ રહે કંસ અને શકુની મામા

  પ્રવીણા કડકિઆ

  Reply
 • 3. P.K.Davda  |  September 28, 2013 at 2:19 pm

  તમારો કુટુંબ-પ્રેમ અજોડ છે.

  Reply
 • 4. ishvarlalmistry  |  September 29, 2013 at 4:58 am

  Very nicely said about mosal, I agree with your thoughts.thank you for sharing.
  ishvarbhai.

  Reply
 • 5. Vinod R. Patel  |  September 29, 2013 at 2:27 pm

  ડો.ચન્દ્રવદનભાઈ , આ રચનામાં તમારા કુળના મૂળની વાચકોને ઓળખાણ કરાવી છે .

  નાના હતા ત્યારે વેકેશનમાં મોસાળ જતાં એની યાદ તાજી થઇ .એ વખતે ભાણીયાને ખુબ પ્રેમ મળતો .તોફાન કરીએ તો પણ માર ન પડતો .

  Reply
 • 6. Dr.Chandravadan Mistry  |  September 29, 2013 at 11:52 pm

  This was an Email Response>>>>

  From: BJ Mistry
  To: chadravada mistry
  Sent: Sunday, September 29, 2013 8:18 AM
  Subject: Re: MOSAD

  Thanks.

  Never thought about poetry can be written.

  Wonderful.

  Bhikhubhai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Bhikhu,
  Thanks !
  Bhai

  Reply
 • 7. pragnaju  |  September 30, 2013 at 12:01 pm

  મોસાળમાં જમણ અને મા પીરસનાર
  મઝા

  Reply
 • 8. Dr.Chandravadan Mistry  |  September 30, 2013 at 11:22 pm

  This was an Email Response>>>

  FW: MOSAD
  FROM Harilal Lad TO You FromHarilal Lad Tochadravada mistry

  Its purple heart its good

  Thanks,
  Harilal & family.

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Harilal,
  Thanks !
  I corrected my mistake..Read the Corrected Post !
  Chandravadan

  Reply
 • 9. પરાર્થે સમર્પણ  |  October 4, 2013 at 1:52 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  મામાનું ઘર કેટલે દીવો બળે એટલે એ બાળપણમાં દાદીમાના

  મુખે સાંભળતા પણ જ્યારે ચંદ્રનો પુકાર સાંભળ્યો ત્યારે મને પણ

  મોસાળ યાદ આવી ગયુ.

  વાહ સાહેબ વાહ.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: