રમણ તો પ્રભુધામે !

September 27, 2013 at 2:05 pm 7 comments

રમણ તો પ્રભુધામે !

 

રમણ શાને પ્રભુધામે જવા ઉતાવળ તું કરે ?….(ટેક)

 

પ્રેમી અને મગનનો પ્રથમ સંતાન, માતાપિતાનો તું છે વ્હાલો,

માતાને જગમાં છોડી, પિતા પાસે કેમ તું ચાલ્યો ?….(૧)

 

જીવન સફરમાં પત્ની હતી તુજ પ્યારી અને સંગાથ તારો,

ગઈ હતી ઉતાવળે પ્રભુધામે, છોડીને સાથ તારો !….(૨)

 

દીકરી મનીશાને સાસરાનો પંથ પત્ની વિદાય એ હતી,

દીકરા સંદીપને પરણાવી, અધુરી આશા એની પુરી કરી,…(૩)

 

હવે, જ્યારે, સુખોના દિવસો મોટલે ગાળવાનો સમય આવ્યો,

ત્યારે જ, અચાનક પરલોક જવાનો સમય કેમ રે આવ્યો ?…..(૪)

 

મીઠી અનેક રમણ-યાદો રહી છે સૌ હૈયે આ જગમાં,

એવી યાદોમાં “અમર” રાખીશું રમણ તુંજને આ જગમાં,….(૫)

 

અંજલી આપતા, ચંદ્ર કહેઃ માનવીને નથી જન્મ-મરણના ફેરાથી છુટકારો,

એક “પ્રભુ સ્મરણ”માં જ છે છુટકારો એજ માનવીએ સમજવાનો !…..(૬)

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૨૩, ૨૦૧૩                 ચંદ્રવદન

( ૨૩મી સેપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે જ રમણભાઈ મીસ્ત્રીનું અવસાન થયું હતું )

 

બે શબ્દો…

 સોમવાર અને ૨૩મી સેપ્ટેમ્બર,૨૦૧૩..

સવારે ફુલરટનથી ફોન આવ્યો.

જાણ્યું કે કેનસાસમાં રહેતા રમણભાઈ મિસ્ત્રી (પુષ્પાના મોટાભાઈ) અચાનક ગુજરી ગયા.

રમણભાઈ એક ભોળા અને પ્રેમાળ સ્વભાવના માનવી હતા.

મારા હૈયે ખુબ જ દર્દ થયું.

એમની યાદ તાજી થઈ…અને પ્રભુ પ્રેરણાથી આ રચના દ્વારા એમને “અંજલી” આપવા પ્રયાસ કર્યો છે.

પ્રભુ એમના આત્માને શાંતી બક્ષે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

The Post is a Poem in Gujarati as an ANJALI at the Death of a person.

That Person is RAMAN MISTRY of Kansas State.

The news of his UNEXPECTED & SUDDEN Death ….The Family was in shock…I had been deeply hurt too.

I looked at Raman’s Life & with the inspiration from God, this Poem was created.

The Funeral Services completed with Prayers….The Body no more but the Soul lives on !

Let us all PRAY for his SOUL !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારધારા(૮)…દત્તક બાળક ઃદીકરો કે દીકરી મારૂં પ્યારૂં મોસાળ !

7 Comments Add your own

 • 1. pragnaju  |  September 27, 2013 at 2:30 pm

  રમણભાઈ …………….પ્રેમની એક અતૂટ ભાવના સ્પષ્ટ થાય છે. એ જ પ્રેમ તમને એમનો વિરહ જીરવવાની શક્તિ આપશે. આપની સાથે પ્રાર્થનામાં હું અને મારો પરિવાર ભાવથી જોડાઈને

  ઈશ્વર એમના આત્માને પરમ શાંતી અર્પે
  અને
  આપ સહુને એમનો વિયોગ જીરવવાની શક્તિ આપે તે પ્રાર્થના.

  Reply
 • 2. dhavalrajgeera  |  September 27, 2013 at 2:36 pm

  ઈશ્વર આપ સહુને એમનો વિયોગ જીરવવાની શક્તિ આપે.
  એમના આત્માને પરમ શાંતી અર્પ તે પ્રાર્થના..

  Reply
 • 3. Vinod R. Patel  |  September 27, 2013 at 4:11 pm

  અંજલી આપતા, ચંદ્ર કહેઃ માનવીને નથી જન્મ-મરણના ફેરાથી છુટકારો,

  એક “પ્રભુ સ્મરણ”માં જ છે છુટકારો એજ માનવીએ સમજવાનો !…..(૬)

  સ્વ . રમણભાઈનાં આત્માને પ્રભુ શાંતિ બક્ષે એવી પ્રાર્થના .

  Reply
 • 4. સુરેશ  |  September 28, 2013 at 11:00 am

  પ્રભુ એમના આત્માને શાંતી બક્ષે !

  Reply
 • 5. nabhakashdeep  |  September 28, 2013 at 2:13 pm

  ડોશ્રી ચંદ્રવદનભાઈ…સ્નેહીજનની વિદાય દુખદ જ હોય છે. આત્મિયતા બંધાયેલ હોય ને આવા સમાચારથી હૃદય લાગણીઓથી ઉભરાય જ, છતાં ઈશ્વરેચ્છા બલિયસી. સદગતના આત્માને પ્રભુ અક્ષરધામે સુખિયા રાખે એવી શ્રધ્ધાંજલિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. ishvarlalmistry  |  September 29, 2013 at 5:14 am

  Very sorry to hear about sudden death of Ramanbhai. He was nice person, who passed away young. May his soul rest in peace.Very nicely said Chandravadanbhai.MayGod give his family strength for his loss.
  Ishvarbhai.

  Reply
 • 7. પરાર્થે સમર્પણ  |  October 4, 2013 at 1:46 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  પ્રમ કૃપાળુ પરમાત્મા રમણભાઇના આત્માને શાંતિ આપે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: