ચંદ્રવિચારધારા(૮)…દત્તક બાળક ઃદીકરો કે દીકરી

September 26, 2013 at 1:53 pm 4 comments

ચંદ્રવિચારધારા(૮)…દત્તક બાળક ઃદીકરો કે દીકરી ?

 

તારીખ ૧૨મી જુન ૨૦૧૩નો દિવસ.

આ દિવસે ” ટીવી એશીઆ”ના એક પોગ્રામમાં  “દત્તક બાળક”(CHILD ADOPTION)વિષે ચર્ચા હતી. ત્યારે પ્રષ્ન પુછાયો ઃ જ્યારે પતિ અને પત્ની બાળકને દત્તક લેવાના નિર્ણય પર આવે ત્યારે “ફક્ત દીકરો”નો કેમ વિચાર આવે ?

અને આ દિવસ  ‘વિશ્વના બાળ મજુર વિરોધ દિન”ની (A Day Against Child Labour ) યાદ આપે છે

આજે, બાળકને દત્તક લેવાના નિર્ણય પર વધુ ચર્ચાઓ કરીએ.

(૧) મારે પ્રથમ એટલું કહેવું છે કે જ્યારે પણ પોતાને સંતાન ના થાય એવી નિરાશાભરા જીવનમાં બાળકને “દત્તક” લેવાના નિર્ણય પર પતિ-પત્ની આવે.

      કોઈકવાર, (ખાસ કરીને પરદેશમાં યાને અમેરીકામાં ) એક સંતાન હોય તો પણ બીજા બાળકને દત્તક લેવાના નિર્ણય પર અનેક પરણતીત કપલો હોય છે.

(૨) જ્યારે પતિ કે પત્ની અનાથ આશ્રમ કે અન્ય જગાએથી કાયદાકાનુની રીતે બાળકને દત્તક લેવા માટે શોધ કરે કોઈક “ફક્ત દીકરો જ” કહી શરૂઆત કરે.

    આવો વિચાર શા માટે ?

     શું આપણી જુની ભારતીય સંસ્કૃતી આમાં ભાગ ભજવે છે ?

      અસલ માબાપનો આધાર દીકરો એવું કહેવાતું આવ્યું છે. દીકરીઓ હોય તેઓ તો પરણીને સાસરે જાય. દીકરો જ ધંધો સંભાળી ઘરની જવાબદારી સંભાળે. તો, એના કારણે આવી “મોહમાયા” દીકરા

     પ્રત્યે હોય છે ?

     શું એ જ કારણે શિક્ષણનો લાભ દીકરાને પહેલો…અને દીકરીઓ અસલ અભણ રહેતી ? અભણ નહી તો પણ ઉચ્ચ અભ્યાસ મેળળવવું દીકરી માટે અશક્ય  હતું ?

(૩) કોઈકવાર પતિ-પત્ની સમજુ હોય  અને દીકરો કે દીકરી જે ભાગ્યમાં દત્તકરૂપે મળે તેનો આનંદ સાથે સ્વીકાર કરવા તૈયાર હોય છે.

(૪) અનેકવાર, પતિને ફક્ત દીકરો અને કોઈવાર પત્નીને દીકરો જ જોઈતો હોય. એવા સમયે પતિના માબાપનો ફાળો હોય છે.એઓએ એવું જ વાતાવરણ ઉભું કર્યું હોય છે.

હવે મારી વિચારધારા>>>>

જ્યારે પણ પરણતી નર નારી, બાળકને દત્તક લેવાના નિર્ણય પર આવે તે ખરેખર તો એક “મહાન” કાર્ય કહેવાય.

સમાજ શું કહેશે તેની પરવા ના હોય ત્યારે. એક બાળક જે “અજાણ ” છે તેને “પોતાનું” કરવું એ “મહાપુન્ય”રૂપી કાર્ય છે. એવા સમયે મારા એમને વંદન છે.

અનાથ આશ્રમ કે જ્યાંથી કાયદેસર આ બાળક મળે તેનો સ્વીકાર કરવો ..ત્યારે એ દીકરી હોય કે દીકરો ! પણ, એકવાર, દત્તક લઈ,”પોતાના” બાળ સ્વરૂપે નિહાળી એને પ્રેમ આપી મોટું કરવાની એમની જવાબદારી બની જાય છે.

આ પ્રમાણે જે કોઈ કાર્ય કરે તેને હું “મહાન” માનું છું. મારી વિચારધારા પ્રમાણે, એઓ પ્રભુના “વ્હાલા” બની જાય છે.

આજે….

દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે….મોર્ડન સોસાઈટીમાં પતિ અને પત્ની દીકરી અને દીકરાને સમભાવે સ્વીકાર કરે છે….ધીરે ધીરે, ભારતમાં “જુના વિચારો” નાબુદ થશે. અને મારૂં માનવું છે કે બાળ જન્મે ત્યારે દીકરા કે દીકરીનું મહત્વ એક જ ભાવે આનંદ લાવશે….અને, સમયના વહેણમાં “દત્તક” બાળક એનકના જીવનમાં આનંદ લાવશે, અને સંસારનો “સમાજ” પણ નવી વૃત્તિથી “દત્તક બાળક”ને નિહાળી ખુશી અનુભવશે.

આજની ચર્ચામાં આ મારા વિચારો છે.

હવે,તમે વાંચી, તમારા વિચારો જરૂરથી દર્શાવશો.

એ વાંચી, મને આનંદ થશે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today it is the Post “CHANDRAVICHARDHARA (8) …A Child for Adoption : Boy (Son) or Girl(Daughter) ?

The Western Society is accepting the ADOPTION of a child with Joy & without the FEARS from the SOCIETY.

In India, the Act of Adoption is not accepted universely because of the “old views”.

Even if there is a decision to adopt a Child, there is “preference” for a MALE CHILD.

This is a TRAGEDY of the Society.

MY THOUGHT PROCESS :

 Individuals (married Couple) MUST be able to ADOPT a Child without any FEARS from the SOCIETY…and the SOCIETY MUST change & view the Act of ADOPTION as an act of HIGHEST HONOR. The Society must try to teach the Individuals to view the SON or DAUGHTER  with equal LOVE.

In the Modern times, I see there is a GRADUAL CHANGE in the attitude towards the Act of CHILD ADOPTION.

Inviting ALL to give their opinions to this Topic of CHILD ADOPTION.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

વ્યક્તિ પરિચય ઃમિત્રતા (૧૬) …પુરુસોત્તમ કે. દાવડા (પીકે) રમણ તો પ્રભુધામે !

4 Comments Add your own

 • 1. pragnaju  |  September 26, 2013 at 2:22 pm

  આ વાત તો ઘણા વખતથી ચર્ચાય છે અને તેના સારા પરીણામમા હવે ઘણા દાખલા જોયા જેમા ન કેવળ દિકરીને દતક લીધી છે!

  Reply
 • 2. P.K.Davda  |  September 26, 2013 at 3:02 pm

  વિશ્વભરમાં સમાજ પુરૂષપ્રધાન છે. સુધરેલા દેશોમાં ધીરે ધીરે આમા બદલાવ આવી રહ્યો છે. શારીરિક શક્તિમાં સ્ત્રી પુરૂષ કરતાં નબળી છે અને ઘણીવાર એને પુરૂષના રક્ષણની જરૂર પડે છે. ભારતમાં સ્ત્રી ભરણ પોષણ માટે પુરૂષ ઉપર નિર્ભર છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી દત્તક લેતી વખતે છોકરી કરતાં છોકરાને વધુ પસંદ કરવામા આવે છે.

  Reply
 • 3. pravinshastri  |  September 27, 2013 at 2:23 pm

  એ મનોદશા માત્ર ભારતમાં જ છે. ખરેખર તો વિદેશોમાં પુત્ર કરતા પુત્રી વધુ પસંદ થાય છે.

  Reply
 • 4. પરાર્થે સમર્પણ  |  October 4, 2013 at 1:44 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  દીકરા કે દીકરીમાં ફરક ના સમજે એજ મહા માનવ.

  ચંદ્ર વિચાર ધારમાં આ વાત છલકે છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: