વ્યક્તિ પરિચય ઃમિત્રતા (૧૬) …પુરુસોત્તમ કે. દાવડા (પીકે)

September 24, 2013 at 8:37 pm 8 comments

Mr.P.K.Davda

વ્યક્તિ પરિચય ઃમિત્રતા (૧૬) …પુરુસોત્તમ કે. દાવડા (પીકે)

મિત્રતાનું ફુલ

પુરૂસોત્તમ પ્યારે મિત્રતાના ભાવે,

કહું એમને “પીકે” પ્રેમના ભાવે,…….(ટેક)

 

 

હતો તું મંબઈમાં અમેરીકામાં જાણ્યું એવું,

એક દિવસ ફોન પર વાતો કરવાનું જો થયું,

વાતો કરી આનંદીત હૈયું ચંદ્ર અને પીકે નું હતું

ત્યારે, પ્રથમ ચર્ચા કરેલી તે તુજને યાદ છે ?….પુરૂસોત્તમ….(૧)

 

 

ફોનથી મળવાની પહેલ એ તારી હતી,

ફ્રીમોન્ટથી ફોન કરી, વાતો એવી તેં કરી,

૨૦૧૨માં મુંબઈ છોડી અમેરીકા આવવાની એ વાતો હતી,

એવી ફોન ચર્ચા કર્યાની વાત તે તુજને યાદ છે ?…..પુરૂસોત્તમ…(૨)

 

 

ફોન પર વાતો ફરી ફરી કરતા,

બ્લોગો પર વિચારો દર્શાવતા રહ્યા,

અને, મિત્રતાના “ફુલો” ખીલતા રહ્યા,

એવી મિત્રતાભરી હાલત થઈ તે તુંજને યાદ છે ?…..પુરૂસોત્તમ…..(૩)

 

 

હવે, દાવડાવાણી તો બ્લોગજગતે સૌ સાંભળે,

ચંદ્ર પણ સાંભળી, હૈયે ખુબ જ આનંદ ભરે,

એવા આનંદ થકી, “મિત્રતાનું ફુલ” ખીલે,

એવી ફુલ મહેક પીકે કે ચંદ્ર ના કદી ભુલે !….પુરૂસોત્તમ…..(૪)

 

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૧, ૨૦૧૩                ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે કાવ્યરૂપે મેં મારી પીકે દાવડા સાથે થયેલી મિત્રતા વિષે કહ્યું.

જે પ્રમાણે મેં “પીકે”ને જાણ્યા તે ટુંકમાં કાવ્યરૂપે કહ્યું.

તેમ છતાં, મારે થોડું વધું કહવું છે.

એઓ મુંબઈ શહેરના રહીશ છે, અને ભારતમાં એમનું મુખ્ય જીવન ગયું છે.

એ દરમ્યાન, “વાંચન” અને “અનુભવો” ના વારસાથી એમણે એમના જીવનમાં “જ્ઞાનગંગા”ના દર્શન કર્યા છે. અને, આજે એઓ ઈમેઈલો દ્વારા એ જ્ઞાન-નીરને છલકાવે છે.

એઓ “સિધ્ધાંતવાદી” છે. પણ, “મિત્રતા”ની શોધમાં એ હંમેશ રહે છે. એથી જ, ૨૦૧૨માં અમેરીકા આવી સ્થાયી થયા ત્યારે એઓ જુના મિત્રોને યાદ કરતા, નવા મિત્રો માટે આશાઓ રાખતા હતા…અને, અહીંની એમની સફરમાં હું એમને ફોન દ્વારા મળ્યો…અને ધીરે ધીરે, અમે બે નજીક આવ્યા. આજે હું ગર્વથી કહું છું કે “પીકે” મારા મિત્ર છે.

હું મિત્રતાને હ્રદયભાવથી સ્વીકારૂં છું..અને “પીકે” નો ભાવ પણ હ્રદયના ઉંડાણમાંથી જ છે.

આના ઉદારણે તો છે એમણે મારા જીવન વિષે લખેલી “ચાલીશા”….જે કોઈને ફરી વાંચવી હોય તેઓ નીચેની “લીન્ક” ક્લીક કરી વાંચી શકે છે>>>

https://chandrapukar.wordpress.com/2013/04/23/chandra-chalisa-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%a1%e0%aa%be-%e0%aa%b0%e0%aa%9a%e0%ab%80%e0%aa%a4-%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%9a/

 

આ પોસ્ટ દ્વારા મેં અમારી “મિત્રતા” વિષે લખ્યું.

તમે વાંચ્યું.

તો, જે વાંચ્યું તે ગમ્યું ?

જરા પ્રતિભાવરૂપે કહેશો ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is a Poem in Gujarati about my FRIENDSHIP with P.K. DAVDA.

He had come to settle down in America in 2012.

While with his family who had settled here earlier at Fremont,California, he was in Fremont which is in the North.

One phone contact & then many “Blog Meeetings” and more phone contacts and now we are FRIENDS.

This is the story.

I hope you enjoyed this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: વ્યક્તિ પરિચય/મિત્રતા.

વિશાલ મોણપરા, એક માનવી ! ચંદ્રવિચારધારા(૮)…દત્તક બાળક ઃદીકરો કે દીકરી

8 Comments Add your own

 • 1. pragnaju  |  September 24, 2013 at 9:28 pm

  વાહ
  ભાવવાહી કાવ્ય…
  કંઇક અધુરું અધુરું લાગે છે.
  શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા !
  તો ચંદ્ર રચીત પી.કે ભાગ ૨ લખશો..
  તેમને માટે સહજભાવે રમુજી કોમેંટ લખેલી
  ખાવડાના દાવડા એ વેસ્માના ચંદ્રના
  ચાલીસા રચી ગાગરમા સાગર સમાવ્યું !
  ‘કચ્છી લવાણો અને ધૂમાડો હાથમા ન આવે’
  પણ આ તો પરમ પમરાટ ફેલાવે!!
  મધુર પેરડીનુ તત્વ…
  હે પ્રજાપતિ ! કેવા છૉ ? તમારું તત્ત્વ ના લહું,
  હે પ્રજાપતિ, જવા હો તેવાને હું નમું નમું
  એકકાળે દ્વિકાળે વા ભણે છે જે ત્રિકાળમાં
  તે છૂટીને પાપોથી પૂજાય ચંદ્રલોકમાં.
  ૧૦” વરસાદવાળા ખાવડાવાસી અને
  ૧૧૦” વરસાદવાળા ..વેસ્માવાળા

  બન્ને પાણીદાર…………
  કેલીફોર્નિયામા ફ્રીમોન્ટમા એલીઝાબેથ લેક પર
  યોગના પ્રયોગ કરતા મળશું કોક વાર …

  Reply
 • 2. P.K.Davda  |  September 24, 2013 at 9:58 pm

  આભાર તમારો ડોકટર સાહેબ.

  Reply
 • 3. pravinshastri  |  September 24, 2013 at 10:27 pm

  શ્રી દાવડા બે પાચ વર્ષ આમ તેમ ગણતા આપના સમવયસ્ક છે. આપણા જ સમયને અનુભવ્યો છે. ઈ-મેઈલ મારફતે અનેક બ્લોગરને એમના વિચાર પ્રતિભાવ આપે છે. સ્વજન જેવા લાગે છે. જ્યારે જ્યારે હું તમારા વ્યક્તિ પરિચયો વાંચૂ છુ ત્યારે તમારી સાલસતાને વંદન કરું છું. મને ખબર છે કે કોઈ પણ તરફ મૈત્રીનો પ્રથમ હાથ લંબાવનાર તમે જ હો છો. શ્રી દાવડાને અને તમારા દ્વારા પરિચય મેળવનાર સૌને સલામ અને ડોક્તર સાહેબ, આપને અનેક ધન્યવાદ.

  Reply
 • 4. સુરેશ જાની  |  September 25, 2013 at 1:12 am

  પીકે થોડાક જ વખતમાં ખાસ મિત્ર બની ગયા છે. એમને ‘દા( ળ )વડા’ કહીને ચીડવવા છતાં!!

  Reply
 • 5. Vinod R. Patel  |  September 25, 2013 at 1:29 am

  શ્રી દાવડાજીએ અમેરિકામાં આવીને થોડા સમયમાં જ ઘણા નવા મિત્રો બનાવી દીધા છે . એમના લેખો અને ઈ-મેલમાં એમના અનુભવોનો લાભ બધાને આપતા રહે છે . સારા રીડર પણ છે અને એમને ગમતી કોઈ વાત બધા સાથે શેર કરે છે . આ ઉંમરે ઘણા કાર્યશીલ છે .

  Reply
 • 6. vkvora Atheist Rationalist  |  September 25, 2013 at 2:01 am

  ખાવડાના દાવડા એ વેસ્માના ચંદ્રના
  ચાલીસા રચી ગાગરમા સાગર સમાવ્યું !
  ‘કચ્છી લવાણો અને ધૂમાડો હાથમા ન આવે’

  આ ઉંમરે ઘણા કાર્યશીલ છે .

  ઉપરની બધી કોમેન્ટમાં સુર પુરાવું છું….

  Reply
 • 7. nabhakashdeep  |  September 25, 2013 at 3:33 am

  ફોન પર વાતો ફરી ફરી કરતા,

  બ્લોગો પર વિચારો દર્શાવતા રહ્યા,

  અને, મિત્રતાના “ફુલો” ખીલતા રહ્યા,

  એવી મિત્રતાભરી હાલત થઈ તે તુંજને યાદ છે ?…..પુરૂસોત્તમ
  ……………………………………..

  આદરણીયશ્રી દાવડા સાહેબ..એન્જિનિયર , સામાજિક અભ્યાસુ ને પાછા લેખન કળાના કિમિયાગર. અંગ્રેજી ને ગુજરાતીમાં વિચારોની મજાની સરવાણી વહેતી જ રહે. વાતો તો અલક મલકની અને પરિસ્થિતિને પરખી , હૈયે જડી દે તેવી શૈલી. સાચે જ શ્રીદાવડાજીએ સૌને આશિક બનાવી દીધા છે. ડોશ્રી ચંદ્રવદનભાઈની આ મિત્રતાની શ્રેણી એટલે એક અંદરથી વહેતી સુગંધ જ.આદરણીય સુશ્રી પ્રજ્ઞાબેને કહ્યું તેમ શ્રી દાવડાજીની પ્રતિભા ને જીવનકાર્ય , શબ્દોમાં સમાવવા ખૂબ મહેનત માગી લે, એ નિર્વિવાદ વાત છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 8. પરાર્થે સમર્પણ  |  October 4, 2013 at 1:42 am

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  સમાજને દીવાદાંડી રુપ વિચારધારા ને સ્પષ્ટ વિચારોના પ્રણેતા એવા

  દાવડા સાહેબ એક આદર્શ ને દેશપ્રેમી વિચારસરણી ધરાવનાર એક મહાન

  વ્ય્કતિ છે. એમના ગુણો ને સુચવેલા રસ્તા પાલન કરનાર પણ એવી જ

  મહાનતા પામે છે…જય હો દાવડા સાહેબની…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: