વિશાલ મોણપરા, એક માનવી !

સપ્ટેમ્બર 22, 2013 at 8:26 પી એમ(pm) 23 comments

354599498_74158c4aed_m

વિશાલ મોણપરા, એક માનવી !

વિશાલ મોણપરા નામે એક માનવી,

આ કહાણીમાં છે એ માનવી !……(ટેક)

નથી જાણતો એનો જન્મ ક્યાં, પણ હશે ભારતમાં,

કોમ્યુટરનું જાણી, હવે રહે છે એ અમેરીકામાં,

ટેક્ષસાસના હ્યુસ્ટન શહેરમાં સ્થાયી થઈ,

કોમ્પ્યુટરનું કામ કરતા, “રીસર્ચ”એની થઈ,

જાણ્યો મેં વિશાલને, એના જ કાવ્ય શબ્દોમાં,

જાણ્યો હતો એને ઈશ્વર,પ્રેમ દોસ્તી ‘ને અન્ય વિચારોમાં,

જાણી મનમાં થયું કે કુદરતની બક્ષીસ એને મળી,

કે,કોમ્પુટર જ્ઞાન સાથે સાહિત્ય-પ્રેમનીરની ગંગા વહી,

 

“પ્રમુખ ટાઈપ પેડ”ની ભેટ કોમ્પ્યુટર દુનિયાને મળે,

જે થકી, ગુજરાતી અને અન્ય ભાષા ટાઈપ કરવું સરળ બને,

 

“ઈનટરનેટ”માં શોધ આવી તો ખરેખર મહાન રહી,

મુલ્યવાન ભલે, પણ “પ્રમુખ સ્વામી”મહારાજ ચરણે એણે ધરી,

સંસારી કાર્યો કરતા, ધર્મ પંથે વિશાલ જીવન વહે,

“શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામી સંસ્થા”ની સેવામાં એ તો વહે,

“પ્રમુખ સ્વામી મહારાજ”ને એણે ગુરૂજી એના જો માન્યા,

તો, હોય વિશાળ પર, જીવનભર ગુરૂકૃપારૂપી પ્રેમધારા !

અંતે ચંદ્ર કહે ઃપ્રભુભક્તિ જો હોય શ્રધ્ધા સાથે,

તો, જીવન જીવવા પ્રકાશ છે જગમાં સૌના માટે !

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૬,૨૦૧૩        ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ છે વિશાલ મોણપરા વિષે.

એના બ્લોગ તેમજ એની શોધ “પ્રમુખ ટાઈપ પેડ” વિષે મેં હ્યુસ્ટન રહીશ વિજય શાહ દ્વારા જાણ્યું હતું.

મારા ખ્યાલે એક બે વાર ફોન પર વાતો કરવાનો લ્હાવો મળ્યો છે.

રૂબરૂ મળ્યો નથી.

જે વિશાલ વિષે ઈન્ટરનેટ દ્વારા થોડું જાણ્યું એ આધારીત જ આ કાવ્ય રચના છે.

મારે અહીં ભારપુર્વક કહેવું છે કે અનેક ગુજરાતી ટાઈપીંગની સુવિધા છે તેમાંથી મને વિશાલની ટાઈપ પેડ ગમે છે. મારા બ્લોગ કાર્ય તેમજ અન્ય ગુજરાતી લખાણ માટે હૂ એ જ ટાઈપ પેડની મદદ લઈ મારૂં કાર્ય કરૂં છું….વિશાલનો હું ખુબ ખુબ આભારીત છું.

જે કોઈને વિશાલ વિષે જાણવું હોય તેઓ નીચેની “લીન્ક” પર જઈ વધુ માહિતી મેળવી શકે છે >>>>

http://www.vishalon.net/

http://www.vijaydshah.com/2013/01/18/one-of-the-achievement-of-vishal-monpara/

http://www.vijaydshah.com/2013/09/05/vishal-monpara-gujaratnugaurav/

http://www.vijaydshah.com/2013/08/18/pramukh-ime-vadhu-sajja-thayu

પોસ્ટના અંતે આ લખવું છે>>>

આજે રવિવાર અને ૨૨મી સેપ્ટેમ્બેર,૨૦૧૩ના શુભ દિવસે, “વેબગુર્જરી” અને “ગુજરાતી સાહિત્ય સરિતા”ના મંચ દ્વારા “વેબ મેહફીલ”ના માધ્યમે વિશાલ મોણપરાને “સનમાન” અપાય છે….તો, એ યાદગાર દિવસે જ આ પોસ્ટ પ્રગટ કરવાનો મારો નિર્ણય છે.

 

આશા એટલી જ કે આ પોસ્ટ જે વાંચે તેઓને આ રચના ગમે…અને જો વિશાલ અહીં પધારી બે શબ્દો લખે તો મારા હૈયે આનંદ હશે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today, it is Sunday & 22nd of September,2013.

Today via the Computer there is the WEB MEHFIL arraged by WEB GURJARI and GUJARATI SAHITYA SARITA.

Today VISHAL MONPARA is given the RECOGNITION for his Creation PRAMUKH TYPE PAD, which had made typing GUJARATI & OTHER LANGUAGES so easy…. and also for love for Gujarati Sahtya & his Gujarati Poems.

Vishal deserves this Recognition !

My Congratulations for his Invention of the Type Pad….I am happy to know him for his GUJARATI SAHITYA  love and his Poetic Creations.

Today’s Post is a POEM in Gujarati….my way of giving my RECOGNITION to him.

I had NEVER met Vishal. I had seen him in a PHOTO…but on Friday 20th September 2013, I saw him via the Web Camera & even talked to him. I feel good about this !

A portion of this Poem was recited at the WEB MEHFIL….as I had the invitation to join it.

Wishing all the Best to Vishal !

 

AND…..

Finally, as I  had the opportunity to see the WEB MEHFIL of the EVENT of 22nd September 2013 via link at NEETA KOTECHA’s Blog.

I share that LINK here>>>>>

હ્યુસ્ટન ખાતે થયેલ કવિ સંમેલન માં ઘરે બેસીને ભાગ લીધો હતો કે જે પ્રોગ્રામ રાતના ૩.૩૦ સુધી ચાલ્યો ને ખૂબ જ આનંદ થયો..

 
Hope you enjoy too !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

માધવભાઈ અને જગાભાઈ કહાણી ! વ્યક્તિ પરિચય ઃમિત્રતા (૧૬) …પુરુસોત્તમ કે. દાવડા (પીકે)

23 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 22, 2013 પર 8:33 પી એમ(pm)

  વેબ ગુર્જરી તરફથી આપેલ સન્માનપત્ર

  પ્રિય વિશાલના સન્માનના સહયોગીઓ,
  આજે એક બહુ જ મહત્ત્વના કાર્ય નિમિત્તે આપણે સૌ ઉપસ્થિત થયાં છીએ. ભાઈ વિશાલ મોણપરાના સન્માનની ઓથે આપણે ઇન્ટરનેટ પરના ગુજરાતીના લખાણનને ઇતિહાસનું એક પ્રકરણ બનાવવા જઈ રહ્યાં છીએ ! આજનો દિવસ ઇતિહાસની એક મહત્ત્વની કડીરૂપ બનવાનો છે.
  ગુજરાતી અક્ષરોને નેટ પર લખી શકાય અને એ રીતે આવનારાં વર્ષોનાં વર્ષો ગુજરાતીઓને પોતાની માતૃભાષામાં વ્યવહાર કરવાની સગવડ મળી રહે તે માટે જેમણે વર્ષો સુધી તન–મન–ધનથી સક્રિય મદદ કરીને પોતાની માતૃભાષા–નિષ્ઠાનો પરિચય આપ્યો તે આદરણીય રતિકાકાનું સહેજે સ્મરણ આજે થાય છે. ભાઈ વિશાલ પણ એ જ ક્ષેત્રનાં કાર્યોમાં પોતાનાં કદમ માંડીને રતિકાકાએ કંડારેલી કેડી પર વિશાળ તકો ઊભી કરી આપનાર માતૃભાષા–પ્રેમના મશાલધારી બની રહ્યા છે ત્યારે વેબગુર્જરી જેવી સંસ્થારૂપ બનવા જઈ રહેલી નેટપ્રવૃત્તિ દ્વારા મુ. રતિકાકાના સન્માન બાદ આ બીજા વૈશ્વિક સમારંભ (વર્લ્ડ કોન્ફરન્સ)માં શ્રી વિશાલનું સન્માન થાય તે બધી રીતે યોગ્ય અને આવનારા સમય માટેનું પ્રેરણારૂપ કાર્ય બની રહ્યું છે. અહીં, આજે હું પ્રિય ભાઈ હિમાંશુ મિસ્ત્રીને પણ યાદ કરીને તેમણે પણ આ જ પ્રકારનું જે કામ કરીને ગુજરાતી લખાણોને, ગુજરાતી ભાષાને મદદરૂપ કામગીરી કરી છે તેનું અભિવાદન કરું છું.
  આજે આ સમારંભમાં કદાચ ઉપસ્થિત ન રહી શકાય તો આ સંદેશ દ્વારા આ સમારંભને, તેનાં સૌ આયોજકોને, બન્ને સંસ્થાઓને તથા વિશાલને અભિનંદન અને ધન્યવાદ આપીને કેટલીક બાબતો અહીં મૂકવા માગું છું.
  પૃથ્વી પરના માનવીએ અગ્નિ અને પૈડાની શોધ કરી તેને જગત આખું માનવજાતની મોટામાં મોટી શોધોમાં ગણાવે છે. અગ્નિ અને પૈડું ક્યારે, કોના દ્વારા, કયા સંજોગોમાં શોધાયાં તે બાબતની કોઈ ‘નોંધ’ આપણને મળતી નથી તેનું કારણ એ છે કે, તે વખતે આવી નોંધ રાખવાની કોઈ જ સગવડ નહોતી ! માણસ ધારે તો પણ એ સમયે થતાં રહેલાં અતિ મહત્ત્વનાં કામો અંગે કોઈ જ પ્રકારની નોંધ રેકર્ડ કરી શકાય તે શક્ય નહોતું.
  પરંતુ આજે આપણે એવું કહી શકીએ એમ નથી ! આજે તો આપણી પાસે લેખિત, મૌખિક અને દર્શિત એમ ત્રિપરિમાણીય સગવડો હાથવગી છે ! એટલું જ નહીં પણ સેકંડના હજારમાં ભાગની સૂક્ષ્માતિસૂક્ષ્મ નોંધો રાખી શકીએ તેવાં ઉપકરણોથી સજ્જ છીએ ત્યારે નેટજગત પર હજી હમણાં જ આરંભાયેલાં આ મહાકાર્યોની નોંધ રાખવાનું બીડું કોઈ ઝડપશે ?! જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ઢગલાબંધ ઠલવાતી જતી માહિતીના પ્રવાહમાં આ બધાં મહાકાર્યો આપણે ભૂલી જઈશું ?!
  વેબગુર્જરીના સંપાદકીય લેખમાં મેં આ બાબતનો ઇશારો કરી મૂક્યો હતો જેના પર બહુ ઓછું ધ્યાન અપાયું છે. ત્યારે આજે આ પ્રસંગ નિમિત્તે ફરી સૌને તેની યાદ પણ અપાવી દેવાનો ધર્મ સમજું છું.
  ૧) નેટજગત પર પ્રત્યાયનના માર્ગોની સંક્ષિપ્ત માહિતી;
  ૨) નેટજગત પર ‘ગુજરાતી અક્ષરો’ કંડારાયા તેનો (ગુજરાતી ફોન્ટ અને તેની ટૅકનિકલ બાબતોનો)સંપૂર્ણ ઇતિહાસક્ષમ અહેવાલ;
  ૩) નેટજગતમાં ‘ગુજરાતી’ ભાષા–સાહિત્ય અને પ્રત્યાયનના વિવિધ માર્ગો (બ્લૉગ, ફેસબુક વગેરે)ના પ્રકારોની માહિતી અને તેનો ઇતિહાસ –
  આ ઉપર જણાવેલા ત્રણેય પ્રકારનાં પ્રકાશનો હાથ ધરવાનું મહાકાર્ય કોઈકે તો કરવું જ પડશે. નહીંતર સમયના વહેણોમાં, આપણી પાસે પૂરતાં સાધનો હોવા છતાં, બધી જ માહિતી વહી જશે અને કાલ સવારે કોઈ ખણખોદિયો જીવ ધારશે તોય આ બધા રેકર્ડ મેળવી નહીં શકે…..
  આજે પ્રિય વિશાલના આ સન્માન નિમિત્તે હું એમને અત્યંત ભાવપૂર્વક ધન્યવાદ આપું છું. વેબગુર્જરી દ્વારા હાથ ધરાયેલા આ કાર્યક્રમ, કે જે એક કોઈ વ્યક્તિના નહીં પરંતુ ખાસ તો તેમની માતૃભાષા–નિષ્ઠાના સન્માનનો કાર્યક્રમ છે તેને સફળ બનાવવા માટે વેબગુર્જરી તથા ગુજરાતી સાહિત્ય સરિતાનો આભાર માનું છું, જેઓએ મારી લાંબા સમયથી અધૂરી પડેલી ધારણાઓ, અપેક્ષાઓને આજે પૂરી કરી છે.
  આપણી માતૃભાષાની વંદના કરીને તેની સેવામાં રત અને પ્રવૃત્ત રહેવા સૌને વિનંતી સાથે –
  જુગલકિશોર.

  જવાબ આપો
  • 2. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 23, 2013 પર 12:57 એ એમ (am)

   પ્રજ્ઞાજુબેન,

   નમસ્તે !

   તમે જુગલકિશોરભાઈના વિચારોને આ પોસ્ટના “પ્રતિભાવ”રૂપે મુક્યા.

   આજે ૨૨મી સેપ્ટેમ્બર,૨૦૧૩ના દિવસે વિશાલ મોણપરાને “વેબ મહેફીલ”દ્વારા સનમાન હતું..એ માટે આમંત્રણ હતું….પણ, કોમ્યુટર પર હોવા છતાં વીડીઓ કોનફ્રન્સમા હાજરી આપી શકાય નહી.

   ચાલો…એ જ પ્રમાણે પ્રભુ ઈચ્છા હશે !

   પણ આજ દિવસે વિશાલ મોણપરાને સનમાન આપવામાં આવ્યું અને મેં મારા બ્લોગ પર વિશાલ વિષે પોસ્ટ પ્રગટ કરી એનો ખુબ જ આનંદ છે.

   જુગલભાઈની ઈચ્છા અને આશા છે કે….

   ૧) નેટજગત પર પ્રત્યાયનના માર્ગોની સંક્ષિપ્ત માહિતી;
   ૨) નેટજગત પર ‘ગુજરાતી અક્ષરો’ કંડારાયા તેનો (ગુજરાતી ફોન્ટ અને તેની ટૅકનિકલ બાબતોનો)સંપૂર્ણ ઇતિહાસક્ષમ અહેવાલ;
   ૩) નેટજગતમાં ‘ગુજરાતી’ ભાષા–સાહિત્ય અને પ્રત્યાયનના વિવિધ માર્ગો (બ્લૉગ, ફેસબુક વગેરે)ના પ્રકારોની માહિતી અને તેનો ઇતિહાસ –
   આ ઉપર જણાવેલા ત્રણેય પ્રકારનાં પ્રકાશનો હાથ ધરવાનું મહાકાર્ય કોઈકે તો કરવું જ પડશે. નહીંતર સમયના વહેણોમાં, આપણી પાસે પૂરતાં સાધનો હોવા છતાં, બધી જ માહિતી વહી જશે અને કાલ સવારે કોઈ ખણખોદિયો જીવ ધારશે તોય આ બધા રેકર્ડ મેળવી નહીં શકે………..

   તો, પ્રભુને પ્રાર્થના કે આ ઈચ્છા પુર્ણ થાય !

   ….ચંદ્રવદન

   જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 23, 2013 પર 12:19 એ એમ (am)

  હ્યુસ્ટનમાં આજે વિશાલભાઈને જે માનપત્ર અપાયું અને અમેરિકા અને ભારતના મિત્રોએ રજુ કરેલ એમની કૃતિઓનું જે વાચન કર્યું એનો આખો
  બે કલાકનો કાર્યક્રમ લાઈવ યુ-ટ્યુબ ઉપર વિજયભાઈ શાહના આમન્ત્ર્નથી
  નિહાળ્યો। આવી વૈશ્વિક વેબ મહેફિલ એ આધુનિક ટેકનોલોજીના પ્રતાપે
  શક્ય બને એ આશ્ચર્યજનક છે .

  જવાબ આપો
 • 4. P.K.Davda  |  સપ્ટેમ્બર 23, 2013 પર 3:31 એ એમ (am)

  વિશાલ વિષેની તમારી કવિતા સરસ છે. તમારી જેમ જ વિશાલને પણ ઈશ્વરમાં ખૂબ જ શ્રધ્ધા છે અને તમારા બન્ને ઉપર ઈશ્વરની કૄપા પણ છે.

  જવાબ આપો
 • 5. pravina  |  સપ્ટેમ્બર 23, 2013 પર 4:22 એ એમ (am)

  વિશાલ વિષે કવિતા લખી એ ખૂબ ગમ્યું.. આશા છે. ગુ. સા. સ. દ્વારા યોજાયેલ કાર્યક્ર્મ આપે માણ્યો હશે.

  જવાબ આપો
 • 6. Devika Dhruva  |  સપ્ટેમ્બર 23, 2013 પર 1:44 પી એમ(pm)

  મનના ભાવોને ત્વરિત અભિવ્યક્ત કરીને,અમારા આનંદમાં સહભાગી થવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  વિશાલ તો ગુજરાતી ભાષાની અને ગુજરાતીઓની શાન છે, વેબજગતને માટે એક વરદાન છે.માત્ર સાહિત્ય સરિતાનું જ નહિ, પણ સમગ્ર હ્યુસ્ટનનું અભિમાન છે.
  ચન્દ્રવદનભાઇ, તમને વેબ પર મળાયું હોત તો વધુ આનંદ આવત. ફરી કોઇ વાર…. ફરી એક વાર આનંદ સાથે આભાર.

  જવાબ આપો
  • 7. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 23, 2013 પર 3:00 પી એમ(pm)

   દેવિકાબેન,

   નમસ્તે !

   તમે લાંબા સમય બાદ મારા બ્લોગ પર પધાર્યા, અને પ્રતિભાવ આપ્યો તે માટે આભાર.

   હ્યુસ્ટનમાં જે તમોએ કર્યું તે યાદગાર ઘટના થઈ…એ સમયે હું વેબ કેમેરા મારફતે ભાગ ના લઈ શક્યો એનો અફસોસ રહી ગયો, પણ નીતાબેન કોટચાએ એની “લીન્ક” આપી હતી તેથી તમો સર્વ…તમે, પ્રવિણાબેન..સર્યુબેન…રેખાબેન અને વિશ્વદિપભાઈ અને અન્યને નિહાળ્યા એને હું સૌને મળ્યા સમાન માનું છું.

   પ્રભુ ઈચ્છા પ્રમાણે જરૂર મળીશું !

   ફરી સમય મળે બ્લોગ પર આવજો !

   …ચંદ્રવદન

   જવાબ આપો
 • 8. અક્ષયપાત્ર/Axaypatra  |  સપ્ટેમ્બર 23, 2013 પર 4:19 પી એમ(pm)

  ખુબ ખુબ ધન્યવાદ વિશાલભાઈને! યોગ્ય વ્યક્તિને યોગ્ય સન્માન મળતુ જોઈ વિશેષ આ્નંદ થાય અને એમની કદર કરનાર સૌ સાથે જુગલકિશોરભાઈ પણ ધન્યવાદને પાત્ર છે. આપણો ગુજરાતી સમાજ પણ કદરદાન છે તેવી પ્રતીતી આ્વા લોકો થકી થાય છે.. વિતંડાવા્દથી દૂર રહીને કાર્ય કરનારા આવા મુ્ઠ્ઠીભર લોકો નવોદિતોમાં આશાનો સંચાર કરનારા સાબિત થાય છે.

  જવાબ આપો
 • 9. Samir Dholakia  |  સપ્ટેમ્બર 23, 2013 પર 4:44 પી એમ(pm)

  Dear sir BIOPSY reports are NORMAl..GOD is great.Bus have thodo aaraam karu chhu as have lost 11 kgs in 6 months.Chaaalo dont worry sir. Everything will be ok.    SAMIR RANJITBHAI DHOLAKIA(B.Ed)(VOCAL CLASSICAL)                                                                    SWARAA MUSIC CLASSES.                                                                                                                                           

  ________________________________

  જવાબ આપો
  • 10. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 23, 2013 પર 4:54 પી એમ(pm)

   Samirbhai,
   Nice to read your words.
   Revisit to post COMMENTS for the Post you like.
   I am sure you have my Email. You can Email @
   emsons13@verizon.net
   Hope to see your Email Communications on your Health.
   Hope you will REVISIT my Blog Chandrapukar !
   Chandravadan

   જવાબ આપો
 • 11. mdgandhi21, U.S.A.  |  સપ્ટેમ્બર 23, 2013 પર 6:10 પી એમ(pm)

  ખુબ ખુબ ધન્યવાદ વિશાલભાઈને! યોગ્ય વ્યક્તિને યોગ્ય સન્માન મળતું જોઈ વિશેષ આનંદ થાય છે. વિશાલભાઈનું “ગુજરાતી પેડ” હું વર્ષોથી વાપરું છું. અને આ સંદેશો અણ એમના “પેડ” દ્વારાજ લખી રહ્યો છું. વિશાલભાઈનો “ગુજરાતી” સમાજ ઉપર તો ઘણો ઉપકાર છેજ, પણ ભારતની બીજી ૨૧ ભાષામાં પણ આજ “પેડ’ ઉપયોગી છે. આપણો ગુજરાતી સમાજ પણ કદરદાન છે તેવી પ્રતીતી આવા લોકો થકી થાય છે.. વિતંડાવાદથી દૂર રહીને કાર્ય કરનારા આવા મુ્ઠ્ઠીભર લોકો નવોદિતોમાં આશાનો સંચાર કરનારા સાબિત થાય છે. ભવિષ્યમાં, “વર્ડ પ્રેસ”ના સભ્યો જે બ્લોગ લખે છે, તે માટે જે અભિપ્રાય, પ્રતિભાવ અપાય તે માટે પણ જો તે બ્લોગમાંજ “ગુજરાતી” લખવાની સગવડ થાય તો તે બહુજ ઉપયોગી થશે.

  વિશાલભાઈને ફરીથી લાખ લાખ અભિનંદન.

  જવાબ આપો
 • 12. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 23, 2013 પર 10:15 પી એમ(pm)

  “પ્રમુખ ટાઈપ પેડ”ની ભેટ કોમ્પ્યુટર દુનિયાને મળે,
  જે થકી, ગુજરાતી અને અન્ય ભાષા ટાઈપ કરવું સરળ બને,
  આપે સુંદર રચના કરી સન્માન કર્યુ…હું પણ વિશાલ મોનાપરા નો રુણી છું તેમના આ ગુજરાતી પૅડ બદલ.

  જવાબ આપો
 • 13. nabhakashdeep  |  સપ્ટેમ્બર 24, 2013 પર 12:07 એ એમ (am)

  ગુજરાતી માતૃભાષાને ઈન્ટરનેટ પર રમતી મૂકી, વિશ્વપટાંગણનું મેદાન દઈ દીધું ..શ્રી વિશાલભાઈએ. આ નવયુવાને,’ ગુર્જર વૈચારિક કીર્તિ કળશ’ ની ભેટ દઈ દીધી. આ સન્માનથી આજે નેટ જગત ખુશી માણી રહ્યું છે. આયોજકોને ખોબલે ખોબલે અભિનંદન.ડોશ્રી ચંદ્રવદનભાઈએ સુંદર રીતે હૃદયના ભાવો ઝીલી લીધા છે. વિશાલભાઈએ નામ પ્રમાણે ગુજરાતી ભાષાના ચાહકોને વિશાળ પરિપેક્ષ દઈ દીધો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 14. pravinshastri  |  સપ્ટેમ્બર 24, 2013 પર 1:22 એ એમ (am)

  જાણવા – વખાણવા જેવી વ્યક્તિ.

  જવાબ આપો
 • 15. વિશાલ મોણપરા  |  સપ્ટેમ્બર 24, 2013 પર 5:45 એ એમ (am)

  ચંદ્રવદનભાઇ,

  સૌપ્રથમ તો હું માફી માગું છું કે આપને આ હેંગ આઉટમાં જોડાવા માટે મદદ ન કરી શક્યો પરંતુ આપે આ કાર્યક્રમને જીવંત માણ્યો તે જાણીને આનંદ થયો. વળી આપે મારા માટેની લાગણીઓને શબ્દદેહમાં ઉતારી તેની મારે મન ખુબ જ મોટી કિંમત છે અને આપ અને ગુજરાતી નેટ જગતના આશીર્વાદ મારા પર આમ જ હંમેશા વરસતા રહો એજ અભ્યર્થના.

  જવાબ આપો
  • 16. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 24, 2013 પર 1:26 પી એમ(pm)

   વિશાલ,

   પ્રથમ તારે માફી માંગવાની ના રહે.

   ૨૨મી સેપ્ટેમ્બરે તારા વિષે મેં આ કાવ્ય-પોસ્ટ પ્રગટ કરી તેની ખુશી છે.

   પોસ્ટ પ્રગટ કર્યા બાદ, અનેકે પધારી પ્રતિભાવો આપ્યા તે વાંચી આનંદ થયો.

   પણ તું જાતે મારા બ્લોગ પર આવી,”બે શબ્દો” લખ્યા તેનો આનંદ શબ્દોમાં કહેવો અશક્ય છે પણ એ આનંદને મેં મારા હૈયે ભરી દીધો છે !

   ફરી આ બ્લોક પર સમય મળે જરૂર આવીશ !

   તને એવોર્ડ મળ્યું તેમાં “પ્રભુકૃપા” નિહાળીશ.

   …ચંદ્રવદન

   જવાબ આપો
 • 17. vijayshah  |  સપ્ટેમ્બર 24, 2013 પર 4:36 પી એમ(pm)

  વિશલ વિશેજેટલુ જરુરી લાગ્યુ તે બધુ સમય પ્રમાણે લખ્યુ હોવા છતા હજી લાગે છે કે ઘણુ ઓછુ લખાયુ છે.તે યુવા જગત્ને માટે પ્રેરણા બની શકે છે અને જેમ ડો. લુલ્લા એ કહ્યુ તેમ ભવિષ્યની ગુજરાતી ભાષા નો તે ધરો હર થશે તે નિર્વિવાદ છે.

  જવાબ આપો
 • 18. ishvarlalmistry  |  સપ્ટેમ્બર 24, 2013 પર 5:43 પી એમ(pm)

  Chandravadanbhai very nice poem for Vishalbhai he has done lot of Seva and very good knowledge about Gujrati, he is helping lots of people, and since he is in connection with Swamiji. of Swaminarayan Mandir he gets good blessings. Best wishes to him and good luck with your friendship with him.Thankyou for sharing good thoughts.Very happy he got recognized.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 19. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 25, 2013 પર 1:14 એ એમ (am)

  સવારમાં પહેલું કોમ્પ્યુટર ખુલે અને પછી ‘પ્રમુખ’ લેન્ગ્વેજ બાર !
  થેન્ક્સ ટુ વિશાલ.

  જવાબ આપો
 • 20. nilam doshi  |  સપ્ટેમ્બર 25, 2013 પર 3:50 એ એમ (am)

  ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન વિશાલભાઇને..
  દૂર રહીને પણ એમના સન્માન કાર્યક્રમમાં હાજર રહેવાયું એનો યશ પણ વિશાલભાઇને જ જાય છે.
  ડો.સાહેબે સરસ કાવ્ય દ્વારા એમને સન્માન્યા છે. એ બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન.. સરસ લેખ, સરસ રચના…

  જવાબ આપો
 • 21. Dr.Chandravadan Mistry  |  સપ્ટેમ્બર 27, 2013 પર 5:50 પી એમ(pm)

  As I was surfing on the Internet….I was on WEBGURJARI.
  I read a Post on Vishal.
  I commented & gave the LINK to this Post.
  NOW…
  I post the LINK to that Post on WebGurjari>>>>

  http://webgurjari.in/2013/09/22/%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b6%e0%aa%be%e0%aa%b2-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a3%e0%aa%aa%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b8%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8/#comment-2473
  Hope that the READERS who come here & read this Post will read ALL Comments & view that Post by the Link given !
  Chandravadan

  જવાબ આપો
 • 22. પરાર્થે સમર્પણ  |  ઓક્ટોબર 4, 2013 પર 1:36 એ એમ (am)

  આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

  વિશાલ જ્ઞાન અને હદયના વિશાલ માનવની મહેંક ગુજે છે.

  જવાબ આપો
 • 23. bharodiya  |  નવેમ્બર 9, 2013 પર 10:04 પી એમ(pm)

  વિશાલ,
  મે પ્રોગ્રામની ડાઉન લોડિન્ગ લિન્ક, પ્રોગ્રામ કઈ રિતે વાપરવો એ સમજાવતી પોસ્ટ સાથે ફેસબૂક માં આપેલી. પણ એવી પોસ્ટ બે વકત ગાયબ થઈ ગયેલી. શું વાંધો હશે એ લોકોને. દોઢ વરસ પહેલાની વાત છે. બધા અંગ્રેજી માં ગુજરાતી હિન્દી લખતા હતા એટલે આપેલી.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,074 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: