શ્રી કૃષ્ણલીલા !

September 14, 2013 at 7:37 pm 13 comments

શ્રી કૃષ્ણલીલા !

કૃષ્ણે લીધો અવતાર આ સંસારે,

કહો એ હશે શા કારણે ?…….(ટેક)

 

માતા દેવકી પિતા વાસુદેવ સૌ જગમાં કહે,

નથી જન્મબંધન પ્રભુને, ભલે સંસાર એવું કહે,

અરે…એને જ કૃષ્ણલીલા તમે જાણો !…….કૃષ્ણે….(૧)

 

જશોદા ‘ને નંદજીના લાલ પ્રભુ કહેવાયા,

બાળ કાના જીવનથી સૌ જગમાં હરખાયા,

અરે…એને જ કૃષ્ણલીલા તમે જાણો !…..કૃષ્ણે….(૨)

 

દૃષ્ટ નાશ ‘ને ધર્મ સ્થાપન કાજે પ્રભુ જગમાં પધારે,

મહાભારત યુધ્ધ રચી, પૃથ્વી ભાર હણી સંસાર ઉગારે,

અરે…એને જ કૃષ્ણલીલા તમે જાણો !…કૃષ્ણે…..(૩)

 

અર્જુનને સખા બનાવી, ગીતા જ્ઞાન જગને કહી,

“કર્મયોગી” થઈ, પ્રભુશરણું સ્વીકારવાની શીખ કહી,

અરે…એને જ કૃષ્ણલીલા તમે જાણો !…કૃષ્ણે….(૪)

 

ચંદ્ર કહે ઃ જશોદા,રાધા ગોપી પ્રેમમાં કૃષ્ણ દર્શન તમે કરી લ્યો,

અને, ગીતા જ્ઞાનથી જીવન નૈયા હંકારી, પ્રભુને તમે પા લ્યો,

અરે…એવી ચંદ્ર સમજ ને કૃષ્ણલીલા તમે જાણો !…કૃષ્ણે…..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ, જુન,૮,૨૦૧૩               ચંદ્રવદન

બે શબ્દો…

પ્રજ્ઞાજુબેન તરફથી એક ઈમેઈલ આવ્યો.

એમની વિચારધારામાં “પ્રભુશરણાગતી”ની વાત હતી.

પણ સાથે એક પીકચર હતું જેમાં શ્રી કૃષ્ણ હતા.

એ પીકચર આજે આ પોસ્ટ સાથે જ છે.

એ પીકચર નિહાળી, આ રચના થઈ.

આશા છે કે સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Kavya (Poem) in Gujarati with the Title “Shri Krushna Lila” meaning the “amazing pastimes ” of Lord Krishna. In the Worldly sense the events in the Life of Lord Krishna from his childhood to Adulthood actions seems strange at times, but ALL actions were DIVINE and had the DEEPER MEANING. Those who understood him can get the SALVATION in the TOTAL FAITH  & SURRENDER to Him !

This is the MESSAGE in this Poem !

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: કાવ્યો.

વેસ્માની જનરલ હોસ્પીતાલની કહાણી ! સનત પ્યારે !

13 Comments Add your own

 • 1. Sanat Parikh  |  September 14, 2013 at 10:31 pm

  Good description of “Krishna Lila”.

  Reply
 • 2. Vinod R. Patel  |  September 15, 2013 at 1:31 am

  દર્શન કરવું ગમે એવું સુંદર શ્રી કૃષ્ણ લીલાનું પિક્ચર

  ચંદ્ર કહે ઃ જશોદા,રાધા ગોપી પ્રેમમાં કૃષ્ણ દર્શન તમે કરી લ્યો,

  અને, ગીતા જ્ઞાનથી જીવન નૈયા હંકારી, પ્રભુને તમે પા લ્યો,

  Reply
 • 3. Purvi Malkan  |  September 15, 2013 at 2:02 am

  sundar ati sundar

  ________________________________

  Reply
 • 4. ishvarlalmistry  |  September 15, 2013 at 5:35 am

  Very nicely said on Krishna Lila.
  Ishvarbhai.

  Reply
 • 5. mehtasp25  |  September 15, 2013 at 6:57 am

  Bahuj gamyu..

  SP

  Reply
 • 6. dhavalrajgeera  |  September 15, 2013 at 2:35 pm

  “Krishna Lila”.Who can see can not describe….

  Reply
 • 7. Dilip Gajjar  |  September 15, 2013 at 5:28 pm

  ચંદ્ર કહે ઃ જશોદા,રાધા ગોપી પ્રેમમાં કૃષ્ણ દર્શન તમે કરી લ્યો,
  અને, ગીતા જ્ઞાનથી જીવન નૈયા હંકારી, પ્રભુને તમે પા લ્યો,
  અરે…એવી ચંદ્ર સમજ ને કૃષ્ણલીલા તમે જાણો !…કૃષ્ણે…..(૫)
  Khub saras bhaktibhaav yukt rachna..

  Reply
 • 8. અક્ષયપાત્ર/Axaypatra  |  September 15, 2013 at 6:23 pm

  Good one!

  Reply
 • 9. nabhakashdeep  |  September 16, 2013 at 12:41 am

  શ્રી કૃષ શરણમ મમ…પરમ દર્શન દેતી ગીતા માતા કે પ્રેમ ભક્તિનો લ્હાવો..ગોપ-ગોપીના ભોળા ભાવે.. એ સર્વના મંગલકારી શ્રી કૃષ્ણનું સુંદર ને સરળ ચીંતન સાથેની ભજના . સરસ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 10. P.K.Davda  |  September 16, 2013 at 2:28 am

  અર્જુનને સખા બનાવી, ગીતા જ્ઞાન જગને કહી,

  “કર્મયોગી” થઈ, પ્રભુશરણું સ્વીકારવાની શીખ કહી,
  બસ આમા સમગ્ર ગીતાનો સાર આવી ગયો.

  Reply
 • 11. prdpravalpradip raval  |  September 16, 2013 at 5:53 am

  પ્રભુ શરણાગતિ ની વાત ને આપે વિસ્તાર થી આપના સહજ શબ્દો થી વર્ણન કરી ખુબા જ અદભુત

  Reply
 • 12. pragnaju  |  September 16, 2013 at 4:01 pm

  જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા એ કૃષ્ણનો પ્રાણ છે. કૃષ્ણ વિનાની રાધા સૂની સૂની છે. જ્યાં એ નથી ત્યાં કૃષ્ણપણ નથી. યાને કે જ્યાં સુધી આપણામાં રહેલ પ્રેમતત્વ ભક્તિ-રૂપી શૃંગારથી દીપ્ત ન બને, ત્યાં સુધી શ્રીકૃષ્ણ પ્રતિની આપણી આંતર-મજલ ખૂબ ખૂબ લાંબી છે. આપણે સ્વયં એ ‘પ્રેમાભક્તિ’ આપણાં તત્વ રૂપે ન ખીલવીએ, આપણે સ્વયં એ ‘પ્રેમસ્વરૂપા રાધા’ ન બનીએ, ત્યાં સુધી આપણાં અંતરમાં છુપાએલ કૃષ્ણને ખોળવા શક્ય નથી. આપણાં શાસ્ત્રો આપણને પુકારી પુકારીને કહે છે, “છોડ બધું, અને રાધાની જેમ પ્રેમભક્તિમાં ચૂર-ચૂર થઈ, એ વડે તરબોળ થઈ, કૃષ્ણમય બન, પછી સમગ્ર સૃષ્ટિ તારી છે.” ભગવાન શ્રીકૃષ્ણ ગીતા દ્વારા ઠેર ઠેર પ્રબોધે છેઃ “भक्त्या माम् अभिजानाति”, ભક્તિ વડે મને જાણી શકાય છે. “न मे भक्तः प्रणश्यति” મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી, “भक्तिमान्मे प्रियोनरः” જે ભક્તિમાન છે તે મને પ્રિય છે. પરંતુ એને માટે આપણી ભીતર રહેલ ભગવાનમાં, એટલે કે આપણને આપણા ‘પોતાનામાં’, ”સ્વ”માં,પૂર્ણ શ્રદ્ધા હોવી જરૂરી છે.

  સાચું જ્ઞાન શ્રદ્ધા વિના ન આવે. “श्रद्धावान् लभते ज्ञानम्” છે ગીતાનો ઉદ્ગાર. અને આપણે આટલું ન કરીએ, જાતને ભૂલી આપણી અંદરના ‘શ્યામસુંદર’ને ન જગાડીએ, ત્યાં સુધી આ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિની કોઈ સંભાવના નથી. જ્યાં સુધી આપણે સંપૂર્ણપણે ‘એનાં’ ન બનીએ, આંતર-આરજૂથી જાગી ઊઠેલ ‘અર્જુન’ ન બનીએ, ત્યાં સુધી શ્રીકૃષ્ણે અર્જુનને આપેલ ‘करिष्ये वचनं तव’ નો કોલ સંભળાવાની શક્યતા નહિવત છે. આપણું અંતરંગ કૃષ્ણના એ ગુંજારથી ગુંજી ન ઊઠે ત્યાં સુધી ગીતાનું વાચન, પારાયણ બાહ્ય દૃષ્ટિએ યત્કિંચિત સંતોષ ભલે આપે; પરંતુ ગીતા આપણી ન બને. ગીતાને આપણે સ્વ-પુરુષાર્થ દ્વારા પચાવી, આપણી અંદર, આપણા કર્મોમાં, ઉતારવાની છે. એના થકી આપણે આપણું આ જીવન પુષ્ટ કરવાનું છે. એ થાય પછી મેળવવાનું શું બાકી રહે? એ થાય એટલે આપણે જીવન જીવી ગયાં; ત્યારે આપણામાં વસેલ પ્રેમસ્વરૂપા રાધાને આપણા અંતરને આંગણે પામી રાધાકૃષ્ણના એ દિવ્ય રાસનાં આપણે સહભાગી બન્યા હશું. બહુ સૂતાં અને ક્વચિત કાંઈક જાગ્યાં પણ. પરંતુ જાગૃતિ-સાતત્યથી આપણે અનેક જોજન દૂર રહ્યાં. હવે જો જાગ્યા જ છીએ તો પાછા સૂવાની વાત શાને? સ્વામી વિવેકાનંદનો ‘Awake, arise and stop not till the ‘Goal’ is reached.’ નો બુલંદ નારો જીવનમાં વણી, એને આત્મસાત કરી, એના અમર ગુંજનમાં ગીતઘેલાં બની, ચાલો, આ અણમોલ જીવન દ્વારા આ ભવસાગરને તરવા કમર કસીએ. મંઝિલ દૂર નથી. લાંબા સમયથી ઘર કરી ગએલ અંધકારને હઠાવી, એની ઉપર ઊઠીને આપણી એ મજલ શરુ કરીએ. શ્રીમદ્ ભગવદ્ગીતાની દીવાદાંડી આપણને આહવાન આપી રહી છે. એના પ્રકાશપૂંજમાં સ્નાન કરતા કરતા ચાલો, આપણી જીવન-નૌકાને નિર્ણિત માર્ગે આગળ ધપાવીએ. ‘સ્વાધ્યાય’નો માર્ગ, ‘સ્વ’ ના- આપણાં અંતરંગના – અધ્યયનનો માર્ગ, અખત્યાર કર્યા વિના અન્ય માર્ગ આપણી પાસે નથી. તો ચાલો, આપણે આપણને પોતાને સમજીએ.

  વિરમતા પહેલાં એક સ્પષ્ટતા કરવી અત્યંત આવશ્યક છે. ઉપર જે કાંઈ વિષ્લેષણ કરવામાં આવ્યું છે તે મૂળ વસ્તુની આંતરસમજ માટે થયું છે. કેટલાંક લોકો આપણા શાસ્ત્રોનાં આંતરિક તથ્યોને સમજ્યા નથી; જેને પરિણામે જેમને આપણે ભગવાન રૂપે સ્વીકારી જેમની પૂજા અર્ચના કરીએ છીએ તેની હાંસી ઉડાવે એ સ્વાભાવિક છે. જે વ્યક્તિ મૂળ વસ્તુનો મર્મ સમજે છે તેને માટે પ્રેમ અને ભક્તિનો માર્ગ સહજ, સરળ અને તીવ્ર બનવો જોઈએ. જો આવું વિષ્લેષણ, મૂળ વસ્તુના તથ્યની સમજ, પ્રેમ-ભક્તિના માર્ગમાં આડે આવે તો આપણે મૂળ પગથીયું જ ચૂક્યાં ગણાઈએ. આપણે ભગવાનને ભજીએ છીએ જે આપણા આત્મોત્કર્ષ માટે અત્યંત આવશ્યક છે. જે જ્ઞાન આપણને ભક્તિથી વિમુખ કરે તે જ્ઞાન જ્ઞાન નથી. આથી ભગવાન માટે ભગવાન પ્રતિનો, ઈશ્વર પ્રતિનો જે પ્રેમભાવ છે, ચિરંતન કાળથી જે આંતરભાવ આપણાં મૂળભૂત તત્વ રૂપે રહેલો છે છે, તેમાં અંતરાય ન આવે, અને એ ભાવ તીવ્ર બની આપણી આંતર-પ્રતિભાને દિવ્યતા પ્રતિ ઉન્મુખ કરે એ અતીવ આવશ્યક છે. પાછળ હઠવાની તો વાત જ નથી. પ્રેમાભક્તિને આપણે આપણામાં, તેમ જ આપણી આંતર-તીવ્રતા દ્વારા શક્ય બને તો આપણા સંસર્ગમાં આવતાં અન્ય સૌમાં, પરિપ્લાવિત કરવાની છે, પાંગરવા દેવાની છે. એને મૂરઝાવી દેવાની નથી . માટે ઉપરોક્ત કથનને વસ્તુનું તથ્ય સમજવા પૂરતું મર્યાદિત રાખી, આપણી સ્વ-ઉન્નતિને માર્ગે આગળ વધતાં જઈએ એ જરૂરી છે. આપણામાં પ્રેમાભક્તિ વિકસતી રહે એ અર્થે જ આપણાં ઋષિ-મુનિઓએ એને સંદિગ્ધ રીતે અનેક વાર્તાઓમાં ગૂંથી, રાધાકૃષ્ણના રાસસાતત્ય દ્વારા રજૂ કરી છે, જેથી એમાં જળવાઈ રહેલ તત્વ નાશ ન પામે, અને આપણો માર્ગ સરળ અને સ્વછ રહે.

  એ રાહ સીધો ભલે છે, પણ સાંકડો પણ છે. ક્યાંક આસપાસ ફંટાઈ ન જવાય એની સાવધાની રાખ્યા વિના ચાલે એમ નથી; કારણ ભૌતિક આકર્ષણો, બિન જરૂરી ખેંચાણો ઘણાં છે. કહ્યું છે, “Straight is the gate and narrow the way that leadeth unto the path of Inner Glory .” તો ચાલો; આપણું અંતિમ ધ્યેય હાંસલ કરવાનો નિર્ણય લઈ આગે કદમ બઢાવવા કમર કસીએ.

  Reply
 • 13. Dr.Chandravadan Mistry  |  September 16, 2013 at 4:02 pm

  This was an Email Response>>>>

  Sun, 7:38 PM Re: શ્રી કૃષ્ણલીrameshલા !
  FROM dinesh varia TO You Fromdinesh varia To chadravada mistry
  SUPERB DOCTOR UNCLE !!!!!!!!!!
  WITH WARM REGARDS

  from;
  DR DINESH & DR JIGNA VARIA DAKSH PANCHKARMA AYURVEDIC CLINIC BARODA
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dineshji,
  Thanks for your nice words !
  Chandravadan (Uncle)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

September 2013
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: