માનવ બુધ્ધિ !

સપ્ટેમ્બર 12, 2013 at 12:00 પી એમ(pm) 10 comments

 

Skull and brain normal human.svg
Human brain and skull
Cerebral lobes.png

માનવ બુધ્ધિ !

માનવ બુધ્ધિ તો માનવ જીવન જીવવાની ચાવી,

કે , ખરેખર, એ જ બનાવે માનવીને સંસારનો કેદી ?

 

જગતના સર્વ પ્રાણીઓમાં માનવીને જેષ્ઠ કહ્યો,

તો, શું બુધ્ધિ દ્વારા સમજ શક્તિ કારણે કહ્યો ?

 

માનો કે બુધ્ધિ સમજ દ્વારા જ જ્ઞાન મળે,

અને, સર્વ માનવ-અજ્ઞાનતા દુર રહે,

 

તો, જ્ઞાન દિપક પ્રકાશે અંધકાર ટળે,

અને, માનવ આત્મા પરનો કાટ મટે,

 

એવી હાલતે, માનવતારૂપી આત્મા ખીલે,

માનવતામાં પ્રભુભક્તિરૂપી ફુલ ખીલે,

 

જ્યારે પ્રભુભક્તિ ખીલે, ત્યારે જાણવું,

કે, માનવબુધ્ધિનું કાર્ય જીવને પુર્ણ થયું,

 

એવી હાલતે, પ્રભુશ્રધ્ધા ખીલતી રહે,

અને, શ્રધ્ધાના સથવારે, માનવ પ્રભુ પાસ રહે,

 

જો, પરિવર્તન આવું થયું તો, જાણવું,

કે, સંસારી જીવન ધન્ય બની, સફળ થયું !

 

આ રહી ચંદ્રની સરળ વાણી,

સમજે તેણે, સંસારે ચાવી જીવનની  જાણી !

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૨૫,૨૦૧૩           ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ બે ત્રણ મિત્રોના ઈમેઈલો આધારીત છે.

સમજાઈ ગયું કે ૯૯ ધક્કો એટલે શું.

ભાઈ, તારી પાસે છે એ જ ૯૯ વાપરને, એકની બળતરામાં ૯૯ પણ ભોગવી શક્તો નથી.
-પી. કે. દાવડા
વાહ! આપડી સરખામણી હવે બીરબલ હારે થવા લાગી!!
કદાચ સાધના કરવાને લીધે ગયેલી બુદ્ધિ પાછી આવતી હશે?…..સુરેશ જાની
જ્યારે સમાધિમાં તો બુધ્ધિ પણ શાંત થઈ જાય છે.
સંસાર એટલે બુધ્ધિના ડખા. બુધ્ધિથી સામાને મારવુંં, બુધ્ધિથી દુઃખ ભોગવવાં, આમ બુધ્ધિ સંસારની બહાર નીકળવા જ ના દે. પણ જેને મોક્ષે જવું છે, તેણે બુધ્ધિના હથિયારને બાજુએ મૂકવું પડશે અને જ્ઞાની પુરુષથી મળેલી સમ્યક સમજણથી ચાલવું પડશે. બુધ્ધિ તો સંસારમાં દેખાડે કે, સામો મને મુશ્કેલીમાં મૂકે છે….Pragnajuben Vyas
જે સંસારમાં જન્મ મળ્યો તે જ સંસારમાં જીવન ગુજારવાનું. જીવતરના કર્મો બાદ દેહવિલય. અને દેહવિલય એજ મોક્ષ. સંસારમાંથી સંપૂર્ણ મુક્તિ. જ્ઞાની હોવ કે અજ્ઞાની, બુદ્ધિશાળી કે મુર્ખ સૌને મોક્ષ મળવાનો જ છે. સવાલ સાધનાનો નથી પણ સંસારમાં રહીને બુદ્ધિયુક્ત સદ્કર્મનો છે. બુદ્ધિનું માપકરણ કે મુલ્યાંકન એ પણ અન્યની વ્યક્તિગત બુદ્ધિ પર આધારિત છે. પ્રજ્ઞાબેન, હું બુદ્ધિનો સાદો અને સરળ અર્થ સમજ કરું છું.સમજને પ્રજવલ્લિત રાખવી જોઈએ. ઠારી ન દેવાય! હું સાધક કે ફિલોસોફર નથી. માત્ર વાર્તા લેખક છું. પ્રવીણ શાસ્ત્રી.
આ પ્રમાણે ચર્ચાઓ ચાલી.
તે વાંચવાનો લ્હાવો મને મળ્યો.
અને, થઈ આજની આ કાવ્ય પોસ્ટ.
ગમી ?
જરા કહેશો ?
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is based on the Email Discussions.
The Topic was BUDHDHI meaning INTELIGENCE.
The Question is What is the VALUE of this Budhdhi ?
There is the NEED for this BUDHDHI in all Humans..it makes him think & understand the different things in LIFE.
Is there a LIMIT to this POWER ?
The KNOWLEDGE is LIMITLESS….in his/her life one must accept this as a FACT. When this stage is reached, the Human naturally is drawn towards the DIVINE.
The Poem in Gujarati is giving this MESSAGE.
Hope you like this Post.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

“નાઈન ઈલેવન”ની ઘટના ! વેસ્માની જનરલ હોસ્પીતાલની કહાણી !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 12, 2013 પર 12:43 પી એમ(pm)

  જ્યારે પ્રભુભક્તિ ખીલે, ત્યારે જાણવું,

  કે, માનવબુધ્ધિનું કાર્ય જીવને પુર્ણ થયું,

  એવી હાલતે, પ્રભુશ્રધ્ધા ખીલતી રહે,

  અને, શ્રધ્ધાના સથવારે, માનવ પ્રભુ પાસ રહે,

  જો, પરિવર્તન આવું થયું તો, જાણવું,

  કે, સંસારી જીવન ધન્ય બની, સફળ થયું !

  આ રહી ચંદ્રની સરળ વાણી,

  સમજે તેણે, સંસારે ચાવી જીવનની જાણી સુંદર સંકલન
  ભય અને અભયને તથા બંધન અને મોક્ષને જે બુધ્‍ધિ તત્‍વથી જાણે છે, તે બુધ્‍ધિ સાત્‍વિકી છે.

  અને હે પાર્થ, જે બુધ્‍ધિ દ્વારા મનુષ્‍ય ધર્મ અને અધર્મને તથા કર્તવ્‍ય અને અકર્તવ્‍યને પણ યક્ષર્થ નથી જાણતો, તે બુધ્‍ધિ રાજસી છે.

  અને હે અર્જુન, જે તમોગુણ યુકત બુધ્‍ધિ અધર્મને ધર્મ માને છે તે બુધ્‍ધિ તામસી છે.

  સાંખ્‍યના આ જે ત્રણ ગુણ છે તે જીવનના દરેક પહેલુ પર લાગૂ છે. પ્રકૃતિ ત્રિગુણમયી છે એટલે સ્‍વભાવિક છે કે પ્રત્‍યેક ચીજના ત્રણ ગુણ હશે.

  જે તમસ યુકત વ્‍યકિત છે, તેનું લક્ષણ છે કે તે અધર્મને ધર્મ જેવો માને છે તેની બુધ્‍ધિ વિપરીત હોય છે. તે જીવનને મૃત્‍યુની જેમ માને છે, મૃત્‍યુને જીવનની જેમ માને છે તામસી વ્‍યકિત સાથે તમારે બહુ સમજીને વ્‍યવહાર કરવો જોઇએ.

  રાજસી બુધ્‍ધિ વાળો વ્‍યકિત મધ્‍યમાં અટવાયેલો છે. તેને કાંઇક સમજે છે, કાંઇક સમજાતુ નથી. તેને ધર્મ પણ અધર્મ લાગે છે અને અધર્મ પણ ધર્મ લાગે છે. રાજસી વ્‍યકિત મધ્‍યમાં છે. રાજસી વ્‍યકિત નિર્ણય નથી કરી શકતો એટલે તે બહુ તનાવગ્રસ્‍ત હશે. તેના જીવનમાં તનાવ, અશાંતિ, બૈચેની, ઉત્તેજના બહુ હશે.

  પ્રવૃત્તિ-માર્ગ અને નિવૃતિ-માર્ગને તથા કર્તવ્‍ય અને અકર્તવ્‍યને, ભય અને અભયને બંધન અને મોક્ષને જે બુધ્‍ધિ તત્‍વથી જાણે છે, જેવું છે તેવું જાણે છે, તે બુધ્‍ધિ સાત્‍વિકી છે.

  પોતાની ભીતર શોધ કે કઇ બુધ્‍ધિ તમારી ભીતર સક્રિય છે. અને જયાં સુધિ સાત્‍વિક બુધ્‍ધિ સુધી ન પહોચો ત્‍યાં સુધી માનજો કે ધર્મ સાથે સંબંધ નહીં થઇ શકે.

  તામસી વ્‍યકિત મંદિર જશે, તો ખોટા કારણથી જશે. રાજસી વ્‍યકિત મંદિર જશે, તો પુરો નહીં જઇ શકે, અધૂરો જશે. સાત્‍વિક વ્‍યકિતને મંદિર જવાની જરૂર નથી, તે જયાં છે, ત્‍યાં જ મંદિર છે.

  -ઓશો

  જવાબ આપો
 • 2. SARYU PARIKH  |  સપ્ટેમ્બર 12, 2013 પર 1:18 પી એમ(pm)

  હાં સમજે તેને….સર્વોપરી સત્તા દરેકના જીવનની. કમાલકારી ઇશ્વરની રચના.
  સરયૂ

  જવાબ આપો
 • 3. P.K.Davda  |  સપ્ટેમ્બર 12, 2013 પર 1:41 પી એમ(pm)

  જ્યારે પ્રભુભક્તિ ખીલે, ત્યારે જાણવું,
  કે, માનવબુધ્ધિનું કાર્ય જીવને પુર્ણ થયું,

  ખરેખર સમજવા જેવી વાત કરી છે. થોડાક જ ભાગ્યશાળી લોકોને આવો લાભ મળે છે.

  જવાબ આપો
 • 4. સુરેશ  |  સપ્ટેમ્બર 12, 2013 પર 2:46 પી એમ(pm)

  સાધનાનો રસ્તો – બુદ્ધિ માર્ગ નથી. બુદ્ધ માર્ગ છે.

  જવાબ આપો
 • 5. pravina Avinash  |  સપ્ટેમ્બર 12, 2013 પર 3:39 પી એમ(pm)

  બુદ્ધિ હોવી અને વાપરવી કયા રસ્તે એ અગત્યનું છે.

  સાધના, નામ સમરણ અને સત્કાર્યમાં વપરાય તે બુદ્ધિ સત્ય.

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  સપ્ટેમ્બર 12, 2013 પર 6:41 પી એમ(pm)

  જ્યારે પ્રભુભક્તિ ખીલે, ત્યારે જાણવું,

  કે, માનવબુધ્ધિનું કાર્ય જીવને પુર્ણ થયું,

  એવી હાલતે, પ્રભુશ્રધ્ધા ખીલતી રહે,

  અને, શ્રધ્ધાના સથવારે, માનવ પ્રભુ પાસ રહે,
  ………………………………..

  માનવ જીવન..

  ધ્યાન એટલે શું?..જપ જપ કરવું તે?…કઈ રીતે ધ્યાન થાય?

  આત્મા એટલે પરમાત્માનું સંતાન. પરમ પિતા કેવા છે?..કરૂણામય ને મંગલકારી.

  આપણે સંતાન તરીકે આ સંસ્કાર ઝીલવા , શક્તિ માગવાની છે…બનવા પથ પર ચાલવાનું છે.

  રમેશ પટેલ(આકાશ દીપ)

  જવાબ આપો
 • 7. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 12, 2013 પર 9:55 પી એમ(pm)

  જગતના સર્વ પ્રાણીઓમાં માનવીને જેષ્ઠ કહ્યો,

  તો, શું બુધ્ધિ દ્વારા સમજ શક્તિ કારણે કહ્યો ?

  જે સતત મનન કરે એ છે માનવ . મનન કરવા માટે બુદ્ધિનો સહારો

  લેવો પડે .માનવી અને બીજા પ્રાનીયો વચ્ચે ફેર બુદ્ધિને

  નો છે। બુદ્ધિ આ ભવનાં બંધન કાપવા માટેનું એક સાધન છે .

  મિત્રોનો બુદ્ધિ પૂર્વકનો વિચાર વિનિમય ગમ્યો ..

  જવાબ આપો
 • 8. ishvarlalmistry  |  સપ્ટેમ્બર 13, 2013 પર 5:38 પી એમ(pm)

  Very nice posting on BUDHDI ,through satsang, Saints we get Gnan,which makes persons realize what is real,truth in this world.
  thankyou for sharing, Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 9. mdgandhi21, U.S.A.  |  સપ્ટેમ્બર 14, 2013 પર 6:24 એ એમ (am)

  બહુ સુંદર લેખ તથા કાવ્ય છે.

  જવાબ આપો
 • 10. dhavalrajgeera  |  સપ્ટેમ્બર 15, 2013 પર 2:41 પી એમ(pm)

  સાત્‍વિક વ્‍યકિતને મંદિર જવાની જરૂર નથી, તે જયાં છે, ત્‍યાં જ મંદિર છે.
  -ઓશો

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: