અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા !

August 30, 2013 at 12:53 am 15 comments

 

અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા !

આજની આ વિચારધારા માટે પ્રેરણા મળી છે એક લેખ આધારીત.

એ લેખ લખનાર છે અમદાવાદ,ગુજરાતના રહીશ મારા મિત્ર શ્રી જનકભાઈ શાહ,

એમણે એક “ફાઈલ” રૂપે આ લેખ મને ઈમેઈલથી  મોકલ્યો.

અને એ જ લેખ હ્યુસ્ટન અમેરીકા રહેતા મારા બીજા મિત્ર શ્રી વિજય શાહે એમના બ્લોગ પર પ્રગટ કર્યો એ વાંચ્યો.

કાંઈ ચર્ચા કરીએ તે પહેલા એ લેખ વાંચવો ખુબ જ અગત્યનું છે. તો, તમો નીચેની “લીન્ક” દ્વારા એ વાંચો>>>>

http://www.vijaydshah.com/2013/08/28/ek-rajakan-suraj-thavane-shamane/

આ લેખનું હેડીંગ હતું “એક રજકણ સૂરજ થવાને શમણે “.

એક સુંદર લેખ, સત્ય ઘટના આધારીત.

વાંચી, હું પણ પ્રભાવીત થયો.

અને આજની “ચંદ્રપૂકાર”ની પોસ્ટ “ચંદ્રવિચારધારા”ની કેટેગોરીમાં “અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા”.

સારંગ અને આશાવરીના જીવનની આ વાત છે.

શિક્ષણ મેળવી ગુજરાતમાં રહેતી આશાવરીના ભાગ્યમાં અમેરીકા સ્થાયી થયેલ સારંગ જીવન સાથી…બંને નોકરી કરે અને ખુશીમાં.

જોડીયા બાળકીઓનો જન્મ. એમના ભવિષ્યનો સવાલ અને અહીંની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિ વચ્ચે ચર્ચા,અને અંતે અમેરીકાનો મોહ છોડી ફરી અમદાવાદમાં વસવાટ.

આ વાર્તા પહેલા. જનકભાઈ કેવી કેવી રીતે ભારતીયો અમેરીકા જવાના સ્વપનાઓને સાકાર કરવા શું શું કરે તેનો ખ્યાલ આપ્યો…અનેકને થયેલી નિરાશાનો અને દુઃખભરી કહાણીનો ખ્યાલ આપ્યો.

હવે ચર્ચા કરીએ તો સવાલો મનમાં આવે છે >>>>

(૧) જે સારંગ અને આશાવરીએ સંતાનોના ભવિષ્ય માટે અમેરીકા છોડવાનો નિર્ણય લીધો તે યોગ્ય કહેવાય ?

(૨) જેઓ ભારત છોડી અમેરીકા આવી સ્થાયી થયા તેઓએ લીધેલો નિર્ણય યોગ્ય કે એ એમની ભુલ છે ?

(૩) અમેરીકા રહેતા ભારતીઓએ ખરેખર શું કરવું જોઈએ ?

હવે આ ત્રણ પ્રષ્નો પર વિચાર કરીએ !

(૧) સારંગ અને આશાવરીએ એમેરીકાનો મોહ છોડી ભારત ફરી સ્થાયી થવાનું નક્કી કર્યું એમાં એમણે “અમેરીકન સંસ્કૃતિ”અપનાવવામાં બાળકો વડીલોને માન સનમાનનો ભંગ તેમજ અન્ય “ભારતીય સંસ્કૃતિ” ગુણોનો નાશ થતો નજરે આવ્યો. એથી જ, એમનો ભારત ફરી જવાનો નિર્ણય હતો. મારા ખ્યાલે એ યોગ્ય જ હતો.

(૨) અમેરીકામાં ઉચ્ચ અભ્યાસ કારણે ભારતીઓએ આવવું.

   અહીં આવી નોકરીની કદર, ભાવી સુધારવાની ક્ષણો….અને અહીં ગમે તેવું કામને “હલકું” ના ગણવાની વૃત્તિ, અને કાયદા કાનુનને માન આપવું એ જરૂર “સારી” વાતો છે.

આ અપનાવવા જેવી વાતો છે.

પણ, જ્યારે ભારતવાસી ભારતમાં જે થાય તેની ટીકા કરવાનું જ રાખે….અમેરીકન ઢબે જ રહેવું એમાં જ “મહાનતા” અને ડોલરના “લોભ”માં પરિવારમાં બાળકો માટે પણ પુરતું ધ્યાન ના આપવું  વિગેરે સ્વભાવમાં આવી જાય તો એ “પતન”ના પંથે જઈ રહ્યો હોય છે.

અહીં મળતી “સ્વતંત્રતા”  સાથે નારી વિચારધારાએ “સમતોલનતારૂપી હક્ક”ની માંગ, અને બાળકો વધુ પ્રમાણની “છુટ” માટે આગ્રહ રાખવો કે પછી માતા કે પિતાની સેવા “ભારરૂપી” બની જાય ત્યારે જાણવું કે તમે “પતન”ના પંથે છો.

કારણ કે ભારતીય સંસ્કારરૂપી “મુલ્ય” ઓછું થતું જાય છે

એક માનવ તરીકે કે એક ભારત સંસ્કૃતિના ઘડાયેલ માતા કે પિતા તરીકેની ફરજ અદા કરવાનું ચુકી ગયા છે.

(૩) તો…અમેરીકામાં રહેવું હોય કે જેઓ સ્થાયી થઈ રહે છે તેઓએ શું કરવું ?

તો, ભલે અમેરીકામાં રહો પણ ભારત અને એની સંસ્કૃતિ મુલ્યને કદી ના ભુલો….બાળકોમાં “ભક્તિભાવ” જાગૃત કરવાના પ્રયાસો ચાલુ રાખો . અહીં પણ વૃદાવન અને કૃષ્ણ તત્વ હોય શકે. હવે જેમ ભારતીઓનો વસ્તી વધારો થાય છે, મંદીરો પણ બને છે તેનો લાભ લઈ શકાય છે. અહીં રહી પણ તમે ભારતમાં રહેતા દુઃખીઓ દર્દીઓ અને ગરીબોના સાહક બની શકો છો.આવી  હાલતે તમે હોય તો અમેરીકાની “કર્મભૂમી”માં તમે યોગ્ય છો.

મેં તો મારી વિચારચારા દર્શાવી દીધી.

તમે શું કહો છો ?

એવું નથી કે જે મેં કહ્યું એ જ યોગ્ય કહેવાય…ના ના, તમે તમારો અભિપ્રાય જરૂર આપજો !

હું અનેકના “નવા વિચારો” વાંચવા આતુર રહીશ !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is in the Category of “CHANDRA VICHARADHARA”

Today’s Topic is ” Attraction to America & Indians Residing in America “.

I am of the opinion that it is NOT a crime to come to America.

Those who “totally ignore the Eastern Culture or the Indian Culture” often have the Path towards the “Self Destruction”.

Adopt what is “good” in America & also “preserve” the old traditions of the Higher Values.

There are some who had chosen to leave America for the “Future ” of their Childeren or some other personal reasons.

Those who choose to stay, have the “greatest responsibility” to preserve the “Indian Identity” and at the same time be “proud” of what America had given to them.

Your OPINION is important.

Give as your COMMENT for this Post.

Dr. Chandravadan Mistry

Advertisements

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

કળિયુગમાં શ્રી કૃષ્ણ વિચાર ! ઈન્ડીયન સીનેમાના ઈતિહાસ સાથે માધુરી દીક્ષિત !

15 Comments Add your own

 • 1. P.K.Davda  |  August 30, 2013 at 1:21 am

  અમેરિકામાં રહી અને ભારતમાં મળેલા સારા સંસ્કાર જાળવી રાખવાથી બન્ને સંસ્કૃતિનો લાભ મેળવી શકાય. અમેરિકામાં થોડું સારૂં થોડું ખરાબ છે તો ભારતમાં પણ આવું જ છે,

  Reply
 • 2. dhavalrajgeera  |  August 30, 2013 at 1:16 pm

  Always live like Swan………….. Like Hansa, Learn to take Milk and leave water behind.

  Reply
 • 3. Sanat Parikh  |  August 30, 2013 at 2:35 pm

  There is nothing wrong if “Sungandh” mixes with “Sonoo”. It is upto individual what to learn from what you are offered and reject what is not good. This is the only country you can meet tne the people from all around the world and learn about their culture, music, philosophy etc. etc. This gives you a different perspective about humanity. Thre is unity in diversity and one can plant seeds of diversity. I may be wrong but one should live like a “KupmanduK”. Broad your horizon. You can preserve your own culture and learn about others. I do not think you can find these oppotunities any where in the world. I have traveled enough to observe the other culture and society.Thank you.

  Reply
 • 4. nabhakashdeep  |  August 31, 2013 at 12:44 am

  સમાજ એક પરિબળ છે અને તેના લાભાલાભની અસર જરૂર વરતાય છે. નવી પેઢીના ઉછેર પર ભિન્ન સંસ્કૃતિની અસરતો થશે જ. ભારતમાં પણ સમય સાથે ઘણી સારી વસ્તુ લુપ્ત થવાનો અહેસાસ વર્તાય છે, તેની ગતિ ધીમી છે પણ સામે સંસ્કૃતિનું પ્રેરકબળ છે..તે હકારાત્મક પાસું છે. આજ વિચારથી નવી પેઢીને માતૃ સંસ્કૃતિથી છેટુ ના પડી જાય , એવો ભય વ્યાજબી લાગે છે. પરદેશમાં પણ ઘણા સમર્પિત વ્યક્તિત્ત્વને લીધે, વિશ્વને આપણી ધરોહરમાં ભાગીદાર કરવાના યત્નો સુફળ આપી રહ્યા છે. કદાચ સાચા સંસ્કૃતિ રક્ષક સમાજ , નવયુગની રાહ પર અહીંથી પણ આગળ વધે એવી આશા બંધાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 5. Dr.Chandravadan Mistry  |  August 31, 2013 at 2:10 am

  This was an Email to this Post to ME & Janakbhai & Sanatbhai>>>

  10:38 AMMessage s Re: અમેરીકાના મોહમા આવે ભારતીઓ અમેરીકા !
  FROM Pratap Patel TO You + 3 More From Pratap Patel ToJanakbhai shah CCDr. Chadravadanbhai Mistry Sanatbhai Parikh
  Thank you. Very interesting review. Dr. Chandravadanbhai has said it well.

  Times have changed. The world is becoming smaller and smaller. America and India both have their pluses and minuses. America is a country of immigrants, who left their motherland and made this country what it is now. Some of these immigrants have brought their culture with them and try to maintain it.

  It boils down to how it works for each individual. There are cases where people have left USA after several years here and settled in India very happily. Then there are cases where people tried the same thing and returned to America.

  Similarly people in Gujarat have left their villages and settled in cities and even out of Gujarat and never returned to the villages, even though they would love to.

  Anyway the article, a true story, brings out discussion on the delicate topic which does not appear to have a right or wrong answer.

  Pratap Patel
  Irvine, USA
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pratapbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 6. સુરેશ  |  August 31, 2013 at 1:38 pm

  ક્યાં રહીએ, એ અગત્યનું નથી. જ્યાં રહીએ; ત્યાં હર ક્ષણ જીવતા રહીએ – મરતાં મરતાં ન જીવીએ.

  Reply
  • 7. Dr.Chandravadan Mistry  |  August 31, 2013 at 1:46 pm

   Sureshbhai,
   Thanks for your visit/comment.
   Also appreciate your Email>>>

   FROM Suresh Jani TO You From Suresh Jani To chadravada mistry
   કોમેન્ટ ગમી?
   આ પણ વાંચજો…
   http://gadyasoor.wordpress.com/2013/08/26/qa_america/
   ………………………….>>>>>>>>>>>>>>>>>>>>>>>………………….
   Yes, nice !
   The LINK is here for others !
   Chandravadan

   Reply
 • 8. Dr.Chandravadan Mistry  |  August 31, 2013 at 2:12 pm

  This was an Email Response>>>>

  અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા !
  FROM pravina kadakia TO You From pravina kadakia To chadravada mistry
  અમેરિકાનો ખોટો મોહ ખોટો છે. અંહી રહી બંને સંસ્કૃતિનો સુમેળ સાધવો તે
  માતાપિતાના હાથમાં છે. બાળકો મોટા થઈ જાય પછી આ સંસ્કાર કોઈ
  અસર નથી કરતાં. ૩૫ વર્ષના વસવાટ દરમ્યાન ઘણાં દૃશ્યો આ આંખે
  નિહાળ્યા છે. નાની ઉમરના બાળકોને વધારે પડતી છૂટ આપ્યા પછી
  સાંભળવાના દિવસો આવે ” ૩૦” વર્ષની દીકરી કહે હજુ હું પરણવાને તૈયાર
  નથી. દીકરો કહે ‘હું મારા લગ્ન કરીશ ત્યારે તમને આમંત્રણ મોકલાવીશ,’
  માતા પિતા ભારત જાય ત્યારે ‘બસ બધે ગંદકી છે’ તેનાથી વાતની શરૂઆત
  કરે. પોતે ભલે ચાલીમાં મોટા થયા હોય અંહી ‘હાઉસમાં ‘ રહે તેથી જાણ પોતે
  બહુ મોટા હોય તેવો ભાવ રાખે.
  જ્યાં હોઈએ ત્યાં ભળી જઈ હર ક્ષણ માણવી એ અગત્યનું છે.
  આ વિષય ખૂબ નાજુક છે.

  please post in the comment box.

  thanks

  Happy labor day

  pravina Avinash
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinaben,
  Abhaar !
  Chandravadan

  Reply
 • 9. Dilip Gajjar  |  August 31, 2013 at 9:29 pm

  માનવને જીવતા આવડે તો .? દેશ, વેશ, ભાષા, સંસ્કૃતી તેનું શું બગાડી શકવાના ? કોઈપણ કાર્ય સુખ રૂપ દુખ મોહ પ્રેરિત હોય છે તેને દેશ સ્થળ કાળ સાથે કઈ લેવાદેવા નથી .વૃત્તિ અગત્યની છે.. વૃત્તિ પરિવર્તન જરૂરી છે

  Reply
 • 10. ishvarlalmistry  |  September 2, 2013 at 9:46 pm

  Very nice post, its is good to know about different culture,free to worship, it is good we are keeping our Indian culture here.Hope we keep it for generations to come.Thankyou.
  Ishvarbhai.

  Reply
 • 11. પરાર્થે સમર્પણ  |  September 3, 2013 at 2:24 am

  આદરણીય વડિલ ડો શ્રી ચંદ્રવદનભાઇ

  દેશના વેશ સરવાળો કરતાં સંસ્કારોનો ભાગાકાર થાય તોજ

  માનવ ગમે ત્યાં કુટુંબને તારી શકે.

  વાહ…વાહ…વાહ

  Reply
 • 13. Vinod R. Patel  |  September 3, 2013 at 3:07 am

  ચન્દ્રવદનભાઈ ,

  આખી કોમેન્ટને બદલે ફક્ત બ્લોગની લીક ઉપર મુજબ આવી એટલે ફરી આખી કોમેન્ટને ફરી મુકું છું .

  જો કે, આ ઘેલછાની હદ તો ત્યારે થઈ કે અમેરિકા સ્થાઈ થયેલા એક વૃદ્ધે અમદાવાદમાં આવીને લગ્ન વિષયક જાહેરાત

  આપતાં તેમની સાથે પરણવા માટે 21 વર્ષની કોડભરી કન્યાથી લઈને 71 વર્ષની વૃદ્ધાઓ મળી કુલ 55 મહિલાઓએ

  લાઈન લગાવી છે.

  કોઈ પણ હિસાબે અમેરિકામાં દાખલ થવાની સર્વત્ર દેખાતી ઘેલછા આશ્ચર્યજનક છે .

  એક સત્યઘટના પર આધારિત ડૉ. જનકભાઈનો (અમદાવાદ) નો આ લેખ ખુબ ગમ્યો . અભિનંદન .

  આ જ વિષયમાં મારા બ્લોગમાં પોસ્ટ કરેલ મારો એક લેખ ” અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ?”

  નીચેની લીંક ઉપર વાંચી શકાશે .

  http://vinodvihar75.wordpress.com/2011/12/12/%e0%aa%85%e0%aa%ae%e0%ab%87%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%aa%be-%e0%aa%a4%e0%aa%b0%e0%aa%ab%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%86%e0%aa%95%e0%aa%b0/

  Reply
 • 14. Dr.Chandravadan Mistry  |  September 3, 2013 at 4:33 pm

  This was an Email Response>>>>

  Re: અમેરીકાના મોહમાં આવે ભારતીઓ અમેરીકા !
  FROM Janakbhai shah TO You From Janakbhai shah Tochadravada mistry
  Dear Chandravadanbhai,
  Thank you very much for referring my article in your blog. I came to USA thrice. Once I lived there for one year. What I felt is depicted through the characters of Sarang and Aashavari. As a nation, as a progressive and innovative country nothing can be compared. But compared to Indian culture and heritage, I felt something is lacking. It should not be generalized. There may be exception. I have tried to show ” Literature is the reflection of life”.
  Thanks again.
  Janakbhai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Janakbhai, Your Response for this Post based on your LEKH means a lot to me.
  I feel so happy to publish here as your Comment.
  Thanks !
  Chandravadan

  Reply
 • 15. Dr.Chandravadan Mistry  |  September 12, 2013 at 11:38 am

  This was an Email by my Friend on 12th Sep.2013.
  It was so appropriate for this OLD Post.
  So COPY/PASTED for reading>>>>

  એક અનોખું કાવ્ય
  સારી રીત નથી
  એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
  હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
  ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
  શુ લખુ ? અહીયા સંસ્કાર કે સંસ્ક્રુતિ સંકલિત નથી.
  મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
  હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
  અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
  અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગિત નથી.
  સંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
  અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
  બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
  સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
  પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સંબઘો નથી
  ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
  દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
  મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી
  – જયકાંત જાની (USA)

  NOW READ AN ANSWER TO THIS POEM……….
  મગરનાં આંસુ-

  જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
  વતનને તરછોડી આવ્યા છો જાતે,હવે રોદડાં રડવા ઠીક નથી.
  લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
  અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
  સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
  ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
  બોલિવુડના બિભત્સ ન્રુત્યોને રોજ ટીવી પર જોયા પછી,
  મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.
  જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
  ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
  મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
  દેશ છોડી આવ્યા પછી ,હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
  જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
  પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગરના આ આંસુ ઠીક નથી.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

August 2013
M T W T F S S
« Jul   Sep »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: